________________
સાધકભાવના
સ્વભાવવાળા પોતાના સ્વરૂપનો શબ્દથી, અર્થથી અને વેદનથી નિર્ણય કરે છે અને આ જ ભેદજ્ઞાન કહેવાય છે. સ્વપર-વિવેકશાન કહેવાય છે. જેમ કોઈ મોટા અને ઊંચા પર્વતની ટોચ ઉપર વીજળી તૂટી પડે અને તેમાં ઉપરથી નીચે સુધી મોટી ફાટ પડી જાય તેમ આ ભેદજ્ઞાનની સિદ્ધિ થવાથી જગતના સમસ્ત પદાર્થો પ્રત્યેની રુચિ વિરામ પામે છે અને ચિત્ત વારંવાર નિજ સ્વરૂપ' પ્રત્યે વળવા લાગે છે. યથા
जायन्ते विरसा रसा विघटते गोष्ठी कथा कौतुकम्
शीर्यन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरेऽपि च । जोषं वागपि धारयत्यबिरतानन्दात्मशुद्धात्मनः
૧૧૪
चिन्तायामपि यातुमिच्छति समं दोषैर्मनः पञ्चताम् ॥ પદ્મનંદિ પંચવિંશતિ, ૧૫૪
-
એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મામાં (નિજ-શુદ્ધ આત્મામાં) એકાગ્ર થવાનો પ્રયત્ન તે જ જ્ઞાનીજનોનું ધ્યાન છે, સામાયિક છે, સમતા છે. આ સાધનાની સિદ્ધિ માટે અનેક પ્રકારે ઉદ્યમ કરવાની જરૂરિયાત છે. આખા દિવસ દરમિયાન વારંવાર પરમાત્માનું સ્મરણ કરવાની ટેવ પાડવી જોઈએ. આખો દિવસ પરમાત્માનું સ્મરણ કર્યું હોય તો ધ્યાનમાં બેસતાં ચિત્તવૃત્તિ સહેલાઈથી એકાગ્ર થાય છે; અને સમાધિની પ્રાપ્તિ થઈ શકે છે.
જે વિવેકી મનુષ્ય પરમાત્મસ્મરણનો અભ્યાસ સિદ્ધ કરે છે
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only
-