________________
૧૧૩
સામાયિક પાઠ સદ્ધોધ ગ્રહણ કરવાથી ખ્યાલ આવે છે કે, ઇન્દ્રિયના વિષયો આપણને સાચું સુખ આપી શકતા નથી; માત્ર મોહપાશમાં નાખીને,વિકારોની ઉત્પત્તિ કરાવી નવાં કર્મોના બંધનનો જ હેતુ બને છે. આ બાંધેલાં કર્મો ફરી પાછાં ઉદયમાં આવતાં મનુષ્યને ચાર ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકીને દુઃખો જ સહન કરવો પડે છે અને અધોગતિમય જીવન જીવવું પડે છે.
ઈન્દ્રિયોની ગુલામીમાંથી છૂટીને સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે આચાર્યશ્રી અત્રે પ્રેરણા કરે છે. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી જેણે વિષયોને દુઃખરૂપ નક્કી કર્યા છે તેવો પુરુષ, ઈન્દ્રિયોના વિષયોમાં જતાં મનને વિવેકપૂર્વકના બળ દ્વારા પાછું વાળીને પરમાત્મામાં અને સદ્ગમાં લગાડીને પવિત્ર કરે છે; અને ક્રમે કરીને શુદ્ધ ચૈતન્યરૂપ એવા પોતાના આત્મામાં સ્થિર કરવાનો અભ્યાસ કરે છે. આમ આત્મજાગૃતિથી, ધીરજથી, સહનશીલતાથી, વૈરાગ્યથી અને સદ્ગુરુની આજ્ઞાના આરાધન દ્વારા પ્રગટાવેલા સંકલ્પબળથી સંયમને ક્રમે ક્રમે સિદ્ધ કરે છે. ભેદજ્ઞાન અને પરમાત્મામાં લીનતા
એવો સિદ્ધાંત છે કે જે વ્યક્તિ કે વસ્તુમાં પોતાપણાની માન્યતા હોય તે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે ચિત્તવૃત્તિ ખેંચાય છે અને કથંચિત તેમાં તલ્લીન પણ થઈ જાય છે. તેથી પરમાત્મામાં લીન થવા માટેની પ્રાથમિક શરત એ છે કે જગતના સમસ્ત જડ અને ચેતન પદાર્થોથી પોતે જુદો છે એવો નિર્ણય સાધક કરે.
વિનય-સરળતા સંતોષાદિ સદ્ગુણોથી વિભૂષિત એવો રૂડો સાધક સદ્દગુરુના બોધને યથાર્થપણે ગ્રહણ કરીને જગતના સમસ્ત પદાર્થોથી, સૂક્ષ્મ એવા કર્મ-પરમાણુઓથી અને કર્મના ફળના નિમિત્તથી થતા ક્રોધાદિ પરભાવોથી જુદા એવા શુદ્ધ-બુદ્ધ સહજજ્ઞાનાનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org