________________
સાધક ભાવના
સ્વઉપયોગને પ્રાપ્ત કરવાનો ઉપાય છે. પ્રથમ સાધના નિષેધાત્મક અને બીજી સાધના વિધેયાત્મક છે.
આ સાચા માર્ગને જાણીને જ્ઞાનીજનો તેનું શુદ્ધબુદ્ધિથી અનુસરણ કરે છે.
૧૧૨
(હરિગીત)
સંસારરૂપી સાગરે જે, અવનતિમાં લઈ જતી,
તે વાસનાની જાળ પ્યારા, તોડ સંયમ જોરથી, વળી બાહ્યથી આત્મા છે જુદો, ભેદ મોટો જાણવો, તલ્લીન થઈ ભગવાનમાં, ભવપંથ વિકટ કાપવો.
(૨૯) શબ્દાર્થ : વાસનાની જાળ (જીવને) સંસારરૂપી સમુદ્રમાં અને અધોગતિમાં લઈ જાય છે, તેને હે પ્યારા (સાધક) ! તું સંયમના બળથી તોડ. વળી આત્મા બહારના પદાર્થોથી જુદો છે આ મોટો ભેદ છે. (માટે) પરમાત્મામાં તલ્લીન થઈને વિકટ (એવો) આ જીવનપંથ વિતાવવો. વિશેષાર્થ : સાધકે પોતાના જીવનમાં સમતાની પ્રાપ્તિ કેવી રીતે કરવી તે વિષય અત્રે પ્રસ્તુત છે.
જીવનમાં કોઈ પણ કાર્ય વારંવાર કરવાથી તેની ટેવ પડી જાય છે. આ ટેવ સારી પણ હોઈ શકે છે અને હાનિકારક પણ હોઈ શકે છે. સામાન્ય મનુષ્ય આ ભવમાં અને આગલા ભવોમાં ઇન્દ્રિયોના પદાર્થોમાં લુબ્ધ થઈ જવાની ટેવ પાડેલી છે, જેને જ્ઞાનીઓ વાસનાના સંસ્કાર કહે છે. ચાલુ ભાષામાં આને ‘Force of habit' અથવા ‘વ્યસનથી લાચાર છું.'' ઇત્યાદિ શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં આવે
છે.
-
જે મનુષ્ય કલ્યાણના માર્ગે આગળ વધવા માગે છે તેણે આવા કુસંસ્કારના બળનો દૃઢતાથી પ્રતિકાર કરવો પડશે. આ માટેનું સાધન સાચું જ્ઞાન અને બળવાન સંકલ્પ કરવો તે છે. સત્સંગના યોગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org