________________
સામાયિક પાઠ
૧૧૧ થાય છે અને અનેક પ્રકારનાં ગાઢ કર્મોનું બંધન કરે છે.
છેલ્લી બે પંક્તિમાં આચાર્યશ્રી ઉચ્ચ કક્ષાના સાધકની ભાવના અને પુરુષાર્થ વ્યક્ત કરે છે. તેઓ અહીં એમ આજ્ઞા કરે છે કે જેણે સમતાને સાધવી હોય તેણે પ્રથમ તો મોક્ષની અભિલાષાને દૃઢ કરવી જોઈએ.
હવે, હકીકત એ છે કે જ્યાં સુધી દુનિયાના પદાર્થોનો, પ્રસંગોનો, પ્રકારોનો અને વ્યક્તિઓનો સંયોગ-સંબંધ વહાલો લાગે ત્યાં સુધી આત્મજ્ઞાનાદિનાં બાહ્ય કારણો એવાં સગુરુ- સત્સાસ્ત્ર આદિ પ્રત્યે તથારૂપ ભાવ આવે નહિ. જ્યાં સુધી સદગુરુના બોધથી સ્વ-પરનો, જડ-ચેતનનો, સારાસારનો વિવેક યથાર્થપણે જાગે નહિ ત્યાં સુધી આત્મતત્ત્વની શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ કેવી રીતે થવા સંભવે?
તેથી અહીં સૂક્ષ્મ બોધના દાતાર એવા શ્રી ગુરુ કહે છે કે :
(૧) જડ-પરમાણુઓના સમૂહરૂપ, આત્મા સાથે લાગેલા અને એકક્ષેત્રાવગાહે રહેલા એવા આ શરીરને હે ભવ્ય જીવ ! તું પરરૂપ જાણીને તેનો મોહ અને રાગ છોડી દે, છોડી દે. તે રૂપી છે, સ્પર્શ-રસ-ગંધ-વર્ણના ગુણોવાળું અને પળમાં વણસી જનારું છે, માટે તેના સંયોગ-સંબંધને પર રૂપે જ જાણ, માન અને અભ્યાસ.
(૨) વચનપ્રવૃત્તિનું માધ્યમ એવી ભાષા અને કલ્પનાઓનું માધ્યમ એવું દ્રવ્ય) મન-આ બન્નેનો સમાવેશ, વીતરાગ-વિજ્ઞાનમાં, જડ (પુદ્ગલ) પદાર્થોમાં કરેલ છે. જેટલા જેટલા જડ પદાર્થો છે તે બધા આત્માને માટે માત્ર સંયોગરૂપ છે, માટે પર-સ્વરૂપ છે, માટે હેય છે અને તેથી તે સર્વપદાર્થોનો અપરિચય કરવો, ત્યાગ કરવો એ જ અસંગપદની પ્રાપ્તિનો ઉપાય જ્ઞાનીઓએ દીઠો છે. જ્ઞાનીઓએ અનુભવેલો અને ઉપદેશેલો સર્વ સંયોગોનો, પરપદાર્થોનો અને પરભાવોનો ત્યાગ તે જ નિજભાવને-શુદ્ધભાવને નિર્વિકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org