________________
સાધકનેમાના
૧૧૦
આ વિશ્વની કો વસ્તુમાં, જો સ્નેહબંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચકમાં, ચેતન વધુ ભટકાય છે; મુજ મન વચન ને કાયનો, સંયોગ પરનો છોડવો, શુભ મોલાના અભિલાષનો, આ માર્ગ સાચો જાણવો. (૨૮)
શબ્દાર્થ જગતના કોઈ પણ પદાર્થમાં જો રાગ (આદિ)નો સંબંધ થાય છે, તો (આ) ચેતન આત્મા જન્મમૃત્યુના ચકરાવામાં ફર્યા કરે છે. ઉત્તમ એવા મોક્ષપદને પામવા માટે શરીર, વચન અને મનના તરંગોરૂપી સંજોગો છોડવા એ જ સાચો માર્ગ છે.
વિશેષાર્થ : સાચા ધ્યાનનો અભ્યાસ કરીને સમતાની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તે વિષયની વિચારણા ચાલે છે.
આ વાત સર્વ આર્યધર્મોને સમ્મત છે કે જીવ પોતે કરેલા કર્મબંધનના ફળરૂપે ચાર ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. જીવને કર્મોનું બંધન કયાં કારણોથી થાય છે તેનાં પાંચ કારણોમાં મુખ્ય કારણ જે રાગદ્વેષાદિ ભાવો તેને અહીં આચાર્યશ્રી “સ્નેહબંધ' શબ્દ દ્વારા જણાવે છે. જેવી રીતે ભૌતિક જગતમાં ચુંબકીય ક્ષેત્રમાં આવેલી સોય ચુંબકને ચોંટી જાય છે તેવી રીતે આત્મા રાગદ્વેષાદિ ભાવો કરે તો સૂક્ષ્મ કર્મ-પરમાણુઓ, તે ભાવોને અનુરૂપ – કર્મસિદ્ધાંતના નિયમો અનુસાર તે આત્માને અવશ્ય ચોંટી જાય છે. આત્માને ચોટેલાં તે કર્મો જ્યારે ફળ આપે છે ત્યારે તે આત્માને શરીર ધારણ કરવું પડે છે અને આધિ-વ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા મરણ આદિ અનેક પ્રકારનાં દુઃખોને ફરજિયાત ભોગવવાં જ પડે છે. હા, માત્ર તફાવત એટલો છે કે જ્ઞાની પુરુષો સમભાવ રાખીને તે કર્મોના ફળને વેદે છે તેથી આત્મોન્નતિને પંથે આગળ વધે છે, જ્યારે જગતનાં સામાન્ય મનુષ્યો કર્મના ઉદયની વેળાએ સ્નેહ અને દ્વેષના ભાવો કરીને ખેદખિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org