________________
સામાયિક પાઠ
૧૦૯ અને મુક્ત થાય છે.
આ ઉપર કહ્યો તેવો ક્રમ વિવેકી પુરુષો અવશ્ય આરાધે છે અને પરમ આનંદને પામીને મનુષ્યભવને સંપૂર્ણપણે સફળ કરે છે તેથી છેલ્લી બે લીટીમાં આચાર્યશ્રી દૃર્શત આપીને સમજાવે છે કે જેમ ચામડીનાં છિદ્રો - રોમરાજી ચામડી નીકળી ગયા પછી શરીર પર ટકી શકતાં નથી, તેવી રીતે જે મહાપુરુષને દેહ પ્રત્યેની મમતા નષ્ટ થાય છે તેને દેહના સંબંધે રહેલા એવા જગતના અનેકવિધ વિચિત્ર પદાર્થો પ્રત્યેની મમતા પણ ક્રમે કરીને નષ્ટ થઈ જાય છે અને તેને નિર્મોહીપણાની - સમાનતાની પ્રાપ્તિ થઈ જાય છે અને તેને જ પરમ સામાયિક કહ્યું છે. સંતોએ પણ આ વાત આપણને બોધી છે.
(દોહરા) (૧) કીર-નીરવતુ જો જુદાં દેહદેહી એક સ્થાન; દારાદિની શું કથા? પ્રગટ જુદાં તે જાણ.
– શ્રી પદ્મનંદિ પંચવિંશતિ, ૯૪૯ મેરો હૈ ઇક આતમ તામે મમત જુકીનો, ઔર સબૈ મમ ભિન્ન જાનિ સમતારસ ભીનો; માતા પિતા સુત બંધુ મિત્ર તિય આદિ સબૈ યહ; મોરૈ ન્યારે જાનિ યથારથ રૂપ કર્યો ગહ.
– સામાયિક પાઠ, ૧૫ (૩) શ્રી ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય
રહો.
હું દેહાદિ સ્વરૂપ નથી. અને દેહ-સ્ત્રી-પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
– શ્રીમદ્ રાજચંદ્ર, ૬૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org