________________
૧૦૮
સાધક-ભાવના
જ કરી શકે છે. સાસ્ત્રથી, સુયુક્તિથી, સત્સંગથી અને સ્વાનુભવથી આ બાબતનો અંતિમ નિર્ણય થવો તે જ આત્મસાક્ષાત્કાર છે, પરમાત્મદર્શન છે, આત્મદર્શન છે, પરમાર્થસત્યની અનુભૂતિ છે. નીચે પ્રમાણે વિવેકી પુરુષ અનુચિંતન કરે છે (૧) શરીર રૂપી છે. તેને મૃત્યુ સમયે છોડીને ચાલ્યું ગયું તે તત્ત્વ
કયું ? (૨) ચેતન-તત્ત્વ ચાલ્યા ગયા પછી ઇન્દ્રિયો જાણી, જોઈ શકે
ખરી ? (૩) એક જ કુટુંબના મનુષ્યોમાં ક્રોધ, અભિમાન, લોભ વગેરેની
માત્રા કેમ આટલી બધી જુદી જુદી દેખાય છે ? (૪) સુરૂપતા-કુરૂપતા, રોગીપણું, ગરીબાઈ, અમીરાઈ, યશ-અપયશ,
મૂર્ખતા-વિદ્વત્તા, સફળતા-નિષ્ફળતા, અલ્પાયુષ્ય-દીર્ધાયુષ્ય, આ
બધું આકસ્મિક છે કે કોઈ નિયત નિયમને અનુસરે છે ? (૫) પૂર્વે અનેક મહાજ્ઞાનીઓએ જગતના કોઈ પણ પદાર્થોનું
અવલંબન લીધા વિના શાશ્વત આનંદ પ્રાપ્ત કર્યો, તેનું રહસ્ય
શું? અર્થાત્ તે ક્યાંથી આવ્યો? (૬) સર્વ પ્રકારે સાચવવા છતાં આ શરીર ભરયુવાવસ્થામાં પણ
કેમ બગડી જાય છે અથવા નાશ પામે છે? (૭) ઘડપણમાં પણ તૃષ્ણા વૃદ્ધિ પામીને કેમ મનુષ્યને સતાવે છે?
આ અને આવા બીજા ગૂઢ રહસ્યમય વિચારોનો પૂર્વસંસ્કારોના બળથી, સત્સંગથી, ગુરુગમથી, સલ્ફાસ્ત્રોના અર્થના ઊંડા ચિંતનમનનથી અને નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિથી જે તાગ મેળવે છે તેને દેહથી જુદો, સદાય ટકનારો અને જ્ઞાન-આનંદનો અખૂટ ભંડાર હું પોતે જ છું એવો એક અબાધિત, પ્રત્યક્ષ, અપરોક્ષ અનુભવ થાય છે. અને તેવો પુરુષ ક્રમે કરીને નિઃશંક, નિર્ભય, નિઃસંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org