________________
સામાયિક પાઠ
૧૨૩ મને બહાર ન મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝિલાવ. તારો સર્વ મહિમા મને દેખાડ.
તું આનંદ છે, તું પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તે નિર્ભય છે, તું એક, શુદ્ધ અને નિત્ય છે, તું અબાધિત છે; તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર.
દૈહિક કામનાથી અને વિશ્વની બીકથી મારા દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વ વિદો દૂર કર, જેથી સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું.
મારી સર્વ શુભેચ્છા તારા વચનપસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર, મને જૂઠા હઠવાદથી અને જૂઠા ઘર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ.
તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ.
તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં. કોઈને દુઃખનું કારણ ન થાઉં માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશાં બચાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org