________________
અશુદ્ધાત્માની શુદ્ધાત્માને અરજ
અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે.
હે પરમેશ્વર ! શુદ્ધાત્મા ! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય ! મારા હૃદયમાં આવ.
હે શીલના સ્વામી ! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તે આપ્યું છે તે હું ન ચાહું.
તું નિષ્પાપ, પૂર્ણપવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી મારાં પાપ ધો.
હે આનંદ ! મને આનંદથી ભરપૂર કર. મને તારી તરફ ખેંચ
હે દેવ ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે ?
હું પાપમાં બૂડી રહ્યો છું. હર ઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારું કંપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા અને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર.
તારી સર્વ આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું માટે દર સમય મને બચાવ. પડવા ન દે. મને તારામાં રાખ. તું મારામાં રહે. તારી કૃપાનજર થઈ તે પૂરી કર.
તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org