________________
શ્રી અમિતગતિ સામાયિક પાઠ
વિવેચક પૂ. શ્રી આત્માનંદજી
[મૂળ સંસ્કૃતમાં ૩૨ ગાથાઓમાં આ સામાયિક પાઠના રચિયતા માથુરસંઘના પ્રસિદ્ધ આચાર્ય શ્રી અમિતગતિ છે. તેઓ મહાસમર્થ યોગી હતા. તેમનો વિશેષ પરિચય ‘ભક્તિમાર્ગની આરાધના' પૃષ્ઠ ૮૮ પર આપેલ છે ત્યાંથી જાણવો. આ સંસ્કૃત પાઠને ‘ભાવના દ્વાત્રિંશતિકા’ એવું નામ આપવામાં આવ્યું છે. તેના ગુજરાતી અનુવાદનું અવતરણ કરી, તે ઉત્તમ પદનું ક્રમિક વિવરણ ઑગસ્ટ ૧૯૮૩થી જુલાઈ ૧૯૮૬ દરમ્યાન ‘દિવ્યધ્વનિ'ના વાચકવર્ગની સેવામાં રજૂ કરવામાં આવ્યું હતું તે અત્રે સળંગ પુસ્તકરૂપે રજૂ થાય છે. આશા છે વાચકો તેને ધ્યાનપૂર્વક વાંચી, જીવનમાં ઉતારવાનો પ્રયોગ કરી સ્વ-પર-કલ્યાણ સાધશે.] (પ્રકાશન સમિતિ)
ભૂમિકા
વીતરાગ ભગવંતોએ બોધેલ, શ્રાવકધર્મ અને મુનિધર્મમાં સામાયિકનું ખૂબ જ મહત્ત્વ છે. વ્રતી શ્રાવક અને મુનિને માટે સામાયિને આવશ્યક કામ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે અર્થાત્ તેઓએ આ અનુષ્ઠાન પ્રતિદિન કરવા યોગ્ય છે, એવી પૂર્વાચાર્યોની આજ્ઞા છે.
સામાયિકની સાધના : સામાયિક કરવાની પરંપરા જૈન ધર્માવલંબીઓના બધા ઉપસંપ્રદાયોમાં જોવામાં આવે છે, પરંતુ એ ખ્યાલમાં રાખીએ કે સામાયિક એ કોઈ સાંપ્રદાયિક કે રૂઢિગત ક્રિયામાત્ર નથી. પરંતુ સમતાભાવ રાખવાનો એક વૈજ્ઞાનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org