________________
૩૮
સાધક ભાવના
અભ્યાસક્રમ છે. અનાદિકાળનો આ જીવ અસત્ સંસ્કારોને વશ થઈ પોતાનું સાચું સ્વરૂપ ભૂલી ગયો છે. આ અસત્ સંસ્કારોની અસરને નાબૂદ કરવા સત્સંગના યોગમાં રહી સબોધના સંસ્કાર દ્વારા પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન શબ્દથી, અર્થથી અને વેદનથી પ્રાપ્ત કરવામાં આવે ત્યારે સમતા ભાવની અંશે સિધ્ધિ થાય છે અને ત્યાર પછી સાચું સામાયિક કરવાની મનુષ્યમાં યોગ્યતા આવે છે.
આત્મસ્વરૂપનું અવલંબન લઈ રાગદ્વેષનાં ભાવ ટાળવાનું સામર્થ્ય પ્રથમ કે મધ્યમ ભૂમિકાના સાધકોને એકદમ પ્રાપ્ત થઈ શકતું નથી માટે સામાયિક કરતાં પહેલાં આત્મતૃપ્રાપ્ત પુરુષોનું (પંચપરમેષ્ઠીનું) ધ્યાન કરવાની આવશ્યકતા છે. તેમ જ મૈત્રી, પ્રમોદ વગેરે તથા વૈરાગ્યની ઉત્પાદક બાર ભાવનાઓ ભાવવી પણ આવશ્યક છે. આમ કરવાથી મનની નિર્મળતા અને એકાગ્રતા વધે છે અને સામાયિક કરવાની ક્ષમતા સાધકમાં આવે છે. માટે આચાર્યશ્રી પ્રારંભમાં જ પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! નીચેની ચાર ભાવનાઓ મારા હૃદયમાં સ્થિર થાઓ.
- (હરિગીત) સૌ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ હાલાં થજો, સગુણામાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુખિયાં પ્રતિ કરુણા અને, દુશમન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. (૧)
સાધકે જેવો પોતાના આત્માને જાણ્યો છે, તેવા જ જ્યારે અન્ય આત્માઓને પણ જુએ-જાણે છે ત્યારે તેનામાં સૌ જીવો પ્રત્યે નિર્વેરભાવ જન્મે છે. જેવી રીતે પોતે દુ:ખ, ગરીબાઈ, અપમાન, ભૂખ-તરસ, રોગ, શોક, ચિંતા ઈત્યાદિને ઈચ્છતો નથી, તો અન્ય જીવો સાથે પણ તેવી દુ:ખદાયક પરિસ્થિતિ ઊપજે તેવો વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org