________________
ટીકા વિવેચન
ઉપરોક્ત બન્ને કૃતિઓ પર શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ એક લેખમાળા ઇ.સ. ૧૯૮૨ના મે માસથી પ્રારંભ કરી જુલાઈ ૧૯૮૬ દરમ્યાન લખી હતી. અને તે સંસ્થાના માસિક 'દિવ્યધ્વનિ'માં આપવામાં આવી હતી. આ લેખમાળા તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં વૈરાગ્યભાવના ભાવવામાં ઘણા વાચકોને પ્રભુ - ગુરુની ભક્તિની વૃદ્ધિમાં અને વ્યક્તિગત સાધનામાં ચિત્તવૃત્તિની શુદ્ધિ અને એકાગ્રતા સાધવામાં ઉપયોગી પુરવાર થઈ હોવાથી તે પુસ્તકરૂપે હોય તો વારંવાર વાંચવા મળી શકે અને સાધનામાર્ગમાં વધારે ઉપયોગી થાય તેવી માગણી રહેતાં, આ લેખમાળાને પુસ્તકરૂપે બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
5
આ ગ્રંથયુગલ સાધક ભાવના માટે રાજકોટના મુમુક્ષુ શ્રી ચમનલાલ અજમેરા પરિવારે અર્થ સહયોગ આપ્યો છે. જે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. જીવન વિકાસ સાહિત્ય ગ્રંથમાળાના પુષ્પ - ૫ તરીકે આ પુસ્તક પ્રગટ કરતાં સંસ્થા હર્ષ અનુભવે છે.
બન્ને પુસ્તકની શરૂઆતમાં તે તે કાવ્યોના સળંગ પઘાનુવાદ પણ આપવામાં આવ્યા છે. જેથી સાધકને મુખપાઠ કરવામાં તથા પારાયણ કરવામાં સગવડતા રહે.
આ પુસ્તક સૌ સાધક અને અભ્યાસીઓને સાધનામાં ઉપકારી થાઓ અને તેના વારંવારના રટણથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના ભાવી વિરમીએ છીએ.
શ્રી રાજચંદ્ર આધ્યાત્મિક
સાધના કેન્દ્ર
કોબા ૩૯૨ ૦૦૯
Jain Education International
શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર વતી સાહિત્ય પ્રકાશન સમિતિ.
જિ. ગાંધીનગર,
સં. ૨૦૪૪ અષાડ શુદિ ૧૫, ગુરુપૂર્ણિમા
For Private & Personal Use Only
www.jainelibrary.org