Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/005898/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વડાળી કેડી yusch હારાજ *પ્રિયા મુનિશ્રી ચક્ટપ્રભસાગરનું AVAVAD ઉ0-1, હિંસક €31.2 Wash. DIOT Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓચ્છવલાલ ગોરધનદાસ શાહ (ટાઈલ્સવાળા) સવાચન ગ્રન્થમાળા : પ્રન્યાંક ૪ (પ્રતિદરે” • બનાવવષાદ મૂલ: એક રૂપિયો ( ૨. વીસ પૈસા ) | લેખકઃ મુનિશ્રી ચન્દ્રપ્રસાગરજી શિત્રભાનું ? Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઓચ્છવલાલ ગેરિધનદાસ શાહ (ટાઈલ્સવાળા) દ્વાચન ગ્રન્થમાળા પ્રન્યાંક: ૪ આવૃત્તિ પહેલી ચોથી “પુનિત પુણ્યતિથિ જુલાઈ ૧૯૬૬ પ્રકાશક પુનિત પ્રકાશન મંદિર હતી? ચંદુલાલ શકરાલાલ પ્રજાપતિ, ભાનુમતિનિવાસ, મણિનગર, અમદાવાદ-૮ પુનિત પ્રિન્ટરી વતી' ચંદુલાલ શકરાલાલ પ્રજાપતિ ભાનુમતિનિવાસ, મણિનગર, અમદાવાદ-૮ પ્રત ૫,૦૦૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ભુકૃપાથી અને સંત “પુનિતની આશિષથી, પ્રકાશન પ્રવૃત્તિને વ્યવસ્થિત ધોરણે હાથ ધરવાનું અમે નકકી કર્યું છે. સસ્તી કિંમતે, ઉપયોગી સાહિત્ય જનતાને પીરસવાને અમારે. પુનિત સંકલ્પ છે. સાહિત્યની સુરુચિ ને સમજ ધરાવતા, ખાડિયા, ચાર રસ્તા, અમદાવાદના ટાઈટસના વેપારી, જાણીતાં નાગરિક મે ઓચ્છવલાલ ગેરધનદાસ શાહ તરફથી તેમના નામની ગ્રન્થમાળા શરૂ કરવાની શરતે, અમને રૂા. ૫૦૦-૧૦૦ ની ૨કમ મળી છે. પિતાની સદ્ભાવનાને વેગ આપવા માટે, આવું સ્તુત્ય પગલું ભરવા બદલ તેઓ સૌના અભિનંદનના અધિકારી છે. તેમની આ ભાવના પ્રમાણે, આ ગ્રંથમાળાના આશ્રયે, પ્રેરક પ્રસંગે, જીવનચરિત્ર, સુર્વચને, નિબંધ, સંસઠા૨કથાઓ, સાંસ્કૃતિક સાહિત્ય, તીર્થસ્થળને પરિચય, લોકસાહિત્ય, ભક્તિગીત-સૅત્રો, માનસશાસ્ત્રીય સાહિત્ય તથા સામાજિક સાહિત્ય અંગેનાં પ્રકાશનો એક–પછી-એક યથાવકાશે પ્રગટ થતાં રહેશે. સદાચારી સમાજનિર્માણમાં સહાયભૂત થનારું અને ચારિત્ર્યચણ તરમાં સાથીદાર બનતું હરકોઈ સાહિત્ય આ.નિમિત્તે પ્રસિદ્ધ થતુ રહેશે. દર વર્ષે, આશરે ૧૬૦ પાનાંનું એક નવું પુસ્તક પ્રગટ થશે. અનિવાર્ય સંજોગાવશાત્ તેમ નહિ અને તે બીજે વર્ષ બે પુસ્તક પ્રગટ થશે. આ ગ્રંથંમાળાના ઉપક્રમે અત્યાર સુધીમાં “દક્ષિણનાં તી, હરિના લાડીલા” અને “ઈતિહાસનાં અજવાળાં' ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. આજે ચોથા પ્રકાશન તરીકે પ્રકાશની કેડી” જનતા જનાર્દનને ચરણે સાદર ધરીએ છીએ. સંસ્થા પ્રત્યેના મમત્વથી પ્રેરાઈને મુનશ્રી ચન્દ્રપ્રભસાગરજી ‘ચિત્રભાનું એ આ પુસ્તકની બધી આવૃત્તિઓ પ્રકટ કરવાની જે અનુમતિ પુનિત પ્રકાશન મંદિરને આપી છે, એને માટે એમના આભારી છીએ. ૧-૭-૬૬ ચંદુલાલ શકરાલાલ પ્રજાપતિ - અમદાવાદ માનાર્હ સંપાદક-વ્યવસ્થાપક Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશની . ડી અ _ry + @ કા ક્રમ ૧ ર ૩ ૪ ૫ ७ . ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ શીષ ક મનની કેળવણી અભય કેળવે જીવનનાં ર પગથિયાં પંચામૃત પ્રસ’ગ–ત્રિવેણી • આવતી કાલના નાગરિકાને આજના યુવાનાને ગંભીરતા કેળવા દાન સાચું આભૂષણ • પ્રસંગ–માધુરી પ્રશ્ન-ત્રિપુટી સ્વભાવની નમ્રતા ક્ષુદ્રતાના પરિત્યાગ જીવનમાંગલ્ય જીવનવૃક્ષનું મૂળ : ધમ ખંધન અને મુક્તિ સ્ત્રીની શક્તિ પૃષ્ઠ પ ૨૪ ૩૪ ૪૨ પર ૫૯ ૭૩ ૮૧ ૮૯ ૯૫ ૧૦૪ ૧૧૦ ૧૧૭ ૧૨૪ ૧૩૦ ૧૩૯ ૧૫૦ ૧૫૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ વાચન: એક કેળા અને તનને ઝેરી વિચારો અને વાસનાથી ભરી દે એવું વિષય અને વિકારને ઉત્તેજે એવું સાહિત્ય આજે ચારે બાજ વધતુ જાય છે. તમારાં સંતાનોને ઝેરી વિચારોથી ભરી, એમની જિંદગી ધૂળ કરવા એ તત્પર બન્યુ છે. એવા સમયે શું વાંચવું અને કેમ વાંચવું તે વિચારવુ ઘટે. વાચન એ પણ એક કળા છે. લખેલું સારી રીતે વાંચી જવા માત્રથી એ કળા હસ્તગત થઈ ગઈ છે એમ માનવુ બરાબર નથી. કારણ કે નિરક્ષરતા જેમ હાનિકારક છે તેમ વિવેકહીન અતિ વાચન પણબુદ્ધિ પર બાજવ ક બને છે. જેમ બધા જ ખારાક શરીરને પુષ્ટિપ્રદ નથી તેમ બધું જ વાચન કંઇ જીવનને સમૃદ્ધ નથી બનાવતું. એટલા માટે આવશ્યક અને અનાવશ્યક વાચનના વિવેક કરવા પડે છે. આવશ્યક વાચન ફરી ફરી વાંચવું, જેથી સુસંસ્કારો સુદૃઢ થાય. વ્ય વાચનથી દૂર રહેવુ, જેથી બુદ્ધિ પર Page #7 -------------------------------------------------------------------------- ________________ હાનિકારક બોજ ન વધે. જેમ શું વાંચવું એમાં વિવેક જોઈએ, તેમ કેમ વાંચવું તેની પદ્ધતિ જોઈએ. તરવામાં પ્રયત્ન કરતાં પદ્ધતિ વધારે મહેન્દ્ર ભોગવે છે, તેમ વાચનમાં પણ ગતિ કરતાં પદ્ધતિ વધારે ભાગ ભજવે છે. ઉતાવળે ઉતાવળે સો પાનાં વાંચી જવા કરતાં પદ્ધતિસર, ધીરે ધીરે બરાબર સમજીને પચાસ પાનાં વાંચતાં વધારે ઊંડાણનો સ્પર્શ થાય છે. ધોધમાર વરસાદ ઘણીવાર પૃથ્વીની ઉપરની સપાટી પરથી વહી જાય છે, જ્યારે ઝરમર ઝરમર વરસતો વરસાદ ધરતીને અંદરથી આર્દ્ર અને પચી કરતો જાય છે. તેમ. ચિતનપૂર્વકનું વાચન પણ હૃદયભોમને ભીની અને નરમ બનાવે છે. આવી હૃદયભૂમિમાં જ આચારનાં વૃક્ષો ઊગે છે, જેના પર મુકિતનાં ફળફૂલ લચી પડે છે. તમારી હૃદયધરતીને નવપલ્લવિત કરવા સંરકાર, સંયમ અને સૌન્દર્યની સુવાસ લઇ, આ પ્રકાશની કેડી તમારે બારણે આવે છે. વાચન અને આચરણના સૌજન્યથી આનો સત્કાર કરશો એવી આશા. તમારી પાસે એ રાખે છે. એની આશા પૂરી કરશોને? ચિત્રભાનુ ઉદWN, શાન્તિનાથ દેરાસર, બરાબજાર, ફર્ટ, - મુંબઈ–૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ W મનની કેળવણી बद्धो हि को यो विषयानुरागी; को वा विरक्त. ? विषये विरक्तः । को वास्ति घोरो नरकः ? स्वदेहः तृष्णाक्षये स्वर्गपदं किमस्ति ? Tી એક સુભષિતની અંદર ચાર વાતો છે. આ ચાર વાત શિષ્ય પૂછે છે અને ગુરુ એનો ઉત્તર આપે છે. માણસના મનની અંદર કેવાં કેવાં વિચારો અને તોફાનો ચાલી રહ્યાં છે તે માણસ કોઇ દિવસ બહાર લાવતો નથી અને કોઇને કહેતો નથી. પણ એ કહેતા નથી એનો અર્થ એ નથી, કે એના મનમાં વિચારો અને તોફાનો ચાલતાં નથી. એક નાનકડું બાળક હોય છે તો એના નાનકડા મગજમાં પણ અસંખ્ય વિચારો ચાલતા હોય છે, અને તેને લીધે એ અસંખ્ય પ્રશ્નો પણ પૂછતું હોય છે. એ આપણને પણ અનેક વિચારો સતાવે છે. પણ આપણે આપણા વિચારેને ઢાંકી કે દાબી રાખીએ છીએ અને એમ માનીએ છીએ કે, રખે એ વિચારો કોઇ જાણી જય. લોકો જાણી જશે તો કહેશે કે, આટલુંય એ નથી સમજતો? આટલીય એનામાં અકકલ નથી ? અને એટલા માટે આપણા હૃદયની અંદર આવતા વિચારોને, આપણા હૃદયની અંદર ચાલી રહેલાં તોફાનોને, આપણા મનની અંદર ચાલી રહેલા રાગદ્રષના યુદ્ધને આપણે જેમ બને તેમ છુપાવવા, ઢાંકવા કે રતાડવા પ્રયત્ન કરીએ છીએ. જ્યારે જીવનના દ્રષ્ટા છે અગર તો જીવનના અર્થનો જે જિજ્ઞાસુ છે એ એમ જાણે છે કે, અંદરનું અંદર દાબી રાખીશું તો એ દાબેલું કયાં સુધી રહેવાનું છે? Page #9 -------------------------------------------------------------------------- ________________ અંતે તે એ દાબેલી વસ્તુ જવાળામુખી બને છે. અને એ જયારે ફાટે છે ત્યારે આસપાસના વાતાવરણને ખેદાનમેદાન કરી નાખે છે. એમ, આપણી હૃદયગુફામાં દાબી રાખેલી વસ્તુઓ પણ એક દિવસ બહાર આવે છે ત્યારે એવી રીતે બહાર આવે છે કે, માણસને હતો નહતો કરી નાખે છે. માણસનું પતન પણ આ રીતે જ થાય છે. કોઇને નહિ કહેવા માટે સંતાડી રાખેલી વસ્તુઓ એક દિવસ બહાર આવે છે–જવાળામુખીની જેમ ફાટી નીકળે છે, અને એમાંથી માણસનું પતન સર્જાય છે.' ત્યારે ડાહ્યા અને જીવનકલાના મર્મજ્ઞ માણસો તે જે જે વિચારો આવે છે તે વિચારો આવતાંની સાથે એનું એપરેશન આવકારે છે. એપેન્ડીસાઈટીસ થયું ને જે દિવસે આપણને તેની જાણ થઇ કે તરત જ એ આંતરડું કપાલે જ છૂટકો. કપાય તે જ માણસ શાનિતથી રહી શકે. ' એમ તમારા મનની અંદર એકાદો પણ અશુભ, અમંગળ, અયોગ્ય અને અપવિત્ર વિચાર પેસી જાય તો એને માટેનો માર્ગ એક જ છે : તાબડતોબ એનું ઑપરેશન કરવું. જો તમે ઑપરેશન નહિ કરો તો, હેરાનગતિ બીજા કોઈને નહિ, પણ એ વિચારને સંતાડી રાખનારા એવા તમને જ છે. એટલા માટે શિષ્ય આજે પોતાના મનની અંદર ચાલેલા જે વિચારો છે, પોતાના મનની અંદર ઊગેલા જે તર્ક છે, તે ગુર સમક્ષ વિનમ્રભાવે રજૂ કરે છે અને કહે છે કે હું દર્દી છું, તમે મારા ડૉકટર છો. હું તમારી પાસે નિદાન અર્થે આવેલો છું. મારા પર કૃપા કરી કંઈ રસ્તો બતાવો.” જરા વિચારો : તનની દવા લેવા માટે આપણે કેટલા નમ્ર બનીને જઈએ છીએ? જ્યારે, મનની દવા લેવા માટે ક્યારેય આપણે એટલા નમ્ર બનીએ છીએ ખરા ? આપણું શરીર જરાક બગડે છે, જે વિષયનો જે નિષ્ણાત હોય તેને શોધી, તરત તેની પાસે દોડી જઇએ છીએ. એ મુંબઇમાં હોય, કલકત્તામાં હોય કે દૂર-સુદૂર વિદેશમાં હોય તો પણ ત્યાં દોડી જવાનો શક્ય પ્રયત્ન કરીએ છીએ અને તનની પધિ શોધી કાઢીએ છીએ. તમને માટે જો દવાની આવશ્યકતા હોય તો પછી શું મનને માટે દવાની આવશ્યકતા જ નથી એમ તમે માનો છો ? શું આપણું તને જ એકલું માંદુ છે અને મન માંદુ નથી? મનની માંદગીને આપણને કદી વિચાર આવ્યો છે? આખરે તો તનને પણ જો Page #10 -------------------------------------------------------------------------- ________________ બગાડનાર હોય તો તે મન જ છે ને? પણ આપણે મૂળ શોધતા નથી અને બહાર જઇએ છીએ. આપણે મૂળમાં પાણી રેડતા નથી અને ડાળાં પાંદડાં-ફળ ઉપર પાણી રેડીએ છીએ. કલ્યાં સુધી એ ચાલવાનું છે ? મહાપુરુષે કહે છે કે, જેમ વૃક્ષના મૂળમાં પાણી રેડવું પડે છે તેમ, મનના મૂળમાં પણ જ્ઞાવનું વારિ સીંચવું પડે છે. પણ મન કેવું છે એને આજે આપણને ખ્યાલ નથી. મન શું ચીજ છે એનો આપણી પાસે ઘણી વાર વિચાર પણ નથી. * ત્યારે, જે લોકો ચિંતક છે, જે લોકો પ્રાજ્ઞ પુરુષ છે, જે લોકો જીવન માટેની શોધ કરનારા માણસો છે, એ લોકો વિચાર કરે છે કે તન તો ઠીક, પણ ભાઇ, પહેલા મનના વૈદ્યને શોધો. મનનું ઔષધ આપનારા પુર પાસે જવું જોઇએ અને એમનું દીધેલું ઔષધ લઇને આપણું જે માંદલું મન છે તેને સ્વસ્થ બનાવવું જોઇએ. પણ તે મળે તે એના જે નિષ્ણાત હોય તેની પાસેથીને? એવા નિષ્ણાત પાસેથી મનની ઔષધિ લેવામાં આવશે તો રુણ મન સ્વસ્થ થશે. પછી તમે જોશો કે જેનું મન સ્વસ્થ થયું હશે તે પ્રભાતનાં પુષ્પની જેમ સદા પ્રસન્ન ને ખીલેલો હશે. એને દુ:ખનો લગીરે સ્પર્શ નહિ થાય. - કોઇક વાર સ્વજનોનો વિયોગ થાય, કોઇક વાર વસ્તુઓનો વિયોગ થાય, કોઇક વાર અપમાન પણ થાય, ને કોઇક વાર નહિ ધારેલું અને ન બનવા જેવું બની પણ જાય. પણ એ બધાય સંજોગેની અંદર એ માણસ તો પ્રભાતનાં પુષ્પની જેમ સુકુમારતા, પ્રસન્નતા અને વિકાસને જ મનમાં ધારણ કરશે. કારણ, એનું મન નીરોગી છે, તંદુરસ્ત છે, સ્વસ્થ છે. પછી તે પૈસો હોય કે ન હોય, સત્તા હોય કે ન હોય, સાધન હોય કે ન હોય, સ્વજનો હોય કે ન હોય, છતાં એ વિષાદથી હતાશ તો નહિ જ બને. અને તંદુરસ્ત એ પોતાના સ્વસ્થ મનના બળે વિષમ સંયોગો વચ્ચે પણ ‘સમ'માં રહેવાનો. પણ મન જો સ્વસ્થ ન હોય તે, બધું હોવા છતાં પણ, માથે હાથ ટેકવીને એ માનવી ચિંતામાં બેઠો રહેશે; કારણ કે, એનું મન પ્રસન્ન નથી. દુનિયાએ તનને જોયું અને જ્ઞાનીઓએ મનને જોયું. તેથી મનના Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપર ખૂબ ધ્યાન આપ્યુ.... મહર્ષિ પત ંજલિએ ત્રણ ગ્રંથા લખ્યા છે. વાણીને વિશુદ્ધ કરવા માટે એમણે વ્યાકરણ રચ્યું; શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વૈદકના ગ્રંથ લખ્યો; પણ એમણે જોયુ કે વાણીને વિશુદ્ધ કરી, કાયાને શુદ્ધ કરી, પણ સાથે સાથે મન જો રિશુદ્ધ નહિ.હોય તે, વાણી અને કાયા નિળ હોવા છતાં પણ, માણસ નિર્મળ અને પ્રસન્ન નહિ રહે. એ વિચારથી એમણે છેલ્લો યોગશાસ્ત્ર રચ્યું. આ યોગશાસ્ત્રમાં તેમણે પ્રથમ વાત મનના નિરોધની કરી છે. મનને ફરતુ, રખડતું, ભટકતુ કેવી રીતે અટકાવવું, અસ્વસ્થ મનને ઠેકાણે કેવી રીતે લાવવું, એ પ્રસન્ન કેમ બને એ વાતા એમણે પહેલી વિચારી. એટલે, એમણે વિચાર્યું કે તનના વૈદ્ય બનવામાત્રથી, ભાષાના વૈદ્ય બનવામાત્રથી આપણું ય નંથી. આખર તે જેને શોધવાંનુ છે અને વિશુદ્ધ કરવાનું છે તે તે મન છે. જેનું મન શુદ્ધ છે, તંદુરસ્ત છે, એનું શરીર માંદલું હશે પણ એ માંદગીની અસર એના મન ઉપર નહિ થાય. એ વિચાર કરશે કે પ્રકૃતિના સ્વભાવ છે અને કદાચ ઘડીભર માટે શરીરને રોગ આવી જાય, પણ મન તે સલામત છે ને ? પછી વાંધા નથી ! પણ તમે જોજો કે ઘણા માણસા શરીરના અલમસ્ત હોય છે, સુખ અને સાધનથી સભર પણ હોય છે; છતાં એમને ચિંતા કેરી ખાતી હોય છે. જેવી રીતે મડદા ઉપર સમડીએ ઘૂમરી લેતી હાય એમ માણસના મગજ ઉપર ચિંતાએ ઘૂમરીએ લેતી હાય છે. એ માણસ ગમે ત્યાં જાય, એકલો પડે, તે પણ ચિંતા એને કેડો નથી મેલતી. એનું જીવન એવું બની જાય કે આપણને તે। દયા આવે. આવું જીવન બની જવાનું કારણ એ છે કે, એનામાં જે મનનું ચૈતન્ય હતુ, મનની જે તાજગી હતી, મન જે પ્રસન્ન રહેવુ જોઇતુ હતુ તે ન રહેવાને કારણે એના જીવનની અંદર એક પ્રકારની જે સંવાદિતા, સંગીતમયતા અને લય હોવા જોઇએ એ નથી રહ્યાં. -તેના અભાવને લીધે એ માણસ અસ્વસ્થ બનીને અને ચિંતાએથી લદાયેલો થઈને ફરે છે. આખી ગાડીને ખેંચનાર અન્જિન છે; પણ એ એન્જિનમાં મુખ્ય બળ હોય છે વરાળનું. આ વરાળ એવી પાતળી હોય છે કે હવામાં તે તે ઊડી જાય છે. પરંતુ એ વરાળને જો યોગ્ય પ્રમાણમાં સંઘરી રાખવામાં Page #12 -------------------------------------------------------------------------- ________________ આવેલી હોય તો એ વરાળમાં એટલી બધી શકિત પડેલી છે કે તે હજારો ટનના ભારને પણ સહેલાઇથી ખેંચી જાય છે. ટ્રેનની અંદર જે સ્થાન વરાળનું છે તે સ્થાન જીવનની અંદર મનનું છે. વરાળની જેમ દુરુપયોગ ન થાય, વરાળને નકામી જવા ન દેવાય, તેમ આપણા મનને જ્યાં-ત્યાં ભટકવા ન દેવાય. એ જ્યારે ભટકવા જાય ત્યારે તમે તેને પૂછો કે તું ક્યાં ગયું હતું ? મનની સાથે આપણે કદી આ વાત કરી છે ખરી? મિત્રો સાથે વાત કરી, દોસ્તો અને જગુદાજગુદા માણસો સાથે વાત કરી; પણ કોઈ દિવસ આપણે મન સાથે બેસીને વાત માંડી હોય એવું કદી બન્યું હોય એવું સાંભરે છે ખરું ? એનું કારણ એ છે કે, “મન” નામના તત્વની શકિત અને મહત્ત્વનો આપણે કદી વિચાર કર્યો નથી. અને તેથી જ આપણે તનને સાચવીએ છીએ, ભાષાને સાચવીએ છીએ, જગતની અન્ય સઘળી ચીજોને સાચવીએ છીએ; પણ “મન” નામના તવને માટે કશી કાળજી નથી રાખતા. - સવારના પહોરમાં ઊઠતાંની સાથે જ દાંત સાફ કરીએ છીએ, શરીર સ્વચ્છ કરીએ છીએ, આંખો સાફ કરીએ છીએ, ને શરીર પર સાબુ લગાડીલગાડીને ખૂબ ચોખ્ખું કરીએ છીએ, બધાંયને શુદ્ધ બનાવીએ છીએ. પછી દુનિયાનું જ્ઞાન મેળવવા માટે છાપાં વાંચીએ છીએ. પછી વળી ખોરાક દ્વારા શરીરનું પિોષણ પણ કરીએ છીએ. આ બધુંય આવશ્યક તેમજ અનિવાર્ય છે અને કરીએ છીએ. ' પણ કહો, આ આંખ, કાન, મોટું, નાક, શરીર એ બધાંયની પાછળ કામ કોણ કરે છે? તમારા મનની સાથે આંખના તંત્રનું જોડાણ નહિ હોય તો આંખ જોતી હશે પણ ન જોયા જેવું થશે. તમે રસ્તા પરથી જતા હો ત્યારે તમારી બાજ પરથી કઇ પસાર થાય, તમારી આંખો એની સામે હોય, એની આંખ તમારી સામે હોય, તમારું મન કયાંક બીજે હોય, એ પસાર થઈ જાય, પછી બીજી વાર મળે ત્યારે કહે: “ભલા માણસ, પડખે થઈને ગયા, સામે જોયું પણ હતું, છતાં બોલ્યા પણ નહિ?” તમે કહેશે કે, “મારું ધ્યાન તમારા તરફ નહોતું.’ એમ કેમ ? તમારી આંખો તો એના ઉપર માંડેલી હતી ને? પણ તે વખતે મન ને આંખનું તંત્ર જોડાયું નહિ. એટલે આંખે જોયું ખરું, પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ જોયેલો સંદેશો મન પાસે પહોંચ્યો નહિ. અને મનનો પ્રત્યુત્તર ન મળે ત્યાં સુધી કંઇ કામ થાય નહિ. ઘણી વાર તમારું મન ક્યાંય તરંગી દુનિયાની સફરે ઊપડયું હોય, તમે બેઠેલા હો, વાત ચાલતી હોય, અને કોઈ પૂછે કે, “સાંભળ્યું?' તો તમે કહેશો કે, “ભાઇ, મારું મન જરા ઠેકાણે નહોતું, મન કંઈક બીજે ગયું હતું; એટલે સાંભળ્યું નહિ. શું કહ્યું હતું, જરા ફરીથી કહોને?' આપણે બીજી વાર પૂછીએ છીએ: “કેમ, કાન તો આમ ને આમ ખુલ્લા છે. એના ઉપર આવરણ (કવર) નથી કરેલું. છતાં પણ કાનના જે સંદેશા મનને પહોંચવા જોઈએ એ પહોંચ્યા નથી એટલે તમારા કાન નકામા.' અને નાક ખુલ્લું હોય, પણ તમારું મન બીજે ઠેકાણે હોય તે, ગમે તેટલાં ફૂલ સુંઘાડવામાં આવે, ગમે તેવાં અત્તર સુંઘાડવામાં આવે તો પણ તે તમારે માટે આફ્લાદક નહિ નીવડે. * એ જ રીતે તમે આસ્વાદ કરતા હો, કોર્ટની સુનાવણી ચાલતી હોય, તમારો મહત્ત્વનો કેસ હોય, અને ટેબલ ઉપર સુંદરમાં સુંદર ભજન પીરસ્યાં હોય; પાટલા ઉપર અનેક પ્રકારની વાનગીઓ આવી હોય, તમે ખાધે જ જાવ, ખાધે જ જાવ. પણ તમારું મન જો પેલા મહત્વના કેસમાં રમતું હોય, ચિત્ત કોર્ટમાં ફરતું હોય ત્યારે તમે બધું ય ખાઈ જાવ. પણ તે વખતે તમને પૂછે કે શાકમાં જરા મીઠું વધારે હતું, તે તમે કહેશો, ‘મને કંઈ ખબર નથી..!' બીજો કોઈ વખત હોય તે તમે તરત વાડકો કાઢીને મૂકી દો કે આ શાક ખાવાલાયક નથી. પણ જ્યારે તમારું મન બીજે ઠેકાણે વ્યસ્ત હોય, રોકાએલું હોય તે સમયમાં તમારા ખોરાકમાં ગમે તે વસ્તુ આવી હોય—તમે લાડુ ખાઈ જાવ, દૂધપાક ખાઈ જાવ, શિખંડ ખાઈ જાવ–એ વખતે તમે શું ખાવ છો તેનું કંઈ મહત્ત્વ નથી. તમારે તો ખાવું છે અને ખાઇને એકદમ કોર્ટમાં ભાગવું છે. કારણ કે, મનનું જોડાણ રસનેન્દ્રિય સાથે નથી. અને તેથી એ વખતે તમે જે રસ ખાધા હોય તે રસનો સ્પર્શ મનને થતો નથી. એટલે, પાંચે પાંચ ઇન્દ્રિયોનું જો મુખ્ય કેન્દ્ર હોય તો તે મન છે. આપણે પાંચે ઇન્દ્રિયોને સ્વચ્છ રાખીએ છીએ, પણ જે કાર્યવાહક કેન્દ્ર છે એમાં તો જાળાં બાઝયાં છે. એ મેલું થઈ ગયું છે. એ ગંદુ બની ગયું છે. એના ઉપર કાટ ચઢી ગયો છે. એની ઉપર તેલ નાખીને એનું “ઓઈલીંગ” Page #14 -------------------------------------------------------------------------- ________________ પણ નથી કરતા. પરિણામ એ આવે છે કે, આપણી પાંચેપાંચ ઇન્દ્રિયોએ બરાબર વ્યવસ્થિત રીતે જે કામ કરવું જોઈએ તે કામ તે કરતી નથી. કારણ કે, જેનું ‘સેન્ટર” (કેન્દ્ર) બગડી ગયું એનું બધુંય બગડી ગયું! મન તો મુખ્ય સ્ટેશન છે. ત્યાંથી જ બધી ગાડીઓ છૂટે છે. ત્યાંથી જ પ્રવાહો અને આંતર–પ્રવાહો વહે છે. ત્યારે જે મુખ્ય સેન્ટર (મોટું મથક) છે એ બરાબર ન હોય, એને “ઓઇલીંગ પણ ન મળતું હોય તો પરિણામ શું આવે? જ્ઞાનીઓ આપણને એ જ વાત પૂછે છે. આંખને ધોવા માટે કાચની ખાલીઓ લઇ આવીએ છીએ, કાનને સાફ કરવા માટે સળીઓ લઇ આવીએ છીએ, દાંતને સાફ કરવા માટે બ્રશ ને ટુથ પેસ્ટ લઇ આવીએ છીએ ને શરીરને સ્વચ્છ કરવા માટે સારામાં સારા સાબુ લઈ આવીએ છીએ, પણ મનને સ્વચ્છ કરવા માટે આપણે શું લાવીએ છીએ? મનને વિશુદ્ધ કરવા માટે આપણી પાસે શું સાધન છે? આપણી પાસે એવું એક જ સાધન છે-જ્ઞાનીનાં વચનામૃત. પણ આપણે એ ક્યાં સાંભળીએ છીએ ? આપણને તો જ્ઞાની પણ એવો જોઇએ કે આપણા અર્થ-કામમાં સહાયક હોય, આપણા મનને વિશુદ્ધ બનાવે, આપણા મનને પ્રકાશમાં લઇ જાય, આપણા કાનમાં રહેલી બદીઓને ખેંચી કાઢે અને કહે કે આનું તો ઓપરેશન કર્યા વિના ચાલે જ નહિ. • તમે કહો કે, “નહિ ભાઈ, આના પર કાપકૂપ નહિ થાય. આ તો મારા મનને કટકો છે.” એ કહેશે કે ભલે એ તમારા દિલનો ટુકડો હોય, પણ એ સડી ગયો છે; એટલે એનું ઓપરેશન અનિવાર્ય છે. એપેન્ડીસાઈટીસનું આંતરડું એ તમારું જ એક અંગ હોય છે, પણ તે અંગ સડી જાય તો ઓપરેશન અનિવાર્ય બને છે. ' એમ, આપણા મનમાં જે જે સડાનો ભાગ હોય, જે બહારથી આવેલો હોય–પછી ભલે તે વ્યસનથી આવેલો હોય, સંસર્ગથી આવેલ હોય, અને આપમેળે બગડી ગયેલો હેય–તેને કાપીને ફેંકી દેવો જોઈએ. એટલા માટે મહાપુરુષોએ કહ્યું કે મનને, મુખ્ય મથકને વિશુદ્ધ રાખ- . જવા માટે આપણે એક સંગતની જરૂર છે–એનું નામ છે સત્સંગ. - આ સત્સંગ એટલે શું? Page #15 -------------------------------------------------------------------------- ________________ સંત તુલસીદાસજીએ કહ્યું છે કે, “એક ઘડી, આધી ઘડી.” ચોવીસ કલાક તું ખાવામાં, પીવામાં, રસમાં, રંગમાં, રાગમાં વિતાવે છે, પણ તું એક ઘડી તો સત્સંગ કે સંતસંગ નિમિત્તે કાઢ. પેલે કહે છે કે, “સાહેબ, ફુરસદનો ટાઈમ ક્યાં છે? આ વ્યાપાર, ધંધા, મિટિંગો, મુલાકાતો, બધે જવાનું હોય છે. અને એમાં અમને સમય–બમય નથી. પછી પેલા મહાપુરુષને કરુણા આવી. એને થયું કે આ જીવ છે બહુ ઉપાધિવાળો. એટલે એણે કહ્યું કે, “આધી ઘડી.’ કેટલી બધી સગવડ! એક ઘડી તારાથી ન થાય, પણ અડધી ઘડી તો થાય ને? તો પેલો કહે, “ના મહારાજ ! આટલુંય નહિ બને. એને તો બધે કન્સેશન (રાહત) જોઈએ. એમાં પણ ધર્મની બાબતમાં તે વધારામાં વધારે. ત્યારે એણે કહ્યું કે, “આધી મેં પુનિ આધ.” અડધીનીય અડધી..બોલ ભાઇ, હવે તો ફાવશે ને? તુલસીદાસ જેવા મહાકવિ કહે છે કે, સંત માણસની પાસે જાવ; સંતપુરુષોને સંપર્ક સાધો. તો પરિણામ એ આવશે કે, “કટે કોટિ અપરાધ. દુનિયામાં તમને અપરાધ વધારનારા મળવાના છે; પણ સાધુ પુરુષ જ એક એવા છે કે જે તમને અપરાધેમાંથી મુકિત અપાવશે. તમે જ્યાં જશો ત્યાં હા ધરવામાં આવશે, કૉફી ધરવામાં આવશે, બીડી કે સિગરેટ અપાશે અને વધારે ‘સુધરેલ’ હશે તો પેલી “ખાલીઓ” ધરશે. પરંતુ, આત્માની વાત કે જ્ઞાનનો બોધ ધરનારો તમારી પાસે છે કેઈ? અને તમારા જે આડતિયાઓ, વેપારીઓ, ગ્રાહકે છે એ તો તમને વધારેમાં વધારે નીચે પાડવા માટે ખુશામત કરીને વાહ-વાહ કરનારા છે. સાચું અને રોકડું વચન તમને કોણ સંભળાવશે ? ઉપરનામાંથી કોઇની તાકાત નથી કે તમને કહે કે, “શેઠ, તમે બધી બાબતમાં સારા છે, પણ તમે આ બાબતમાં તે ઠીક નથી.' કારણ કે, એમ કહેવા જાય તો એનો રોટલો તૂટી જાય. એટલે એને તો થવાનું કે શેઠ ભલે પડે કૂવામાં, આપણે શું કામ છે? આપણે તો આપણા અર્થથી, ધનથી અને લાભથી. કામ છે. એક સાધુપુરુષ જ એવા છે, જે તમારા મનની અંદર જે રોગ લાગ્યા હોય, વિકૃતિઓ વળગી હોય, કોઇ ખરાબી આવેલી હોય, તે માટે એમ કહે કે આનું તે ઓપરેશન કરાવ્યા વિના ચાલે એમ નથી. અને જો તેનું આપરેશન નહિ કરો તો આ રોગ ધીમે ધીમે વધતો જવાનો. Page #16 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે આપણે જે ઔષધિ કરવાની છે, દવા કરવાની છે તે મનની કરવાની છે. આજે તન માટેનાં દવાખાના કેટલાં બધાં થાય છે? એ દવાખાનામાં રૂપિયા પણ કેટલા બધા અપાય છે? કઈ પચાસ હજાર, તો કોઈ લાખ–બે લાખ આપે છે. પણ મનના રોગનિવારણ માટે શું ? આજે ખરેખર તો મનનાં દવાખાનાં ખેલવાની જરૂર છે. તનના રોગીઓ કરતાં મનના રોગીઓ વધારે છે. ઘેરઘેર ને ઠેરઠેર આજે મનના રોગ લાગુ પડ્યા છે. - હવે તો ડોકટરો પણ સમજતા થઇ ગયા છે. એ પણ એ જ કહે છે કે મનના રોગોમાંથી જ ઘણાખરા તનના રોગો ઊભા થાય છે. તાવ અને માથું એ પેટની કબજિયાતથી થાય. બાકીના ઘણાખરા રોગો માનસિક આઘાતમાંથી ઉત્પન્ન થતા હોય છે. એટલે, મનની દવા માટે આજે તો ધ્યાન આપવાની જરૂર છે. આ માટે શિષ્ય ચાર વાત પૂછે છે : વૈદ્ધો હિ : ? - શિષ્ય હવે હૃદય ખેલ્યું છે. મનની અંદર બેઠેલા રોગ દૂર કર્યા વિના ચાલો એમ નથી એવું લાગ્યું, એટલે ગુરુ પાસે આવીને હૃદય ખેલી નાખ્યું. ક્યા રોગની દવા આપવા જેવી છે તે તો હદય ખેલવામાં આવે તો જ ખબર પડે. આપણે તે ગુરુ પાસે જઇએ તો ખૂબ સારા થઇને જઇએ! આપણામાં મદ (અભિમાન) હોય તોપણ કહીએ કે મારા જેવો નમ્ર કઈ નથી. લોભિયા હોઈએ તોપણ બે-પાંચ ઠેકાણે આપેલા રૂપિયા ગણાવ્યા કરીએ. આપણામાં ક્રોધ પડેલો હોય, લાલચોળ થઈ જતો હોય તોય ક્ષમાને દેખાવ કરીએ છીએ. ખરી વાત એ છે કે, તમે કેટલું ભેગું કર્યું છે એ કોઈ નહિ પૂછે; તમે કેટલું દાન દીધું છે તે જ વિચારાશે. એટલે આપણે સંતેમનરોગના વૈદ્યો–પાસે જઈએ છીએ ત્યારે તેઓ પણ રોગ જાણી ન જાય તેની પૂરેપૂરી સાવચેતી રાખીએ છીએ. ડોકટરો પાસે જઈએ છીએ ત્યારે તનને રોગ છુપાવતા નથી, ત્યાં તે વિગતવાર વર્ણન કરીને દવા માગીએ છીએ; જ્યારે સંતો પાસે જઈને આપણે રોગ છુપાવીએ છીએ. - એટલે પરિણામ એ આવ્યું છે કે, આજની આપણી ભાષા આપણા રોગોને, આપણી બદીઓને ઢાંકવાનું એક સાધન બની ગઇ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ એટલે મનને નિષ્કપટભાવે ખોલવું પડશે. એ વિના ષધ નહિ સાંપડે એવી સમજણથી શિષ્ય પૂછે છે કે, દદ્ધ હિ ? દુનિયામાં બંધાએલા કોણ? તાજેતરમાં જ હું પ્રવચન માટે સાબરમતી જેલમાં ગયો હતો. ત્યાં કેદીઓને કહ્યું હતું કે, તમે દીવાલ પાછળના કેદીઓ છો, જ્યારે અમે રામાજનાને અમારી વૃત્તિઓના એમ બેવડા કેદીઓ છીએ. કારણ કે, વૃત્તિાઓએ અમને કેદમાં પૂર્યા છે. એની બહાર નીકળી શકતા નથી. અને સમાજના સકંજામાંથી સારો ને સાચો માણસ હોય તોપણ, તિક હિંમતના અભાવે, સારું કામ કરતાં “દુનિયા શું કહેશે” એ વાતથી ડરતો હોય છે. એટલે, દુનિયા પર આપણે જીવીએ છીએ અને દુનિયાની ખાતર ન કરવાનું કરીએ છીએ. પરિણામ એ આવે છે કે, પેલા કેદીઓની મુકિત મોડામાં મોડી વીસ વર્ષે તો થાય છે જ; જ્યારે આપણી મુકિત તે જીવનભરમાં કદી થતી નથી. સમગ્ર જીવન સુધી વૃત્તિઓનાં અને સાથે સાથે સમાજનાં આવાં પ્રકારનાં અયોગ્ય બંધનોના જ ગુલામ થઈને અને જકડાઇને આપણે પડ્યા રહીએ છીએ. એટલે શિષ્ય વઢું હિ : ? એ પહેલો પ્રશ્ન પૂછયો. ત્યારે ગુરુદેવે ઉત્તર આપ્યો: “ વિષયાનુરા'—જે વિષયોમાં રાગી છે, તેમાં બંધાએલો છે તે. તમને બાંધી કોણે રાખ્યા છે?—વિષયે. વિષયને છોડો તો તમે મુકત છો. સગવડોએ માણસને બાંધી રાખ્યો છે. માણસ માને છે કે હું સગવડને તાબે કરી બેઠો છું, મારી પાસે વધારે સાધનો છે. પણ એ ભૂલી જાય છે કે સાધનોએ એને પરાધીન બનાવ્યો છે. એ છૂટવા ધારે તો છૂટી શકે એમ પણ નથી. એને તો દરેક સગવડો જોઈએ. એ હોય તો જ એનાથી જઇ શકાય છે. • પરિણામ એ આવે છે કે સવારે છ વાગે ઊઠીને જવું હોય તો BedTea (પથારી–પીણું) એને રોકી રાખે છે. પથારીમાં ચા પીધા પછી જ પથારી બહાર નીકળી શકાય, આવી જેને આદત હોય તે સવારમાં બેડ-ટી’ વગર જાત્રાએ જવા, પ્રવાસમાં જવા કે અન્ય કામ પ્રસંગે જવા વહેલી સવારે તૈયાર થવા માગે તો કેવી રીતે જઈ શકે ? બેડ–ટી’ વગર એના ટાંટિયામાં તાકાત નહિ આવે. ' કહો, આ બંધન ખરું કે નહિ ? Page #18 -------------------------------------------------------------------------- ________________ કેટલાય માણસા પેાતાની ગાડી (મેટર) વગર બહાર જઇ શકતા નથી, જનતાની (મ્યુનિસિપાલીટીની) ગાડીમાં બેસવાની તેમને સૂગ હોય છે. મેાભા (status) એને ભાડાની બસમાં બેસતાં રોકે છે, અને તેથી પોતાની બગડી હાય અગર બહાર ગઇ હોય તો અગત્યના કામે બહાર જવાનું પણ માંડી વાળે છે, એની ગાડીએ એને એવા પરાધીન બનાવી દીધા હોય છે કે એ અગત્યનાં આવશ્યક કામ ચૂકી જાય છે. ગાડીને એ સગવડ માનતા હોવા છતાં ગાડીને કારણે જ એ અગવડ અનુભવે છે. ભાડાની ગાડીમાં બેસતાં સંકોચાય છે અને પગે ચાલવાની તા એનામાં શકિત જ કયાં છે? આ રીતે વિચારીએ તે, એની પાસેનાં સાધનાએ જ એને બાંધી રાખ્યા છે. એના વિના એ ચલાવી શકતા નથી. એટલે, વિષયા એક પ્રકારના નથી. દુનિયાની જે જે વસ્તુ માટે તમને એમ થાય કે આના વિના તો મારે ચાલે નહિ, આ તે મારે જોઇએ જ, ત્યારે માની લેવું કે એ રીતે માનીને તમે મજબૂત બંધનમાં પડો છે. પહેલાં માણસ ટેવ પાડે છે અને પછી ટેવ માણસને પાડે છે ઉપર ચડી બેસે છે. આ બંધન નાજજીક, પાતળાં અને સુંદર દેખાય છે. કહે છે કે, ‘વજ્રબંધ પણ જસ બળે તૂટે, સ્નેહતંતુથી તે નવ છૂટે.’ જે માણસ સાંકળાનાં બંધન તોડી શકે છે, તે વિષયોના કાચા સૂતરના તાંતણા જેવાં મુલાયમ બંધનાને છેડી શકતા નથી. શરીરને બાંધનારાં બંધના છેાડી શકાશે, પરંતુ મનને બાંધનારાં આવાં પાતળાં બંધનોને તાડવાં બહુ મુશ્કેલ છે. આ બંધનમાંથી નીકળવુ' એ જ માનવજીવનના પરમ હેતુ છે. તમે એમ માનતા હશે। કે આ કામ એકલા સાધુઓનું જ છે. પણ ના, સંસારમાં પણ જ્યાં બેઠેલા હા ત્યાંથી સૌએ એ શરૂઆત કરવાની છે. ઓછામાં ઓછાં સાધનોથી, ઓછામાં ઓછી વસ્તુઓથી કેમ ન ચાલે, એના વિના હું કેમ ન રહી શકું—એ વિચારતા થાવ અને એ વિચારના તમે સ્વામી બનેા. વસ્તુ તમને બાંધનારી ન બને એટલું સાચવજો. એને કહેા કે હું તને ઉપયોગ માટે રાખું છું, બાંધવા માટે નહિ. આવું સ્વામિત્વ આવે ત્યારે સમજજો કે મન હવે કંઇક તાજનુ થયુ' છે, મન હવે ટકા વિના ચાલી શકે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ છોકરું નાનકડું હોય ત્યારે એને બાબાગાડી જોઈએ. બાબાગાડી વિના એ પડી જાય. મોટું ને તંદુરસ્ત થાય ત્યારે જ એ બાબાગાડી વિના ચાલી શકે. મન પણ તંદુરસ્ત બને ત્યારે જ ટેકા વિના ચલાવી શકે છે કે જોઇને એ છે એનો અર્થ એ કે, મન હજી માંદલું છે, રોગિષ્ટ છે, અશકત છે. સાધુઓને ભગવાન મહાવીરે પહેલી વાત એ જ કરી કે, “જોજો, તમે સાધનોના ગુલામ ન બની બેસો. જગત તો સાધન આપશે. તમે ત્યાગને માર્ગે નીકળેલા છો તો ભેગ તમારા માર્ગમાં આવીને ઠલવાશે. પણ એ ભોગને જો ઉપભોગ કરવા ગયા તો રામજી લેજો કે, તમારા જેવા ગુલામ દુનિયામાં બીજા કોઈ નહિ હોય. કારણ કે, પેલા તો પોતાની વસ્તુના ગુલામ હશે, જ્યારે તમે પારકી વસ્તુના ગુલામ હશો. પેલાને માટે તે વસ્તુ સ્વાધીન હશે, જ્યારે તમારે તો પારકા પાસેથી મેળવવાની હશે. એટલે પછી તમારે એ સાધનવાળાએની ખુશામત કરવી પડશે. એમને રાજી રાખવાજીહા કરવાની પ્રવૃત્તિ કરવી પડશે. આવી હાલતે ત્યારે જ ઊભી થશે, જ્યારે તમે સાધનોના ગુલામ બની ગયા હશો. તમે જો સાધનોના ગુલામ બની ગયા તો પછી તમે જગતના પણ ગુલામ જ છો. એટલે ભગવાન મહાવીરે કહ્યું કે, વસ્તુઓ મળે છતાં તમે છોડજો. અને એટલા માટે જ સાધુઓ આકરામાં આકરા નિયમો સ્વેચ્છાપૂર્વક સ્વીકારે છે. સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલા નિયમો ખરેખર આનંદ આપે છે. ઉપર હોવાનો તે અનુભવ કરાવે છે. શિયાળાની સવારે ઠંડા પાણીથી નહાનારાની મઝા કોઇ જુદી જ હોય છે. એમ, સાધન વિના જીવવું, સાધનોને ઓછાં કરીને જીવવું એમાં પણ એક પ્રકારની અનેખી મઝા છે. તમે સાધનો સાથે વાત પણ કરી શકો કે, તમે ઘણાને ગુલામ બનાવ્યા હશે, પણ અમને નહિ બનાવી શકો. આ રીતની વિચારશકિત મન જ્યારે સ્વસ્થ અને તંદુરસ્ત હશે ત્યારે જ ઉત્પન્ન થશે. પૂર્વના પુણ્યના લીધે આજે આપણને બધું મળી ગયું છે. મળ્યું છે એ બધું ભોગવવા માટે નહિ, એનો ત્યાગ કરવા માટે તૈયાર રહેજો. ભોગવવા કરતાં છોડવામાં વધારે શકિત છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ મળેલાને છોડવાની મહત્તા જ મહાપુરુષોએ ગાઈ છે. મેળવી લેવું અને ભોગવી લેવું એમાં તો કાંઈ મહત્તા નથી. ગયા ભવના પુણ્યને લીધે જ આ બધું તમને મળ્યું છે. એ મળેલી વસ્તુ એકલા ભોગવટામાં જ પૂરી કરી નાખીએ તો પૂરી થાય, પણ પછી આગળ શું ? અહીં તમને એક ઉપયોગીદૃષ્ટાંત આપું. એક રાજા ઘોડા પર બેઠો. તે વખતે બે બહેનપણીઓ લાકડાં વીણવા જઈ રહી છે. • આ બેમાં એક વિદુષી છે, બીજી ઓછી ભણેલી છે. બેય બહેનો જંગલમાં લાકડાં–છાણાં વીણવા જઇ રહી છે. પેલા રાજાને થયું : ઘોડા ઉપર મને ફાવતું નથી. એટલે એણે ઘોડાને ઊભો રાખ્યો અને હુકમ કર્યો. એટલે તરત જ નોકર આગળ આવ્યો અને હાથી રજૂ કર્યો : 'સાહેબ, આપ હાથી ઉપર બિરાજો.' પછી પેલે રાજા હાથી પર બેઠો. થોડી વાર પછી એણે કહ્યું : ‘હાથી ઉપર પણ મને ફાવતું નથી.” એટલે એના માટે પાલખી આવી. રાજા પાલખીમાં બેઠો અને આગળ ચાલ્યો. આગળ ચાલતાં પડાવ આવ્યો. તંબુ બાંધેલા હતા. ગાલીચા બિછાવેલા હતા. રાજાસાહેબ પાલખીમાંથી ઊતર્યા અને સીધા ગાલીચામાં જઈને લાંબા થઈ ગયા. પગચંપી કરનારા આવ્યા અને પગ દાબવા લાગ્યા. માલીસ કરનારા માલીસ કરવા લાગ્યા. - લાકડાં અને છાણાં વીણનારી પેલી જે છોકરી હતી તે જોતી જોતી ચાલી જાય છે. એમને વિચાર આવ્યો કે આ બધું શું ? પહેલા ઘોડા ઉપર બેઠા, પછી હાથી ઉપર બેઠા, વળી પાછા પાલખીમાં બેઠા. પછી અહીં આવીને સૂઇ ગયા. એને વળી થાક ક્યાંથી લાગ્યો કે આ પગચંપી ચાલે છે? . એટલે એક પ્રશ્ન ઉઠાવ્યો : ઘડે છે હાથી ચઢે, હાથી સે સુખપાલ, - કબકા થાકા હે સખી, પડા દબાવે પાંવ ? એક છોકરી બીજીને પૂછે છે, એને ક્યારે થાક લાગ્યો કે આ સૂતાં સૂતાં પગ દબાવરાવી રહ્યો છે ? એને આ બેસવાનો થાક તે નથી લાગ્યોને? શ્રમનો અભાવ પણ ઘણી વાર શ્રમ ઉત્પન્ન કરે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ પિલી છોકરીએ ઉત્તર આપ્યો : ભૂ હુઆ, ભૂખા રહા, ઉગ્ર કિયા વિહાર, તબકા થાકા હે સખી, પડા દબાવે પાંવ, ‘ગયા જન્મમાં આ માણસ જમીન પર સૂઈ રહ્યો હશે. તપ પણ કર્યું હશે. પગપાળો પ્રવાસ પણ એણે કર્યો હશે. એ વખતનો જે થાક લાગ્યો હશે તે આજે પગ દબાવરાવીને ઉતારી રહ્યો છે.” એટલે, આજે આપણને જે મળ્યું છે તે આપણી બુદ્ધિને લીધે નહિ, આપણી આવડતને લીધે નહિ, આપણી હોંશિયારીને લીધે નહિ, પણ આપણા પુણ્યને લીધે મળ્યું છે. આપણા કરતાં ડીગ્રીવાળા ઘણા હોંશિયાર હોય છે. ડબલ ગ્રેજ્યુએટ ઘણા બુદ્ધિવાળા હોય છે. એ પાછા તમારી પાસે સ્કોલરશીપ માટે આવે છે ને કહે છે કે, “હું ફર્સ્ટ કલાસ ફર્સ્ટ આવ્યો છું અને મારે ઈગ્લેન્ડ જવું છે, તો સ્કોલરશીપ માટે કંઈક ગોઠવણ કરી આપે.' - બુદ્ધિથી જો મળી શકતું હોય તો એ લોકો વધારે બુદ્ધિવાળા હોય છે, આવડતથી મળતું હોય તો એમનામાં આવડત પણ ઘણી હોય છે, પણ એવું કંઇ નથી હોતું, એ તો ભાગ્યને લીધે હોય છે. આ ભાગ્ય ક્યાં દોરી જાય છે એની કંઇ ખબર છે તમને ? . એક જ દિવસે, એક જ મુહુર્તે, એક જ ક્ષણે એક છોકરો લાખો રૂપિયાની મિલકતવાળાને ત્યાં જન્મે છે. તે જ દિવસે, તે જ મુહૂર્ત અને તે જ ક્ષણે બીજો છોકરો લાખ રૂપિયાના દેવાવાળા કંગાલને ત્યાં જન્મે છે. મોટા થયા પછી લાખ રૂપિયાના દેવાવાળાનો છોકરો આખી જિંદગી વૈતરું કૂટીને લાખ રૂપિયાનું દેવું પતાવે છે ને ઉપરથી વધારે દ્રવ્ય મેળવી સમાજમાં સ્થાન અને માન મેળવે છે. જ્યારે બીજી બાજ જન્મતા વેંત જ સોનાના ચમચા સાથે મજા કરનારો છોકરો મોટો થયા પછી લાખોની મિલ્કત વેડફી દઇને દેવાદાર થાય છે અને સમાજમાં હડધૂત થાય છે. એક જ મુહુર્ત, એક જ દાણ હોવા છતાં પણ, પેલો જન્મોત્રી જોવાવાળો શું જશે? એક જ સેકન્ડમાં કેટકેટલા જન્મ થાય છે તેની આપણને ખબર છે ? પળ–ક્ષણ સમાન હોવા છતાં માર્ગ જાદા સર્જાય છે એનું કારણ શું ? એક જ ક્ષણે જન્મેલાઓમાંથી એક દિવસે દિવસે સંપત્તિમાં– સાધનમાં તેજસ્વી બનતો જાય અને બીજો દિવસેદિવસે બધી રીતે ક્ષીણ Page #22 -------------------------------------------------------------------------- ________________ બનતા જાય એનુ` કારણ શું ? આનુ... કારણ પુણ્ય છે. પુણ્યના ઉપભાગ કરીને આપણે પુણ્યના ક્ષય નથી કરવાના, પણ પુણ્યની વૃદ્ધિ કરવાની છે. અને એ યાદ રાખવાનું છે કે જે ભાગ્ય મળેલુ હોય તેને ભૂંસી નાખવુ એ સહેલી વાત છે; પણ ભાગ્યનું નિર્માણ કરવું એ મુશ્કેલ વાત છે. જયપુરના એક શેઠ કાગળ એવા અક્ષરે લખે કે વાંચી શકાય નહિ. એ શેઠ જ્યારે જાતે એક વાર આવ્યા ત્યારે જેમને કાગળા મળેલા તે મુનીમ કાગળ કાઢીને ઘડીકમાં કાગળના અક્ષરો સામે જજુએ અને ઘડીકમાં શેઠ સામે જજુએ. અને વિચારે કે આ ધનપતિના આવા અક્ષર ? એટલે શેઠ પોતાના કપાળ પર હાથ મૂકી કહે, ‘મારા અક્ષરો સામે શું જુએ છે, અમારા ભાગ્ય સામે જુએ.’ મને એ શેઠની વાત એટલા માટે યાદ આવી કે, તે વાત એમ કહી જાય છે કે, માણસ ભાગ્ય લઈને આવેલા છે અને એ ભાગ્યનું હવે વધારે નિર્માણ કરવાનુ છે. ભાગ્યનિર્માણ વડે માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ મહાન બને, જીવનની દૃષ્ટિએ પણ મહાન બને, આત્માની દૃષ્ટિએ પણ મહાન બને અને વ્યવહારની દૃષ્ટિએ પણ મહાન બને એવું આપણે કરવાનુ છે. મનને જો કેળવી લેવાય, મનની જો ખિલવણી થાય તે જ જીવન સાચી દિશામાં જીવી શકાય. આ મનની કેળવણી આજે તે અનિવાર્ય છે. તમારું મન જેટલું કેળવાયેલું હશે તેટલા પ્રમાણમાં તમે તમારા ભાગ્યનું નિર્માણ કરી શકશે... મન જો કેળવાયેલું નહિ હોય તો ભાગ્યના વિનાશ થઈ જશે. પેલા ફળિયુગને જયારે રાજાએ પૂછ્યું કે હવે તું કર્યાં વસીશ ? ત્યારે કળિયુગે કહ્યું હતુ કે હવે હું લક્ષ્મી હશે ત્યાં વસીશ. આગળ પૂછ્યું કે, તારો આકાર શું હશે ? તું કયા રૂપમાં આવીશ ?” ત્યારે કહે કે હું જુગારના રૂપમાં આવીશ, કતલખાનાના રૂપમાં આવીશ, દારૂના પ્યાલાના રૂપમાં આવીશ અને વ્યભિચારના રૂપમાં આવીશ. આ ચાર રૂપે મને ત્યાં જાજે.’ આ વાર્તાલાપને વિચાર કરવા જઇએ તો આપણને લાગે કે જ્યારે સ’પત્નિ આવે છે ત્યારે ભાગ્ય હોય, પુણ્ય હોય, ગુરુએની કૃપા હોય અને Page #23 -------------------------------------------------------------------------- ________________ એને સાચે માર્ગે દોરનાર હોય તો જ ઉપરના ચારમાંથી માનવી બચી જાય છે; નહિ તો, એ ચારેય દૂષણો આવીને ઊભાં જ રહે છે. એમનાથી બચવા માટે આજે સબળ અને સમર્થ પ્રયત્નની જરૂર છે. સામાન્ય પ્રયત્નથી બચી જવાનું શક્ય નથી જ. : એટલા માટે જ દરેકેદરેક ક્ષણે અને પ્રત્યેક મિનિટે આ વાતનું હમરીંગ” (પુનરાવર્તન) થવાની જરૂર છે. આ વાત વારંવાર મગજ ઉપર અથડાશે તે જ બચી શકાશે. આ માટે મનની કેળવણીની જરૂર છે. . આ મનની કેળવણીનું પરિણામ શું ? બોજો પ્રશ્ન પૂછાયો : વ વિમુ: મુકત કોણ ? ' જવાબ મળ્યો : વિષયે વિરજી વિષયોથી વિરકત તે જ મુકત. તમારે ત્યાં કેરી આવી હોય, એનાથી મોઢામાં પાણી છૂટતું હોય, તમે કહો કે આજે નથી ખાવી. તમારા નોકરને આપી દો અને કહો કે તું ખાઇ જા....બધાય જોતા જ રહે અને તમે કહો કે એને જોતાં મારા મોઢામાં પાણી છૂટયું છે, પણ એ વિષયાસકિત છે, મારે એમાં લપટાવું નથી, એટલે નથી ખાવી–તું ખાઈ જા. બસ, આનું જ નામ વિરકિત. આ તમે મનને કેળવ્યું કહેવાય. વસ્તુઓમાંથી વિરકત બને, એને છોડીને તમે એકલા જઈને બેસશો ને જોશો તો તમારું મન આનંદ અનુભવતું હશે. તમને એમ થશે કે છોડવાની મારામાં આજે આટલી શકિત તો આવી ! જેમ જેમ માણસ છોડતો જાય છે તેમ તેમ એક પ્રકારનો આહ્વાદ મળે છે. એટલા માટે ઘણી વખત સાધુઓને કિંમતી વસ્તુઓ આપવામાં આવે છે ત્યારે સાચા સાધુઓ એની સામે પણ જોતા નથી અને કહે છે કે, “ભાઈ ! ઉઠાવો, આ બધું તે બંધન છે.” , પેલો કહે છે કે, “કેમ ? એમાં શું વાંધો ?' તો સાચા સાધુ કહે છે કે, “અમે એવું બધું જ લઈશું તે અમે મરી જવાના છીએ. તમે હટાવો અહીંથી આ વસ્તુને !' એટલે, મુકત બનવા માટેનો માર્ગ વિષયે વિરકત થવાનું છે. વિષય પરત્વેની વિરકિત જ જીવને બંધનમાંથી છોડાવનારી છે. હવે ત્રીજો પ્રશ્ન પૂછાય છે : આ વાત પાર ન ઈ : ? ઘર નરક કયું ? Page #24 -------------------------------------------------------------------------- ________________ જવાબ મળે છે : વહુ : પિતાનો દેહ જ ઘેર નર્ક છે. દુનિયા કહે છે કે નર્ક બહુ ખરાબ છે. એ નર્ક ક્યાં છે? રૌરવ નર્કની વાતો ઘણી સંભળાય છે એ વિશે એણે પૂછયું. ત્યારે ગુરુએ કહ્યું કે પહેલું નર્ક અહીં છે અને બીજાં નર્ક પૃથ્વી નીચે છે. આ પહેલું નર્ક એટલે પોતાને દેહ. દેહમાં જ્યારે રાગદ્વેષ વગેરે કીડાઓ ખદબદતા હોય ત્યારે દેહ નર્ક છે; બધાય સમયમાં દેહ એ નક નથી. ખરી રીતે દેહ વર્ગના વિમાન જેવો છે. જે સમયે આપણા ચિત્તમાં રાગદ્વેષની ભઠ્ઠી સળગતી હોય, ક્રોધના અંગારા ધગધગતા હોય, માનના મોટા મોટા પર્વતો ઊભા થયા હોય, માયાની ઝાડીને લીધે અંધારાની અટવામણ ઊભી થઈ હોય અને લોભની ખીણમાં જેટલું આવે એટલું બધું સમાઇ જતું હોય ત્યારે દેહ નર્ક બની જાય છે.. લોભને ખાડો પૂરો થાય એમ લાગે છે? ક્યારે પૂરો થશે આ લાભ ખાડો? ક્યારે ઓછા થશે માનના પર્વતો? ક્યારે કપાઈ જશે આ માયાની ઝાડીઓ ? અને કયારે બૂઝાઇ જશે આ ક્રોધના અંગારા? - આપણો આ લોભનો ખાડો એટલો બધો મોટો છે, એટલો બધો મોટો છે કે સમગ્ર વિશ્વનું ધન એમાં જો ઠલવાઈ જાય તો પણ એ સંતોષ પામે એમ નથી, એટલા માટે જ આપણે વિચારવાનું છે કે જ્યારે આ કોધ, માન, કામ, લોભ, રાગ, દ્વેષ, આપણા શત્રુઓ છે તે જ્યારે અંતરમાં ખદબદતા હોય, એ જ્યારે દેહમાં રમતા હોય અને એમાં રંગાઇને કોઇને ભૂંડો ચીતરીએ, કોકને મારવાનો વિચાર કરીએ, કોકને માટે હરીફાઇઓ કરીએ અને કો’કનું કાટલું કાઢવું એ વિચાર કરીએ ત્યારે આપણું મગજ કેવું થાય છે?. આંબેહુબ નર્ક જેવું, નહિ ? ઘણા લોકો ફોટો લેવડાવે છે. આમ જરા ખાસ્સા બેસે છે. પેલો કહે છે એમ હસતું મેઢ રાખે છે અને ફોટો પડાવે છે. એ વખતે તમે મગજના ફોટા તો લેવડાવો ! પણ ખરો ફોટો તો એ વખતનો લેવા જેવો છે કે જ્યારે તમારી આંખ લાલ હોય, હોઠ ધૂ જતા હોય, અંદરનો પેલો શનું બહાર આવેલો હોય. એ વખતનો આપણો વિકરાળ રાક્ષસ જેવા દેખાવને ફોટો લેવરાવી લટકાવવો Page #25 -------------------------------------------------------------------------- ________________ જોઈએ, જેથી ફરીથી આપણે એ દિશામાં જતાં પહેલાં વિચારીએ. રાવણને લોકો રાક્ષસ કહે છે. રાક્ષસ એટલે મોટા મોટા દાંતવાળે નહિ, પરંતુ અનિયંત્રિત વૃત્તિવાળો. જેની વૃત્તિઓ પોતાના કાબૂમાં નથી એ રાક્ષસ છે. અનિયંત્રિત વૃત્તિ એટલે રાક્ષસવૃત્તિ અને નિયંત્રિત વૃત્તિ એટલે દૈવી વૃત્તિ. એટલું યાદ રાખજો : રાવણ મરી ગયો નથી, એ તો આપણા મનમાં બેઠો છે. કૌરવો પણ સમાપ્ત નથી થયા, હજી જીવંત છે. આ વાતનો વિચાર કરીશું તો સમજાશે કે, નર્ક આ દેહમાં જ છે. તમારા મનમાં જ્યારે કોઇનું અશુભ કરવાની ઇચ્છા જાગે, કોઇનું અમંગળ કરવાની કામનો જાગે, કોઇ ભયાનક તૃષ્ણા જાગે, અહિતકારી કલ્પનાઓ ચિત્તમાં જાગી પડે ત્યારે આ દેહ જે સ્વર્ગમાં જવાનું વિમાન છે તે નર્ક બની જાય છે. હવે શિષ્ય એ પ્રશ્ન કર્યો : ? સ્વર્ગ ક્યાં છે? ત્યારે એને ગુરુદેવે ચોથી વાત કહી કે, વૃક્ષો વપરું ! તૃષ્ણાને જો ક્ષય થઇ જાય તે સ્વર્ગ દૂર નથી. વૃષ્ણાને ક્ષય એ શું સ્વર્ગ નથી? વૃણાનો નાશ થઈ જાય તો અહીં બેઠાં જ સ્વર્ગ છે. ક્યાંય જવાની જરૂર નથી. અહીં જ આનંદ માન્યા કરો. તમારે કોઈને ભય નથી. કોઈને માટે અફસોસ નથી, કોઈને માટે અશુભ અને અમંગળ વિચાર નથી. આટલું હોય તો તમે સ્વર્ગમાં બેઠા છો. સ્વર્ગમાં બીજાં છે શું? આટલું તમે કરી શકો તો અહીં સુખ અને શાંતિ બેય મળશે. પેલા સ્વર્ગમાં તો દેવ લડીલડીને મરી જાય છે. કોઇ વધુ તપ કરે તો ઇન્દ્રને એકદમ દોડવું પડે છે અને ઉર્વશી–મેનકા વગેરે અપ્સરાઓને મેકલીને તપસ્વીના તપભંગને અને પતનનો પ્રયત્ન કરવો પડે છે. એટલે તે લોકો તે હેરાનહેરાન થઈ ગયેલા હોય છે, તેમની ઉપર તે દયા લાવવા જેવું છે. આપણે એવું સ્વર્ગ મેળવવાનું નથી. અહીં તો સદ્ગુરુ એમ કહે છે કે, તમે આ ભવની અંદર જ સ્વર્ગનો અનુભવ કરી શકે, મસ્ત રહી શકો, પણ ક્યારે? વૃણાનો વિનાશ થઈ જાય ત્યારે. ધીરે ધીરે તૃષ્ણાની દોરી જો તૂટી જાય, તો મુકત બની જવાય. જેની તૃષ્ણાની દોરી તૂટી જાય તે સદા પ્રસન્ન બની જાય. આંખ બંધ કરે અને Page #26 -------------------------------------------------------------------------- ________________ સૂવાની ઇચ્છા થાય તે તરત ઊંઘ આવે. ઊઠવાની ઇચ્છા હોય તે સમયસર ઊઠી શકે. મનમાં વિચાર કરે કે મારે ભગવાનનું દર્શન કરવું છે તે તેને માટે ભગવાન પણ દૂર નથી. જેને તૃષ્ણા નથી એના ચિત્તમાં પ્રભુ સિવાય બીજું હોય પણ શું? અને, જેના હૃદયમાં તૃષ્ણા પડેલી હોય તેના હૃદયમાં પ્રભુ આવે ક્યાંથી ? અહીં તો એ નજીક બેઠેલ છે. એટલે એ નજીક બેઠેલાને આપણે જો બહાર લાવવા માગતા હોઇએ તો વૃષ્ણાનો ક્ષય કરવો જોઈએ. વચમાં માત્ર એક પડદો છે. એને હટાવો તો પછી તમે જોશો કે પ્રભુ તમારી પાસે છે. જ હિ સ S Page #27 -------------------------------------------------------------------------- ________________ અભય કેળવે ! ( જગૃહી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા હતાં. હજારો નરનારીઓ વંદન કરવા માટે તૈયાર થઈને ઊભાં હતાં. આજનો લોકપ્રવાહ રજાને દિવસે જેમ સિનેમા-નાટકમાં જાય છે, તેમ એ જમાનામાં માનપ્રવાહ સાધુસંતોને સાંભળવા જતો. બસ, માનવ અહીં જ પલટાયો છે. પહેલાના જમાનામાં યુવાનો પણ ધર્મ સાંભળવા ને ધર્મનાં દર્શન કરવા જતા હતા. જ્યારે આજે તો વૃદ્ધો પણ નાટક-સિનેમામાં જાય છે, અને મોહ તેમજ રંગરાગમાં રાચે છે. એ વખતે, ભગવાન મહાવીર પધારતા ત્યારે તો બધાનાં હૈયાંમાં ઉલ્લાસ ઊછળતો. તેમને હૈયાધરપત મળતી કે ચાલો, હવે મેંહનું સામ્રાજ્ય ઘટશે ને ધર્મનું સામ્રાજ્ય વધશે. સૌની સાથે, મગધના સમ્રાટ બિંબિસાર, જેમનું બીજું નામ શ્રેણિક છે, તે પણ ઉમળકાભેર સત્કારવા તૈયાર થયા. બિંબિસારની પટરાણી અને ગણતંત્રના અધ્યક્ષ ચેટક રાજાની પુત્રી ચેલણા પણ તૈયાર થઈ. આવીને રથમાં બેઠાં. રથનો સારથી લગામ હાથમાં લે છે એટલામાં તે એક ભયાનક ગર્જના સંભળાઈ. સાંભળતાં જ સારથીના હાથની લગામ છૂટી ગઇ. વીજળીના જેવા તેજસ્વી ઘોડા ઢીલાઢફ થઇ ગયા. સર્વત્ર ભય વ્યાપી ગયો. પછી તો બધાય એક પછી એક રથમાંથી ઊતરવા લાગ્યાં : આજે ભગવાનના દર્શન કરવા નહિ જવાય. કારણ, આપણને અંતરાયકર્મ નડે છે. સાચી વાત તો એ છે, કે આપણું નિર્બળ મન જ આપણા માર્ગમાં અંતરાય નાખતું હોય છે. આપણા પ્રમાદને લીધે આપણે સત્કર્મ ન કરીએ તે પણ આપણે મનને એવી રીતે મનાવીએ છીએ કે આજે આપણા નસીબમાં સત્કર્મ Page #28 -------------------------------------------------------------------------- ________________ લખાયું નહિ ધર્મના રાઇમર ઉપયોગ કાઢવા માટે થઈ રહી છે. આપણે ઘણી વાર એમ કહીએ છીએ કે, આજે મારે અંતરાય નડ, લોટ નાખ્યાનમાં ન આવી શકશે. પણ કોઈ દિવસ તમે એમ કહ્યું ખરું કે અંતરાવને લીધે હું આજે દુકાને ન જઈ શક્યો? એ વખતે તમને અંતરાય નહિ નડવાને; કારણ કે સારા સારા એ શબ્દો આપણી નબળાઈને ઢાંકવા અને પોષવા માટે આપણે વાપરીએ છીએ. પરંતુ જ્યારે આત્મામાં જાગૃતિ આવશે ત્યારે અને તમારે ધર્મ કરવો હશે ત્યારે દુનિયાનું એક પણ તત્ત્વ એવું નથી કે જે આડે આવે. | મુંબઈ જેવા શહેરમાં માનવી પેટને માટે કેટલીય દોડાદોડ કરે છે. પરંતુ ધર્મ કરવા માટે અને વ્યાખ્યાન સાંભળવા માટે લોકોને સ્થળો દૂર પડે છે. પરંતુ જ્યારે આપણને એનો રંગ લાગશે ત્યારે આપણને માઇલ પણ નજીક લાગવાના. જેનું મન જોરદાર છે એને દૂર કાંઈ નથી. મન જેનું નબળું છે એને નજીક કાંઈ નથી. એટલા માટે જ કહ્યું છે કે જે દૂર છે એ મનથી કરીને નજીક છે. એટલે, માણસનું મન નક્કી થઇ જાય પછી એ ગાઉના ગાઉ અને પંથોના પંથ કાપે પણ ત્યાં પહોંચ્યા વિના રહે નહિ. તે બિલકુલ થાકે નહિ. - એક વખત એક માણસ કહે કે, ભગવાનના દર્શન કરવા નીકળનારને દુનિયામાં રોકનાર કોણ છે ? પણ બધાએ કહ્યું કે ધર્મની પાછળ બહુ ઘેલ ન થા. ભગવાન મહાવીર ક્યાં નાસી જવાના છે? પેલો કહે છે : “બીજો અવાજ સાંભળવા મારી પાસે કાન નથી. મારા કાનમાં એજ્યારે ફક્ત મહાવીરનો જ અવાજ આવી રહ્યો છે.' . જેના મનમાં એક જ અવાજ ગુંજતો હોય એના કાનને બીજો અવાજ ગમતો નથી. પરંતુ આપણે તો સત્તર અવાજો સાંભળીએ, પણ એકેયમાં ઠેકાણું ન હોય. એના કાનમાં એક જ અવાજ હતો. આંખમાં એક જ છબી હતી. અને મનમાં પણ એક જ મૂર્તિ હતી. એ દર્શન કરવા નીકળ્યો ત્યારે ગામના દરવાજા બંધ થવાની અણી પર હતા. કોઇકે એને કહ્યું કે, બહાર તો ભય છે. પણ એ સાંભળ્યા વિના જ જોતજોતામાં એ બહાર નીકળી ગયો. એને ઝાલવા માટે બહાર જવાની તો કોઇની હિંમત નહોતી. Page #29 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે આપણા મનમાં ભય છે. આથી જ માણસ ઘજે છે. અને દરવાજા બંધ હોય તો પણ ડર લાગે છે. પછી નગરરક્ષકે આવીને પૂછયું કે, “બધા સલામત છે?” . ' શ્રેણિકે જવાબ આપ્યો કે, “ના, પેલો વણિક બહાર નીકળી ગયો છે. એને ઘણું સમજાવ્યો. પરંતુ એ તો કહે કે મારા કાનમાં ભગવાનને અવાજ સંભળાય છે. બીજા માટે મને કુરસદ નથી, ભગવાનની છબી સિવાય બીજી કોઇ છબી જેવાને અવકાશ નથી, અને મનમાં ભગવાનને જ ભાવ રમી રહ્યો છે.” ત્યારે એને પૂછયું કે, “આ અવાજ શેનો છે? આ ભય શેને છે? અને ગામ કેમ આટલું બધું ધ્ર જી રહ્યું છે ?' - ત્યારે કહ્યું કે, “સાહેબ, એક રૂપાળી, ખૂબ સુંદર છોકરી, છાબડીમાં તાજાં ખીલેલા ફૂલને લઈને આવતી હતી એમાળની છોકરી તમને યાદ આવે છે ?' “હા, યાદ આવે છે. એ માળણ સુંદર તાજાં પુષ્પો લઈને આવતી હતી. પાછળ એક માળીને છોકરો પણ આવતો હતો. એ બને નાનપણથી સાથે જ રહેતાં હતાં, તેથી એમના બાપે એક જ રાગ હોવાથી તેમનાં લગ્ન કરી આપ્યાં. આમ તેઓ બન્ને હંમેશાં સાથે હોય. દૂધ લાવવાનું હોય, ફૂલો ચૂંટવા જવાનું હોય તે પણ સાથે. માળા ગુંથવાની હોય તો પણ સાથે. એમનું એક જ કામ હતું કે રાજદરબારમાં જઈને જે લોકો ભગવાનના ભકત હોય તેમને સુંદર માળાઓ બનાવી આપવી. એ લોકો એવાં ભકત હતાં કે પોતાના ધર્મ ઉપરાંત બધાય ધર્મોને માનતા હતાં. એટલે ભગવાનને ચડાવવાનાં ફૂલ કરમાયેલાં ન હોય, કળીવાળાં કે વાસી ન હોય એની ખાસ કાળજી રાખતાં. આથી તાજાં પુષ્પો ભગવાનને ચઢાવવા માટે આપતાં. પોતાના ભગવાન યક્ષને માટે પણ સુંદર માળા બનાવતાં. બન્ને જઈને એ માળા યક્ષને ચઢાવતાં. પગે લાગતાં ને પછી બહાર આવી, માળી મૃદંગ બજાવે અને માલણ નૃત્ય કરે. આમ સુંદર વાતાવરણ જામતું. લોકો કહેતા કે, ભકિત તે બસ આનું નામ. આપણે ભગવાન પાસે જઈએ અને આપણી જાતને ભૂલીએ નહિ Page #30 -------------------------------------------------------------------------- ________________ ત, ભગવાન પાસે ગયા એ ન ગયા બરાબર છે. ભગવાન પાસે જાઓ ત્યારે તમે તમારી જાતને ભૂલી જાઓ કે, કોણ છું. એ આત્મવિસ્મૃતિ એટલે જ ભગવાનની ભકિત. આપણી જાત જે યાદ આવતી હોય તો હું અને તું બે જજુદા છીએ. અને ત્યાં કશી જ મજા નથી. યાદ રાખજો કે, સાકર દૂધમાં ઓગળ્યા સિવાય કદી મીઠાશ નહિ આપી શકે. જો ગાંગડે પડ્યો હશે તો ગાંગડો અને દૂધ જગુદાં રહેશે. એવી રીતે ભગવાનમાં તમે ઓગળો નહિ, એક બને નહિ ત્યાં સુધી એકતાની મજા તમે માણો કેવી રીતે ? - ભકિત એટલે બીજાં કાંઇ નહિ, પણ ત્યાં તમે બધાય ભાવ ભૂલી જાઓ અને હું ભગવાનને એક તાદામ્ય બની ગયો’ અને ‘ભગવાન અને હું જાણે જજુદા જ નથી' એવો ભાવ કેળવવો જોઈએ. એટલા માટે જ એક કવિએ કહ્યું છે કે, હે મહાપૂજ્ય, તારી સાથે ઐકય સાધવામાં આ આભૂષણો અંતરાયરૂપ થાય છે. મારે આ આભૂષણ નથી જોઇતાં. કારણ ત્યાં મને ખ્યાલ આવે છે કે હું મોટો છું. મારામાં કંઈ મહત્તા છે, માટે મારું કંઈક રથાન છે. મારામાં એકતા નથી. ભગવાન આગળ જાઓ ત્યારે બધું ભૂલી જવાનું. જેમાં સાકર દૂધમાં ઓગળે છે એમ જ્યારે માણસ ભગવાનમાં એક થાય છે ત્યારે એની મીઠાશ અને મધુરતા માણે છે. આમ માળી અને માળણ એવી ભકિત કરે છે કે જાણે પુષ્પ અને પરાગની જોડી. એમની પ્રીત અને એમનાં 9 લોકો જ્યારે જાએ ત્યારે કહે કે ખરેખર, આ બેનાં જીવનની અંદર સુંદર નૃત્ય અને ભાવ છે. ગામના દુર્જને એમને જોવા જાય ને હૃદયમાં સારો ભાવ જાગવાને બદલે દુભવ જાગે કે, આવું સુંદર નૃત્ય, સુંદર રૂપ, આવી સુંદર કળા, અને આવી સુંદર માળા ગુંથે એ આ મામૂલી માળી જોડે શોભે? આ માળી પાસે તો બંગલ, પૈસા કે કાંઈ પણ વૈભવ ન મળે. - જે શ્રીમંતોને પૈસા સિવાય બીજું કાંઈ સૂઝે નહિ અને દીકરાનું શું થાય છે એ જાએ નહિ, એવા શ્રીમંતોના દીકરા વિચાર કરે છે કે આ માળણ આપણે કોઇ પણ હિસાબે હાથે કરવી જોઈએ. આને માટેનાં કાવતરું રચાવા લાગ્યાં. પરિણામ એ આવ્યું કે એક દિવસ એ બન્ને નૃત્ય કરવા માટે એક સ્થાને ગયાં ત્યારે આ લોકો પણ પાછળ પાછળ ગયા. અને પેલે માળી મૃદંગ વગાડતો હતો ત્યાં એને પાછળથી પકડીને થાંભલા સાથે બાંધી દીધો. Page #31 -------------------------------------------------------------------------- ________________ અને એના દેખતાં માળણની સાથે ચેડાં કરવા લાગ્યા. આ બધું જોઇ માળીનો તો જીવ બળી ગયો. આંખો લાલચોળ થઈ ગઈ. પણ બંધનમાં બંધાયેલો હતો એટલે લાચાર હતો. આ વખતે એનું મન વિચારે ચડી ગયું કે આટલાં વર્ષો સુધી મેં યક્ષની ભકિત કરી, પુષ્પ ચઢાવ્યાં એનું ફળ આજ કે ? એને મંદિરની અંદર જાલમ થાય અને એનો જવાબ કંઈ ન મળે? માળી યક્ષની સામે જોઈને બોલ્યો: “હે યક્ષ, તું હવે ખરેખર યક્ષ નથી, કેમકે, મેં તારી આટલાં વર્ષો સુધી ભકિત કરી છતાં એનું પરિણામ કાંઈ ન આવ્યું અને તારા દેખતાં જ અમારા પર આ અત્યાચાર ગુજારી રહ્યો છે. મૂગો મૂગો તું આ બધું જોયા કરે છે, એટલે તારામાં હવે દેવપાશું રહ્યું નથી. ત્યાં જ યક્ષ પ્રગટયો અને એના શરીરમાં પેસી ગયો. આથી માળીમાં શકિત પ્રગટતાં દોરડાં છુટી ગયાં. અને એનું બળ એટલું બધું વધ્યું કે એણે એ બધાયને પછાડી પછાડીને મારી નાખ્યા. આમ એક વાર શરીરમાં શકિત આવી પછી એને કાઢવી બહુ મુશ્કેલ છે–પછી એ શકિત દૈવી હોય કે આસુરી હોય. આ આસુરી શકિતએ એના મનમાં એવો દૃઢ નિશ્ચય પ્રગટાવ્યો કે આજથી મારે રોજ છે પુરુષ અને એક સ્ત્રીને મારવાં. એને વારવાની કોઈની હિંમત ન ચાલી. કારણ કે જે કહેવા જાય એ મરી જાય. અત્યાચાર અને અનાચાર સામે જો કોઈ અવાજ ન ઉઠાવે તો એને દંડ પ્રજાને પણ ભેગવવો પડે. આપણે ઘણી વાર કહીએ છીએ કે, “આપણે આપણું સંભાળો. પણ બીજાઓનો ગુનો પણ આપણે સહન કરવાનો છે. એટલે પ્રજા એનું નામ છે કે પ્રજામાં એક પણ ખરાબ તત્ત્વ પ્રવેશે તે એની અસર આખી પ્રજામાં થાય. તમારું ઘર તમે ચોખ્ખું રાખે પણ તમારા ઘરઆંગણે જો કચરો હશે તે બહાર જતાં તમારા પગ કચરાવાળા થવાના છે. વળી બહારથી ઊડીને ઘરની અંદર એ આવવાનો છે. સમાજનો દોષ વ્યકિતને પણ લાગુ પડે છે. એટલા માટે સમાજની શુદ્ધિ એ વ્યકિતની શુદ્ધિ છે. એટલે જે સમાજ આવા જાલમને રોકે નહિ એ સમાજને પણ રાજા થવી જોઇએ. આમ રોજ છ પુરુષ અને એક સ્ત્રી એને મળે નહિ ત્યાં સુધી એ Page #32 -------------------------------------------------------------------------- ________________ જંપે નહિ. આ અજન નામનો દેવ હતો અને એ માળીમાં પેસી ગયો, એટલે અજુન માળી થયો. આ અરસામાં ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં ત્યાં નીકળ્યા. એમને ખબર હતી કે સાત જણને મારનારો અને માળી આ પહાડોમાં ફરી રહ્યો છે. છતાં ભગવાન આવ્યા, કારણ કે એ નિર્મળ હતા. એમના હૃદયમાં અભય હતો. કરણા હતી. જેમ પાણીમાં ગમે એટલો મોટો અંગારો પડે તો પણ અંગારો સુધરશે, પણ પાણી નહિ સુધરે એમ, જેની પાસે કરુણા અને દયા પડી છે એને દુનિયાના દુષ્ટોનો ભય નથી. ત્યાં ગામને પાદરે ભગવાન તો નિર્ભયપણે આવીને ઊતર્યા. વંદના કરવા લોકો પાદરે આવવા નીકળ્યા. ત્યાં તો આજબાજા શોરબકોર થવા લાગ્યો. સંદેશવાહકે શ્રેણિક મહારાજને સમાચાર આપ્યા : “અજન માળી ગામને પાદરે આંટા મારે છે. હજુ સુધી એણે સાત માણસ માર્યા નથી એટલે એ ગર્જના કરી રહ્યો છે.' પણ શ્રેણિકે કહ્યું: ગામના ધનાઢચનો “પેલો દીકરો તે ચાલ્યો ગયો. એની પાસે તો તલવાર, ભાલે કે એવું કોઈ સાધન પણ નહોતું. એનું શું થશે ?” શ્રેણિકની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. કિલ્લાની બારીમાંથી જોવા લાગ્યાં કે એ ક્યાં જાય છે. પેલે તો ધૂનમાં ને ધૂનમાં ચાલ્યો જાય છે. જેના હૃદયની અંદર ભગવાન છે, જેની આંખમાં એમની છબી છે ને મેઢામાં ભગવાનનું નામ છે એને કોઈ પણ જાતનો ભય હોતો નથીઃ ખરી વાત તો એ છે કે ભય ક્યાં છે ? તમે વિચારવા જાઓ તો ભય છે અને વિચારમાંથી કાઢી નાખો તો અભય. દુનિયાના ભયો આવે છે એના કરતાં માણસ પોતાના મનમાં ભય પહેલો ઊભો કરે છે. ભય જેટલો ભયં? છે એના કરતાં માણસના વિચારનો ભય વધારે ભયંકર છે. આમ એ ચાલ્યો જતો હોય છે ત્યાં દૂરથી પેલો અજન આવે છે. એની મોટી મોટી આંખો લાલ અંગારા જેવી છે મોટું પડ ૮ શરીર છે અને એનાં પગલાં સિંહ જેવાં મોટાં છે. એનું રુદ્ર સ્વરૂપ જોઈને જ માણસ અડધો મરી જાય. લોહીથી ખરડાયેલાં કપડાંને લેવા માટે સાબુ અને પાણી જોઈએ. હિંસાને ખાળવી હોય તે અહિંસાથી ખાળી શકાય. ઘરમાં કોઈ તપેલું હોય Page #33 -------------------------------------------------------------------------- ________________ તો તમે તપ નહિ પણ ઠંડા થાઓ. એ અગ્નિ હોય તો તમે પાણી થાવ. સુદર્શન તો કાયોત્સર્ગ કરી ઊભો રહ્યો. એમના મનમાંથી શુભેચ્છાનાં આંદોલનો નીકળવા લાગ્યાં : “એનું ભલું થાઓ, એનો ક્રોધ શમી જાઓ અને એની દાનવતા માનવતામાં ફેરવાઇ જાઓ.' ' અજનને થયું કે આ શું થાય છે? હું ભલભલા માણસને ઊંચકીને ફેંકી દઉં છું. આ નાનકડો બાળક કે સુંદર છે ! એના મુખ પર કેવી શાંતિ છે! આંખો કેવી સુરમ્ય છે ! માનવીનું મૌન. એ બીજાને ઉપદેશ આપવા કરતાં પણ વધારે કામ કરી જાય છે. કેટલીક પળો એવી હોય છે કે તમે ચૂપ રહો છતાં એ ચુપકીદી વાણી કરતાં વધારે બોલે છે. અને જેમ જેમ એવી નજીક આવતો ગયો એમ ઓગળી ગયો. અને જ્યાં એની નજીક આવ્યો ત્યાં એની અંદરનો યક્ષ હતો એ ભાગી ગયો. એ કોની પાસે ઉભો રહે ? અંધારું અજવાળા આગળ કેટલી ઘડી ટકી શકે ? અન માળી એની પાસે આવીને ઊભો રહ્યો અને એનામાંથી યક્ષ નીકળી ગયો. હવે એનું શરીર થાક અને શ્રમથી ભીનું ભીનું થઇ ગયું. પેલા યક્ષને લીધે એ આમ કરતો હતો. જેમ દારૂડિયે, દારૂના કેફને લીધે ધમાધમ કરે, અને કેફ ઊતરી જાય એટલે મડદા જેવો થઇ જાય છે, એમ. સુદર્શને એને કહ્યું : “તું ચાલ મારી સાથે. હું જેમની પાસે જાઉં છું એમની પાસે તારા મેલ અને ગ્લાનિ નીકળી જશે.'. આમ ભગવાન મહાવીર પાસે અને માળીને એ લઈ જાય છે ત્યાં દૂરથી ઘંટડીને અવાજ સંભળાય છે. વાણી તો હજાર હોય પણ ભગવાનની વાણી કોઇ અભૂત હોય છે. અજુન માળી પૂછે છે : “આ શું સંભળાય છે ? “ સુદર્શન કહે : “હજ તે દૂરથી સંભળાય છે. નજીક ચાલ, એમને જો અને તને સમજાશે કે અહિંસાને સાક્ષાત્કાર કેવો હોય છે.' બંને ભગવાનની નિકટ આવ્યા. - પરંતુ ભગવાન મહાવીર તો આવા કર પ્રત્યે પણ કણા રાખે છે. એ તો ભગવાન છે. અને ભગવાન એવું નામ છે કે, ખરાબ કામ કરનાર લોકો પ્રત્યે પણ પ્રેમ અને કરુણા વરસાવે. ભગવાન તો જાણે છે કે એ હિંસા લઇને આવ્યો છે પણ હવે શું ? એટલા માટે ભગવાન કેવળજ્ઞાનથી જાણતા હતા કે આ લુચ્ચો છે, ખૂની છે.. Page #34 -------------------------------------------------------------------------- ________________ બીજાનું ખૂન કરીને આવ્યો છે. ભગવાન તો અંતર્યામી છે એટલે બધું જાણે છે ને છતાં પણ એમની આંખમાંથી એના પર અમીવર્ષા વરસી રહી છે. ભગવાને કણાની એવી ધારાઓ વરસાવી કે એનો સ્પર્શ થતાં જ એને થઈ ગયું કે, હું કેવો પાપી છું ! ગળું ભરાઈ આવવાથી એ હૈયાફાટ રુદન કરવા લાગ્યો : “ક્યાં આ દૈવી મૂર્તિ અને ક્યાં મારું અધમતાભર્યું જીવન ! મેં કેટલાય લોકોને માર્યા, કેટલાયનાં ખૂન કરી નાખ્યાં. એમણે મારું શું બગાડયું હતું કે મેં એમને મારી નાખ્યા?' | ‘અજન તો ભગવાનનાં ચરણમાં આળોટી પડે છે અને કહે છે : “હે ભગવન, મારું શું થશે ? મેં આટઆટલાં ખૂન કર્યા; મેં મારા તનને, મનને અને વિચારને લોહીથી ખરડી નાખ્યાં છે.' એટલે ભગવાને કહ્યું : “એ ગમે એવાં ખરડેલાં હોય તો પણ એને ધવાનો હજી અવકાશ છે. હે અર્જુન માળી, તું હજી પણ વિચાર કર કે તું તારા મનને તૈયાર કરીશ, તારા પાપને હઠાવી નાખીશ, તો શ્રેય થશે. તારું અંદરનું તત્ત્વ તો સારામાં સારું છે. માત્ર ઉપર કાટ ચડ્યો છે એટલું જ.' ત્યારે પેલાએ કહ્યું : “ભગવન, મારો ઉદ્ધાર કરવા માટે મને ચારિત્ર્ય આપો.' ભગવાને એને ભાવભીની દીક્ષા આપી. લોકો વાતો કરે છે કે, આવા ખૂનીને પણ ભગવાને દીક્ષા દીધી. પણ ભગવાન તો જાણે છે કે વધારે ચડેલો મેલ વધારે ધોવાનો છે. '. એણે પ્રતિજ્ઞા કરી કે ભગવાન કહે. એમ મારે કરવું. પછી ભગવાને કહ્યું કે, ગામના ચાર દરવાજા છે. એ દરેક દરવાજે જઈ દોઢ મહિના સુધી તું કાયોત્સર્ગમાં ઊભો રહે. જે જાતના ઉપસર્ગો આવે એ જાતના ઉપસર્ગો ને તું સહન કર ! , એટલે આ અજુન માળી સાધુ થયો. ત્યાર પછી ગામના પૂર્વ દરવાજે જઇ એ ઊભે રહ્યો. એ સાધુના વેશમાં હતો, ત્યાં એક ભરવાડ આવ્યું. ભરવાડને થયું કે આ એ જ સાધુ છે જેણે મારા છોકરાને મારી નાખ્યો હતો ને જે સાધુના વેશમાં એ ઊભો છે. એની પાસે ડાંગ હતી એ એના માથામાં મારી. લેહીની ધારા વહેવા લાગી. અને માળી વિચાર કરે છે કે તે દિવસે મેં તે એના છોકરાને જાનથી મારી નાખ્યો હતો. જ્યારે એણે તો ડાંગ મારી છે કયાં મારી નાખ્યો છે? Page #35 -------------------------------------------------------------------------- ________________ એ મનમાં વિચાર કરે છે : આ ભરવાડનું ભલું થાઓ કે મારાં કર્મો ખપાવવામાં મને એ સહાયતા આપી રહ્યો છે. એટલામાં બીજો એક ભીલ આવ્યો. એનો ભત્રીજો આના હાથે મરી ગયો હતો. કાંટાની વાડમાંથી એણે કાંટાનું એક ઝાંખરું લીધું અને એના પર ઝીંકવા લાગ્યો. અજનના શરીરમાં કાંટા ભરાઈ ગયા. વેદનાથી પોતાની જાતને એ પૂછે છે કે, તેં બીજાને માર્યા હશે એ વખતે એમને કેટલું દુ:ખ થયું હશે ? તને કાંટાની વેદના ખટકે છે, પણ બીજાના છે તે પ્રાણ લીધા હતા. એ વખતે એનું શું થયું હશે ? દોઢ મહિને અહીં પૂરો કરી એ પશ્ચિમમાં ગયો. પછી ઉત્તારમાં અને દક્ષિણમાં ગયો. આમ છ છ મહિના સુધી એણે માર સહન કર્યા. પથ્થરો ખાધા. લોહીની ધારા વહી. આખા શરીરમાં રંગ કે રૂપ નહિ એવા પ્રકારના ઘા પડ્યા. પણ એણે નક્કી કર્યું કે મારા પર કોઈ સહાનુભૂતિ ન બતાવે. આજે તો આપણે આપણા પ્રત્યે કોઈક સહાનુભૂતિ બતાવે એમ ઇચ્છીએ છીએ. આપણું કોઈ કામ ન કરે તો આપણે કહીએ છીએ કે, મને કોઈ સહાનુભૂતિ બતાવતું નથી. પણ આપણે કોઈની સહાનુભૂતિ નહિ, પણ આત્માની જ સહાનુભૂતિ જોઈએ. આત્માની અંદરથી નીકળતી સહાનુભૂતિ એવી મોટી છે કે એની પાસે બીજાની સહાનુભૂતિની કંઈ જ જરૂર નથી. એટલે એણે છ મહિના સુધી એવું તપ કર્યું કે એણે એક પણ દુર્ભાવ ન કેળવ્યો. એની આંખ આગળ ભગવાનની છબી રમતી હતી. એને થયું કે કેવી સુંદર કરુણા એમાંથી નીતરી રહી છે! કેવો સુંદર મધુર અવાજ એના કાનમાં આવી રહ્યો છે! એવો એ વિચાર કરે અને દુ:ખને ભૂલી જાય. એમ કરતાં કરતાં છ મહિના થયા અને અર્જુન માળીનાં બધાંય કર્મો ખપી ગયાં. એને કેવળજ્ઞાન થયું; કારણ કે, એણે પોતાના આત્માનું સંશોધન કર્યું. આત્માને ધોઈ નાખ્યો અને એના ચાર દાનવ કરતાંય કાળાંમાં કાળાં જે કર્મો હતાં એને સાફ કરી નાખ્યાં. એનો આત્મા કાંચન જેવો નિર્મળ બની ગયો. ભગવાનના એક જ સમાગમે અર્જુન માળીનું જીવન સુધરી ગયું. લોકો વાતો કરવા લાગ્યા કે અજુન માળીને સુધારનાર કોણ? એને ભગવાન પાસે લઈ જનાર કોણ? એને ભગવાનને સમાગમ કરાવનાર કોણ? અને Page #36 -------------------------------------------------------------------------- ________________ આ ભયમાંથી ગામને અભય કરાવનાર કોણ? પેલો એક નાનકડો વેપારી. ગામમાં વાતો થવા લાગી કે આપણે ક્ષત્રિય થઈને પણ જે કામ ન કરી શક્યા એ પેલો વણિક, કે જે ઊગતી યુવાનીમાં છે, સુંદર જેની કાયા છે, આશા અને અનંત ઉત્સાહ જેની સામે પડેલા છે એવો માણસ મૃત્યુની સામે પણ ગયો. અને અજુન માળી જેવાને એણે ઓગાળી નાખ્યો. લોકો કહેવા લાગ્યા કે, ભગવાનના સમાગમને પામનારા બે માણસ તરી ગયા. અજુન માળીએ પોતાના આત્માને જોયો. અને આ સુદર્શન શેઠે જીવનમાં અભય કેળવ્યો. આ બે વસ્તુ સમજીને આપણે એ વિચાર કરવાનો છે કે, અજન માળીએ ભગવાનનો સમાગમ સાધીને અંતરને નિર્મળ કર્યું એમ આપણે પણ ભગવાનની વાણી સાંભળીને આપણા અંતરને નિર્મળ કરીએ. જીવનમાં અભય કેળવીએ. ને આપણા પર લાગેલા દોષોને આપણે દૂર કરીએ તો આપણો આત્મા પણ સ્ફટિક જેવો ઉજજવળ અને નિર્મળ બની જશે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ht twiB જીવનનાં ચાર પગથિયાં शैशवे अभ्यस्त विद्यानाम् , यौवने पुरुषाशी नाम् । वाक्ये मुनिव्रतानाम्, योगान्ते च तनू त्यजाम् ॥ ... "હાપુરુષ ફરમાવે છે કે, માણસનું શરીર ગ્રીષ્મના એક સુંદર દિવસ જેવું છે. દિવસના ચાર વિભાગ હોય છે. પહેલું પ્રભાત, પછી મધ્યાહ્ન, પછી સંધ્યા અને છેલ્લે લય–એટલે રાત્રિ. ' પ્રભાતે જાઓ તે સૂર્ય હજી ઊગતે હોય છે. એ બાલસૂર્ય સુંદર, સોહામણો અને ભવ્ય લાગે છે. મધ્યાહે એની સામે નજર માંડો તો આંખ અંજાઈ જાય છે. સાંજે સૂર્ય શાન્ત થયેલો હોવાથી આંખને ગમે છે. અને સંદયા થઇ ગયા પછી ચોમેર અંધારું ફેલાઇ જાય છે. સૂર્યનાં દર્શન ક્યાંય નથી થતાં. માનવજીવનમાં પણ આવું જ છે ! પહેલું છે શૈશવ. કેટલું સુંદર હોય છે ! જેમ બાળસૂર્ય સૌને ગમે છે તેમ નાનું બચ્ચું પણ સૌને ગમે છે. એ અંત:પુરમાં જાય તે પણ એને કોઈ રોકે નહિ. કોઈ રાજાના મેળામાં જઈને બેસી જાય તય રાજા ખિજાય નહિ, કે તું ગરીબનું છોકરું છે ને મારા ખોળામાં કેમ બેસી ગયું ! બાલ્યાવસ્થા જ એવી છે, જે સૌકોઇને ગમે છે. પછી યુવાન બની જગતમાં ઝંપલાવે છે ત્યારે એને રમાડવા કોઈ તૈયાર નથી થતું; કારણ કે, એ મોટો અને ડાહ્યો થયો, એટલે એને હવે રમાડવાનો હોય નહિ. પછી લોકો કહે છે : “કેમ દાદા, ક્યાં ચાલ્યા ?” તે કહેશે : “ભાઈ, જરા દોરી જાવને !' ' Page #38 -------------------------------------------------------------------------- ________________ જેમ છોકરાંઓને આપણે રમાડતાં હોઇએ તેમ ઘરડાઓને પણ પાછા આપણે દોરીએ છીએ.. એ સમય પૂરો થયા પછી, દિવસ પછી રાત્રિ આવે છે તેમ, જીવન પછી મૃત્યુ આવે છે. આ આખું જીવનચક્ર (Cycle of Life) છે. એને પદ્ધતિસર સમજવું એનું નામ જ તંત્ત્વજ્ઞાન. જેને આ વાતની ગેડ બેસી જાય એણે અંદરથી વિચારી લેવું કે જીવન દિવસ જેવું છે. દિવસના પ્રભાતમાં, મધ્યાહ્નમાં કે સંધ્યામાં જે કામ કરવું હોય તે કરી લો. સંદયા નમી રહી છે અને એ પછી તો મહા કાળ રાત્રિ આવે છે. ' બાલ્યકાળમાં, યૌવનમાં, સંધ્યામાં અને મૃત્યુઘડી પહેલાં શું કરવું છે એ ચાર વાતનો આપણે અહીં વિચાર કરીશું. આપણા જીવનમાં, આ જે ચાર સુખદ અવસરો છે તે પ્રત્યેકની પિતાની એક મૌલિકતા છે, પોતાનું એક સુનિશ્ચિત કાર્ય છે. - એક અવસ્થાનું કાર્ય બીજી અવસ્થામાં, બીજીનું ત્રીજીમાં, ત્રીજીનું ચેથીમાં ને ચેથીનું પહેલીમાં થતું નથીઃ જે જે અવસ્થામાં કરવાનું કામ તે તે સમયે નહિ કરો તો પછી જીવનમાં પશ્ચાત્તાપનો પાર નહિ રહે. હવે એ ચાર વિભાગોને, આપણે ક્રમવાર ઊંડો વિચાર કરીએ: પહેલા વિભાગ (શૈશવ)માં શું કરવાનું ? : જવાબ મળ્યો : ધરાવે અશ્વત વિદ્યાનાહૂ ? શૈશવ શેનાથી સુંદર બને? વિદ્યાના અભ્યાસથી. બાલ્યકાળમાં જેમણે વિદ્યા નથી મેળવી હતી, જીવન નથી કેળવ્યું હતું અને રમવામાં, તોફાન કરવામાં, મોજમઝા કરવામાં દિવસ વિતાવ્યા હોય છે એ જ્યારે તરુણ બનીને જીવનક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે આંખમાં આંસુ આવે છે. બાલ્યકાળને વિદ્યાના શણગારથી સરસ ન બનાવે એના નસીબમાં પસ્તાવા સિવાય કયી પુરાંત રહે ? અહીં એક બીજો પેટા–પ્રશ્ન જાગે છે : સાચી વિદ્યા કોને કહેવાય? જે વિદ્યાથી વાણી, વિચાર અને વર્તન સુધરે એ જ સાચી વિદ્યા જે માણસ વિદ્યાવાન હોય એ બોલે તે વિચારીને બોલે. એની મીઠી Page #39 -------------------------------------------------------------------------- ________________ વાણીથી સામા દિલમાં આનંદ-ફુવારાનાં પાણી ઊછળે. એના મોઢામાં કદી કટુ વચન ન હોય. આજે આપણે જે ભણ્યા છીએ કે ભણીએ છીએ તે મહાપુરુષોની દષ્ટિએ સાચું ભણતર નથી. આપણને તો સુંદર મોઢું મળ્યું છે. એ મોઢુ શેનાથી દીપે છે ? કવિ કહે છે: ‘વાળ મૂળ મૂળ.' દુનિયાના ગમે તેવાં કિમનીમાં કિંમતી અલકારો પહેરો, પરંતુ એ શ્રેષ્ઠ આભૂષણ નથી. સારામાં સારું ને સાચામાં સાચું ઘરેણું તે વાણીની સુંદરતા છે. જીવનમાં કોઈક એવા પણ વખત આવે કે દાગીના ન હાય, પણ તમારી પાસે મીઠી વાણી તે હાયને ? તમે બાલા એટલે સામાને ખબર પડી જાય કે આ માણસ વિદ્યાથી ‘અલ’કૃત’ બનેલા છે. જેની પાસે આવી વાણી નથી એવા માણસ બાલશે ત્યાં જ ખબર પડશે કે બહાર અલંકાર છે, કપડાં છે, ઠઠારો છે; પણ અંદર મેટું મીઠું છે ! બાહ્ય વસ્તુ કરતાં આંતરિક વસ્તુથી માનવી વધારે શોભે છે. એટલે, પહેલી વાત તો એ છે કે તમે વાણીને ઘડે. તમારા માઢામાંથી એક પણ શબ્દ બહાર કાઢતાં પહેલાં તમે વિચાર કરો કે એ સારો, શાન્ત, સુંદર ને સુખદ છે ખરો ? પહેલી વાત એ કે, એ ‘સારો' હોવા જોઈએ; નકામેા નહિ. બીજી વાત એ કે, એ શાંત હોવા જોઈએ; ઉશ્કેરાટ ફેલાવનારા નહિ. ત્રીજી વાત એ કે, એ સુંદર હોવા જોઈએ; કટુતા ફેલાવનારો નિહ. ચાથી વાત એ કે, એ સુખદ હોવા જોઈએ, બીજાને દુ:ખ દેનારો નહિ. આ વાતનો વિચાર કરીશુ તે ખ્યાલ આવશે કે, વાણી સારી, શાન્ત ને સુખદ તે ત્યારે જ બને છે, જ્યારે એની પાસે વિદ્યા હોય. એટલા માટે જ મહાપુરુષો આપણને વાણી કેળવવાનું સૂચવે છે. દરેક માણસ વિચા૨ે કે, મારી વાણી વડે કોઈનેય દુ:ખ દેવું નથી તે માણસનું જીવ્યું સા ક. એવા માણસને મૃત્યુ વખતે એક વાતની ટાઢક તો આ જગતમાં મારે કોઇ દુશ્મન નથી; કારણ કે, મેં મારી દૂભવ્યા નથી. અચૂક હશે જ, વાણી વડે કોઇને વાણી સુંદર બને તે વર્તન સુંદર થાય જ. કોઈને દુ:ખ થાય એવું Page #40 -------------------------------------------------------------------------- ________________ થયું હોય તે એ તરત જ કહેશે : “માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ.” પરિણામે વેરઝેરનાં વર્તુળો અટકશે. આપણી પ્રાચીન ભાવના તો કેવી ઊંચી છે! शिवमस्तु सर्व जगतः । परहितनिरताः भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशः सर्वत्र सुखी भवन्तु लोकाः ॥ બોલવા માટે નહિ, વિચારમાં લાવીને આચારમાં મૂકવા માટે બોલજો કે, આખા જગતનું કલ્યાણ થાવ–સર્વનું મંગળ થાવ. માત્ર મારું જ નહિ, મારાં સગાનું જ નહિ, મારી નાતનું જ નહિ, મારાં કુટુંબીઓનું જ નહિ, સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ. આપણને સુખ ગમે છે તો બીજાને દુ:ખ કેમ ગમે ? આપણને સારુ ગમે છે તો બીજાને ખરાબ કેમ ગમે ? આપણને જે ગમે છે તે જગતને ગમે છે. આપણને જે નથી ગમતું તે જગતને નથી ગમતું. મન જો આ રીતે ઘડ્યું હશે તો, તમારા મોઢામાંથી કોઇ દિવસ - યોગ્ય શબ્દ નહિ નીકળે અને કોઈને એમ કહેવાનો અવસર નહિ મળે કે ફલાણાભાઇ તમારી પાછળ આમ કહેતા હતા.' આજે આપણી દશા એવી છે કે જ્યારે આપણે કોઈને રૂબરૂ મળીએ છીએ ત્યારે ખૂબ પ્રેમભાવ બતાવીએ છીએ. પછી એની પૂંઠ ફરે ત્યારે કહીએ છીએ : “હવે મૂકોને બધી વાત. એને જાણીએ છીએ !' આ કેવું ?! વાણી ને વિચારોમાં આટલો બધો ઝઘડો ? આટલું બધું અંતર?. પણ, આપણે આપણા પોતાના અંતર સાથે જ સાચા નથી, તે જગતમાં સાચા ક્યાંથી બનીશું? છોકરું અશુભ બોલે, અસભ્ય વાત કરે, ખરાબ ગાળો બોલે. અઘટિત નિંદા કરે તો તમે તરત જ ધ્યાન રાખજો કે આ છોકરાના મોઢામાંથી આવી વાત કેમ આવી રહી છે? એ એવું જ્યારે બેલે ત્યારે એનાં માબાપ તરીકે તમારે શરમાવું જોઈએ, કે મારાં છોકરાંઓ આવા ખરાબ શબ્દોનો ઉચ્ચાર કરે છે ! તે પણ ખૂબીની ને ખેદની વાત એ છે કે આજે માબાપ “ઓનરરી પેરસ” (માનદ્ માવતર) જેવાં બની ગયાં છે. એમને “માબાપ” કહેવડાવવું Page #41 -------------------------------------------------------------------------- ________________ છે ખરું, પણ માબાપ તરીકેની જે ફરજ છે તે અદા કરવી નથી. તમે શું તમારાં બાળકોને એકલા પૈસાનો કે ઈટચૂનાની ઇમારતનો વારસો આપીને જ જશો ? યાદ રાખજો કે, એ ઈટ અને ચૂનાની કે પૈસાની વચ્ચે બેઠેલો એક આત્મા નહિ હોય, એક માનવ નહિ હોય તો એ બધું નકામું છે. માટે, શૈશવકાળમાં છોકરાઓને વિદ્યાનું અધ્યયન કરાવો અને એમના ખાતર તમે “સારા” બનો. તમને સિગારેટ પીવાની કુટેવ હોય, પરંતુ જો તમારે તમારા બાળકને ઉગારવો હોય તે તમારે સિગારેટ છોડવી જોઈએ. બાળકોના ઉદ્ધારને માટે મોટેરાંઓએ ત્યાગ કરવો જ પડે છે, નહીંતર વડીલના કુસંસ્કારો બાળકને વારસામાં અનાયાસે મળે છે. જેનો પિતા જેગાર રમતો હોય તેના પુત્રને જુગાર તરફ જિજ્ઞાસા જાગવાની જ. કુસંસ્કારનો આ અનિવાર્ય અંજામ છે. બે વાતાવરણ બાળકોને ઘડે છે : પહેલું ઘરનું, બીજ મિત્રોનું. દુ:ખની વાત છે કે આજે તે છોકરાંઓ ખુદ માબાપને પણ રમાડતાં હોય છે ! દેખાવ નિર્દોષ હોય એવો કરતાં હોય છે અને મનમાં રાચતાં હોય છે કે આપણે માવતરને કેવાં બનાવીએ છીએ! કારણ કે, એના આવા વિચાર સાથે વાણીને ને વાણી સાથે વર્તનને સુમેળ નથી. શૈશવ પછી યૌવન આવે છે. બાલસૂર્ય મધ્યાદુનમાં આવે છે. યુવાનથી બાપનું ખાઇને બેસી રહેવાય જ નહિ. એણે પસીને પાડવો જોઈએ. દુનિયા કેવી રીતે જીવે છે એનું જ્ઞાન મેળવવું જોઈએ. યુવાન જો કામ ન કરે, દુનિયાદારી સાથે કામ લેતાં ન શીખે તે માણસોની તકલીફ શું છે એ એ ન સમજી શકે. સુપ્રસિદ્ધ નાટયકાર ડાહ્યાભાઈ ધોળશાએ લખ્યું છે : જેને વીતી જગતમાં તે પરપીડા જાણ, સાકરના શેખીનને નહિ ભૂખ્યાનું ભાન. એકલા ઘી-દૂધ પર રહેનારને સૂકો રોટલો ખાનાર માનવીની દશાની કલ્પના ક્યાંથી આવે? યૌવન આવે એટલે માણસને પુરુષાર્થે કરવાનો છે. આ પુરુષાર્થ શેના માટે કરવાને છે ? શૈશવકાળમાં જે વિદ્યા મેળવી છે તે વિદ્યાને Page #42 -------------------------------------------------------------------------- ________________ અમલમાં મૂકવા માટે. સૂર્યોદય પછી મધ્યાહન તરફ જતે સૂઈ ચેતરફ પ્રકાશ પાથરે છે અને માણસોને કાપમાં જોડે છે. તે રીતે શૈશવકાળમાં મેળવેલી વિદ્યાને જીવનમાં અમલી બનાવીને, એનો પ્રકાશ પાથરવાનો અવસર યૌવનકાળમાં આવે છે. વિષયો તમારી સામે આવે ત્યારે તમે આટલે વિચાર કરજો : “આ વિષયોને ઇન્દ્રિયોએ જોયા છે તો ભલે જોયા. પણ આપણે મનને સમજાવી રાખીશું, મનને જો કેળવી રાખીશું તો આખી દુનિયામાં વિષય ભલેને પડ્યા, આપણને શું થવાનું છે? તમારું મન જો કેળવાયેલું નહિ હોય તો, તમે મંદિરમાં બેઠા હશો તોપણ, પેલા વિધ્યોમાં ખેંચાઈ જશે. પરિણામ એ આવી જશે કે જ્યાં જ્યાં વિષયો હશે ત્યાં ત્યાં તમારું મન ભટકતું જ હશે. આજે આપણી દશા એવી છે કે આપણે મનને નથી કેળવ્યું, એટલે, પવિત્ર સ્થાનોમાં પણ આપણે “સીધા રહેતા નથી. મનની કેળવણી આજે તૂટી ગઈ છે. પરિણામે, માણસોનાં મન આજે પારા જેવાં ચલિત, ચપળ, ક્ષણિક છે કે હાથમાં જ ન રહે. એટલે જ મનને કેળવણીની જરૂર છે. અને એ માટે જ પુરુષાર્થ કરવાનું છે. ઉપવાસ કરનારી બહેનોએ મનને કેવું મેળવ્યું હોય છે, તેને કદી વિચાર કર્યો છે? એ ઉપવાસ કરનારી બહેનો ઘરનાં માણસોને દૂધપાક કે બાસુંદી કરીને જમાડે, જાતજાતની વાનગીઓ બનાવીને પીરસે, બધુંય કરે; પણ તે છતાં એના મોઢામાંથી પાણી ન છૂટે. એને તમે કહો કે જમી લો, તો કહેશે “ના, આજે તો મારે ઉપવાસ છે.” - આ છે મનની કેળવણી. બધીય વાનગી જાતે બનાવી છે. એ રસભરપર વાનગીઓ જાતે પીરસે છે, છતાં ચાખવાનું પણ મન થતું નથી. વિષયો છે, વાનગીઓ છે, બધુય છે; પણ પોતે તેને વ્રતપૂર્વક ત્યાગ કરે છે, કારણ એને ઉપવાસ છે. મન ઠેકાણે હોય તો વિયો વળગી શકતા નથી; નહિ તે વિષયો ગમે ત્યાંથી દોડી આવે છે અને ચઢી બેસે છે. વિષયો તો જગતમાં ચારે બાજુ પથરાયેલા પડ્યા છે. તમે ભાગીભાગીને ક્યાં જશો ? બચવાનો માર્ગ એક જ છે. વિષયોનું જ્ઞાન પણ સામાન્ય જ્ઞાન નહિ, પણ સમ્યફ જ્ઞાન હોવું જોઈએ. * Page #43 -------------------------------------------------------------------------- ________________ સુધી બીજો ઉપાડીને ફરીશું ? જૂનો થાય ત્યારે ઘરના થાંભલાને પણ હટાવી દેવામાં આવે છે. તે પછી, માણસ ઘરડો થાય ત્યાં સુધી એની એ હડીઓ-દોટ કાઢયા કરે, એની એ પંચાત કૂટયા કરે, એની એ ઉપાધિઓ વહોર્યા કરે, એના એ રાગદ્વેષ રચ્યા કરે તો છેલ્લે પોતાની સાધના કયારે કરે ? તમે ગમે તે ક્રિયા-પ્રવૃત્તિ કરો, પરંતુ ધ્યાન રાખતા જાવ કે આ બધું ભેગું કરેલું હવે મારે માટે નકામું છે. પ્રત્યેક પ્રવૃત્તિ કરતી વખતે આપણા ચિત્તમાં સમાધિ હોય તો મૃત્યુની ઘડી પણ સમાધિમય બને. . જિંદગીમાં જીવ્યા, તમારી સાથે હળ્યામળા, સારું દેખાય એવું કામ કર્યું અને આ હવે અમે ચાલ્યા–આવી ભાવના અંતકાળે મુનિવ્રતવાળાની હોય છે. એટલે તો કોક કવિએ સાચું જ કહ્યું છે : અનંતના પ્રવેશદ્વારે મૃત્યુ તો પરિચારિકા, જીણું વસ્ત્ર પહેરીને નવીનને પહેરાવતી; એ મૃત્યુથી, હે માનવી, તુ કાં ડરે તુ શું ડરે? અનંતના પ્રવેશદ્વારે મૃત્યુ તે પરિચારિકા (નર્સ) જેવું છે. એ આવીને, કોથળા જેવાં ફાટી ગયેલાં વસ્ત્રો બદલાવી નાખી નવાં વસ્ત્રો પહેરાવે છે. આજે તો સંભળાતું ન હોય તો માનવી કાને ભૂંગળું માંડે છે. જોવાનું ન હોય તો મોટા મોટા કાચ રાખીને જાએ છે. ચવાતું ન હોય તે ચોકઠાં ગોઠવીગેઠવીને ચાવે છે. એક ભાઈને મેં હમણાં જોયા. મને અચરજ થયું: “આ શું કરો છો !” ત્યારે જવાબ મળ્યો : “આ વાળ ધોળા થઇ ગયા છે એટલે કાળા કરવાની દવા ચોપડું છું!'. અરે ભાઈ, જયાં આખું મકાન જ સડી ગયું છે ત્યાં રંગરોગાન કે * પ્લાસ્ટર શું કામ આપશે ? જેને આટલી વાત સમજાઈ છે તે તો આ દુનિયામાં નિર્ભય થઇને ફરે છે. નથી સમજાઈ તેને તો ચોવીસે કલાક મૃત્યુનો ડર રહે છે.. જેણે મૃત્યુ માટેની માનસિક તૈયારી કરી રાખી હોય છે તેને માટે મૃત્યુ તો મહોત્સવ જેવું બની રહે છે. આવો માનવી જ આ દુનિયામાં આનંદપૂર્વક જીવનની મોજ માણી શકે છે. પણ, ખૂબીની વાત એ છે કે લોકો ભગવાનનાં નામ લે છે, જાપ કરે Page #44 -------------------------------------------------------------------------- ________________ છે, માળા ફેરવે છે; પરંતુ અંતરનો જે પલટો થવો જોઇએ, સ્વભાવનું જે પરિવર્તન આવવું જોઈએ તે નથી બનતું. 1. વ્યાખ્યાન તો બધાં સારાં સાંભળીને ઘેર જાય છે પરંતુ ત્યાં અણગમતી વાત સાંભળીને તમારા મનમાં રોષ આવે છે ખરો ? વિશ્વામિત્ર વનમાં જઈને રહ્યા. તપ કર્યું, ત્યાગ કર્યો; પણ સમ્ય જ્ઞાન નહોતું એટલે મેનકાને પહેલો જ પ્રસંગ આવ્યો ત્યાં એ લપસી ગયા. એ જ કારણે મત્સ્યગંધાનો પ્રસંગે ઉપસ્થિત થયો અને નૌકામાં જ પરાશર ઋષિનું પતન થયું. વિષયથી અલિપ્ત રહેવું હોય તો મનને જ્ઞાન આપો. તમે દેવસ્થાનમાં જાઓ છોને? ત્યાં કેટલી મીઠાઈઓ પાથરેલી હોય છે! “ ફૂટ્સ’ (ફળ) ગોઠવેલાં હોય છે ? એ દિવસે તમારે ઉપવાસ હોય તો તમને એવું મન થાય ખરું કે લાવને એકાદ જલેબી મોઢામાં મૂકી દઉં ? કેમ નથી થતું? મીઠાઇઓ તો ખૂબ છે. વિવિધતા પણ ઘણી છે. પણ આપણે મનને કેળવેલું હોય છે કે ભગવાનની આગળ જે અર્પણ કર્યું તે તો નિર્માલ્ય કહેવાય. એને લેવાય કેમ ? એને લેવાની કે ખાવાની ઇરછા કરે તે એ પણ પાપ છે! બાલ્યકાળથી આ રાંકાર પડેલા જ છે કે ભગવાન આગળ મૂકાય ખરું, પણ લેવાય નહિ; છોડાય ખરું, પણ ખવાય નહિ. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે વિષયો તો જગતમાં ચારે બાજ છે, પણ તું સાવધાન રહે. વિષયો આ ઇન્દ્રિયોને પકડે. ઇન્દ્રિયો મનને પકડે. મન પાછું આત્માને પકડે. ત્યારે તું જાગૃત રહે. આમ, આ ચારેયનું યુદ્ધ ચાલે છે. વિષયો જ્યાં ઇન્દ્રિયોને પકડે ત્યાં મન જો દોડી આવે ને સમજાવે કે તમે આ વિષયોથી ચેતતા રહેજો. વિષયોમાં લપેટાઈ જવું એ તમારા હિતમાં નથી; કારણ કે વિષયો તો વિનાશ અને વિનિપાત સર્જશે. આટલું સમજાશે તો વિષયથી દૂર રહેવાનું મન થશે. દૂધપાકને સુંદર એવો કટોરો ભરેલ હોય, સરસ મજાનાં સુવાસિત દ્રવ્યો એમાં નાખેલાં હોય, પણ તેમાં એકાદ વિષબિન્દુ પડી જાય ને ખાનારને ખબર પડી જાય તો? કોઈ આવીને કહે કે, આ સુંદર મજાનો દૂધપાક છે! કેવી મીઠી સુવાસ આવે છે? લો, એક કપ ગટગટાવી જાવ. તો તમે (પીશે ખરા ? તમે તરત જ કહેશો, ‘રહેવા દે ભાઈ, મારે નથી પીવો.’ Page #45 -------------------------------------------------------------------------- ________________ મન તો બહુ શાણું છે. એ છેતરાય એવું નથી. એ જો સમજી જાય તે ગમે તેવી વાનગીઓ પડેલી હોય છતાં એ ભૂખ્યું રહેશે, પણ ખાશે નહિ. આપણે આંખ બંધ કરવાની વાત કરીએ છીએ, પણ પેલું મન તો અંદર બેઠું બેઠું વિચાર કરતું હોય છે. ત્યાં તો ફિલમનાં પડદેપડદા ચાલી રહ્યા હોય છે. તમે કાન બંધ કરી દો, પણ મનમાં તે ઘોડા દોડી રહ્યા જ છે. એટલે, આનંદઘનજી મહારાજે તો આ વાતને બરાબર પકડી છે : મન સાધ્યું એણે સઘળ: સાયું; એક વાત નહિ ટી. જેણે મનને સાધ્યું છે એ જીવનમાં ઘણી સાધનામાં સફળ થાય છે. આપણે આજે બધી બાબતની કેળવણી આપીએ છીએ પરંતુ આપણી પાસે મનની કેળવણી આપી શકે એવાં કોઈ સાધન નથી. સાધન હોય તે, એને આપણે પિછાણી શકતા નથી. આજની કેળવણી, આજનું વાતાવરણ આ બધાંય આજે મનને વધારે ને વધારે બહેકાવીને નષ્ટભ્રષ્ટ કરવાની દિશામાં દોડી રહ્યાં છે. આજની હવા તે એટલી બધી માદક છે કે સાઠસિત્તેર વરસના ડોસાએ પણ સિનેમાની લાઈન(યુ)માં ઊભેલા દેખાય છે ! ધોમ તડકો હોય, ધોળાં આવી ગયાં હોય, આંખે ઓછું દેખાતું હોય તો પણ લાઈનમાં ઊભા રહેશે, ટિકિટ મેળવશે અને સિનેમામાં જશે. આજનો જમાનો તો લાભ લેવાની પાછળ પડ્યો છે. છોકરો જો દુકાને જાય ને નીતિથી વતીને આવે તો આજના જમાનાનો બાપ ઊકળી ઊઠે છે. તે વખતે દીકરો નીતિની તરફેણ કરી બચાવ કરે તો બાપ ગર્જી ઊઠે છે: “હવે ગધેડે ના થા. બહુ આદર્શ-ફાદર્શ કૂટયા ના કરીશ. નહિ તો, દેવાળું ફૂંકવું પડશે. દુકાન ઉપર તો એમ જ ચાલે, સમજ્યો ! કાળાબજારમાં જે લોકો રળ્યા નથી એ લોકો આજે પશ્ચાત્તાપ કરે છે: અરે, ઘોડાપૂર જેવો કમાણીનો મોકો મળ્યો તોય અમે તો સાવ લુખા જ રહી ગયા. કાળાંબજાર કરીને જે રળ્યા છે એના કરતાં રળ્યા વિના રહી ગયેલા કેટલાક લોકો કાળા સંકલ્પ-વિકલ્પો કરીને વધારે પાપ બાંધી રહ્યા છે. કારણ કે માણસને આજે ધન સિવાય બીજાં કંઈ મહત્ત્વનું દેખાતું જ નથી. એટલા માટે જ મહાપુરુષે આપણને યૌવન સમયે પુરુષાર્થ કરવાનું સૂચવે છે. શાને માટે પુરપાર્થ ? વિષયો ઈદ્રિયોને ખેંચી ન જાય. ઇનિદ્ર Page #46 -------------------------------------------------------------------------- ________________ જે મનને બાંધી ન લે, મન આત્માને તાણી ન જાય તે માટે પુરુષાર્થ કરો. - આ ચારેની સાંકળમાં વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ થાય ત્યારે તમારા મનને કેળવો. પછી તમને સમજાશે કે બહારના શિક્ષકની કોઈ જરૂર નથી; તમારા અનુભવમાંથી જ તમને જ્ઞાન મળતું જવાનું છે. આ જ્ઞાન મેળવવાનું કામ યૌવનમાં જ થઈ શકશે. ઘરડા થઇ ગયા પછી તો મન ઢીલું થઈ જશે. મગજ પર કાબૂ ચાલ્યો જશે. જ્યાં ઇન્દ્રિથો જ વંઠેલી હોય ત્યાં મનને શી રીતે હાથમાં રાખી શકશો? ઘણા માણસે કહે છે કે ઘડપણમાં ગોવિંદ ગાઈશું. પણ ભાઇ, ઘડપણમાં તો મન મડદા જેવું થઈ જશે. ચીંથરા જેવા થઈ ગયેલા મનની ઘડી કેવી રીતે વાળશો ? આજે મન કડક છે. એટલે ઘડી વાળી શકાય તેમ છે. અત્યારે મન તૈયાર છે, એટલે તમે જે રીતે મેળવવા માગો તે રીતે કેળવી શકશો.. - હવે આવે છે સંધ્યા. સંધ્યા આવે એટલે પ્રભાતના જેવું જ વાતાવરણ હોય. સૂર્યોદય વખતે હોય તેવો જ સમય સંધ્યા વખતે પણ હોય. બાળકની જેમ ઘરડાને પણ દાંત ન હોય..એ પણ પરાધીન હોય. બાળકને જેમ ખાવા-પીવાનો ખ્યાલ ન હોય તેમ ડોસાને પણ ન હોય. બાળકને જેમ ગળ્યું ભાવે તેમ ઘડપણમાં પણ લસલસતો શીરો ભાવે. આ રીતે બાળકને વૃદ્ધ એક રીતે જોવા જાવ તો ઘણી રીતે સરખાં છે. છતાં, ખૂબીની વાત એ છે કે, બાળકને રમાડનાર ઘણા મળે છે, ડોસાને રમાડનાર કોઈ નથી. એમને તો બધા કહે છે કે, છાનામાના ખૂણેખાંચરે પડ્યા રહોને. ટકટક શું કર્યા કરો છો ?” - ઘડપણની તો બાળક કરતાંય બદતર અવસ્થા હોય છે. એટલે જ “વા મુનિવ્રતાનામ્ ” એવી સલાહ આપી છે. ઘડપણ આવે એટલે આપણે મુનિનું વ્રત લેવાનું છે. મુનિઓ જાણી જોઈને ન જોવાનું આંખથી ઓછું જાએ, કાનથી ન સાંભળવાનું ઓછું સાંભળે, જીભથી ન બોલવાનું ઓછું બેલે અને ઇન્દ્રિયોને ઓછામાં ઓછી વાપરે. - ઘડપણમાં જે લોકો સત્તા અને કીર્તિ માટે બહાર જાય છે એ કદાચ દુનિયાને ચેર સુધારવાની વાત કરી શકશે; પરંતુ એમના જીવનનો ચોરો ને મરણનો ચોકો તો બગડી જશે. - ઘડપણ આવે એટલે મનને કહો કે હવે તો ઘણું કર્યું છે. હવે ક્યાં આપણે અહમમાં આવીએ ! ઘડીમાં આપણે માયામાં જઇએ છીએ અને Page #47 -------------------------------------------------------------------------- ________________ ઘડીમાં આપણે લોભમાં જઈએ છીએ. પણ પળેપળે આપણા જે રંગ જામી રહ્યા છે તે રંગમાંથી આપણે નિરંજન બનવાનું છે એ વાતને આપણે ભૂલી જઈએ છીએ. ઘડપણ વખતે શાંત બેસીને પોતાના મનમાં જે ચાલી રહેલાં ચક્રો છે, ચાલી રહેલા ભાવો છે, ચાલી રહેલાં વલો છે તેનું બેઠાં બેઠાં નિરીક્ષણ કરવાનું છે. અને જે જે ખરાબ દેખાય છે તેને ધીમે ધીમે કાઢતા જવાનું છે. | આટલું થઇ શકે તો માનવીનું જીવનપરિવર્તન થાય; આટલું થઇ શકે તો માનવી સદાયને માટે પ્રસન્ન બની જાય, શાંત અને સુખી રહી શકે. અને એનું જીવન સુંદર ફૂલવાડી સમું મઘમઘી ઊઠે. માણસના દેહને જેમ પાણી, પ્રકાશ અને પવનની આવશ્યકતા છે, તેમ આપણા આત્માને પ્રમ, સેવા અને સદાચારની જરૂર છે. ઘડપણ આવે ત્યારે સૌની સાથે પ્રેમ હોવો જોઇએ. ઘડપણ આવે એટલે તો યાદ કરી કરીને વેરઝેર એાછાં કરવાનાં હોય. કોઈ યાદ આવે એટલે એનું ઘર પૂછતાં પૂછતાં જઈ, એને કહેવાનું કે, ભાઈ, મને તમે ક્ષમા આપજો.” જિંદગીમાં રાગદ્વેષ એ બીજું કંઈ નથી, માત્ર મતમતાંતર જ છે. જરાક મનની સાથે પતાવટ કરી લોપછી બીજાં કંઇ નથી. મુનિને મન કોઈ દુશ્મન ન હોય. દુશ્મનાવટ રાખનાર ભણી પણ એમની આંખમાંથી અમીવર્ષા જ થાય. - મુનિ કોઇને દુશમન માને તો એ મુનિપણું કલંકિત છે. આગ લગાડનાર અને પાળ બાંધનાર બેય મુનિને મન સરખા મિત્રો છે. ઘડપણ આવે ત્યારે, ધીમે ધીમે મુનિઓના હૃદયની આ ભાવના નહિ કેળવીએ તો, જગતનું કંઇ જવાનું નથી; નુકસાન આપણને થશે. આ નુકસાનમાંથી ઉગારવા માટે ખૂબ વિચાર કરીને મહાપુરુષોએ આપણને રસ્તાઓ બતાવ્યા છે, કે ઘડપણમાં મુનિવ્રત લેજો. હવે વાત આગળ ચાલે છે. સંધ્યા પછી મહારાત્રિ આવે છે. જીવન પછી શું આવે છે? મહાનિદ્રા, મહામૃત્યુ આવે છે. રાત્રિ આવે તે પહેલાં દિવસનું બધું કામ પૂરું કરી લેવું એ ડહાપણનું કામ છે. દિવસને હિસાબ ચેમ્બે (એકાઉન્ટ કલીયર) હેય, કામકાજ પતાવેલું Page #48 -------------------------------------------------------------------------- ________________ હોય તો પછી આપણે નિરાંતે ભગવાનનું નામ લઇને સૂઈ શકીએ. જીવન પછીની મહાનિદ્રામાં સૂઈ જવાની ઘડી આવે ત્યારે આપણી પૂર્વતૈયારી પણ આવી જ હોવી જોઈએ. ચાન્ત જ તેનું ચકામુ આપણે યોગમાં હોઇએ ત્યારે તુનને તજવાની વેળા આવવી જોઇએ. મન, વચન અને કાયા-આ ત્રણેના વેગની સમાધિમાં લાગેલા હોઈએ અને મૃત્યુ પામીએ તે જીવ્યું પણ સાર્થક અને મર્યું પણ સાર્થક. દુનિયા પણ અંતરમાં અહોભાવ લાવીને કહેશે : “આ માણસે દુનિવામાં આવીને પોતાના બાલ્યકાળને વિદ્યાથી વિભૂષિત બનાવ્યો, યૌવનને પુરુષાર્થથી મહેકાવ્યું, ઘડપણને મુનિવ્રતથી દીપાવ્યું અને મૃત્યુને યોગથી શોભાવ્યું. ખરેખર, એના જીવનમાં આ ચારે વા સુંદર રીતે સચવાઈ હતી. આજે તો એનાથી તદ્દન અવળી જ વાત છે. બાળપણમાં ગોરખધંધા કરીને, યૌવનમાં રખડેલ બનીને, ઘડપણમાં કજ્યિા -કંકાસ ને હાયહાય કરીને માણસ મરી જાય છે, ત્યારે તેમનો છોકરો, મારા બાપા મરીને સ્વર્ગે સિધાવ્યા છે, એમ કહીને જ્યારે કાળોતરી લખે છે ત્યારે સામેથી કાળોતરીના જવાબમાં સગાંવહાલાં લખે છે કે “બહુ ખોટું થયું ! કારણ કે, બધા જાણતા હોય છે કે એને બાપ સ્વર્ગે જાય એવો હતો જ નહિ. એણે જીવનમાં કરેલાં કાળાં કરતૂત એને સ્વર્ગે જવા દે એવાં નહોતાં. એટલે છોકરો સ્વર્ગની વાત કરે એ કોઈ માનતું નથી. એટલે કહે છે, “સ્વર્ગે ગયા એ બહુ ખોટું થયું. એ સ્વર્ગે જાય જ નહિ. અને જો તારી લાગવગથી પહોંચ્યો હોય તો બહુ ખોટું થયું.' આ તો જીવનનું સ્પષ્ટ માર્ગદર્શન આપનારાં ચાર પગથિયાં છે. આ ચાર વાતે આપણે વિચારીશું અને તે પ્રમાણે વર્તીશું તે આપણા જીવનમાં વિદ્યાનો પ્રકાશ આવશે, ઇન્દ્રિયોને જીતવાનો પુરુષાર્થ આવશે, મુનિઓ જેવી શાન્તિ આવશે અને મન, વચન અને કાયાનો યોગ સાધીને પરમપદ એવા મોક્ષને મેળવવાની લાયકાત પણ આવશે. Page #49 -------------------------------------------------------------------------- ________________ * પંચામૃત પાંચસે વિજયધ્વજ ,રાણસીની વિદ્રસભા એ દિવસે છૂ જી ઊઠી. અનેક સભાને જીતી, એક દિગ્વિજયી કાર્તિક એ દિવસે વારણસીના વિદ્રાના સાથે જ્ઞાનચર્ચા કરવા આવવાના હતા. પાંચસે તે તેની આંગળવિજયધ્વજ હતા. એ આવ્યા. સભા ભરાઈ. ઘણા દિવસો સુધી શબ્દવેધી મેઘમાળાની ઝડી વરસી અને કાર્તિકની પૂર્ણિમાના દિવસે એણે સભાનેા જય કર્યો. વિદ્યુત્સભાના સઘળા પંડિતા શરમથી મસ્તક નમાવી રહ્યા. વિજયી પંડિતે સિંહગર્જના કરી : ‘ હજુ કોઇ છે બાકી ? હારું તો આ પાંચસો વિજયધ્વજો મૂકી એનાં ચરણામાં પડું. એક યુવાને આ ઘોષણા ઝીલી લીધી. સૌની દૃષ્ટિ એ તેજસ્વી મૂર્તિ ભણી ખેંચાઇ. તુષારધવલા માતા સરસ્વતી એના પર આશીર્વાદ વર્ષાવી રહ્યાં હોય એવાં તેજ એની મુદ્રા પરથી વેરાતાં હતાં. તે યુવાનના મુખમાંથી જ્ઞાનના તેજથી ઝળહળતી અકાટચ દલીલે પ્રગટવા લાગી. અગાધ તર્ક બળથી એણે એ દિગ્વિજયી વિદ્રાન પર વિજય મેક્લ્યા; અને ત્યારે જ સૌને ખબર પડી કે, આ તો ગુજરાતમાંથી અભ્યાસ કરવા આવેલ ઉપાધ્યાય શ્રી યશેવિજયજી છે. મહાસભાએ પ્રસન્ન થઇને એમને ન્યાયવિશારદનુ બિરુદ. આપ્યું. આ વિજય મેળવીને એ ગુર્જરભૂમિમાં પધાર્યા, પણ એમનું મસ્તક ગર્વથી ઉન્નત હતું. વિદ્યાના ગૌરવની સાથે વિદ્વત્તાના ગવ એમના એષ્ઠને ધનુષ્યની જેમ ખેંચાયેલા રાખતા હતા. પાંચસા પાંચસે વિજયધ્વજો એમની આગળ ચાલતા હતા, અને ‘વાહવાહ’ કરનારુ પંડિતમંડળ એમની આસ Page #50 -------------------------------------------------------------------------- ________________ પાસ દિવ્ય આભામંડલની જેમ એમની પ્રતિભા પ્રસારી રહ્યું હતું. આ સમાચાર મહાયોગી શ્રી આનન્દઘનજીને મળતાં એમનાં નયનામાં આનંદ ને વેદનાનાં આંસુ ઊભરાયાં. અરે ! જ્ઞાનના ગર્વ સાધુને ન શેશભે ! નમ્રતા એની જીવનસંગિની હોય ! એક નમતી- સાંજે એ ઉપાધ્યાયજીને મળ્યા, અને જ્ઞાનગોષ્ઠિ કર્યા પછી, ઠાવકું માં રાખીને સ્મિતપૂર્વક યોગીરાજે પૂછ્યું : ‘ઉપાધ્યાયજી,! કેવળજ્ઞાનીઓનું અને ચૌદ પૂર્વધરનું જ્ઞાન આપણાં કરતાં વધારે કે એછુ ?” સાશ્ચ ઉપાધ્યાયજીએ કહ્યું : ‘ શું બાલા છેા યોગીરાજ ! એ તે જ્ઞાનના સિન્ધુ કહેવાય. આપણું જ્ઞાન તે એની પાસે બિન્દુ ગણાય !” યોગીરાજે મધુર સ્મિત કર્યું: ‘હા, તે એમની આગળ વિજયધ્વજની લાખલાખ હારમાળા ચાલતી હશે, ખરું ને ?' આ સાંભળી પૂજ્યશ્રી ઉપાધ્યાયજીના આત્મા નમી રહ્યો, અને ગનાં પાણી નેત્રોદ્ગારા ઝરી ગયાં. ત્યાં દિવ્ય ધ્વનિ થયો : ‘સા વિદ્યા ચા વિમુયે’—વિદ્યા તે કે જે વાસનામાંથી મુકિત અપાવે, ગર્વ માંથી નમ્ર બનાવે. જાગૃતિના જય હે ! વસ સન્તના વાયરા કાણા છે. કોયલ આંબાવાડિયાને ગજવી રહી છે. એક સંત આસપાસના વૃક્ષ નીચે ચિન્તનમાં ડૂબેલા છે. એમના જ્ઞાનની કીર્તિ ચારે દિશામાં પ્રસરેલી છે. એમના દર્શને તે દેશના મહાન વિજયી મહારાજા આવ્યા. એમનુ રાજ્ય વિશાળ છે. વૈભવ અપાર છે. એમના નામથી શત્રુએ કંપી ઊઠે છે ! એમણે આવી સંતને નમન કર્યું, પણ એમના નમનમાંય ગર્વનો પડછાયો તો હતા જ ! સંત એમના મનની વાત પામી ગયા. આશીર્વાદ આપી કહ્યું : ‘ રાજન ! એક વાત પૂછું ? તમે આટલું વિશાળ ને સમૃદ્ધ રાજ્ય તો મેળવ્યુ', પણ કો’ક વાર કોઇ નિર્જન રણમાં તમારા પ્રાણ તરસને લીધે ઊડી જવાની તૈયારીમાં હોય, ત્યાં કોઈ પાણીના એક પવાલાના બદલામાં તમાસ રાજ્યના અર્ધા ભાગ માગે તે આપે! ખરા ?? રાજાએ નમ્રતાથી ઉત્તર વાળ્યો : ‘ હા, એવા સયોગોમાં અં રાજ્ય પણ આપુ !” Page #51 -------------------------------------------------------------------------- ________________ સંતે આગળ ચલાવ્યું : “અને એ પાણી પીધા પછી એવો કોઈ ભયંકર રોગ ઊપડે કે તમારો જીવ જવાની પળ આવે, તેવામાં કોઈ વૈદ્ય આવી તમને સ્વસ્થ કરવાના બદલામાં બાકીનું અ રાજ્ય માગે છે? રાજાએ ઉત્સાહમાં આવી કહ્યું: “તે શું પ્રભો ! એ બાકીનું અધુ રાજ્ય પણ આપી દઉં. જીવથી વઘુ શું વહાલું છે!” રાજાના અંતરમાં સોંસરી ઊતરી જાય એવી ગંભીર વાણીમાં સંતે કહ્યું : “અરે ભલા રાજા ! ત્યારે પાણીના એક પવાલાના બદલામાં જે રાજ્ય આપી દેવું પડે, એવા સામાન્ય રાજ્યને મેળવવા ને સાચવવા માટે તેં તારા અમૂલ્ય જીવનને ધૂળ કયું ! અને એનો અફસ કરવાને બદલે ઊલટો ગર્વ કરે છે!” આ સચોટ દલીલથી.રાજાની ઊંઘ ઊડી ગઈ ! મનમાં જાગૃતિ આવતાં રાજાની આંખમાં નમ્રતાનાં નીર આવ્યાં. એનું માથું નમ્રતાથી સંતચરણમાં ઢળ્યું, અને આમ્રના વૃક્ષ પર બેઠેલી કોયલ ટહુકી રહી : આત્મજાગૃતિનો જય હો !” વાળા અને જળ Uતિ મોહનબાબુનાં પત્ની અગ્નિની જવાળા જેવાં ક્રોધી હતાં, તે બાબુ શરદની પૂર્ણિમા જેવા શાંત હતા. એક દિવસે નમતી સાંજે, જમવાની વેળા વીતી ગયા પછી, બાબુ ઘેર આવ્યા. એમની પ્રતીક્ષા કરી, કંટાળી ગયેલી એમની પત્નીએ આંખ લાલ કરી કહ્યું : તમને તો સેવાનું ઘેલું લાગ્યું છે. રસોઈ ટાઢી થઈ જાય છે ને જમવાની વેળા વીતી જાય છે, એનુંય તમને ભાન નથી. લે, આ ટાઢે છે એ જમી લો.’ એમ કહી એણે ટાઢા ભાતની થાળી પીરસી. બાબુએ લાક્ષણિક સ્મિત કરી, એ થાળી પત્નીના માથા પર મૂકતાં કહ્યું: “કંઇ નહિ, ભાત ઠંડા હોય તોય તારા માથામાં અગ્નિ ધખધખે છે, એટલે વાંધો નથી. તારા માથાની ગરમીથી આખું ઘર અને તારી આંખો ગરમ થઈ ગઈ તો આ ભાત કેમ નહિ થાય ?” આ કટાક્ષભર્યા વિનોદથી એમનાં પત્ની શરમથી હસી પડ્યાં. પોતાના પતિના આવા પ્રેમાળ, શાંત ને વાત્સલ્યભર્યા રમૂજી રવભાવ પર મુગ્ધ થઈ, Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવનભર ક્રોધ ન કરવાની પ્રતિજ્ઞા એ જ પળે એણે લીધી. ક્રોધ એ જો અગ્નિની જવાળા છે, તે ક્ષમા એ જળના ફુવારો છે. જળ હોય ત્યાં અગ્નિ પ્રગટે કેમ ? અને કદાચ કિનારા પર પ્રગટે તાય એને બુઝાતાં શી વાર લાગે ? શ્રદ્ધા: સાચું અળ શ્ર હા એ અપૂર્વ બળ છે. શ્રદ્ધાળુ હુંયાને વિપત્તિના ધનધાર અર્ધકારમાં પણ આશાના પ્રકાશ મળતા હોય છે. નિ:સીમ શ્રાદ્ધાને આ વિશ્વનું કોઈ પણ કાર્ય અસાધ્યું નથી. ગુર્જ રેશ્વર કુમારપાળને એકદા અનિવાર્ય રીતે સમરાંગણમાં ઊતરવુ પડયું. કારણ એ હતું કે શાકંભરીના પૂરણરાયે ગુજરાતની સુકુમાર સંસ્કૃતિનુ” ભયંકર અપમાન કર્યું હતું. ગુર્જરેશ્વરને મન આ ધર્માં યુદ્ધ હતુ. પોતાના ધર્મ ને સંસ્કૃતિના અપમાનના આ પ્રતિકાર હતા. આમાં જો એ હારે તા ગુજરાતની અસ્મિતા હણાય, એટલે અપૂર્વ જગુસ્સા ને ઝનૂનથી એ લડી રહ્યા હતા. તલવારો વિંઝાણી, ભાલાએ ચમકથા, માથાં ઊડવા લાગ્યાં અને પાણીને સ્થાને શાણિતની સરિતા વહેવા લાગી. સામા પક્ષને તરત ખબર પડી ગઇ કે, ઘોડાઓને પાણી ગળીને પાનાર ને પૂજણીથી પૂજનાર આ રાજાનું પરાક્રમ કોઇ અજબ છે ! સામા પક્ષે ભેદનીતિ આદરી. કુમારપાળના સૈન્યને ફોડી નાખ્યું. સૌ ખૂટલ બન્યા. સૈન્ય ધીમે ધીમે પીછેહઠ કરવા લાગ્યુ .એટલામાં સ’ધ્યાના સમય થયા. સાંજે આવશ્યક ક્રિયા કર્યા વિના આ રાજિ કેમ રહૌ શકે ? એમણે મહાવત સામે જોયુ. રાજાના ધર્મ પ્રેમને જાણનાર વૃદ્ધ મહાવતનાં નયનમાં નીર આવ્યાં : ‘પ્રભા ! અત્યારે ઘણા ખૂટલ થયા છે. જીવસટોસટની આ ઘડી છે. કોણ કાંથી ઘા કરશે એ કહેવાય તેમ નથી. ધર્મ-કર્મ રાજમહેલમાં હોય, સમરાંગણમાં તે યુદ્ધ જ શેષે !” ગુર્જરેશ્વરનાં નયનામાં શ્રદ્ધાના દીપ જલી રહ્યો હતા. એમણે કહ્યું : મહાવત ! આ તે ધર્મ-યુદ્ધ છે. નાનાં જંતુનું રક્ષણ કરનાર મેં, માણસ સામે તલવાર ઉપાડી છે. કારણ એટલું જ છે કે અપરાધીને શિક્ષા કરવી એ ક્ષત્રિયનો ધ છે ! ભય પામીને ધર્મીને મૂકે તે કાયર ! સાચેા ક્ષત્રિય કાયર " Page #53 -------------------------------------------------------------------------- ________________ કેમ હોઇ શકે? હાર-જીત તે જીવનનાં બે પાસાં છે. મને એનો ભય નથી. હું તો આવશ્યક ફરજ અદા કરીશ જ.' - હાથીની અંબાડી પર એમણે સાંધ્ય પ્રાર્થના સાત ચિત્ત કરી, અને પુન: ભાલું સંભાળ્યું ! પછી તો શું એમનામાં બળ આવ્યું. મહાચક્રની જેમ ઘુમતા ભાલાને સૌ જોઈ જ રહ્યા. એમની શ્રદ્ધાએ સૈન્યમાં શ્રદ્ધા. આણી. ખૂટલ થઈ પાપને પંથે જતા સૈનિકોના હૈયામાં કર્તવ્યધર્મની રેખા પ્રગટી. બીજી પળે ગુર્જરેશ્વરનું ભાથું પૂરણરાયની છાતી પર મંડાણું. ભૂમિ પર અશરણ બની ઢળેલા પૂરણરાયે ગુર્જરેશ્વરની શરણાગતિ સ્વીકારી. વિજયી ગુર્જરેશ્વરે એને અભયદાન આપી મુકત કર્યો ! જનતા બોલી ઊઠી : “વાહ રે વાહ! સત્તા ને સંપત્તિ માટે લડતા લડવૈયા તે અમે ઘણાય જોયા. પણ ધર્મ માટે લડતા ગુર્જરેશ્વર કુમારપાળ તે તો હદ કરી ! ધન્ય હો શ્રદ્ધાભર્યા સિંહહૈયાને!' a એ બધાં દલાલનાં તોફાન પાલીતાણામાં આગમમંદિરની અંજનશલાકા ને પ્રતિષ્ઠા ભવ્ય રીતે કરાવી, પૂજય આચાર્ય મહારાજ સાથે વિહાર કરી, અમે કપડવંજ આવ્યા. કપડવંજ ઘણું જ શ્રદ્ધાળુ ને ભકિતથી વિનમ્ર. કદી ન ભુલાય એવો અહીંના યુવાનો ઉત્સાહ અને પ્રોમ. એમણે ઘણા જ આનંદ ને ઉમંગથી પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું. આ દિવસમાં પૂજ્ય આગમ દ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની તબિયત નરમ રહેતી હતી. વૈદ્યો તરફથી માત્ર પ્રવાહી પદાર્થો લેવાનું સૂચન મળ્યું હતું. એટલે બપોરે તેઓશ્રી ઘણું કરીને ચા જ લેતા. આથી બપોરે એક ગૃહસ્થને ત્યાં હું ચા લેવા ગયો. ઘરનાં માણસો લગ્નપ્રસંગમાં જવાની ઉત્સુકતામાં હતાં. હું ચા વહેરી જલદી આવતા રહ્યો. ચા મહારાજશ્રીને આપ્યો કે તેઓ વાપરી ગયા. આ વાતને દશ જ મિનિટ પણ પૂરી ન થઈ ત્યાં ઉતાવળે પગે એક બહેન આવ્યાં. આવીને એ તો કાકલૂદી કરવા લાગ્યાં. માફી માગવા લાગ્યાં. બહેન ! શું છે ? આ ધમાલ શું ને માફી શાની ?” છે. “કેમ સાહેબ ! આપને ખબર નથી? ચામાં ખાંડને બદલે મીઠું નંખાઈ ગયું છે તે ?” Page #54 -------------------------------------------------------------------------- ________________ બહેને તે કહેવાનું ચાલુ જ રાખ્યું : 'સાહેબ ! મારે નિકટના એક સંબંધીના લગ્નમાં જવાનું હતું. મારું મન એમાં ગૂંથાએલું હતું. ધૂનમાં ને ધૂનમાં ખાંડની બરણીને બદલે મીઠાની બરણી મારા હાથમાં આવી ગઈ. આ તો અમે ચા પીધો ત્યારે અમને ખબર પડી.” • બહેન બોલતી હતી ત્યારે પણ મને તો એક જ વિચાર આવતો હતોઆચાર્ય મહારાજશ્રીના સ્વાદવિજ્યનો ને ગંભીરતાને ! બહેન કહે છે કે, ચામાં મીઠું પડયું છે, પણ પૂજ્યશ્રીએ તો એનું સૂચન પણ અમને ન કર્યું. એ તો ઠીક, પણ એમના પ્રશાન્ત મુખ પર આવી ખારી ચા વાપરવા છતાં એ જ સ્વસ્થતા હતી. - બહેનને સાત્વન આપી હું આચાર્ય શ્રી પાસે ગયો. મેં કહ્યું : સાહેબ! ચામાં ખાંડને બદલે મીઠું નાંખેલું હતું, છતાં આપશ્રીએ કહ્યું નહિ! - ગુલાબી હાસ્ય કરી એમણે કહ્યું: “રોજ ગળ્યો ચા પીએ, તો કો'ક દિવસ ખારો પણ હોય ને? આનાથી પેટ સાફ આવશે. નુકસાન શું થવાનું છે ? ખરું પૂછો તો ખારુ ને મીઠું તો જીભનું ટેરવું બતાવતાં એમણે કહ્યું) આ જીભલડીને લાગે છે. પેટમાં તો બન્ને સરખાં જ છે. માલ ખરીદનાર વેપારી કરતાંય દલાલનું તોફાન વધારે હોય છે. પેટ માલ ખરીદનાર વેપારી છે. જીભ તો વચ્ચે દલાલ છે. એ જ વધારે તોફાની છે. એ તોફાનીના પંજામાં ફસાઈએ નહિ, ને એને જ કાબૂમાં રાખી લઇએ, એનું નામ જ સંયમ !” આ વચન સાંભળી મારું મસ્તક એમને ચરણે આદરભાવે નમી રહ્યું. ENT પર Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રસ’ગ–ત્રિવેણી (૧) પારસમણિ પ્રે મના સંદેશો લઇ; વસંતનું પ્રભાત આકાશ-ક્રીડાંગણમાં આવ્યું હતું. ઉષાના મુખ પરથી અંધકારના બુરખા ઊંચકાઇ ગયો હતો. ઉપવનમાં વસન્ત ઋતુ નૃત્ય કરી રહી હતી. પણ આ નગરના ધર્મવીર શેઠના દિવસ આજ વસન્તના નહાતા, પાનખરના હતા. લક્ષ્મીદેવીનાં પૂર આજ ઊલટાં વહેતાં હતાં. પાતાની હવેલીને એટલે બેસી, શેઠ દાતણ કરતા સંપત્તિના આહ્ લાદક પ્રકાશને જોયા પછી, નિર્ધનતાના એળાનું પણ સ્વાગત કરી રહ્યા હતા. વિચારતા હતા કે રથના પૈડાના આરાની જેમ સુખ–દુ:ખ ઉપર—નીચે થયા જ કરે છે. એમાં શાક કઇ વાતના ! એ દિવસ બદલાણા. તડકા પછી છાંયડો આવે. એ તો દિવસ પછી રાતની જેમ સ્વાભાવિક જ છે! એમાં મૂંઝાવુ' શાને ? સૂર્યાસ્ત થઈ ગયા હતા. પંખીઓ માળામાં સંતાઈ ગયાં હતાં. પૂનમ ની રાત હતી. સૌ પર ચાંદની અમીધારા વર્ષાવી રહી હતી. એને મન ઉચ્ચ કે નીચ, શ્રીમન્ત કે ગરીબના ભેદ નહોતા. આ વરસતી ચાંદનીમાં ગરીબેાના વાસમાં દુ:ખિયારા ગરીબા ટોળે મળી, સુખદુ:ખની વાત કરી રહ્યા હતા. ‘નગરના દાતાઓમાં શ્રેષ્ઠ કોણ ?” એ આ અભાગિયાઓની ચર્ચાના વિષય હતા. એકે કહ્યું : ‘અમુક શેઠ તે દાતાના અવતાર કહેવાય. એને ત્યાં જે જાય તે ખાલી હાથે પાછેા ન જ આવે. જમનારા થાકે, પણ એ જમાડતાં ન થાકે.’ બીજો કહે : ‘ફલાણા શેઠની વાત જ ન થાય. એ તો રાજાક ના અવતાર છે. આપવા માંડે ત્યારે ખિસ્સામાં હાથ નાખતાં જે આવ્યું તે મુઠ્ઠી Page #56 -------------------------------------------------------------------------- ________________ ભરીને આપી દે. ગણતરીની વાત જ નહિ. ધન્ય છે એનાં માતાપિતાને ’ ત્રીજો કહે : ‘એ સૌ ક ના અવતાર ! પણ આપણા ગામના ધર્મ - ધીર શેઠ તે! પારસમણિ છે. એમને તો લાટું અડે તેય સેાનું થઇ જાય એવું એમનું દાન-પુણ્ય. એમના એકવારના દાનમાં તો બંદાના બેડો પાર થઈ ગયા. કળજુગમાં એમના જેવા દાતા ન થયા, ન થાશે.’ આ દરિદ્રોના વાસમાં રહેતી સતાર નામની ડેાસીના કાનમાં આ છેલ્લા શબ્દા પડવા અને ચમકી ગઈ. એ દુ:ખિયારી હતી, વૃદ્ધા હતી. જબુવાનજોધ બે દીકરાઓને એણે સ્મશાનમાં વળાવ્યા હતા. એને ત્રીજો દીકરો સાધન વિના માંદગીમાં ટળવળતા હતા. પુત્રના માંદલા ને દર્દ ભરેલા ચહેરા સામે અનાથ નજરે જોતી, એ જીવી રહી હતી. આમેય ડોસી ઘણાં વૃદ્ધ હતાં. એમાં આ ઉપરાઉપરી દુ:ખના જખમાએ વૃદ્ધાવસ્થામાં ઉમેરો કર્યા હતા. હવે તા યાચવા જવા જેટલીય શકિત એનામાં રહી ન હતી. પણ આ છેલ્લા શબ્દો સાંભળતાં એના આશાના તંતુ લંબાણા. હતી એટલી હિંમત એકત્રિત કરી, ડોશીએ ડાબા હાથમાં ટેકા માટે લાકડી લીધી. જમણા હાથમાં એક લાખડનો ટુકડો લીધા. શ્વાસ લેતી, હાંફની, ધીમે ધીમે પેલા શેઠની હવેલીએ પહોંચી. વિચારનિદ્રામાં ડૂબેલા શેઠના જમણા પગે ડોશી લાખંડનો ટુકડો અડાડવા ગઇ, ત્યાં શેઠ એકદમ ચમકી ગયા : ‘અરે ડોસી ! આ તું શું કરે છે ?” ડેસીની આ વિચિત્ર ચેષ્ઠા જોઈ કડકાઇથી પૂછ્યું. ‘શેઠ ! લોકો વાતો કરે છે કે, આપ પારસમણિ છે.. આપના સ્પર્શોથી તે લોખંડ પણ સાનુ થાય છે. શેઠ ! આ સાંભળી, અભાગિણી એવી હું, આને અખતરો કરવા આવી છું. શેઠ, માફ કરજો. ગરીબ અને ગરજવાનને અક્કલ હોતી નથી. એમાંય હું તે ગરીબ અને ગરજવાન બન્ને છું. એટલે મારામાં તે અક્કલ હાય તોય ચાલી જાય. શેઠ ! હું કેવી પાપિણી છુ કે, હજ હું જીવું છું. મારા બે દીકરા તો દવા ને દૂધ વિના ટળવળીટળવળીને મરી ગયા. હવે મારો છેલ્લા દીકરો પણ માંદગીના બિછાને છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. એટલે ચાલવાની તાકાત નહોતી તેય ધનની આશાથી આપ જેવા મૌટા માણસ પાસે ચાલીને આવી છું. ઉતાવળથી આપને સ્પર્શ કર્યો, તો અજ્ઞાની ખાતર માફ કરો.’ શેઠની કડકાઈ જોવા છતાં જતાં જતાં ડોસીએ બધુ કહી નાખ્યું. ૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ શેઠે ડોશી પર એક શાન્ત નજર નાખી. એના નિખાલસ ચહેરો, દદભરેલી આંખા, મુખ પરથી ઝરતા વાત્સલ્યભાવ ને જીવનની વ્યથાને ` કહેતી એની મૌન વાણી—આ બધું જોતાં જ શેઠનું હૃદય આર્દ્ર બની ગયું. એમણે લાખડનો ટુકડો માગી લીધા ને કહ્યું : જાએ, પેલી પાટ પર બેસા !’ ડોસી પાટ પાસે ગઈ, પણ ત્યાં બેસવાની હિંમત ન ચાલી. શ્રીમંતની આગળ ગરીબ પાટ પર કેમ બેસી શકે, એ એના સ્વભાવગત વિચારોમાંના એક હતા. એ શાન્ત રીતે ઊભી જ રહી. જૂની નજરે આ નવા તમાશે નીરખી રહી હતી. પરિણામ શું આવશે, એની એને કલ્પના નહાતી. માલ મળશે કે માર, એને એને પળેપળે વિચાર આંવતા હતા. એક પળમાં એને પેાતાની આ મૂર્ખાઇ માટે ગુસ્સો આવતો, તો બીજી પળમાં શેઠની મીઠી વાણી યાદ આવતાં કંઈક,મળવાની લાલચ જાગતી. આશા ને નિરાશાના ઝૂલે એ ડોસી ઝૂલતી હતી. શેઠે મહેતાને બાલાવ્યા. ટુકડો તેળ્યો તે! પૂરો પચીસ તોલાના. શેઠને વિચાર આવ્યો : ‘ધન હતું ત્યારે તે આપ્યું. પણ એમાં નવુ શુ‘ કર્યું` ? લેાટા પાણીથી ભરાઈ ગયો હોય અને અંદર સમાતું ન હોય ત્યારે તે વધારાનું પાણી સૌ કાઢી નાખે. એને શું દાન કહેવાય ? પણ પોતાના પીવાના પાણીમાંથી તરસ્યાને જે થોડુંઘણું આપે એ જ મહત્ત્વનું. એનું જ નામ સાચું દાન !' શેઠના માં પર હાસ્યનું એક કિરણ ચમકયુ, એમને મેઘ અને નદી સાંભરી આવ્યાં. હાય ત્યારે તે મેઘ ને નદી બંને જગતને પાણી આપે, પણ ન હેાય ત્યારે તે નદી જ આપે. આકાશમાં વાદળ ન હોય ને વર્ષા થાય એવુ કદી બનતુ નથી. પણ નદી સુકાઇ ગઇ હોય છતાં, ત્યાં ખાદો તે અલ્પ પણ પાણી મળે જ મળે. ડોશી પણ આજ ઉનાળામાં અહીં નદી જાણીને આવી છે. એને તૃષાતુર પાછી કાઢું એ મને ન શેાભે ! ‘અલ્પમાંથી પણ અલ્પ આપજે’—આ પ્રભુ મહાવીરના દાનઘાપ રોજ શ્રવણ કરનારના ઘેરથી આવેલ વ્યકિત ખાલી હાથે જાય ? ના, ના. એ કદી ન બને. આથી તા ધી ને ધર્મ બન્ને લાજે, શેઠે મહેતાને હુકમ કર્યો, અને પચીસ તાલા સેાનું ડોસીના હાથમાં મુકાઈ ગયું. સાનાની લગડીએ જર્જરિત સાડલાના છેડે બાંધી, પોતાના ઘર ભણી જતી સતાર ડોસી આંખમાંથી હનાં આંસુ વહાવતી કંઈક ધીમું Page #58 -------------------------------------------------------------------------- ________________ ધીમું બબડતી હતી : “અલ્લા આમને બરકત બશે. લોકો કહે છે તે જરાય બોટું નથી. ખરેખર, શેઠ પારસમણિ છે !' લોકો વાત કરે છે : “આ બનાવ પછી થોડા જ મહિનાઓમાં શેઠની સંપત્તિનો સૂર્ય ફરી લાખલાખ કિરણે પ્રકાશી ઊઠ્યો હતો. | (૨) મારું નમન શ્રમણત્વને છે મહારાજા પ્રિયદર્શી જેટલા પ્રતાપી હતા, એટલા જ એ ભકત ને નમ્ર . હતા. એટલે માર્ગમાં મળતા શ્રમણમાત્રને એ નમન કરતા. આ રીત અમાત્ય યશને ન ગમી. નમ્રતાથી એણે કહ્યું: ‘મહારાજ! આ ભિક્ષુઓમાં તો દરેક જાતિના લોકો હોય. એટલે જેના તેના પગમાં માથું નમાવવું એ આપના ગૌરવને ઉચિત નથી. પાત્રને નમન થાય એ જ ગૌરવોચિત ગણાય!” સમયજ્ઞ મહારાજા મન રહ્યા–જાણે આ વાતને સાંભળી જ નથી ! એ ધોગ્ય સમયની પ્રતીક્ષા કરી રહ્યા. એક દિવસ ગામમાં કોઈ પુરુષનો શિરચ્છેદ થયો. મહારાજે એ માથું મંગાવી લીધું. પછી કસાઇને ત્યાંથી થોડાં ઘેટાંબકરાંનાં માથાં મંગાવી એમાં આ માણસના માથાને બેઠવી શહેરના મુખ્ય દ્વારે અમાત્ય યશને એ વેચવા બેસાડ્યો. અમાત્યને એ વિચિત્ર કાર્ય ન ગમ્યું, પણ પ્રિયદર્શીની આજ્ઞા અફર હતી. પશુઓનાં માથાં તો દ્રવ્ય આપી માંસાહારી લોકો ખરીદી ગયા, પણ માણસના માથાને કોઇએ ન લીધું. સાંજ પડતાં એ માથાને મફત આપવા તયાર થયો, પણ કોઇ કહેતાં કોઈએ ન લીધું. કેઈએ ન લીધું એ તો જાણ્યું, માણના માથાની વાત આવતાં સૌ વૃણા કરી ચાલ્યા ગયા. કેમ? બધાં માથાં વેચાઈ ગયાં ?” પ્રિયદશીએ પૂછયું. “ના, જાનવરનાં બધાં માથાં વેચાયાં છે, પણ માણસનું માથું તે મફત આપતાંય કોઇ લેતું નથી’ નમ્રતાથી નમન કરતાં અમાત્યે કહ્યું. “માણસનું માથું લોકે કેમ લેતા નથી? કારણ કે એથી લોક ધૃણા પામે છે.’ “આ એક માથાથી ધૃણા પામે છે, કે ગમે તે માનવીના વઢાયેલા માથા- • થી લોકોને ધૃણા છૂટે છે?' .' ' પ્રભે ! ગમે તે માણસનું માથું હોય, પણ લોકોને તે ધૃણા જ છૂટે. માણસનું માથું જ એવું કે મર્યા પછી એ ધૃણાને પાત્ર અમાત્ય મૂંઝાઈ રહ્યો હતે. પ્રશ્નાવલિ ક્યાં લઈ જશે એની કલ્પના અને ધીમે ધીમે આવવા Page #59 -------------------------------------------------------------------------- ________________ લાગી. એ તો યંત્રની જેમ ઉત્તરે જ આપતો હતો. ધારો કે અમારું માથું કાપીને વેચવાનો પ્રસંગ આવે તો એથી પણ લોકો ધૃણા પામે ? એથી પણ લોકોને કંટાળો આવે? એને પણ લોકો તે તિરસ્કાર જ કરે ને..?” અમાત્ય કંપી ઊઠ્યો. એના મોં પર દબિન્દુઓ જામ્યાં. પ્રિયદર્શીએ કહ્યું: “હું તને અભય આપું છું. તું સત્ય કહે. મારા માથાથી પણ લોકો તો ખરદતી વખતે ધૃણા જ અનુભવેને?. હા, મહારાજ! આપનું માથું પણ કંટાળાજનકું બને. એનેય કોઈ ન ખરીદે.' કંપતા અમાત્ય થશે કહ્યું. મૂળ વાત ઉપર આવતાં ને જાની વાત સંભારતાં પ્રિયદર્શીએ મિષ્ટ શબ્દોમાં કહ્યું : “મરી ગયા પછી મારા માથાથી કંટાળે જ આવવાનો હોય, એનાથી લોકો ધૃણા જ પામવાના હોય, તે જીવતાં આ માથું શ્રમણોનાં ચરણોમાં નમાવું એમાં મારું ગૌરવ શું હણાઈ જવાનું હતું ? અને એમાં તને અનુચિત શું લાગતું હતું? જાતિ ગમે તે હોય, પણ તે શ્રમણ તો છેને? મારું નમન જાતિને નથી, પણ એના શ્રમણત્વને છે!” . - (૩) ઈજજત કોણે લીધી! ઝાકળના બિંદુનું રૂપ તે કાંઈ નથી, પણ એ જ્યારે કમળના પાંદડા પર પડયું હોય છે, ત્યારે તો એ સાચા મોતીની રમ્યતા સર્જતું હોય છે. તેમ વાણી ને વર્તનનું એમ તે કાંઈ મૂલ્ય નથી, પણ વિવેક વાપરવાથી એનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. આવનાર અતિથિ માટે બધી સગવડતા સાચવી હોય, દરેક રીતે તૈયારી કરી હોય, કોઈ પણ વસ્તુની જરાય ખામી રહી ગઈ હોય, તો બધી તૈયારીઓ અને સાચવેલી સગવડો વ્યર્થ જાય છે એમ કોણ નથી જાણતું ? છતાં આપણે જોઇશું તો જાણવા મળશે કે જીવનપંથના ઘણાખરા મુસાફરો માત્ર એક વિવેકની ઊણપને લઇને જીવનમાં નિરાશા અનુભવતા હોય છે. ધાર્મિક ઉત્સવ શું કે આધ્યાત્મિક ચિન્તન શું, સામાજિક પ્રવૃત્તિ શું કે રાષ્ટ્રિય ક્રાન્તિ શું-આ બધી પ્રવૃત્તિઓ, વિવેક માગે છે. વિવેકના અભાવે આ વસ્તુઓ જળવિહોણા સરોવર જેવી બની જાય છે. જેને વિવેકને ચીપિયો મળી આવે છે તે ગમે તેવી વસ્તુને પણ એ ચીપિયાથી ઉપાડ Page #60 -------------------------------------------------------------------------- ________________ સમયને અનુરૂપ બનાવી શકે છે. પણ જેને એ ચીપિયો મળ્યો નથી, એ ગમે તેટલી પ્રવૃત્તિ કરે તો પણ એ પરિમલ વિનાના પંકજ જેવી જ ગણાય. વરતુ દેખાય ઘણી, પણ એમાં સર્વ કાંઈ ન હોય. એટલે જ વિવેકી માણસો દુનિયામાં ધમાલભરેલા શબ્દો કરતાં, અર્થભરેલા કાર્ય તરફ વધારે લક્ષ આપતા હોય છે. એ જેમ કાર્ય કરતા જાય તેમ એમાંથી સુવાસ પ્રગટતી જાય, અને કાર્યની સુવાસ જ્યારે બોલે છે ત્યારે એની આગળ માણસની વાચા સાવ પામર લાગે છે. છે પણ અવિવેકી માણસો તો બોલવાને બહુ મહત્વ આપતા હોય છે. એ તો એમ જ માનતા હોય છે કે વાચાળતાથી જ આ જગતનો રથ અવિરતપણ ચાલે છે. પણ અર્થહીન અને વિવેકહીન વાચાથી અનર્થની હારમાળા ઊભી થાય છે, એ એમના દયાનમાં નથી આવતું. આજ જ્યારે વિવેકની ચર્ચા ઊપડી છે, ત્યારે મુંબઇને એક પ્રસંગ મને યાદ આવે છે. નવેક વાગ્યાને સમય હતો. ગુમાસ્તાધારા પ્રમાણે સમયસર દુકાન બંધ કરી, હરિલાલને માથે ચોપડા ઉપડાવી, રમણલાલ ઘેર જઈ રહ્યા હતા. એમનું ઘર ત્રીજા ભાઈવાડામાં હતું. એટલે ગલીના વળાંક પાસે જ રસિકલાલનો ભેટો થયો. રસિકલાલ હરિલાલને હરીફ હતો, અને ગુંડો પણ ખરો. એના મનમાં ઘણા વખતની દાઝ હતી. એ તક જતો હતો. લાગ મળે તો અપમાનનો બદલો તમાચાથી વાળવાની એને ધૂન ચઢી હતી. આજનો પ્રસંગ રસિકને ઠીક લાગ્યો. મામાં ખાસ કોઇની અવર– જવર પણ નહતી. ગલીને વળાંક હતો. બત્તી જરા દૂર હતી. એટલે લાગ જોઈ એણે રમણલાલને એક ઘોલ મારી, એની પાઘડી ધૂળ ભેગી કરી, છૂ થઇ ગયો. રમણલાલ શાણા, ચકોર અને સમય પારખુ હતા. એણે પાછું વાળી જોયું, પણ રસિકલાલ તો ક્યારનોય અદૃશ્ય થઈ ગયો હતો. એટલે કાંઈ પણ બેલ્યા વિના, પાઘડીની ધૂળ ખંખેરી, માથા પર મૂકી, જાણે કાંઈ જ બન્યું નથી એ રીતે આગળ વધ્યા. - હરિલાલએ રમણલાલને વફાદાર અને ભલો નોકર હતો. એનાથી આ દૃશ્ય ને જોવાયું. એને લાગી આવ્યું. પણ પકડનાર કરતાં ભાગનારના પગમાં જોર અને વેગ વધારે હતાં. એ પાછળ દોડ્યો. પણ પહોંચી ન શક્યો, એટલે બબડવા લાગે ; “અરે, અરે, આણે શેઠની ઇજજત લીધી ! શેઠનું Page #61 -------------------------------------------------------------------------- ________________ અપમાન કર્યું` ! બદમાશે શેઠની પાઘડી ધૂળભેગી કરી !’ મકાનમાં પેસતાં જ સામે રામેા મળ્યો, અરે રામા ! પેલા નાલાયક રિસકે શેઠને તમાચા માર્યો. શેઠની પાઘડી ધૂળભેગી કરી, શેઠની ઇજજત લીધી.’ રામાના ખભાને ઢંઢોળતાં હરિલાલે કહ્યું. આ જ વાતનું પારાયણ એ બધેય કરવા લાગ્યો. ‘રિસકે તમાચા મારી શેઠની ઇજ્જત લીધી.’ : સૌની આગળ આ પ્રસંગને રસપૂર્વક વર્ણવતા હરિલાલ પોતાના મનમાં પેાતાની વફાદારી પર અને પેાતાની આવડત પર મલકાતા હતા. પણ વિવેકહીન વાચાથી કેટલું નુકસાન થાય છે, એ એને સમજાતું નહોતું. અવિવેકીની વિશેષતા જ એ કે, એ પેાતાના અજ્ઞાન ઉપર પણું જ્ઞાન ની છાપ મારી, એનું પ્રદર્શીન ભરે. રમણલાલે હરિલાલને ખૂણામાં લઈ જઇ કહ્યું: ‘અરે મૂર્ખ ! ઇજ્જત તે તેં લીધી. ગલીમાં તમાચા માર્યા, એ તો હું અને એ બે જ જાણીએ. પણ ગમાર ! તે તા ગુપ્ત વાત સૌને જણાવી; એટલે.ઇજ્જત એનાથી નથી ગઇ, પણ તારાથી ગઈ. વિવેકવિહોણા તારા જેવા મૂર્ખ ભલાઈને નામે બૂરાઇ કરે, સારાના નામે ખરાબ કરે, ધાળાને નામે કાળું કરે !' Page #62 -------------------------------------------------------------------------- ________________ w બ આવતી કાલના નારિકાને ઘુ વડ જેમ સૂર્યના પ્રકાશ ઝીલી શકતુ નથી તેમ આપણી ક્ષુદ્રતા અને સંકુચિતતા પણ મહાપુરુષોના વિશાળ અને ઉદાર વિચારોને ઝીલવા અસમર્થ છે. દુનિયામાં ઠેરઠેર આવુ જ બન્યું છે. જ્યારે જ્યારે કોઇ નવા ક્રાંતિકારી પુરુષ જગતને આંગણે આવ્યો છે ત્યારે ત્યારે એક યા બીજી રીતે પ્રજાએ એને વીંધ્યો છે : ભલે પાછળથી એને પૂજ્યા હોય. જગતના ઇતિહાસનાં પાનાં ઉથલાવશે। તો જણાશે કે સોક્રેટિસને ઍથેન્સમાં ઝેરના પ્યાલા મળ્યા; ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા છે; મીરાંને ઝેર અપાયું છે; લિંકનનું પણ બલિદાન લેવાયું છે. અને એવી જ રીતે છેલ્લે છેલ્લે મહાત્માજીને માટે પણ એવી જ બીના બની છે. આ ઉપરથી એક વિચાર તો એવા પણ આવે છે કે, જગત આજે એ વીરોને એટલા માટે જ પૂજે છે કે, તે આજે આપણી સામે નથી. આજે પણ જો આપણી સામે આવે તો, આજે પણ કદાચ એમને ગાળી ઝીલવાના જ વારો આવે. જોન આફ આર્કનું નાટક લખતી વખતે બર્નાર્ડ શેએ પણ આવી જ વાત કરી છે. તે લખે છે કે, જે પ્રજા જાન આફ આર્કને પૂજી રહી છે, તે જ પ્રજાની સામે ફરીથી જો જાન આફ આર્ક આવે તે, ફરીથી પણ પૂજા કરનારી પ્રજા એને બાળી મૂકે તે આશ્ચર્ય નહીં ગણાય ! ઉપરની વાત ઉપરથી એમ લાગે છે કે, જ્યારે આપણી સામે ઝગમગતા તેજને સૂર્ય આવે છે ત્યારે એનાં તેજ ઝીલવા માટે આપણે અસમ નીવડીએ છીએ. ત્યારે એ આંજી દેતા તેજના પુંજને હટાવવા માટે આપણે એક યા બીજો માર્ગ લઇએ છીએ. આજ સુધી બધે, બસ, આવું જ બન્યુ છે. આ અનિષ્ટનુ પુનરાવર્તન થતું અટકાવવા માટે આપણે સૌ Page #63 -------------------------------------------------------------------------- ________________ આત્મસ શેાધન કરીએ. વિદ્યાર્થી ના પાયામાં આજે જેવિચારો પડેલા હશે તે જ આવતી કાલે પાંગરવાના છે. આ વિચારોનાં બીજ સારાં હશે તે તે બીજ આવતી કાલે વટવૃક્ષ બનશે. એ વૃક્ષ આપણા દેશ, સમાજ તેમજ ધર્મ ને છાયા આપશે. ફળ આપશે અને મધુરાં પરિણામેા આપશે. એટલે આજે હું જે વિચાર આપની સમક્ષ મૂકું છું તે ધ્યાન દઈને તેમજ એકાગ્ર બનીને વાંચજો ને વિચારો કે સાબરમતીના સંતનું લાહીરેડાયું હાવા છતાં, એક મહાપુરુષનુ: બલિદાન દેવાયુ હાવા છતાં પણ, આપણા દેશમાંથી જે બદીએ એછી થવી જોઇએ, જે સંકુચિતતા દૂર થવી જોઇએ, જે અનીતિ અટકી જવી જોઇએ, જે રાગદ્વેષ નિર્મૂળ થવા જોઇએ તે સઘળું અકબંધ રહીને આપણને સૌને કેમ પરેશાન કરી રહ્યું છે. સમજાતું નથી કે જગત હજી આવાં,કેટલાં બલિદાન માગે છે; અને કેટકેટલાં બિલદાન આપશે ત્યારે આ બદીએ, સંકુચિતતા, અનીતિ અને રાગદ્વે પના વિષવર્તુળમાંથી આપણે બહાર નીકળી શકીશું ! મહાપુરુષનું બલિદાન જો આપણે માટે જીવનપરિવર્તન લાવનારુ પ્રેરક ન બને તો, પછી આપણે આપણી જાતને માનવ તરીકે એળખાવવા માટે લાયક ગણાઈએ ખરા ? એક-પછી-એક બલિદાન દેવાતાં જાય છે અને છતાં આપણે ‘ ઠેરના ઠેર ’ ઊભા રહીને આનંદ માણ્યા કરીએ છીએ. જે લોકો મુત્સદ્દી કહેવાતા હોય, જેએ પોતાની જાતને દુનિયાના ‘ડાહ્યા’માં ખપાવતા હાય, જે લોકો મનમાં હસતા હાય ને બહાર રડવાના દેખાવ કરતા હોય તેમની વાતો જવા દો. તેમને મારે કશું કહેવાનું નથી. મારે તે। મારા મનની વાત અહીં કહેવી છે. વિદ્યાર્થી અવસ્થા નિખાલસતાથી ભરેલી હાય છે. વિદ્યાર્થીના મનમાં દુનિયાની રમતના દાવપેચ હજી આવ્યા નથી. એમણે આજે વિચારવાનું છે કે, આપણા દેશ માટે હવે શું કરવાનું છે. આજથી આપણે આપણા શુભ માટેનો થોડો પણ સંકલ્પ કરીએ. મનની અંદર જે બદી છે તેને હટાવવા માટે આજે આપણે નિર્ણય કરીએ. આટલુ` નકકી કર્યા પછી, એ સદ્ગુણાને કેળવવા માટે તેમજ દુર્ગં - ણેને દેશનિકાલ કરવા માટે શે। માર્ગ લેવા તે સવાલ આપણી સામે ઊભે Page #64 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તેના ઉત્તરરૂપે બેત્રણ વાત રજુ કરું છું. એક કવિ કહે છે: जानन्ति केचिद् न तु कर्तु मीशा: कतु क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्व प्रजानन्ति कर्तुम् ते केऽपि लेाके विरला भवन्ति ॥ આ શ્લોકમાં કવિ કહે છે કે, ઘણા લોકો જાણકાર હોય છે પણ તે કંઈ કરી શકતા નથી. જ્યારે ઘણા ભાઇઓ કરવા માટે સમર્થ હોય છે; પણ કંઇ જાણતા નથી હોતા. જીવનનું તત્વ જાણે અને તે પ્રમાણે અમલમાં મૂકે તેવા માણસો તો વિશ્વમાં બહુ વિરલ–બહુ થોડા હોય છે. એક બાજુ આંધળા છે, અને બીજી બાજુ લંગડા છે. જે લોકો અભણ છે તે લોકો અંધ છે, કારણ કે તેમની પાસે જ્ઞાનનાં નેત્ર નથી. જે લોકો જાણકાર –ભણેલા-જ્ઞાનના નેત્રવાળા છે તે લંગડા છે; કારણ કે, અજાણ્યા પ્રમાણે કરી શકતા નથી–આચારમાં મૂકી શકતા નથી. આજે ગામડાના અભણ અજ્ઞાન માણસો મનમાં કંઇક કરવાની ભાવના લઇને બેઠા છે, પરંતુ શું કરવું અને કયા માર્ગે જવું એની દિશા એમને સૂઝતી નથી. જ્યારે બીજી બાજુ આપણા ભણેલા વર્ગ પાસે અનેક ડિગ્રીઓ છે, વ્યાખ્યાનના મંચ ઉપર બેસીને જીવન જીવવાની રીતની અનેકવિધ સુંદર વાત એ કરી શકે છે, પણ આચારમાં મૂકી શકતો નથી; કારણ કે, આચારમાં એ પંગુ છે. અને એથી જ મોટી મોટી વાતો કરનારો એ વર્ગ પોતાનાં વ્યસનોની, અનાવશ્યક જરૂરિયાતની અને મોજશોખના વિચારોની ચુંગાલમાંથી બહાર નીકળી શકતા નથી. : થોડા દિવસ પહેલાં જ એક બનાવ કહું. મોઢામાં સિગારેટ રાખીને દમ ખેંચતાં ખેંચતાં એક પ્રોફેસર સામેથી ચાલ્યા આવતા હતા. હું પણ ધીમે ધીમે ચાલ્યો જતો હતો. પેલા પ્રોફેસર સિગારેટના ટેસ'માં મસ્ત હતા. આથી સામેથી ચાલ્યા આવતા મને તેમણે જોયો નહિ, અને મારી સાથે અથડાઇ પડ્યા. પછી મને કહ્યું: “સોરી.' મેં કહ્યું : “કંઈ નહિ. એ તો અજાણમાં અથડાઈ પડાય. એમાં કંઈ વાંધા જેવું નથી. પરંતુ મને તો તમને જોઈને “સૈરી થાય છે.” એમ કેમ ? ઉત્સુકતાથી તેમણે પૂછયું. રસ્તા વચ્ચે આંધળા તો અથડાય, પણ જ્યારે છતે ડોળે દેખતા અથડાય ત્યારે વધારે કરુણતા છવાય, આંધળો અથડાય એને તો દેરી શકાય, પરંતુ - Page #65 -------------------------------------------------------------------------- ________________ દેખતે અથડાય એને કેમ દોરી શકાય? કહો, આપ શું કરો છો ?' પ્રોફેસર છું.' ગૌરવપૂર્વક તેમણે કહ્યું. મેં કહ્યું : “પ્રોફેસરના મોઢામાં આ સિગારેટ શોભે ખરી?! તમે જો સિગારેટ પીશો તો પછી વિદ્યાર્થીઓને તમે સંસ્કારધન ક્યાંથી આપશો? આજે તમે સિગારેટ પીતા હશો તો કાલે તમારા વિદ્યાર્થીઓ ચિરુટ પીતા થશે. કારણ કે ચેલો તે ગુરુ કરતાં સવાયો જ હોય ને? !' એ ભાઈ જરા લેભ પામ્યા, અને ચાલ્યા ગયા. પરંતુ મને ઊંડી ગમગીનીમાં મૂકતા ગયા કે, આપણી કહેવાતી કેળવણી આજે ક્યાં જઇ રહી છે! સંસ્કાર આપવાની જવાબદારી જેના શિરે છે તે અધ્યાપક વર્ગમાં જ. જો સંસ્કાર નહિ હોય તો એ વિદ્યાર્થીઓને ક્યાંથી આપશે?* આજે આપણે એવા માણસોની જરૂર છે કે, જેઓ જેટલું જાણતા હોય તેટલું કરવા માટે, અમલમાં મૂકવા માટે સમર્થ હોય. આવા પ્રકારના માણસોથી જ દેશ ઊંચો આવવાનો છે; એકલાં જ્ઞાન કે વાચનથી નહિ આવે. અમદાવાદના એક ભાઈ મારી પાસે આવીને મને કહેવા લાગ્યા : મહારાજ, મેં ખૂબ પુસ્તકો વાંચ્યાં છે. માણેકલાલ જેઠાલાલ (એમ. જે) ની આખી લાયબ્રેરી મેં પૂરી કરી નાખી છે.” આટલી વાત કર્યા પછી એમણે ગજવામાંથી છીંકણીની ડબ્બી કાઢી અને એક સડાકો તાણ્યો. પછી ખિસ્સામાંથી તમાકુભર્યો ગંદો રૂમાલ કાઢયો અને નાક સાફ કર્યું. મને થયું, માણેકલાલ જેઠાલાલની આખી લાયબ્રેરી પૂરી કરી નાખી છે, છતાં તેમનું છીંકણીનું આ વ્યસન કેમ ન છૂટયું ? એટલે તેમને કહ્યું : “તમે તો માણેકલાલ જેઠાલાલની લાયબ્રેરીનાં પુસ્તકો વાંચી આવ્યા છો, તો તમને હું એક વાત પૂછું. કહો, તમે લાયબ્રેરીનું કબાટ તો જોયું છે ને ? એને પાયા કેટલા છે?” એણે કહ્યું : “ચાર.” “એ ચાર પાયાના કબાટમાં જેમ ચેપડા ભર્યા છે તેમ આ બે પગ ઉપર રહેલા મગજમાં પણ તમે ચોપડા ભરી રાખ્યા છે. એટલે વાંચવા છતાં વ્યસન ન છૂટે તો તમારું આ મગજ પણ બે પગવાળું—-બે પાયાવાળું કબાટ જ ગણાયને ? જેમ પેલા કબાટમાં ચોપડીઓ ભરેલી છે તેમ, આ મગજમાં પણ ચેપડીઓ ભરેલી છે. પડી મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી; ચોપડીઓના Page #66 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનને જીવનમાં ઉતારવું એ જ સાચી વિદ્યા છે. - લાયબ્રેરીએ કબાટ ભર્યું ને આપણે આપણું મગજ ભર્યું, એ બન્ને સરખાં છે. કારણ કે કબાટ જેમ ચોપડીઓના જ્ઞાનને આચારમાં મૂકતું નથી, તેમ આપણે પણ આપણા મગજમાં ભરેલા જ્ઞાનને આચરણમાં મૂકતા નથી. આવું જ્ઞાન શા ખપનું? એ તો ગધેડા પર ચંદન લાદવા જેવું થયું ! ભાર ઉપાડીને ફરે, પણ એને સુવાસ કે શીતળતા કશુંય ન સ્પર્શે. - વિદ્યાર્થીઓ માત્ર ભણ્યા જ કરશે, અને પુસ્તકો વાંચ્યા કરશે તેમજ પરીક્ષામાં પાસ થયા કરશે, તો એટલું જ એમના જીવનક્ષેત્ર માટે પૂરતું નથી. વિદ્યાનો હેતુ કેવળ ભણવા માટે, પુસ્તકો વાંચવા માટે, કે પરીક્ષામાં પાસ થઇને ડીગ્રી મેળવવા માટે તો નથી જ. વિદ્યાનો હેતુ તો જીવનને બંધનમાંથી છોડાવવા માટેનો છે. એટલા માટે તે આપણે ત્યાંને વિદ્યાનો મુદ્રાલેખ 'સા વિદ્યા યા વિમુજ છે. તમારી વિદ્યા જો તમને બંધનમાંથી ન છોડાવે, વાસનામાંથી ન છોડાવે, બદીમાંથી ન છોડાવે, વિલાસ તેમજ વિકારોમાંથી ન છોડાવે તો એ સાચી વિદ્યા નથી. વિદ્યા તો એનું નામ છે કે, જેનાથી વિચાર સુધરે, ઉચ્ચાર સુધરે અને આચાર સુધરે. ભણેલો માણસ તો એને કહેવાય છે, જેના વિચાર સુંદર હોય, જેના ઉચ્ચાર સુંદર હોય, જેના આચાર સુંદર હોય. બગીચામાં જેમ ફૂલ ખીલે છે તેમ ભણેલા માણસના મગજમાં પણ વિચારોનાં પુષ્પ ખીલવાં જોઇએ. એના મગજમાં ઉકરડો નહિ, બદી નહિ, દુર્ગધ નહિ, પરંતુ સુંદર સુવાસ હોવી જોઈએ. સાચો વિદ્યાર્થી તો એનું નામ કે જેના વિચારોમાં પણ બદી ન હોય. બજારમાંથી ખરીદી લાવેલું કેળું કે જામફળ સડેલું નીકળે તો શું તે તમે ખાઈ જશો?—ના. તો તો તરત જ તમે એને કાપશો, અને એને સડેલ ભાગ ફેંકી દેશો. તો પછી તમારા વિચારોમાં આવેલો સડો કેમ દૂર કરતા નથી? આ પણ એક અજાયબીની વાત છે કે, માણસો સડેલાં ફળને કાપીને ફેકી દે છે, જ્યારે સડેલા વિચારોને તે સંઘરી રાખે છે અને વધારે ને વધારે સડવા દે છે. આજે તે જેનો વિચાર સડેલો હોય છે તે વધારે મલકાય છે કે, હું મારા વિચારોને કેવા ગુપ્ત રાખી શકું છું ! તમારા વિચારો તે એવા હોવા જોઈએ કે, કોઈ પણ જાણે તોય તમને વધે ન હોય. સારું છે કે, આજે માણસના શરીરની જ ફિલ્મ લઇ શકીએ Page #67 -------------------------------------------------------------------------- ________________ છીએ, પરંતુ મનની કે વિચારોની ફિલ્મ લઈ શકતા નથી. નહિ તો, માણસ એકબીજાની પડખે શાંતિથી કે પ્રેમથી બેસી જ ન શકત. છે. માનવીનું મગજ જો બગીચાના જેવું સુંદર અને સુવાસિત ન હોય, અને તેમાં અનેક જાતની બદીઓ અને ખરાબીઓ ખદબદતી હોય તો, એ શાંતિ કક્ષાંથી પામે? આનંદ ક્યાંથી મેળવે? આ થઇ વિચારોની વાત. હવે આપણે ઉચ્ચારની વાત ઉપર આવીએ. તમારા વિચારોમાં વસેલું માધુર્ય તમારા ઉચ્ચારોમાં પણ વસવું જોઈએ. તમારા ઉચારોમાં કટુતા હશે, અસભ્યતા હશે, તુચ્છતા હશે, અને અણછાજતા ભાવો હશે તો એ તમારા વિચારોને શોભા આપનાર નહિ નીવડે. ' : ઉચ્ચાર તો તમારા વિચારોનું વાહન છે. એટલે, વાહન પર બેસનાર વ્યકિત પણ પવિત્ર હોવી જોઈએ, અને વહન કરનાર વસ્તુ પણે પવિત્ર હેવી જાઇએ. વિચાર અને ઉચ્ચાર જ સુંદર અને સુયોગ્ય હોય તે ખરેખર અર્જુન અને કૃષ્ણની જોડી જામે. - તમારા વિચારરૂપી અજનને ઉચ્ચારરૂપી રથમાં બેસાડો, અને તેની લગામ વિવેકરૂપી કૃષ્ણના હાથમાં સોંપી દો. અને પછી તમે જાઓ કે જીવનસમરાંગણમાં દુત્તિરૂપ કૌરવો પર કેવો વિજ્ય પ્રાપ્ત થાય છે. એટલે વિચારને ઉચાર બેય મધુર હોવા જોઇએ. હવે ત્રીજી વાત આવે છે આચારની. તમારા આચારમાં એટલી સ્પષ્ટતા હોવી જોઇએ, એટલી સુંદરતા હોવી જોઇએ કે જાણે પારદર્શક સ્ફટિક જોઈ લો. જેની પાસે વિચાર સુંદર છે, જેની પાસે ઉચ્ચાર સુંદર છે, અને જેની પાસે આચાર સુંદર છે એવો મનુષ્ય જ જગતમાં કંઈ પણ કરી શકે છે. માનવી કંઇ અળસિયા બનવા માટે આ જગતમાં નથી આવ્યો. માનવ તરીકે ગૌરવભર્યું જીવન જીવવા માટે એ આવ્યો છે. આ દુનિયા પર તમારા પ્રકાશની છબી મૂકી જવા માટે તમે આવ્યા છો. તમે કેવળ મીણબત્તી જેવી ન બનશો કે જે કલાકની અંદર સમાપ્ત થઈ જાય. તમે તો મશાલ જેવા બને, કે જે આખીય વાત પ્રકાશ પાથર્યા જ કરે, અને અંધકારને પ્રકાશથી રંગી દે. જગતને ઉજાસ આપનારી મશાલ જેવા બનવું હશે તે આપણા વિચાર, ઉચ્ચાર અને આચાર ત્રણેય સુધારવા પડશે. એ ત્રણેય જો સુધરી જશે તો તમારામાં એક પ્રકારની વિશિષ્ટતા આવશે, મધુરતા આવશે અને Page #68 -------------------------------------------------------------------------- ________________ સૌમ્યતા આવશે. એટલે જ આપને કહું છું કે, જે ગુણ ભવિષ્યમાં વિકસાવવા છે તે તમે અત્યારથી જ વિકસાવવા માંડો. અને દુર્ગુણને પ્રવેશવાનાં સઘળાં • દ્વાર બંધ કરી દો. જો એકાદી બદી પણ જીવનમાં પેસી જશે, એકાદો દુર્ગુણ પણ જો બીજના રૂપમાં રોપાઈ જશે, એકાદ ખરાબ વિચાર પણ જો મનમાં પ્રવેશી જશે તો મોટા થયા પછી અનેક પ્રયત્ન પણ તેનાથી બચી નહિ શકો. નાનપણમાં ઘર ઘાલી બેઠેલી બદીઓને દૂર કરવા માટે જબ્બરમાં જબ્બર જોગી અગર જાદુગરે પણ કામયાબ નીવડતો નથી. મનમાં એક વિચાર પેઠો, એટલે એ વૃક્ષ બનવાને, અને દિલની દીવાલને તોડી બહાર નીકળવાનો જ. એટલે આપણે તો બાલ્યવયમાંથી જ વિચાર, ઉચ્ચાર અને આચારને શુદ્ધ, સુંદર અને સ્પષ્ટ બનાવવા માટે સાવચેત રહેવું જોઈશે. આ રીતના સાવચેત રહીશું તો જ વિદ્યાને ખરેખરી રીતે દીપાવી શકીશું. આમ વિચાર, ઉચ્ચાર અને આચારને સુધારીને જગતમાં ગૌરવભેર જીવવા માટે ત્રણ મુદ્દાઓ તરફ તમારે ખાસ ધ્યાન આપવું જોઇશે. આ ત્રણ મુદ્દાઓ એટલે અભય, પુરુષાર્થ અને સંયમ. આ ત્રણ વસ્તુઓ જો આપણી પાસે હોય તો જીવનક્ષેત્રમાં આપણે કેવા સફળ બની શકીએ, ને જીવનધ્યેય સાધી શકીએ તેની આછીપાતળી રૂપરેખા જ આપની સમક્ષ અહીં રજૂ કરું છું. એક ચિંતકે કહ્યું છે : “જો તું દેવ હોય તો અમારે દેવનો ખપ નથી–નીચો ઊતરીને તું માનવતાની ભૂમિકા પર આવ. જો તું પશુ હોય તે પશુતામાંથી ઊભો થા, અને માનવતાની વ્યાસપીઠ પર આવ. કારણ કે માનવતા તો દેવોથી અધિક ને પશુઓથી શ્રેષ્ઠ છે. સમસ્ત વિશ્વમાં માનવ જ ઈદ્રિયો પર સામ્રાજ્ય ફેલાવે છે. આ માનવ બનવા માટે જ અભય, પુરુષાર્થ ને સંયમની જરૂર છે.’ પહેલી વાત આપણે અભયની કરીએ. : સાચો માણસ પાપ સિવાય કોઇ પણ વાતથી, કોઈ પણ ઠેકાણે ભય પામતો નથી. એ સર્વદા અભય છે. કારણ કે, ભય ત્યાં જ આવે છે, જ્યાં - પાપ હોય છે. - ગાંધીજીને છેલ્લી વાર મળીને બારડોલીમાં છૂટા પડવાનો પ્રસંગ આવ્યો ત્યારે મેં પૂછયું : “બાપુજી, મારે માટે કંઈ આદેશ ? મારે જીવનમાં શું કરવું ?' ' Page #69 -------------------------------------------------------------------------- ________________ એમણે માત્ર આટલું કહ્યું : “Live in light—પ્રકાશમાં જીવો. બસ, આ એક જ આદેશને નજર સામે રાખીને ત્યારથી હું નીકળી પડ્યો છું. એમના આ આદેશ પાછળનો ધ્વનિ એ હતો કે સર્વદા પ્રકાશમાં જીવો. પ્રકાશમાં આવનારને દુનિયામાં કોઈ જાતને ભય નડવાનો નથી.' ભય તેને છે જે અંધારામાં વસે છે. તમારી પાસે જો પાપ નથી, જો કંઈ ખોટું આચરણ નથી તો તમારે દુનિયામાં કોઈથી ડરવાની જરૂર નથી. આજે માનવી ડરતે રહે છે, છુપે ફરે છે, વાત સંતાડવા માગતા હોય છે; કારણ કે એના મનમાં પાપ છે. - નિષ્પાપ નહિ થવાય ત્યાં સુધી અભય નહિ બનાવે; અને અભય નહિ થાઓ ત્યાં સુધી આપની આંખમાં તેજ કે વાણીમાં પ્રકાશ નહિ આવે. - એટલે, આજે સૌથી પહેલી વાત તો એ છે કે, આપણા દેશને, સમાજને અને ધર્મને ઊંચો લાવવો હોય તો સૌએ અભય બનવું પડશે. પણ એ અભય આજે ક્યાં છે? અભયના અભાવની એક નમૂનેદાર રમૂજી વાત તમને કહું.' મુંબઇથી અમદાવાદ આવતી એક ટ્રેનના ફર્સ્ટ કલાસમાં એક યુરોપિયન બેઠો હતો. એ ડબામાં કોઈ ફર્સ્ટ કલાસને પેસેન્જર બેસવા આવે તો એ ઘૂરકીને પૂછે: “Who are you?”—“કોણ છે તું ?” એનો ઘુરકાટ અને આંખના ડોળા જોઈ બેસવા આવનાર ફફડી ઊઠે અને ફર્સ્ટ કલાસની ટિકિટ હોવા છતાં એ પાછો ભાગી જાય. દરેક સ્ટેશને લગભગ આવું બને. એટલામાં વલસાડ આવ્યું.. યુરોપિયનવાળા ડબામાં બેસવા માટે એક વિદ્યાથી આવ્યો. બારણું ખેલવા જાય છે ત્યાં પેલા યુરોપિયને ઘુરકાટ કર્યો : “Who are you? પેલો વિદ્યાર્થી વિચાર, ઉચ્ચાર ને આચારની એકતાવાળો હતો. એના હૈયામાં અભય બિરાજેલો હતો. પોતાની પાસે ફર્સ્ટ કલાસની ટિકિટ હતી. પિતે ફર્સ્ટ કલાસને કાયદેસર પેસેન્જર હતો; છતાં પોતાની સાથે યુરોપિયનનો વર્તાવ અઘટિત અને અવિવેકી હતો. આથી, એ યુરોપિયનને ઠેકાણે લાવવા એણે કહ્યું: “I am the first class passenger.’–‘હું ફર્સ્ટ કલાસનો મુસાફર છું.’ આ નિર્ભયતા જોઈ યુરોપિયન ડઘાઈ ગયો. સાથે સાથે પ્રસન્ન પણ Page #70 -------------------------------------------------------------------------- ________________ થયા : ‘Please come in. અદર આવેા. ’ કહીને અંદર બાલાવ્યો. પછી એને થાબડો, અને કહ્યું : ‘ શાબાશ ! ધન્ય છે તારી નિર્ભયતાને. હું છેક મુંબઇથી આવું છું, ને જોઉં છુ કે હિ ંદુસ્તાનમાં માણસા કેટલા મ છે ! જે કોઇ ચઢવા આવે તેમને, માત્ર નિર્ભયતાની કસાટી કરવા માટે જ, હું પૂછતો અને ડરાવતો હતો. એટલે તે તે મને જોતાં જ ભાગે ! પછી મને થયું કે આવા કાયર માણસા સાથે બેસીને સમય પસાર કરવા એના કરતાં તા એમને ભગાડવા એ સારી વાત છે. પરંતુ, તું એક બહાદુર મળ્યા !” જેની પાસે કાયદેસર ટિકિટ છે, જે માણસે પૈસા ખર્ચે લા છે, એ માણસને મારા જેવા ધૃષ્ટતાથી પૂછે કે, 'Who are you?” તે એને પૂછવાના શે। અધિકાર છે ? જેણે ફર્સ્ટ કલાસની ટિકિટના પૈસા ચૂકવ્યા છે તે ફર્સ્ટ કલાસમાં બેસવા માટે આપોઆપ હકદાર છે. એને પછી ડરવાની શી જરૂર ? પણ જેનામાં નિર્માલ્યતા પડી હોય એ સામના કરી શકતા નથી.’ ? ઉપરની હકીકત યુરોપિયનની નિખાલસતા અને પેલા વિદ્યાર્થીની નિર્ભયતા માટે માન ઉપજાવે તેવી છે. ' < વળે, એ વાત પણ મહત્ત્વની છે કે, જ્યાં પાપ છે, સ્વા છે, ત્યાં જ ભય છે. અભય કચાંથી ઉત્પન્ન થાય છેએ જાણા છે ? એ તમારા ન્યાયમાંથી, તમારી પ્રામાણિકતામાંથી, તમારા સત્યમાંથી અને તમારા સદાચારમાંથી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી તમારા જીવનમાં ન્યાય, પ્રામાણિકતા, સત્ય અને સદાચાર નહિ હોય ત્યાં સુધી તમારામાં અભયનું તત્ત્વ કદી નહિ પ્રગટે. હવે બીજી વાત છે પુરુષાર્થની. આજે આપણે એટલા બધા પ`ગુ બન્યા છીએ, એટલા બધા પરાવલ બી બન્યા છીએ, ઇન્દ્રિયોને એટલી બધી શિથિલ બનાવી બેઠા છીએ કે, આજે આપણને બધું મફતમાં જોઈએ છે, સસ્તામાં સસ્તું જોઇએ છે, સહેલામાં સહેલું જોઈએ છે અને પરસેવા પાડીને મેળવવામાં આપણને નાનમ દેખાય છે. આવી હીણપતભરી મનોદશા આપણા હિંદુસ્તાનનાં મોટાંએથી માંડીને નાનાં સુધી એવી વિચિત્ર રીતે પેસી ગઈ છે કે, લગભગ સૌને શ્રમ કર્યા વિના મેળવવુ છે. હમણાં મારી પાસે પરદેશના બે મિત્રો રોજ અભ્યાસ માટે આવે છે. તેમને મેં પૂછ્યું : ‘ હિંદુસ્તાનમાં તમે શું જોયુ ? ' Page #71 -------------------------------------------------------------------------- ________________ તે કહે કે, “હિંદુસ્તાનમાં અમે આળસ જેઈ !' “એ શું કહો છો !' તો કહે, “હા, બીજું બધું ઘણું છે. અહીં જે છે તે દુનિયામાં બીજે ક્યાંય નથી. પરંતુ સાથે સાથે, અહીં જેવી આળસ છે તેવી આળસ પણ દુનિયામાં બીજે ક્યાંય નથી. અમારા દેશમાં તે અમે જો આરામથી બેઠેલા હોઇએ અને નેકરને કહીએ કે, “પાણીને પ્યાલો ભરી લાવ” તો એ નોકરને માટે પણ શરમજનક ગણાય, અને અમારે માટે પણ શરમજનક ગણાય. અમારે ત્યાં નોકર પાણીના ગ્લાસ જોઇને તેમજ સાફ કરીને યોગ્ય સ્થળે ગોઠવી દે ખરા, પરંતુ પીવા માટેનું પાણી તે અમારે ઊભા થઈને જ લેવાનું હોય. જ્યારે અહીં તો ગાદી પર પડ્યા પડથા જે “એય રામા! ક્યાં ગયો?’ એમ સાતવાર બૂમો પાડ્યા પછી આઠમા અવાજે રાત્મો આવે એટલે એક—બે સુણાવે, અને પછી કહે કે, “પાણી લાવ, પાણી. અત્યાર સુધી. ક્યાં મરી ગયો હતો ! સાંભળતો નથી ? હવે ખરી રીતે જાઓ તો પાણી બાજુમાં જ પડયું હોય. જેટલું ગળાને દુ:ખ આપે એટલુ' હાથને અગર પગને દુખ આપ્યું હોય તો કશી ઉપાધિ હોય ખરી ?” શ્રમ વગર મેળવવાની આવી બદી આપણામાં એવી પેસી ગઈ છે કે, આપણો નાનામાં નાનો વિદ્યાર્થી પણ કેઈની કૅપી કેમ કરી લેવી અને ચોરી કરીને પરીક્ષામાં પાસ કેવી રીતે થઈ જવું તેના રસ્તા શોધવા માંડ્યો છે. આવા પ્રકારના વિદ્યાથીઓ ભલે પાસ થતા હોય, પરંતુ મેટ્રિકમાં આવે છે ત્યાર પછી આંખમાંથી જાતે તો આંસુ પાડે છે, પરંતુ મોટાઓની પાસે પણ આંસુ પડાવે છે. સેમાંથી પાંત્રીસ ટકા માર્કસ લાવવાના હોય તે પણ ચોરી કરવી પડે, કંપી કરવી પડે એ કેટલું બધું હીણપતભર્યું ગણાય? હવે તો પાંત્રીસ ટકાનું ધોરણ પણ, કહે છે કે, વિદ્યાથીઓને વધારે પડે છે. એટલે તેઓ માગણી કરે છે કે પાંત્રીસને બદલે પચીસ ટકાનું ધોરણ રાખવું જોઈએ. તમને જે શિખવાડવામાં આવે તેને ત્રીજો ભાગ પણ તમને જો આવડે નહિ તો પછી શિક્ષણનો અર્થ શો ? કોઇ રસોઇયે આવીને કહે કે હું સો રોટલી બનાવીશ તેમાં પચીસ રોટલી સારી બનાવીશ અને બાકીની રોટલીઓમાંથી કેટલીક કાચી હશે ને બાકીની બળેલી હશે. તે, તમે એવા Page #72 -------------------------------------------------------------------------- ________________ રઈયાને ઊભો રહેવા દો ખરા? આના અનુસંધાનમાં હું તમને એક સરસ વાત કહું. એક વાર જમવા બેઠા હતા ત્યાં ભાણામાં લાડુ સાથે વડાં પીરસાયાં. તે વખતે એક પ્રશ્ન ઊભો થયો : વડા કરતાં લાડુ મોટા હોવા છતાં વડાને ‘વ’–મોટું કેમ કહેવામાં આવતું હશે ? ' કેઇકે વળી ‘વડાને પૂછયું પણ ખરું: “લોકો તમને વડું” કેમ કહે છે? ત્યારે વડાએ પોતાની આપવીતી કહેવા માંડી : પહેલે થે હમ મર્દ, મર્દસે નાર કહાયે, કર ગંગામેં સ્નાન, મેલ સબ દૂર કરાયે; કર પથ્થર સે યુદ્ધ, ઘાવ બરછી કે ખાયે, નીકલ ભયે જબ પાર, આજ હમ બડે કહાયે. વડું કહે છે કે સૌથી પહેલાં હું મગના રૂપમાં હતો; પુરુષ અવસ્થામાં હતા. તે પછી “વ” બનવા માટે મારે બે પથ્થર વચ્ચે ભરડાવું પડ્યું આ રીતે ભરડાવાને લીધે મારી જાતના ટુકડા થઇ ગયા. ત્યારે મારા એ આત્મભોગને યોગ્ય રીતે સન્માનવાને બદલે લોકેએ મને નારીવાચક નામ “દાળ” કહીને સંબોધવા માંડયું. ત્યારબાદ લાંબા સમય સુધી મારે પાણીમાં ભીંજાવું પડ્યું. એટલે, મારી બધી જ ચામડી ફોતરાંના રૂપમાં છૂટી પડી ગઈ અને મારું અંગ એકદમ નરમ થઈ ગયું. આ પછી મારે પથ્થર સાથે ખરેખરું યુદ્ધ કરવું પડ્યું. પરંતુ મારું ગજું કેટલું ? બે પથ્થર વચ્ચે હું બરાબર વટાઈ ગયું. મારું અસ્તિત્વ જ લગભગ ભુંસાઈ ગયું. ત્યારબાદ, મારી એ હાલત હજી ઓછી ભૂંડી હોય તેમ, અંગેઅંગમાં અગન ઊઠે એવા મરચા-મીઠાના મસાલા સાથે મને ભેળવવામાં આવ્યું. પછી ઊકળતા તેલમાં તળવામાં આવ્યું અને અણીદાર સોયાના ભાલાનો માર સહન કરવો પડ્યો. . - “આટલું બધું થયું ત્યારે પુરુષવાચક “મગ’ને બદલે નારીવાચક “દાળ એ નામથી સંબોધન કરી મારું અપમાન કરનારું જગત હવે મને ‘વડું” કહીને માન આપવા માંડયું છે.' વડાની આ આત્મકથા દુનિયામાં વડા–“મા” બનવા માટે માણસે કેટલું બધું સહન કરવું પડે છે તેનો ખ્યાલ આપે છે. પરંતુ આ સહનશીલતા અને જીવનક્ષેત્રે વિજયી બનવા માટેનું લડાયક ખમીર, જીવનમાં અભય અને પુરુષાર્થ નહિ હોય તો ક્યાંથી આવશે? તમે જે કંઈ કામ કરો તેમાં પુરુષાર્થને આગળ રાખે. પછી પ્રયત્ન Page #73 -------------------------------------------------------------------------- ________________ કરો અને જુઓ કે તમને સફળતા મળે છે કે નહિ. યાદ રાખજો કે કાયર માનવીને માટે જીવનક્ષેત્રો સફળતાની ક્યાય સંભાવના નથી. તમારે જીવનયુદ્ધ જીતવું હોય અને માનવતાને વિકસાવવી હોય તો તમારા હૃદયમાં અભય જોઇશે અને પ્રયત્નમાં પુરુષાર્થ જોઈશે. હવે આપણે ત્રીજી વાત ઉપર આવીએ : એનું નામ છે સંયમ. મન અને વાણી પર સંયમ ન હોવાને લીધે, આજે અશિસ્ત એટલું બધું વ્યાપી ગયું છે કે દેશમાં જ્યાં જુઓ ત્યાં અશિસ્તનું વાતાવરણ જ જોવા મળે છે. જ્યાં સુધી આ અશિસ્ત, આ અવ્યવસ્થા, આ અંધાધૂંધી હશે ત્યાં સુધી ભણતર ગમે તેટલું ઊંચા પ્રકારનું હશે તે પણ તે નકામું નીવડશે. માણસ ગમે તેટલો અભય હશે તેપણ ઊંચો આવી શકશે નહિ. અભયની સાથે સાથે તમે સંયમને યાદ રાખજો. અભય સંયમથી જ શોભશે. તમે કહેશો કે અમે અભય છીએ એટલે અમે શિક્ષણની અને શિક્ષકની સામે ગમે તેમ બોલવાના અગર વર્તાવાનાં–તો એ બરાબર નથી. તમને ન ગમે એવી બે વાત શિક્ષક કહે, એટલે તરત તમે હડતાલ ઉપર ઊતરી જાવ એ કેવી વિચિત્રતા?! તમે જો હડતાળના હથિયારથી શિક્ષકોને ડરાવ્યા જ કરો તો તમારે માટે તેમના હૈયામાં કેટલો પ્રેમ ઊભરાય ? તમારે જે વાત કહેવી હોય તે પ્રેમથી, નમ્રતાથી અને સમયોચિત રીતે કહેતાં શીખવું જોઈએ. તમને થતો અન્યાય તમારે વાજબી રીતે સમજાવવો જોઇએ. તેના બદલે તમે એમ કહો કે અમે હડતાળ પાડીશું, સ્કૂલ-કૉલેજ બંધ કરાવી દઇશું તો માસ્તરોને થશે કે ચાલો, બે દા'ડા મઝા કરીશું. તમે ફરો તેમાં બીજો વાંધો શું છે ? બગડવાનું કોનું છે? તમારું, વિદ્યાર્થીઓનું જ ને ! આ રીતે તમે વિચાર કરશો તો સમજાશે કે ત્રીજી વાત તો મોટામાં મોટી છે. આપણા દેશની ઉન્નતિ માટે આ સંયમ અને શિસ્તની મોટામાં મોટી જરૂર છે. પરંતુ, આજે આપણે ત્યાં સંયમ ઓછો થતો જાય છે. જ્યાંસુધી અસંયમ ને અશિસ્ત છે, ત્યાં સુધી અભય અને પુરુષાર્થ નકામાં જવાના છે. એક દિવસની વાત છે. વહી જતી નદીના પાણીએ બે બાજાના કિનારાઓને કહ્યું: ‘તમે અમારા પડખે છે એટલે અમને સ્વતંત્ર રીતે વિહાર કરવામાં મજા નથી આવતી, ગતિ કરવામાં ને પ્રગતિ કરવામાં સુગમતા નથી મળતી, વિકાસ કરવામાં વાંધો આવે છે.” પેલા કિનારાએ કહ્યું : “ નદી, અમારું નામ છે સંયમના કિનારા. અમે જો કિનારા તરીકે હટી જઈશું, તૂટી જઇશું, મટી જઈશું તે, હે પાણી, Page #74 -------------------------------------------------------------------------- ________________ તમે સાગર સુધી પહોંચી નહિ શકે; પર`તુ, ખાડાટેકરા કે વનવગડામાં જ વિખરાઈ જશે. તમને તમારા ધ્યેયબિંદુ સાગર સુધી પહોંચાડનાર કોણ છે તે જાણા છે ? અમે કિનારા જ છીએ. અમારો આભાર માનો કે અમે ભલે ઘેાડા અવરોધ કરીએ છીએ, પણ અમે છીએ તે જ તમે સાગર સુધી પહોંચી શકે છે. ' આપણે પણ જો જીવનના કોઈ પરમ હેતુ સુધી પહોંચવું હોય તો યાદ રાખજો કે આપણા જીવનની આસપાસ પણ સંયમના કિનારા હોવા જોઈએ જ. તમે જો આ સંયમના કિનારાને તેડી તાખા તા જીગનનું જે ધ્યેય છે, જીવનના જે ઊંચા પ્રકારના ઉદ્દેશ્ય છે ત્યાં પહોંચી શકશો નહિ. અને જીનના સામાન્ય ક્ષેત્રમાં જ, જીવનના વનવગડામાં જ તમારા જીવનની સઘળી શકિતએ વિખરાઈ-વેડફાઇ જશે. જેના જીવનની અડખેપડખે સ્વનિમિતે સંયમના કિનારા હતા તેવા મહાપુરુષો જ પોતાના ધ્યેયક્ષેત્રમાં પહોંચી શકથા છે. જેના જીવનની આસપાસ સંયમના કિનારા ન હોય, છતાં પણ જીવનક્ષેત્રે પ્રગતિ સાધી શકો હાય એવા એક પણ માનવીને દાખàા તમે ઇતિહાસમાંથી શોધી શકશો નહિ. આ રીતના સાચા માનવ બનવા માટે વિચાર અને આચારને શુદ્ધ, સુંદર અને સ્પષ્ટ બનાવા તેમજ જીવનમાં અભય, પુરુષા અને સંયમની સ્થાપના કરો. મને એક ગૃદ્ધની વાત યાદ આવે છે. એસી વરસની ઉંમર હતી. અને રસ્તાની એક પડખે ખાડો ખાદીને તે.એક આંબા વાવી રહ્યા હતા. કોઇકે જઈને પૂછ્યું : ‘ દાદા, તમે આ શુ` કરો છે ?” દાદાએ કહ્યું : ‘ હું આંબા વાવુ છુ.’ કો'ક એક ટીખળી માણસ હતા, એણે મશ્કરી કરી : · અરે દાદા, તમને તે આ કેવી માયા લાગી છે ? આ આંબો વાવે! કયારે, એ ઊગે કયારે, એનાં ફળ આવે કયારે અને તમે ખાવ કયારે ?” પેલા ડોસાએ કહ્યું : ‘ ભાઇ, આ માયા નથી. આ તે માનવને જે અર્પણ કરવાનુ છે તે અર્પણનું આ તર્પણ છે.’ પેલાને કઇ સમજણ ન પડી એટલે કહ્યું : ‘ એટલે શું ?” એમણે કહ્યું : ‘રસ્તા ઉપર જે આંબા છે તે મારા પુરોગામીઓએ વાવેલા છે. તેની છાયા આજે હું માણું છુ. એની કેરી હું ખાઉં છું. ત્યારે Page #75 -------------------------------------------------------------------------- ________________ મને થયું કે હું પણ એકાદ બે વાવતે જઉં કે જેથી ભાવિમાં આવનારી જે પેઢી છે એને છાયા મળે અને સાથેસાથે કેરી મળે. આપણે બીજાને લાભ આપવાનો છે.” આ વિચારણા આપણને સૌને એમ કહી જાય છે કે, આપણે તો સમાજને કંઇક આપતા જવાનું છે. લેવામાં મહત્તા નથી, મહત્તા તો આપી જવામાં છે. લેવાનું કામ તો બધાંય કરી શકે છે. આપનાર જ દુનિયામાં કોઇ વિરલ હોય છે. એટલે, માનવીમાં રહેલી. આ અર્પણની ભાવનાને આપણે વિકસાવવી જોઈએ. આ રીતે કર્તવ્યશીલ બનનારા દુનિયામાં બહુ વિરલ હોય છે. પરંતુ હું તમને વીનવું છું કે તમે આકાશના સૂર્ય અગર ચંદ્ર ન બની શકો તે કંઈ વાંધો નહિ, અમાસની અંધારી રાતના તારા જેવા તો જરૂર બનો. - અમાસની રાત્રે તમે જોયું હશે કે આકાશમાં એક તારો જો ખરે છે તો તે તેજનો લીસોટો મૂકી જાય છે. એ જ રીતે તમે ભલે ખૂબ મહાન માનવી ન બની શકો. પરંતુ, તમારા વર્તુળમાં, તમારા સમાજમાં તમારી મિત્રમંડળીમાં એક તેજનો લિસોટો મૂકીને જાવ, કે જે તેજલિસોટો માનવહૃદયમાં પ્રકાશ પાથરે. in : Page #76 -------------------------------------------------------------------------- ________________ આજના યુવાનને बाल्यकालेषु यः शान्त सः शान्त इति मे मति :। धातुषु क्षीयमानस्य क्षमा कस्य न जायते ॥ સુભાષિતમાં એક સરસ વાત કહેવામાં આવી છે. બાક્યવયમાં જે માણસે ઇન્દ્રિયોને શાંત કરી છે, કેળવી છે, તેને બરાબર સદુપયોગ કરે છે તે જ માણસ “માનવ” તરીકે ઓળખવાને યોગ્ય છે. બાકી, માણસ વૃદ્ધ થાય, ઇન્દ્રિયો શિથિલ થઈ જાય ને કામ કરે નહિ ત્યારે જો કહે કે, હવે મારી ઇન્દ્રિયો તોફાન કરતી નથી, હવે હું શાન્ત થઈ ગયો છું....તે, એ વાત સાચી નથી. | દાંત પડી ગયા પછી આપણે ગૌરવ લઈએ કે હવે હું સેપારી નથી ખાતે તો એ વાત બરાબર છે ખરી? દાંત પડી ગયા પછી સોપારી ચાવવા જઈએ તો મોઢાની અંદર જે નરમ ભાગ છે તે છુંદાઈ ગયા વિના રહે ખરો ? એટલે, આવતી કાલની રાહ જોવાને બદલે, જ્યારે યુવાની હોય ત્યારે જ તમારી ઈન્દ્રિયોને બરાબર સાચે રસ્તે વાળો અને જુઓ કે તમે કેટલું બધું કામ કરી શકો છો. સમાજને એક પક્ષ કહે છે કે માણસ કંઈ કરી શકતો નથી. એ બાપડે શું કરવાનો હતો ? એ તો કુદરત આગળ એક નાચીઝ વસ્તુ છે. જ્યારે બીજો પક્ષ કહે છે કે માણસ બધું કરી શકે છે. કુદરતને પોતાના ચરણે નમાવી શકે એવી શકિત અને સામર્થ્યને એ સ્વામી છે. બે વિચારપ્રવાહમાંથી યુવાનોએ બીજો પક્ષ પસંદ કરવાનું છે. એટલા માટે જ અંગ્રેજીમાં કહેવત છે કે, “ભગવાને દુનિયા બનાવી અને માણસે શહેર તેમજ નગર વસાવ્યાં.” કહેવાનો ભાવાર્થ એમ છે કે દુનિયા તે ઉજજડ હતી. પણ એ જડ દુનિયાને નંદનવનમાં ફેરવનાર તે માણસ Page #77 -------------------------------------------------------------------------- ________________ છે. માણસ ન હોય તો આ દુનિયા વેરાનવગડો બની જાય. અમે માંડવગઢમાં ફરવા ગયા હતા. ત્યાંની મેટી મેટી હવેલીએ, ઊંચાં તેતિંગ મકાનો, શિલાઓની અદ્ભુત રચના એ બધું જોયું ત્યારે મનમાં અભાવ જાગ્યા કે પ્રાચીન ભારતના ઇતિહાસ કેવાં મેટાં સર્જન કરી શકતા હતા.! પણ સાથે સાથે, દિલમાં એક ગમગીની પણ સર્જન કરનારા માનવીઓના ચાલ્યા જવાથી એ બની ગયુ` છે કે, કૂતરાં અને શિયાળવાં પણ ત્યાં ભે’કાર આજે છવાયો છે. આવું ભયમય વાતાવરણ માનવીએ એના ત્યાગ કર્યો છે. છવાઇ ગઇ કે આવુ સ્થાન એવું ભયવાળુ જતાં ગભરાય એવા એટલા માટે જ છે કે માનવી જેનો ત્યાગ કરે છે તે જો નંદનવન હાય તાપણ ઉજ્જડ બની જાય છે; અને માનવી જેના ઉપર પોતાનું હૃદય રડે છે, જેની પાછળ પોતાનું સામર્થ્ય અને શકિતઓના ઉપયોગ કરે છે—એ ઉજ્જડ હોય, વેરાન હાય કે અરણ્ય હાય તોપણ નંદનવનમાં ફેરવાઈ જાય છે. આપણે ત્યાં કહેવાય છે કે, ગળેાળીયાન મહતા મહીયાન્...એક નાનકડા વડલાના બીજમાં એક મહાવડની શકિત પડેલી છે. આજે ભલે બીજ સાવ નાનકડું દેખાતુ હોય, પરંતુ એ નાનકડું બીજ ધીમે ધીમે મોટું થઇને વટવૃક્ષ બને છે ત્યારે હજારો વટેમાર્ગુઓને, પાંખીને છાયા આપે છે, ફળ આપે છે, તાજગી આપે છે. જરા વિચાર કરો, આનું કારણ શું ? કારણ એ છે કે નાનકડા બીજની અંદર વટવૃક્ષની શકિત સમાયેલી છે. આજના યુવાને આજે તે। કંઇ લાગતા નથી; પરંતુ, આવતી કાલનું સમાજઘડતર તેમના હાથમાં છે. આજની વૃદ્ધ પેઢી આથમી ગયા પછી તેનું સ્થાન તેમણે લેવાનું છે. એટલે, યુવાન પેઢીમાંથી જ મેટી વ્યકિત પાકવાની છે. દુનિયામાં જે માટા માણસા બને છે તે કઇ આકાશમાંથી એકદમ ઊતરી પડતા નથી; પણ નાનકડા માનવીએમાંથી ધીમેધીમે વિકાસ થાય છે, વિકાસમાંથી એમનું સર્જન થાય છે, અને તેમાંથી તે મહાન વ્યકિત બને છે. જીવન જીવવા માટે પણ એક દીક્ષાની જરૂર હોય છે. કલિકાળસ જ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજી, જેમણે કુમારપાળને જીવન જીવવા તેમજ રાજ્ય ચલાવવા માટેની જીવન-દીક્ષા આપી હતી, તેમણે એક સુભાષિતમાં કહ્યું છે કે સિંહણને એક જ પુત્ર હોય છે, છતાં એ નિર્ભય થઈને સૂઈ શકે છે; કારણ કે, એને ખબર છે કે એનો દીકરો જ ગલમાં ઘૂમે છે. અને તેથી એને Page #78 -------------------------------------------------------------------------- ________________ કોઈ જાતનો ભય નથી. જ્યારે ગર્દભી (ગધેડી)ની આસપાસ દશદશ બચ્ચાં ફરતાં હોવા છતાં પણ, એને રેતીના થેલા ઉથામવા પડે છે અને ડફણાં ખાવાં પડે છે. દશ દશ દીકરા હોવા છતાં એના જીવને નિરાંત નથી; જ્યારે સિંહણને એક જ સંતાન હોવા છતાં એને કાળજે ટાઢક છે. તમે આવા, સિંહણના સંતાન જેવા કેમ ન બનો? તમે એવો વિચાર કેમ ન કરો કે ઘરમાં તમે એકલા હોવા છતાં પણ તમારે લીધે તમારી માતાને, તમારા પિતાને, તમારા બાંધવોને અને તમારા વડીલોને શાંતિ અને સુખ હોય. તમારા વિચાર, તમારી વાણી અને તમારું વર્તન જોઇકરીને તમારાં માબાપ, તમારા વડીલો અને તમારાં સ્વજનો મનમાં ને મનમાં પ્રસન્ન થાય એવા કેમ ન થવું ? તમને જોઇને એમને થાય કે કેવા સરસ સદ્ગુણો છે, કેવી સરસ-મધુર વાણી છે, કેવું નિર્દોષ અને નિષ્કલંક વર્તન છે, અને કેવી સુંદર જીવનવ્યવસ્થા છે ! આવી અહોભાવના એમના મનમાં જાગે તો જ તમારું જીવ્યું સાર્થક ! બીજી બાજુ તમે એવું પણ કરી શકો કે તમારા જીવનની અવ્યવસ્થા જોઇને તમારાં વડીલોના દિલમાં ગમગીની પેદા થાય, તમારી કટુ વાણી સાંભવળીને એમને થાય કે અરર, આવી કટુ વાણી?! તમારું વર્તન જોઈને એમને થાય કે આવું અસદ્વર્તન ? ! આમ તમને પોતાના દીકરા તરીકે ઓળખાવતાં તમારાં માબાપ શરમાય, શિષ્ય તરીકે ઓળખાવતાં તમારા ગુરુજન લજવાય અને મિત્ર તરીકે ઓળખાવતાં સાચો મિત્ર મૂંઝાય એવા પણ તમે થઈ શકો. મતલબ કે, કેવા બનવું અને કેવા નહિ, એ તમારા પોતાના હાથની વાત છે. . તમે એવું વર્તન કેળવો તમને જોઇને તમારા શિક્ષક –ભલે તેમની પાસે એક જ વર્ષ ભણ્યા છે છતાં ગૌરવ લે અને કહે કે આ મારો વિદ્યાર્થી છે તમારા માબાપને એમ થાય કે આ મારો કુળદીપક છે અને એ જ અમારી પાછળ અમારા વિચારની, આચારની અને સંસ્કારની જ્યોતને જલતી રાખવાનો છે. ' આવું ત્યારે જ બની શકે, જ્યારે તમે જીવન જીવવાની સાચી દિશા આજથી જ નક્કી કરી લો અને તે મુજબ જીવવાનો નિર્ણય કરો. - આવો નિર્ણય શી રીતે લઇ શકાય ? આવો, હું તમને રસ્તો બતાવું, મદદ કરું. તમે તમારા જીવનમાં ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખજો. એક સત્સગનું, બીજાં અભયનું અને ત્રીજ કેળવણીનું. બીજા શબ્દોમાં કહું તે, Page #79 -------------------------------------------------------------------------- ________________ સાબત સારી રાખજો, દિલ નીડર રાખજો અને મનને કેળવણી આપજો. તમારા મિત્રા એવા હોવા જોઇએ કે તેમની ઊંડામાં ઊંડી અને ખાનગીમાં ખાનગી વાતમાં પણ કયાંય કટુતા અને ગંદાપણું ન હોય. બગીચામાં ફૂલો લેવા જઈએ ત્યારે ફૂલને પણ ચૂંટીને પસંદ કરવા પડે છે. એમાં ચીમળાયેલાં પણ ન જોઈએ, અને અર્ધ ખીલેલાં પણ ન જોઈએ. પૂર્ણ વિકસિત પુષ્પ હોય એને જ આપણે લાવીએ છીએ અને ઘરની ફૂલદાનીમાં ભરાવીએ છીએ ત્યારે એની શે।ભા ખીલી ઊઠે છે. પરંતુ, એ ફૂલદાનીમાં નકામાં અને ચીમળાઇ ગયેલાં ફૂલાને ભરીએ તે પરિણામે ઘરની ફૂલદાનીની શે।ભા મારી જાય છે. બસ, એ જ રીતે, આપણી શોભા મિત્રોથી છે. આપણે જેની સાથે બેસીએ છીએ, ફરીએ–હરીએ છીએ, વાતચીત કરીએ છીએ અને આપણા કિંમતી કલાકો પસાર કરીએ છીએ તે મિત્રો એવા હોવા જોઇએ કે તે ફૂલદાનીનાં સુંદર ફૂલાની જેમ શેાભા અને સુવાસ આપે. ફૂલદાનીમાં જેમ ફૂલને ચૂંટીટ્યૂટીને ભરીએ છીએ, તેમ જીવનદાનીમાં મિત્રાને ચૂંટીચૂંટીને પસંદ કરીએ. સારા હોય તેને સહર્ષ સ્વીકારીએ અને નઠારા હાય તેનું નામ ન લઇએ. ΟΥ પસંદ કરાયેલા મિત્ર પૈકી કાઇક મિત્ર સડેલા છે એવી ખબર પડે તો, સડેલા ફૂલની જેમ, તુરત જ તેને દૂર કરવા જોઇએ. ‘ તુરત જ ’ શબ્દ ઉપર ભાર દઈને કહેવાનું કારણ માત્ર એટલું જ છે કે, એક સડેલું ફૂલ બીજાં દશ સારાં ફૂલને સડો લગાવે છે. પાનની ટોપલીમાં પડેલાં પાંચસોહજાર પાન સાથે બંધાઈ ગયેલુ` એકાદ સડેલું પાન બીજી સવારે ઊગે તે પહેલાં પાંચ-પચીસ પાનને ચેપ લગાડે છે; તેમ એકાદ સડેલા મિત્ર કે એકાદ સડેલા યુવાન ઘણાને નષ્ટ કરી નાખે છે. સડેલા પાનને લીધે બીજા પાન સડી જાય નહિ તે માટે તો પાનવાળા કાતર રાખે છે; અને જે પાન સડેલું હોય, ડાઘવાળું હોય તેને કાપી નાખે છે. એમ કહે છે : પેરણું હશે તે પેણું ચાલશે, કપાયેલું હશે તે કપાયેલુ ચાલશે; પણ આ સડેલું પાન તો જરાય કામનું નથી. એ જ રીતે તમારા જીવનમાં જે ભાગ સડેલા હોય તેને કાઢી નાખતાં શીખા; નહિ તો, તમારું સુંદર અને બગીચા જેવુ' મગજ ખરાબ વાતોથી ઉકરડા જેવું થઇ જશે. એટલે, પહેલી વાત તો એ છે કે મિત્રો સુંદર જોઇએ; કારણ કે, મિત્રોથી જ તમે શાભવાના છે. તમારો મિત્ર જો ખરાબ કામ કરશે તે તેની Page #80 -------------------------------------------------------------------------- ________________ સાથે તમે પણ વગોવાશો. લોકે તો એમ જ કહેશે કે, “ ફલાણાની સાથે બેસતો હતો તે આવો નીકળ્યો.' એટલે, ખરાબ કામ તમારો મિત્ર કરે અને બદનામી તમને સારાને મળે એવું બનશે. માટે, આબ્બી તમે નક્કી કરજો કે, જે લોકે બીડી પીતા હોય, જે લોકો જૂઠું બોલતા હોય, જે લોકો ગાળાગાળી કરતા હોય, જે લોકો ગંદી–ગંધાતી વાતો કરતા હોય, તેવા પ્રકારના સોબતીથી આઘા જ રહેશો અને તેમને કહેશો કે અમારી મૈત્રી રાખવી હોય તો બધી બદીઓથી દૂર રહેવું પડશે. જો બદીઓ હોય તો અમે નહિ અને અમે હાઇએ તો બદીઓ નહિ. બેમાંથી ગમે તે એકનો સ્વીકાર કરવાની તમને સંપૂર્ણ છૂટ છે. તમે જો આટલું ધ્યાન રાખશો તો પછી તમે જોશો કે તમારું મિત્રમંડળ એટલું સુંદર હશે કે તમે વાતો કરશો તો પણ સારી સારી હશે. પછી તમારા જીવનમાં એક એવું સુંદર સ્વપ્ન નિર્માઇ રહેશે, જે તમને મહાન બનવાની પ્રેરણા આપશે. આપણા સાંસ્કૃતિક ઇતિહાસનાં પાનાં ઉથલાવશો તો જોશો કે સીતાજી, દ્રૌપદી, ગાળી જેવી અસંખ્ય સ્ત્રીઓ આપણી સંસ્કૃતિને આદર્શ રજૂ કરતું જીવન જીવી ગઈ છે. આજની યુવતીઓ એ વિભૂતિઓ જેવું જીવન જીવવાનો આદર્શ નક્કી કરે તો આપણું સમાજજીવન સ્વર્ગ સમું સોહામણું નીવડે. પરંતુ, આજની આપણી બહેનો તો પેલી એક્ટ્રેસ કેવો ડ્રેસ પહેરે છે, કેવાં ગીત ગાય છે, કેવી અદાથી ચાલે છે, કેવાં છત્ય કરે છે એ બધાનું અનુકરણ કરે છે. આદર્શ નારી બનવાને બદલે એકટ્રેસ બનવાનાં પતનકારી સ્વપ્ન સેવે છે. દેશનું આ દુર્ભાગ્ય છે.. ' તમે અત્યારથી જ ઉચ્ચ વિચારોનું સેવન કરજો. તમારી પસંદગી હંમેશાં શ્રેષ્ઠ જ હોવી જોઇએ. દુનિયામાં જે લોકો પોતાના જીવન માટે કનિષ્ઠ કે અનિષ્ટ તત્ત્વોની પસંદગી કરી બેઠાં છે તે લોકો ઠીકરાં થઈને કૂટી ગયાં છે. તમે જો મહાન બનવા માગતા હો તો ઉચ્ચ અભિલાષનું સેવન કરો. જગતમાં જે મહાન તરીકે પંકાઈ ગયા છે તેમનાં જીવનચરિત્રો ભણી નજર નાખો. આજે જે મહાપુરુષ તરીકે ઓળખાઇ રહ્યા છે તેમના વર્તમાન જીવનમાંથી પ્રેરણા મેળવો. એમની ખેતભરી જીવનચર્યા ઝીણવટથી જુઓ. અને તમે નક્કી કરો કે આપણે પણ મહાન કેમ ન બનીએ? બે હાથ, બે પગ, બે કાન, બે આંખ, મોટું અને નાક તેમની પાસે છે તેવાં જ આપણી પાસે પણ છે. આપણે તો એ શકિતઓને સદુપયોગ કર Page #81 -------------------------------------------------------------------------- ________________ વાના છે. એ શકિતના સદુપયોગ કરો અને પછી જુાએ કે તમારા જીવનમાં કેવા પ્રકારનું ઊધ્વગામી પરિવર્તન આવે છે ! ઇતિહાસનાં પાનાં ઉથલાવીને ઉકેલશે। તા સમજાશે કે દુનિયામાં જે મહાપુરુષો તરીકે ઓળખાયા છે તે ચામડીમાં બહુ રૂડારૂપાળા નહાતા; પરંતુ તેમના આત્માનું સૌંદર્ય એવું આકર્ષક હતું કે દુનિયા એ સૌંદર્ય પર મુગ્ધ બની ગઇ હતી. મૂર્ખ માનવી ચામડીની સુંદરતા પર મુગ્ધ બને છે, જ્ઞાનીઓ દિલની સુંદરતા જોઇ રાજી થાય છે. જ્ઞાનરૂપી ભમરાઓને તમે જો ખરેખર આકવા માગતા હો તો તમારા આત્માના સૌંદર્ય સમા સદાચાર, નીતિ, સત્ય, અહિંસા, કારુણ્ય, વાત્સલ્ય વગેરે સદ્ગુણાને બહાર લાવા. પછી જજુએ, જગતના ઇતિહાસમાં તમે શું કરી જાવ . ! યાદ રાખજો, તમારે સામાન્ય બનવાનું નથી, મહાન બનવાનું છે. એ માટે તમે તમારાં સ્વપ્ન ઉમદા રાખજો. મનથી સ`કલ્પ કરો કે અમારે જિંદગીમાં ચાકકસ કંઈક બનવુ છે. ચોમાસાનાં અસિયાંની જેમ ક્ષણજીવી નથી બનવું. આખી દુનિયામાં કદાચ મારા નામની હાક ન વાગે તો કઈ નહિ, પરંતુ હું જ્યાં વસું છું તે પ્રદેશની આસપાસ વસતા પ્રત્યેકના હુંયે તે ને હાઠે મારી જીવનસુવાસ રમી રહે એવા મારે થવું છે, એવી ઊંચી સદ્ભાવના સેવજો. તમે જો સંકલ્પ કરશે! અને એ સંકલ્પ પાર પાડવા માટે સહન કરશે। તો જ આવું જીવન જીવી શકશેા. દુ:ખની વાત છે કે, આજના યુવાનની તા કાર્ય વાહી જ કોઇ આર પ્રકારની હાય છે. સવારમાં ઊઠીને દેવસેવાને બદલે બૂટપાલીશ કરશે, પછી પટિયાં પાડતાં બરાબર અડધા કલાક કરશે. એ વાળ આડા પડવા ન જોઈએ ને એક્કે વાળ ઊંચા થવા ન જોઇએ. આવું કરનારા આજના યુવાને મને તો છેકરીઓ કરતાં પણ ભૂંડા લાગે છે. સાચા યુવાનનું રૂપ વાળમાં નહિ, એના અણુએ અણુમાં વિલસતુ હાય છે. એના સંયમ, એને સદાચાર, એની સ્વચ્છતા, એની સ્વસ્થતા એ જ એના સૌંદર્ય ને દીપાવનારાં અને એની સુવાસને મહેકાવનારાં હોય છે. આજ તે છેકરાઓ પણ રૂપાળા દેખાવા માટે પાવડર લગાડે છે, ક્રીમ-સ્નો લગાડે છે. આ બધું એટલા માટે જ કરવુ' પડે છે કે તેમની અંદ— રતું (આત્માનું) સૌંદર્યાં નાશ પામ્યું છે. અંદરનું તત્ત્વ ખૂટી જાય છે ત્યારે • Page #82 -------------------------------------------------------------------------- ________________ જ બહારની ટાપટીપ શરૂ થાય છે. હુ' તો તમને કહ્યુ` છું' કે બહારના એ લપેડાએના માહ છોડીને તમે કંઇક એવું સર્જન કરો, તમારું જીવન એવું બનાવી રહેા કે ભવિષ્યના ઇતિહાસ પણ તમને જજુએ અને બોલી ઊઠે કે આ એક માણસ વિરલ હતા, કે જેણે આવું ઉમદા સર્જન કર્યું.... તમારે આગિયા નહિ, તારા બનવાનુ` છે. અંધારી રાતે ચાલ્યા જતા પથિકને તમારે તા મા દર્શન અને આશ્વાસન આપવાનું છે. ખરી પડવાનો વખત આવે ત્યારે પણ તેલિસાટો મૂકીને તમારે જવાનું છે. યુવાનીમાં રખડચા કરશેા તે આખી જિ ંદગી સુધી રખડવું પડશે. માટે તમારી જુવાનીને સંભાળી લા. એકાગ્ર બની જીવનની કેળવણી મેળવી લા. અંગ્રેજીમાં પ્રગતિપથનાં જે ત્રણ પગથિયાં બતાવ્યાં છે તે આ છે : Dream, Hope and Admiration તમારી પાસે મહાન બનવાની પ્રેરણા આપતું મધુરું સ્વપ્ન હોય, સુંદર આશા હોય અને દિલમાં અન્યની પ્રગતિ પરત્વેની ખેલદિલીભરી પ્રશંસા હોય તેા તમારા જીવનની પ્રગતિને કોઈ રૂંધી શકશે નહિ. હવે આપણે બીજી વાત પર આવીએ. જીવનમાં તમે સથા અભય બનજો. કોઈથી કદી ડરશેા નહિ જીવનમાં એકમાત્ર પાપ સિવાય બીજા કશાથી ડરશેા નહિ. તમારી વાણી, તમા રુ' વન અગર તમારા વિચારથી જો કોઇ પાપ થઈ જાય તો જરૂર ડરો. તેવે પ્રસંગે ભગવાન પાસે દોડી જઇને પાપ સામે રક્ષણ માગો. જેના હૃદયમાં અભયનું સામ્રાજ્ય સ્થપાયેલુ છે એને દુનિયામાં કોઇની બીક નથી. એ જ દુનિયાને પલટો આપી શકે છે. આમ પહેલી વાત આપણે (સારી સાબતની) વિચારી, બીજી વાત અભયની તપાસી, હવે ત્રીજી વાત વિચારવાની છે મનની કેળવણીની. તમે દરેક. વાત કરજો, પણ સાથે સાથે મનને કેળવતા જજો. મન એક એવી વસ્તુ છે કે એને કેળવવું પડે છે. જેમ લેાટ બનાવવા હાય તો કણકને કેળવવી પડે, ઘડો બનાવવા હોય તો માટીને કેળવવી પડે, ખમીસ બનાવવું હેય તા કાપડને કાપીકૂપીને કેળવવુ પડે; તે જ રીતે દુનિયામાં કેળવ્યા વગરની કોઈ પણ વસ્તુ કામ લાગતી નથી. તમારા માનસને પણ તમારે કેળવવાનુ` છે. એ કેળવણી માટે શિક્ષણ એ અનિવાર્ય વસ્તુ છે. હવે પ્રશ્ન એ ઊભા થાય છે કે, કેળવાયેલ માણસની ઓળખ શી ? બિનકેળવાયેલ માણસને દશ શબ્દો કહેવા પડે છે; જ્યારે કેળવાયેલ માણસને માટે એક શબ્દ પણ બસ થઇ જાય છે. ‘A word to a wise, Page #83 -------------------------------------------------------------------------- ________________ and a lot to a fool.” ડાહ્યા માણસને એક શબ્દની જ જરૂર છે કે ભાઈ, આમ નહિ, આમ. બસ એ તરત સમજી જશે. પરંતુ જે મૂરખ હશે, ગધેડા જેવો હશે એને ડફણાં પણ ઓછાં પડશે. આપણામાં કહેવત છે કે તેજીને ટકોરો અને મૂરખને ડફણાં. આ રીતે તમારા માનસને જો તમે કેળવતા જશો તો તમારું મગજ અને તમારું મન સરસ થઈ જશે. જેમ કેમેરાની ચાંપ દાબતાં જ અંદર રહેલી નેગેટીવ પર સામેનું દૃશ્ય તુરત જ ઝડપાઈ જાય છે તેમ, તમારું માનસ પણ એવું કાર્યદક્ષ બની જશે કે જે વાત વડીલો કે ગુજનો કહેશે એ તુરત જ તમારા માનસપટ પર અંકાઈ જશે. ' તમારું મન કેળવાયેલું હશે તો તમારી પાસે આવતી સુંદર વાતો તમારા હૈયાની દાબડીમાં સરસ રીતે સંધરાઇ જશે. આ રીતે મેં તમારી પાસે ત્રણ વાત મૂકી છે : સારી સોબત, અભય અને મનની કેળવણીની. - મિત્રોની સોબત સારી હશે તો તમે ફૂલની જેમ મહેકષા કરશો. અભય હશો તો તમારા દિલની અંદર પ્રકાશ છવાયેલો રહેશે. મન કેળવાયેલું હશે તે તમારા આત્માનું સૌંદર્ય વિકાસ પામતું જશે. આ ત્રણ બાબતો તરફ તમે જો પૂરતું ધ્યાન આપ્યું હશે તો તમે ત.. મારા કુળમાં, તમારાં માતપિતા માટે, તમારા ગુરુજનો માટે એવા બની રહેશે કે તમારે માટે તેમને ગૌરવ લેવું પડશે. તમારે લીધે એ સૌને ઊંચું માથું રાખીને ફરવાનું સદ્ભાગ્ય સાંપડશે. તમારે લીધે તમારું કુટુંબ, તમારી જ્ઞાતિ, તમારો સમાજ અને તમારો દેશ પણ એમ કહેશે કે આ તે અમારો લાડકવાયો છે. જે રીતે ખેતી કરતા ખેડૂત ખેતરમાં એક દાણો વાવે છે, તે ખેતર તેના વળતરના રૂપમાં ઘણા દાણા આપે છે, તે રીતે મેં જીવનખેતરમાં વિચારરૂપી એક દાણો અહીં વાવેલો છે. યુવાનો તેના વળતરના રૂપમાં આચારના ઘણા દાણા પાછા વાળશે એટલી અપેક્ષા હું રાખું છું. Page #84 -------------------------------------------------------------------------- ________________ કે ગંભીરતા કેળ ! જારમાં જઇએ અને નાયલોન, વુલન કે રેશમી કપડાં ખરીદવાની વાત કરીએ, પણ પાસે પૈસા તો માદરપાટ ખરીદવા જેટલા જ હોય ત, ઊંઘી જાતના તાકા કઢાવીને જોઈ શકીએ ખરા, પણ તે ખરીદી ન શકીએ. શાકબકાલું ખરીદવા નીકળેલો માણસ ઝવેરીને ત્યાં જઈને કહે કે, તમારી હીરા-મોતીની પેટીઓ ખેલવા માંડે, અમારે હીરા-મોતી ખરીદવા છે. તો, ઝવેરી પહેલાં તો એના મોઢાને જોશે. પગને જોશે, હાવભાવને જોશે. પછી જ્યાં ખબર પડશે કે ભાઈ, આ તો બકાલું ખરીદનારો છે, તો એ તરત કહેશે: “ભાઈ, આગળ જાવ. અમારી પાસે તમારે લાયક હીરા-મોતી નથી.’ જીવનમાં પણ આવું જ છે. ઘણા માણસો અધ્યાત્મની ઊંચી ઊંચી વાત કરે છે. પણ જીવનમાં ઊંડે ઊતરીને તપાસીશું તે જણાશે કે તેમની પાસે તો સામાન્ય સગુણોની મૂડી પણ નથી હોતી. આવા માણસો સમાજને અને પોતાને બેવડી રીતે છેતરે છે. એમનું જીવન આખરે “ફિયાસ્કો’ બની જાય છે. માનવીને આજે કલ્પનાનું ઉશ્યન બહુ ગમે છે. વાસ્તવિકતાથી એ દૂર ભાગે છે. એટલે જ “ઍટિકેટમાં રહેનાર લાંબે ગાળે દેવાળું કાઢે છે. છે. આજે ધર્મની વાત તો ઠેરઠેર થાય છે, પરંતુ ક્યાંય નક્કર ધર્મ રહ્યો હોય એમ દેખાતું નથી. કારણ, ધર્મનો ફુગાવો ઊભો થયો છે. ને સાચી ધર્મભાવનાને સમજનારો વર્ગ ઓછો થઈ રહ્યો છે. ' આ ધર્મી આત્મા કેવો હોય, એની સગુણ-મૂડી કેવા પ્રકારની હોવી જોઇએ, એ વાત આપણને “ધર્મરત્ન-પ્રકરણ” માં સમજાવવામાં આવી છે. સૌથી પહેલી વાત એમ કહેવાઈ છે કે ધમ આત્મા અક્ષદ્ર હોવો જોઇએ. આ અશુદ્ર એટલે જીવનની ગંભીરતાવાળો. એની પાસે દુનિયાની Page #85 -------------------------------------------------------------------------- ________________ અનેક વાત આવે, પણ એ તો બધીય પચાવે, છતાંય કદી ઉતાવળે ન બને. ઉતાવળી બુદ્ધિવાળો માનવી કદીય ધર્મની સાધના કરી શકતું નથી. મગજ માં એક વિચાર આવે કે તરત જ તેના પરિણામને કે યોગ્યયોગ્યતાનો ખ્યાલ ક, કર્યા વિના અમલમાં મૂકી દેવો એ ડહાપણની વાત નથી. અફવાને આધારે દોડનાશ અટવાઈ જાય છે એ જાણીની વાત છે. * * દુનિયામાં વાત તે અનેક ચાલવાની છે. એમાં પણ ડાહ્યા માણસે બોલે એના કરતાં ગાંડા માણસો વધુ બોલવાના છે. એ બધાયની વાતો સાંભળી સાંભળીને વિચાર કર્યા વિના જ અમલમાં મૂકવા માંડશો તે તમે તમારી જાતને જ નુકસાન કરી બેસશો. એટલું જ નહિ, તમારું અનુકરણ કરનારા બીજા ઓછી બુદ્ધિવાળાઓને પણ તમે નુકસાનમાં ઉતારશો. ઘણી વાતો બહુ વિચાર કરીને બોલવાની હોય છે. કેટલીક વાત એવી હોય છે કે, જે સાચી હોય તે પણ પેટમાં પચાવી જવાની હોય છે. કેટલીક વાતો એવી હોય છે કે, જેને વિચાર ને વિવેકના ગળણાથી ગાળ્યા પછી જ બીજાને કહેવાની હોય. - શરીરનાં બધાં અંગોને જાઓ તો આંખ ઉપર ઢાંકણું છે, મેટું પણ બંધ કરી શકાય છે, પરંતુ કાનને કોઈ ઢાંકણું કિરતારે આપ્યું નથી. એટલે દુનિયાની જે વાત આવે તે સાંભળવી તો બધી જ, પરંતુ બોલવા માટેનું ઢાંકણું ઉઘાડતાં પહેલાં ખૂબ વિચાર કરવાનો છે. સાંભળેલી વાતોમાંથી થોડી જ મેવાટે બહાર કાઢવાની હોય છે. બાકીની બધી તો અંદર જ સમાવી દેવાની હોય છે. એકવાર એક ભાઈ કહે, “હું શંકરનો ભકત છું !” મેં કહ્યું: “તમારા શંકર કેવા હેય એ કહેશે ?” તેમણે લિંગનો આકાર બનાવી કહ્યું : “જાઓ, આવા હોય.” એ તો ઠીક, પણ એમના ગુણ ક્યા? એ ભાઈ પૂરતે જવાબ આપી શક્યા નહિ; એટલે મેં કહ્યું: ‘રામ્ રતિ યુતિ ર :- જે સમતા કરે એનું નામ શંકર.' એમણે પૂછ્યું : “સમતા કોને કહેવાય ? . મેં કહ્યું: “સાગર–મંથન વખતે જ્યારે ઝેર અને અમૃત બેય બહાર આવ્યાં ત્યારે એમણે કહ્યું હતું કે દુનિયાને અમૃત આપો અને મને ઝેર આપો. હું ઝેર પી જઇશ. બસ, એનું નામ રામતા. જે માનવી દુનિયાનાં ઝેર પચાવી શકે અને જગતને અમૃત આપી શકે તે જ શંકર બની શકે. શંકરની ભકિતને સાધિકાર દાવો પણ એ જ કરી શકે. બાકી, હું અમૃત લઉં ને દુનિયામાં ઝેર વરસાવું એવી ભાવના Page #86 -------------------------------------------------------------------------- ________________ વાળે માનવી શંકરને ભકત બની શકે નહિ.' આપણે પણ સંસારમાં એ જ કરવાનું છે. શંકરે જેમ ઝેર પચાવ્યું અને અમૃત આપ્યું તેમ આપણે પણ જગતની ઝેર જેવી કડવી વાતોને પી જવાની છે. અને જગતના કલ્યાણ માટેની વાતો જ ઉચ્ચારવાની છે. પરંતુ, ગંભીરતા હશે કે સમતાપૂર્વક વિચારવાની બુદ્ધિ હશે તો જ આ શકિત આવશે. - એક દિવસ છાપામાં કોઇકે લખ્યું કે અમુક વખત પછી આખીય દુનિયાનો પ્રલય થઈ જવાનું છે. આ વાંચીને એક માણસ હાંફતો હાંફતે મારી પાસે દોડી આવ્યો. કહે : “મહારાજ, આ છાપામાં લખ્યું છે કે આખી દુનિયા મરી જવાની છે. તો પછી હું પર્વત ઉપર જ રહું તો?' મને આ માણસ પાગલ જ લાગ્યો. એને શો ઉત્તર આપવો? છાપાંઓ પણ પોતાના સ્વાર્થ માટે વિવેકવિહોણી વાતો છાપીને લોકોને ભડકાવી ઉશ્કેરે છે એ વાત બરાબર નથી. જે માનવીને પોતાની કરણી અને પ્રારબ્ધ પર વિશ્વાસ નથી એવા માનવીઓ જ આવી વાતોના પ્રવાહમાં તણાય છે. પોતાની કરણી પર વિશ્વાસવાળો માણસ તો કહે છે કે, જ્યાં સુધી મારું પુણ્ય તપે છે ત્યાં સુધી પ્રલય આવશે તે પણ મને તો કંઇ જ થવાનું નથી. અને જે ઘડીએ પુણ્ય પરવારી જશે તે ઘડીએ મને લાખ જણા બચાવનારા હશે તો પણ હું બચવાનો નથી.' પુષ્પની માળા પહેર્યા પછી અવસાન પામેલી ઇન્દુમતિ માટે વિલાપ કરતો અજ એમ માને છે કે, આ પુષ્પની માળાને લીધે જ ઇન્દુમતિ મૃત્યુ પામી તો પછી લાવ, હું પણ તે માળા ગળામાં નાખીને ઇન્દુમતિ પાસે પહોંચી જાઉં. આમ માનીને અજે માળા ગળામાં નાખી. પરંતુ તેથી કંઈ મૃત્યુ આવ્યું નહિ. તેથી નિરાશ થએલો અજ વિમાસે છે કે, આ પુષ્પની માળા વડે જ ઇન્દુમતિ મૃત્યુ પામી તો પછી હું કેમ મરતો નથી? આગળ વધતાં એ કલ્પના કરે છે કે, કદાચ કોમળ જીવોને મારવા માટે વિધાતાએ પિતાનાં શસ્ત્રો પણ કોમળ રાખ્યાં હશે. આમ ગાંડા વિચારો કરતો અજ છેવટે એક નિર્ણય લે છે....કો'ક વાર અમૃત પણ ઝેર બની જાય છે ને કો'કવાર ઝેર પણ અમૃત બની જાય છે. એ બધી કેવળ ઈશ્વરેચ્છા જ છે. એટલે મારે હવે ઈશ્વરને જ શરણે જવું રહ્યું. - એકનું એક ઔષધ એક માનવીને જિવાડે છે અને બીજાને માટે મૃત્યુનું કારણ બને છે. એ હકીકત નજરોનજર જોયા પછી આપણે જો સમજી શકતા હોઈશું તે, જરૂરથી વિચારીશું કે, તેનું કારણ કેવળ પ્રારબ્ધ હશે. Page #87 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે પ્રારબ્ધ જેવી વસ્તુને સમજનારો માનવી ગમે તેવી ભડકાવનારી વાતોથી ભડકતો નથી. સાંભળીને તરત કહી નાખનારો, જોયા પછી તરત જાહેર કરનાર, ને જાણ્યું એટલું બોલી નાખનારો વિવેકવિચાર વિનાનો માનવી ઉતાવળિયો હોય છે. આવો માનવી ધર્મની સાધના કરી શકતો નથી. ધર્મની સાધના માટે તે જીવનની ગંભીરતા જોઈએ. જેના જીવનમાં ગંભીરતા આવે છે તેનું હૃદય સાગર જેવું વિશાળ બને છે. ખૂબ ખાઈખાઇને અપચાને લીધે પેટ મેટું થયું હોય તે માણસ મોટો નથી. પરંતુ દુનિયાભરની વાતોને પચાવે તેવું મોટું દિલ જેની પાસે હોય તે મોટો છે. ' , કોઈની વાત કોઇકને કહીને તમે મિત્રતા વધારવાની કલ્પનામાં રાચતા હો તો સાવચેત બનજો. એટલું ન ભૂલશો કે, દુનિયા ગોળ છે. જે રીતે જે વાત તમે કરશો તે વાત ફરી ફરીને પાછી તમારી પાસે જ આવવાની છે. તે રીતે તમે જેની વાત કરી હશે તેની પાસે પણ એ જવાની જ છે. અને જે દિવસે તેના કાન પર તમારી નિદાની વાત જશે તે દિવસે તે તમારા માટે કે અભિપ્રાય બાંધશે ? તો પછી તમારી બોલવાની આદતને લીધે મિત્રતા વધશે કે ઘટશે? નજરે જોયેલું પણ ઘડીભર ખોટું પડે છે, જ્યારે આપણે તો સાંભળેલી વાતને પણ સાચી માની લઈને વહેતી મૂકતા હોઈએ છીએ. સાસુ-વહુ, પિતા-પુત્ર કે શેઠ-નોકર વચ્ચેના મોટા ભાગના ઝઘડાઓ આ રીતે વહેતી મુકાતી વાતોનું જ સીધું પરિણામ હોય છે. કોઈ પણ વાત સાંભળ્યા પછી તરત જ આવેશમાં આવી જવું એ મૂર્ખતા છે. કોઈ વ્યક્તિ કહે છે, એના વિચારો શા છે, એની ભાવના શી છે, ક્યા સંજોગોમાં ને કયા અર્થમાં કહ્યું છે વગેરે બાબતો ખૂબ ઊંડેથી જોવી-વિચારવી જોઈએ. આ રીતની સમજણ હોય તે ઘણાખરા કજિયા આપોઆપ શમી જાય છે. • માણસના જીવનમાં જ્યારે આવી ગંભીરતા આવે છે ત્યારે એ ક્ષુદ્રતાનો ત્યાગ કરે છે. નાની નાની વાતોમાં એ ઉશ્કેરાતો નથી, કે ખોટું લગાડતો નથી, પરંતુ વાતોને મનમાં જ સમાવી દે છે. આવો માણસ જ પારકાના હિતની વાત વિચારી શકે છે ને એ મુજબ વતી શકે છે. ભારતમાં ત્યારે નવાબી રાજયો હયાત હતાં. અંગ્રેજોનું આધિપત્ય પ્રસરી રહ્યું હતું. એના વધુ જમાવ માટે, ઈગ્લેન્ડની પાર્લામેન્ટને એક સભ્ય ભારતીય સંસ્કૃતિ, ભારતીય રાજાઓ Page #88 -------------------------------------------------------------------------- ________________ અને ભારતીય સમાજબંધારણ જોવાસમજવાના હેતુથી અહીં આવ્યો. આવીને એક નવાબની મુલાકાત લીધી. ભાષાના ભેદને લીધે વાતચીત સીધેસીધી તે સમજાય નહિ, એટલે વચમાં દુભાષિયા રાખ્યું. આ દુભાષિયા એકની વાત બીજાને સમજાવતાં અવળો અ રજૂ કરે તો અન સમજાય. ને સવળા અં રજૂ કરે તો સંબંધ સર્જાય. ખરાબ વાતને સારી ને સારી વાતને ખરાબ બનાવવાનું બને એના હાથમાં. આપણે પણ કોઈની વાત કોઇના કાને નાખતાં પહેલાં કોઇનેય નુકંસાન ન થાય એવી ભાવના હ્રદયમાં રાખવી જોઇએ. કાયમ સાચું જ બાલવાની બાધા કદાચ ન લેવાય તે ન લેશો, પણ કદી જાઠું તેા નહિ જ બાલુ' એટલેા નિર્ણય અવશ્ય કરજો. સાચુ... હાય એટલું બધું બોલબોલ કરવું એ એક વાત છે અને જેટલું બાલવું એટલું સાચું બાલવું એ બીજી વાત છે. જેટલું સાચું હોય એટલું બધુંય બાલબાલ કરીએ તા દુનિયામાં ઘણાય ઉપદ્રવ પેદા થાય. આપણે ઘણા માણસાની સાચી વાતો જાણતા હોઈએ, પરન્તુ તેથી તે સાચી વાતાની જાહેરાત કર્યા જ કરીએ તે સુથીબતે ઊભી થાય.. પરંતુ જ્યારે બાલવાની વેળા આવે ત્યારે કોઈનેય હાનિ ન પહેોંચે તેવું વિવેકપૂર્વક સાચું બોલવાનો આગ્રહ રાખીએ તા સમાજમાં કલ્યાણનું સર્જન થાય, ને ‘સ્વ’ તેમજ ‘પર’નું હિત સધાય. અગાઉ રાજા પાસે આવા સલાહકારો હતા. એ સલાહકારો રાજાને જે કંઈ સલાહ આપતા તેમાં રાજા-પ્રજા ઊભયના કલ્યાણ માટેની દૃષ્ટિ સચવાતીઃ મહારાજ કુમારપાળને હેમચન્દ્રાચાર્યજી મહારાજ અગર તો શિવાજી મહારાજને સમર્થ ગુરુ રામદાસ જેવા જીવન-ભામિયાઓની દોરવણી મળી. આથી જ તે ઇતિહાસને પાને અમર બની શકયા. આવા જીવનભામિયા જીવનની ગંભીરતાને પૂરેપૂરી રીતે સમજનારાએ હાય છે. એ સહેજ પણ ઉતાવળિયા, વિવેકના ચારણે ચાળ્યા વિનાના અભિપ્રાય આપે તે ઘણા અન ઊભા થઈ જાય. એવા સ યોગામાં એ જીવન–ભામિયાઓએ રાજાએને સાચા માર્ગ નું દિશાસૂચન નીડર અને નિ:સ્વાર્થ ભાવે કરીને રાજા-પ્રજા ઊભયનું હિત રહ્યું હતું. જીવનની ગંભીરતાને પિછાણનારા આવા જીવનભામિયાના સાથ જ્યારથી રાજાએ છેાડચો ત્યારથી જ અવનતિ આવી. કાઠિયાવાડના એક રાજવીની મને ખબર છે. એમને કો’કે પૂછ્યું : Page #89 -------------------------------------------------------------------------- ________________ આપને દીકરા કેટલા?” જવાબ મળે : “મને ખબર નથી. કામદારને પૂછો. . પેલે અંગ્રેજ આવીને બેઠો ત્યાં તરત જ નવાબે સામેથી સવાલ કર્યો : “તમારા દેશના રાજા કેટલી બેગમ રાખે છે? . . નવાબના મનમાં હતું કે જેનાં જનાનખાનાં બેગમોથી ઊભરાતાં હોય તે મોટો રાજા. એટલે એણે આવો પ્રશ્ન પૂછળ્યો. પેલો દુભાષિયો તે આ સવાલ સાંભળીને ચમક્યો. જે દેશમાં સ્ત્રીઓને પૂરેપૂરી રીતે સન્માનવામાં આવતી હોય, જ્યાં જનાનખાનાનું નામનિશાન ન હોય તે દેશની પાર્લામેન્ટના સભ્યને આવો સવાલ પૂછાય ખરો ? એનું કેટલું ભયાનક અપમાન ગણાય ? કદાચ આ સવાલ સાંભળતાં જ પેલો અંગ્રેજ ઊઠીને ચાલવા માંડે તો? નવાબ તો પોતાની મૂર્ખાઈ ઉપર મુસ્તાક રહેનારો હતો, એટલે તેને પણ સમજાવી શકાય તેમ ન હતું કે, આવો સવાલ ન પુછાય. હવે શું કરવું? દુભાષિયો આ વાર્તાલાપનું પરિણામ સારું આવે તેવું ઇચ્છતો હતો એટલે વિમાસી રહ્યો. ત્યાં અંગ્રેજે પૂછયું : “શું પૂછે છે તમારા બાદશાહ ?” દુભાષિયાએ ચટ દઈને કહ્યું: “એ પૂછે છે કે, તમારી વસ્તી કેટલી?” અંગ્રેજને થયું કે નવાબ બહુ ભલા છે. અમારી પ્રજાનો ખ્યાલ રાખે છે, એટલે ઈગ્લેન્ડની તેમજ લંડનની વસ્તીને વિગતવાર ખ્યાલ આપતાં કહ્યું: “છથી સાત કરોડ જેટલી હશે.” પેલા દુભાષિયાએ નવાબને કહ્યું : “એ એમ કહે છે કે એમને ત્યાં વીસ બેગમ છે.” નવાબ તો ફુલાવા માંડ્યો : “વીસ જ? અમારી પાસે તો એસી બેગમે છે, એટલે અમે મોટા. અચ્છા; એમને પૂછે કે છોકરા કેટલા છે?” દુભાષિયાએ આ સવાલ પેલા અંગ્રેજ પાસે આ રીતે મૂકયો : સાહેબ, એ એમ પૂછે છે કે તમારા રાજ્યની આવક કેટલી ? અંગ્રેજને વિચાર થયો કે નવાબ સમજદાર લાગે છે. પહેલાં પ્રજાનું પૂછયું અને હવે આવકનું પૂછે છે. એટલે એણે જવાબ આપ્યો : “ઠીક-ઠીક છે.” દુભાષિયાને નવાબે પૂછયું : “શું કહે છે? એટલે દુભાષિયાએ કહ્યું : “કહે છે, ઍ છોકરા છે.’ નવાબે કહ્યું : “બસ, એટલા જ? આપણે તો ખૂબ છે. આ તે આપણાથી સાવ નાના છે ! અચ્છા, એમને પૂછો કે એમને બેસવા માટે Page #90 -------------------------------------------------------------------------- ________________ ઘડા કેટલા છે? ફરવા માટે બગીચા કેટલા છે? રમવા માટે મેદાન કેટલાં છે?” આ સવાલ દુભાષિયાએ પેલા અંગ્રેજને આ રીતે પૂછયો : 'સાહેબ, નવાબસાહેબ પૂછે છે કે તમારી પાર્લામેન્ટમાં સભ્યો કેટલા છે? પાર્લામેન્ટમાં ચર્ચાઓ શાની ચાલે છે? ચૂંટણી કયા વરસમાં થાય છે? * આમ દુભાષિયો ઊંધા સવાલને સીધો કરે ને પછી નવાબને ઊંધે જવાબ સમજાવે. આમ કરતાં કરતાં એણે પેલા અંગ્રેજને એવા ઝીણવટવાળા સવાલો પૂછ્યા કે પેલા અંગ્રેજને એમ થઈ ગયું કે, લોકો વાત કરે છે કે આ લોકો મૂર્ખ છે, પરંતુ પ્રત્યક્ષ અનુભવે તો સમજાય છે કે આ લોકો તો ખૂબ ડહાપણવાળા છે. આમ દુભાષિયાની ડહાપણભરી વિવેકબુદ્ધિએ સર્જાનારા ભયાનક અનર્થને અટકાવ્યો, એટલું જ નહિ, સારી છાપ પણ પાડી. બસ, ગંભીર અને વિચારવાન માણસનું મુખ્ય લક્ષણ આ જ છે. અવળી વાતનો સવળો અર્થ કરી એ અનર્થ અટકાવી શકે છે. જે લોકો એકબીજાને લડાવવામાં આનંદ અનુભવે છે એવા લોકો #દ્ર છે. મહાપુરુષો કહે છે કે, ધર્મની સાધના માટે તેઓ તદ્દન નાલાયક છે. એટલે જ, આપણે આપણા જીવનમાં ગંભીરતા કેળવવાની છે. - આપણા જીવનમાં આવેલી ગંભીરતાની પરીક્ષા – આપણી પાસે આવતી વાતોમાંથી આપણે કેટલી વાતો પચાવી શકીએ છીએ, અને આપણી પાસે આવેલી અવળી વાતોને કેટલા પ્રમાણમાં સીધો અર્થ તારવી શકીએ છએ તેના ઉપરથી કરી શકાશે. કોઈ પણ માણસ તમારી પાસે આવીને ગમે તે વાત બલી જાય. પરંતુ એ બોલેલી વાતનો તમે કેવો અર્થ તારવો છો, તેના ઉપર જ તમારી વિચારધારાની કસોટી છે. * * આવ્યું તે સાંભળી નાખવું અને ગમે તેમ બોલી નાખવું એવા ઉતાવળિયા સ્વભાવવાળો માણસ સર્વત્ર વિનાશ વેરે છે. એવા માણસોનો કોઈ વિશ્વાસ રાખતું નથી. એની પાસે કોઈ બેસતું પણ નથી. વિચારવા જેવી મનની વાત એને કોઇ કરતું પણ નથી. કારણ કે દરેકને એમ હોય છે કે મારી આગળ બીજાની વાત કરનારો આ માણસ મારી વાત બીજાની આગળ કર્યા વિના રહેવાની જ નથી. એટલે, એનાથી ચેતતા રહેવું. - એટલે આવો માણસ જેટલું વધારે વહાલ બતાવવા જાય છે એટલી સામા માણસના મનમાં વધારે શંકા ને ઘણા પેદા થાય છે. આ કંઈ જેવું તેવું નુકસાન છે? એક ભાઈને પૈસાની જરૂર હતી. એમણે મિત્રને કહ્યું : “ભાઈ, એક Page #91 -------------------------------------------------------------------------- ________________ અંગત વાત કહું. કોઈને કહેતો નહિ. મારા પાંચ લાખ રૂપિયા હમણાં અમુક ઠેકાણે રોકાયા છે. અને આ મહિનામાં છૂટા થઈ શકે તેમ નથી. જ્યારે બીજી બાજા બે લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. અને તે આવતી કાલે જ રોકડા ચૂકવવાના છે. એટલે તું મને કોઈ પણ રીતે મદદ કર, નહિ તે આવતી કાલે જ લેણદારો આવવાના છે.” - પેલા માણસે મદદ કરવાની અશકિત બતાવી, અને પૈસા લેવા આવનારને બહાનું બતાવી રવાના કર્યો. - અહીં સુધી તો બધું બરાબર હતું. પોતાની પાસે સગવડ ન હોય તે માણસ મદદ ન કરે તેમાં કશું ખોટું ન ગણાય. પરંતુ, આ માણસ એટલેથી અટક્યો નહિ. એણે તે ઠેરઠેર કહેવા માંડયું: ‘અમુક ભાઈ તો મારે ત્યાં રૂપિયા ઉછીના લેવા આવ્યા હતા. ખાલીખમ થઇ ગયા લાગે છે. તેલમાં કંઈ તેલ દેખાતું નથી. એનાથી સાવચેત રહેવું સારું. આજે મારી પાસે પૈસા લેવા આવ્યા, કાલે તમારી પાસે આવે.' એક કાનેથી વાત બીજા કાને જતાં બધે પ્રસરી ગઈ. એટલે લેણદાર ગભરાયા. એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો...પછી તે પેલાને ત્યાં દરોડો જ પડ્યો. એકસામટા રોકડા રૂપિયા તો કોની પાસે હોય? એટલે પેલો માણસ ગભરાઈ ગયો. અને છેવટે, લેણદારોના એકસામટા હલ્લા સામે, છતી મૂડીએ એને દેવાળું ફૂકવું પડ્યું. જાઓ, માણસના મનમાં રહેલી ક્ષુદ્રતા કેટલું બધું ભયાનક પરિણામ લાવે છે! એટલે જ મહાપુરુષો આપણને ફરીફરીને કહે છે કે જીવનમાં ગંભી૨તા કેળવો. કોઇને ત્યાં બેસવા જાવ ત્યારે પણ કોઈનાય અંગત જીવનની વાત ઉકેલતા પહેલાં લાખ વાર વિચાર કરે, બનતાં સુધી ન જ ઉકેલે અને ઉકેલો તે પેલા દુભાષિયાએ જેવી સાવચેતી રાખી હતી તેવી વાત કરતા રહો. તમારા જીવનમાં આટલી ગંભીરતા આવી જશે તો પછી ધર્મની સાધના માટે તમે ચોકકસપણે લાયક ગણાશે. Page #92 -------------------------------------------------------------------------- ________________ • દાન विषि यदि संसारात् मोक्षप्राप्तिम् च काक्षसि । तदिन्द्रिय जय वर्तुम् चोरयत् पार पौरुषम् ॥ 1 શ્લોકમાં એક મહાપુરુષ જણાવે છે કે, જો તને તારી આત્મસાધનો માટેનું ખરેખરું સાધન સંસાર લાગતું હોય અને સાથે સાથે, ધારીએ તો આ સ્થાન છૂટી શકાય એવું પણ છે અને ભૂલ કરીએ તો બંધાઈ જઈને પડી જવાય એવું પણ છે એવું તારી પાસે જ્ઞાન પણ હોય તે જ હું તને એક વાત કહું. કારણ કે, જ્યાં સુધી જિજ્ઞાસા જાગી નથી ત્યાં સુધી બધી વાતો કરવી નકામી છે. જિજ્ઞાસાનું બીજ વવાયેલું હોય તો જ ઉપદેશનું બીજ, કામ લાગે છે. જેના હૃદયમાં જિજ્ઞાસાનું બીજ નથી એવા આત્માને આપણે જ્યારે ઉપદેશ દેવા જઈએ છીએ તો આપણી દશા સુગરીના માળા જેવી થાય છે. સુગરી વાંદરાને ઉપદેશ આપવા ગઈ તો વાંદરાએ ઉપદેશ તો ન લીધે, પણ ઉપરથી એના માળાને વીંખી નાખ્યો. . આ રીતે, જે લોકો સંસારના ભાગમાં રાચ્ય છે એવા જીવો માટે શાનીઓનાં વચન લગભગ નિષ્ફળ નીવડે છે. એટલા જ માટે જ્ઞાનીઓ સૌથી પહેલાં અર્થ–પાત્ર’ બનવાનું કહે છે. * . તમારામાં જિજ્ઞાસા હશે તો જ ઉપદેશ કામ લાગવાને છે. ઉપદેશ શ્રવણ કર્યા પછી મનન કરીને અને પોતાની પ્રજ્ઞા વડે કરીને એને પચાવવાની જે શકિત આપણામાં નથી એનું કારણ એ જ છે કે આપણામાં જિજ્ઞાસાવૃત્તિ જગી નથી. આ જિજ્ઞાસા કઈ, ખબર છે? વિષિ હિ સંસારન્ ! જો તું સંસારની રૂંધામણથી ગભરાતો હય, જો તને એમ લાગતું હોય કે સંસારમાંથી છૂટવું છે, અને જે દુનિયામાં જન્મ્યો છે તે દુનિયાથી જો તારે ઉપર આવવું હોય તો જ હું સાચો જિજ્ઞાસુ. Page #93 -------------------------------------------------------------------------- ________________ જેમ એક તળાવ હોય, એની અંદર દેડકાં, કાચબા, માછલાં, શિંગેડાં વગેરે હોય; છતાં માણસો તે કમળને જ વખાણે છે. કારણ માત્ર એટલું જ કે એ બધાયની સાથે જન્મવા ને ઊછરવા છતાં, કમળ દિનપ્રતિદિન ઉપર આવવાને પ્રયત્ન કરે છે અને અદ્ધર આવીને પોતાની જાતને એ વિકસાવે છે. એ વખતે એની નજર સૂર્યનાં કિરણો સામે હોય છે. સૂર્યનાં કિરણ જે બાજાએ હોય તે બાજાએ પોતાનું હૃદય ખોલી નાખે છે. જિજ્ઞાસુ આત્મા પણ આવો જ હોય છે. એ પણ સંસારમાં જ જન્મેલો હોય છે. સંસારમાં અન્ય માનવી સાથે જન્મેલો હોવા છતાં જિજ્ઞાસુ આત્મા ઉપર આવે છે. જેમ કમળનું હૃદય જ્ઞાનીનાં વચનો આગળ ખુલ્લું હોય છે. હું તમને એક પ્રશ્ન પૂછું છું : “અજ્ઞાનીની સંગે રે શમિયો રાતલડી.'- એમ મહાપુરુષ કહે છે. એ કહે છે કે જે આતમા જિજ્ઞાસુ નથી તે જ્ઞાતી આગળ હૃદય નહિ લે. પરંતુ જ્યાં કામ છે ત્યાં આગળ એ ગાંડ ને ઘેલો થઇ જવાનો.' કામ અને રાગની સામે જીવ જેટલે પામર ને પરવશ બનીને ના છે, એને શાંશ પણ એ જ્ઞાનની આગળ નમ્યો હોત તો ! પણ કામની અવસ્થા આવે છે ત્યારે એ જીવ એવો રંક, દીન ને પામર બની જાય છે, કે ત્યાં તો એ જેમ કહે તેમ વળે છે. એટલે તે કહ્યું છે કે, “મોહે દડીઆ જ્ઞાનથી પડિયા.' ભગવાનની પાસે જવા આપણે નીકળીએ છીએ ત્યારે મેહ નડે છે તે આપણને પાડી નાખે છે. માનવી પોતાના દિલની છાનામાં છાની વાત પોતાના સ્નેહીની પાસે જઇને ખેલતો હોય છે. કમળ જેમ સૂર્યનાં કિરણો સામે હૃદય ખોલે છે તેમ જિજ્ઞાસુ જ્ઞાની આગળ પોતાનું હૃદય ખોલી દે છે. કહે છે, મારામાં આવી છાનીછાની વૃત્તિ પડેલી છે. મારા હૃદયમાં છવાએલા તિમિરને, પ્રભુ, તમે દૂર કરો! આવું એ ત્યારે જ કહે, જ્યારે એના દિલમાં સંસારનાં બંધનમાંથી છૂટવાની તાલાવેલી પ્રગટી હોય. સંસાર એક એવું વિકરાળ મોટું છે. રોજ અનત જીવો એમાં ભરખાતા જાય છે. સંસાર તો પ્રત્યેક પળે જીવોને ભરખતો જાય છે. સંસારથી ગભરાનાર તો ઘણા હોય છે. પરંતુ, તેમણે તે નીચ કામ Page #94 -------------------------------------------------------------------------- ________________ કરેલાં હાય તેથી કાંઈ જિજ્ઞાસા જાગતી નથી. સંસારની બીક હાય એ પહેલી શરત. અને મેાક્ષની ભૂખ હોય એ બીજી શરત. તને એમ લાગતુ હોય કે તું જયાં છે એ તને બંધનરૂપ છે, તને જો એમ લાગતું હોય કે તું દીવાલાની પાછળ પુરાએલા કેદી છે, તને એમ લાગતું હાય કે તું તારી ઇરછા પ્રમાણે કંઇ કરી શકતા નથી, તારી વૃત્તિએ પ્રમાણે તારે એ લપમાંથી છૂટવું હોય તે જ તુ જ્ઞાનીની વાત સાંભળવા માટે લાયક ગણાય. એટલે જ્ઞાનપ્રાપ્તિ માટેની બીજી શરત મેાક્ષપ્રાપ્તિની ઇચ્છા છે. આજે તા મેક્ષ શુ' છે એની કોઈને કલ્પના પણ નથી. લોકો તા આજે સામે પગલે દાડીને વધારેમાં વધારે બંધાવા માગે છે. ખૂબીની વાત તે એ છે કે માણસ વૃદ્ધ થાય તેપણ એને વધારે મિલા, વધારે કારખાનાં, વધારે મકાનો, વધારે વેપાર અને વધારે પંચાત ગમે છે. અરે આત્મા, તું થોડેક તે વિચાર કર, તારે અહીં કેટલા દિવસ રહેવાનું છે ? આ બાબતના તને વિચાર નથી. તું દિવસે દિવસે વિવિધ ઉપાધિમાં વધારે ને વધારે ફસાતા જાય છે. જે માણસ જાણીબૂઝીને વધારે ને વધારે ફસાતો જાય એને માટે મોક્ષ ની વાત કયાં કરવી ? એની આગળ તા મેાક્ષની વાત ઉપહાસ જેવી લાગે છે! આજે તે જ્ઞાનીનાં વચના લોકોને ટાઢા પહેારનાં ગપ્પાં લાગે છે. સિનેમા માટે આજે કેટલી બધી આતુરતા છે ! ‘ છાપું ' હજી કેમ ઊઠીને કદી જ્ઞાની , નથી આવ્યું. એને તલસાટ હોય છે. પરંતુ, પ્રભાતમાં નાં પ્રવચન વાંચ્યાં છે ? ! એને માટેના તલસાટ કે નાદ તમારા હૃદયમાં કદી જાગ્યા છે ખરો ?! ના, એવું તો કદી નથી થતુ. ઠીક છે, કોંઈક સાધુ-મહાત્મા આવી જાય, કોઈક વળી કથાવાર્તા કહેનાંર · મળી જાય, અને જો ફુરસદ હોય તો વળી ઘડી-બે-ઘડી સાંભળી લઈએ છીએ, આવી ફુરસદિયા પદ્ધતિનું પરિણામ એ આવે છે કે, જ્ઞાનીનાં વચનામૃતનું શ્રાવણ કરતાં કરતાં હૃદયમાં એક જાતના જે આદર અને આહ્લાદ થવા જોઈએ, તે પ્રગટતા નથી. સાંભળ્યા પછી જે રોમાંચ થવે જોઈએ તે પણ મળતા નથી. જ્યાં સુધી એ તાલાવેલી નહિ જાગે ત્યાં સુધી, જ્ઞાનીઓ જણાવે છે કે, એ ઉપદેશ તમારા હૃદયના ઊંડાણ સુધી નહિ Page #95 -------------------------------------------------------------------------- ________________ પહોંચે. એ તો ત્યારે જ બને કે જ્યારે આપણા દિલમાં સંસાર પ્રત્યેને ગભરાટ અને તિરસ્કાર જાગશે, તેમજ મોક્ષપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા હશે. ગાંડો ભિખારી જેમ ડગલાં ભેગાં કરે તેમ આજે આપણે દુનિયાની વસ્તુઓ ભેગી કરીએ છીએ અને તેનાથી આપણા આત્માને આજે સમૃદ્ધ માનીએ છીએ. જેની પાસે વધારે ડબલાં ભેગાં કરેલાં હોય, જેની પાસે વધારે સંગ્રહ કરેલો હોય, એ આજે દુનિયામાં ભાગ્યશાળી કહેવાય છે. જેની પાસે દુનિયાનાં સાધન ઓછાં હશે એને લોકો ‘અભાગિયો’ કહેવાના. ખૂબીની વાત તો એ છે કે, જેમ પેલાં રમકડાં બાળકને રોકી રાખે છે તેમ દુનિયાની વસ્તુઓએ આપણને રોકી રાખ્યાં છે. ' આપણા આત્માને જે પરમ ધામ તરફ જવાનું છે, જેને માટેની આપણી આ જીવનયાત્રા છે, જ્યાં પહોંચવા માટે આપણે નીકળેલા છીએ, એ મૂળ વાત જ આજે તે ભુલાઈ ગઈ છે. આ દુનિયાના રંગમાં આપણે એટલા બધા રંગાઇ ગયા છીએ કે આપણો અસલ રંગ કયો હતો તેની આપણને પોતાને કંઈ જ ખબર નથી. આપણે જગતના જ દોષે જોઈએ છીએ; જગતની જ વાતો કરીએ છીએ અને જગતને જ વિચાર કર્યા કરીએ છીએ. ‘ફલાણાભાઈ આમ કરે છે ને ઢીંકણાભાઈ તેમ કરે છે–એવી વાતો જ કરીએ છીએ. પરંતુ ભાઇ, આપણે શું કરીએ છીએ તે તો જરા વિચારો ! એવી બધી બાબતોમાંથી આપણે મુકત છીએ ખરા? આવી વાતોનું પરિણામ બહુ વિપરીત આવ્યું છે. આપણે બહિર્મુખ દશામાં એટલા બધા પડી ગયા છીએ કે અંતર્મુખ દશા આપણને સમજાતી નથી. જ્ઞાનીઓ કહે છે કે, જ્યાં સુધી આત્મા બહિર્મુખ છે ત્યાં સુધી એનું સંસારનું ભ્રમણ ચાલુ જ રહેવાનું છે. માણસ પોતા તરફ વળે તો જ સંસારનું ચકકર અટકે. માણસ જો પોતાના અંતરમાં ડોકિયું કરે, મનસાગરમાં ડૂબકી મારે અને વિચારે કે બહારની પંચાત કરવામાં મારા અનંત જન્મે ગયા છે, પરંતુ તેમાં મેં મારા કલ્યાણ માટે શું કર્યું ?—આ બધાયમાં મારું શું વળ્યું... ? જ્યાં સુધી તરંગો છે ત્યાં સુધી તળિયું દેખાવાનું નથી. તરંગ સરે તો જ હું કોણ? એ વાત સમજાય. હું કોણ’નો પ્રશ્ન આપણને ક્યારેક સૂઝે છે. • Page #96 -------------------------------------------------------------------------- ________________ ઘડીભર અરીસામાં મોટું જોઇએ ત્યારે આપણને એમ લાગે છે કે હું જરાક સારો લાગું છું. પણ એ તો દેહની વાત થઈ. આપણે અંતરના અરીસામાં જોઈ આત્માનો વિચાર કરવાનો છે કે 'હું કોણ ?’ માણસ પાપ કરે, જૂઠું બેલે, ખોટું કરે, આત્માને વેચી નાખે, પણ , શેના માટે ? આ બધાને મૂકીને જવા માટે ? આ બધાનું સરવૈયું શું આ જ છે? જે અહીં મૂકીને જવાનું છે તેને માટે આત્મા જેવા આત્માને ફટકારી મારવો એમાં ડહાપણ કયાં છે ? જ્ઞાનીઓ પૂછે છે કે, જેના માટે તું તારા આત્માને વેચી નાખે છે તેમાં એવી તો કઈ વસ્તુ છે, જે તારી સાથે આવવાની છે ? જો કશુંય સાથે આવવાનું ન હોય તો પછી તેને માટે આ આત્માનું વેચાણ શા માટે ? તેના માટે આવી કાળી મજૂરી શા માટે? એટલે, તમારી પાસેની આવી મૂડી જે તમારી સાથે નથી આવવાની, એ તમારી સાચી મિલકત નથી. તમારી મિલકત તો તમે જે દાન સહજભાવથી અને હૃદયની ઊર્મિથી આપ્યું છે તે જ છે. આકાશમાંથી જેમ વાદળાં.વરસી જાય છે તેમ તમારા હૃદયમાં પણ વરસી જવાની ભાવના જાગવી જોઇએ. આજે નામના મેળવવા માટે અને મેલે (સ્ટેટસ) જાળવવા માટે દાન દેવાય છે. સમાજમાં તમારું નામ સારું હોય, તમારો મોભો ઊંચો હોય અને સવારના પહોરમાં પાંચ માણસ ટીપ લઈને આવ્યા હોય, એટલે પહેલાં તો તમને ફાળ પડે કે “આ લોકો અત્યારે ક્યાંથી આવ્યા?” તમે વિચાર કરો કે આપણી સ્થિતિ સારી છે, એટલે આ લોકો બસો રૂપિયા ભરાવ્યા વિના પાછા નથી જવાના. એટલે તમે સોથી જ શરૂઆત કરવાની ! એટલે પેલા આવનાર કહેશે : “શેઠ, તમારા માટે સે ન શોભે!” ' એટલે તમે કહેવાના કે, “ભાઈ, આજકાલ વેપારધંધા ખોરવાઈ ગયા છે. આજે તે અમારી સ્થિતિ બગડી ગઈ છે, પરંતુ તમે આવ્યા છો એટલે ના પાડી શકાતી નથી. એક બાજુ આપણે આવા રોદણાં રેવાની વાત કરીએ છીએ, જ્યારે બીજી બાજુ રેફ્રીજરેટરો, એરકંડીશનની લેટેસ્ટ મોડેલની મોટરો એ બધાં મોજશોખનાં સાધને તે વધતાં જ જાય છે. ખરેખર, જો આવક ઓછી થઈ Page #97 -------------------------------------------------------------------------- ________________ ગઈ હોય તો પછી આ બધા ભપકા કયાંથી વધી જાય છે? સાચી વાત તો એ છે, કે માત્ર દાનમાં દેવા માટે જ આપણી પાસે મૂડી નથી. બાકી, મોજશોખ અને એશઆરામ માટે પુષ્કળ સંપત્તિ છે. આપણે દાન લેવા આવનાર પાસે રોદણાં રોવાની વાત કરીએ એટલે પેલા લોકો કહેશે : “ભલે, હવે દોઢસે રાખ શેઠ, એમાં વાંધો નહિ આવે.' તે તમે ઠાવકું મેટું રાખીને કહેવાના : “લખો ભાઇ ત્યારે, તમે આવ્યા છો તે કાંઈ ના પડાશે !' તમે મનમાં વિચાર કરો : “આને દાન કહેવાય ખરું?. જ્ઞાનીઓ કહે છે, “ભાઈ, તે તારા દોઢસો રૂપિયા ગુમાવી દીધા. કારણ કે તે દાન દીધું તો ખરું, પણ સાચી ભાવનાથી નથી દીધું. દાન તો આત્માનો ગુણ છે. આત્માને પ્રફુલ્લિત બનાવ્યા વિના આપૅલું દાન સાર્થક પણ નથી થતું. જ્યાં સુધી તમારા સંજોગો ને સ્થિતિ સારી છે ત્યાં સુધી તમે દાન આપો. દાન દઈને પ્રસન્ન થવાય, આંખમીંથી આનંદનાં અશુ ચાલ્યો જાય, આ રીતે તમે દાન દો તો જ તે સાચું દાન છે. બાકી તો બધો સોદો છે. દાનની સોદાગીરીમાં માનનારો કહે છે : “ભાઈ, રૂપિયા તો દઉં છું, પણ મારી તકતી કયા ઠેકાણે મુકાશે એ તો કહો !' આપણે આવો સેદો નથી કરવાને. આપણે તો દાનની વાવણી કરવાની છે. ખેડૂતને પૂછી જાઓ કે “અનાજ કેમ વવાય છે?' તો કહેશે, ઊંડું વાવવું પડે. હળ જેટલું જમીનમાં ઊંડું જાય અને બીજા જેટલું ઊંડું વવાય એટલું અનાજ સારું પાકે.” તમારું દાન પણ એટલું બધું ઊંડું હોવું જોઈએ કે, લોકોને ખબર પણ ન પડે કે, આણે દાન દીધું છે. આને માટે તો આપણો આત્મા જ સાક્ષી હોવો જોઈએ. દુનિયાને સાક્ષી રાખવાની કોઇ જરૂર નથી. માટે જ મહાપુરુષે કહે છે કે “દાન કોઈને માટે નહિ, તમારા આત્માના ઉદ્ધાર માટે આપ.” Page #98 -------------------------------------------------------------------------- ________________ સાચું આભૂષણ જમાં જ્યાં સુધી ઝંખના જાગતી નથી ત્યાં સુધી એ ધરતીમાંથી બહાર આવતું નથી. પરંતુ જ્યારે એમાં ઝંખના જાગે છે ત્યારે, ધરતીને ફોડીને પણ એ પોતાનો માર્ગ કરી લે છે. મહાપુરુષો જણાવે છે કે, આ ચૈતન્યમાં પણ જ્યાં સુધી જડમાંથી બહાર નીકળવાની ઝંખના ન જાગે, ત્યાં સુધી ગમે તેટલો પ્રયત્ન કરે તે પણ, જડમાંથી એ બહાર આવી શકતો નથી.' એ ભલે ગમે તેવી ક્રિયાઓ કરે કે લોકોમાં ધર્મિષ્ઠ હોવાની છાપ પાડે એવો આભાસ ઉત્પન્ન કરે, પરંતુ જે રીતે થવો જોઈએ એ રીતે એ આત્મા મુકત થઇ શકતો નથી. કારણ કે, જડમાંથી મુકત થવાનો જ અભિલાષ જાગવો જોઈએ ને એ હજ. જાગ્યો નથી. “તન્ય છું. મને વળી બાંધનાર કોણ? તે છતાં હું બંધાયેલો છું. તેથી બંધન તો મારે માટે ખરાબમાં ખરાબ વસ્તુ છે. એટલે મારે મારા આત્માને વહેલામાં વહેલી તકે મુકત કરવો જ જોઇએ, એવા પ્રકારનો તીવ્ર અભિલાષ આત્મામાં જાગે નહિ ત્યાં સુધી, બધી જ ક્રિયાઓ દેખાવે સારી હોવા છતાં પણ, આત્માને આગળ વધારવા માટેનું ઉત્તમ નિમિત્ત બની શકતી નથી. એટલા માટે જ ક્રિયાઓના પાંચ ભાગ પાડવામાં આવ્યા છે. આમાં સૌથી શ્રેષ્ઠ ક્રિયા અમૃતક્રિયા છે. એટલા માટે એ શ્રેષ્ઠ છે કે, જે ક્રિયા કરવામાં આવે છે તેની સાથે આત્મા એકાકાર બની જાય છે, કારણ કે, એ ક્રિયા જડમાંથી મુકત થવા માટેની પ્રક્રિયા છે. - આ રીતે સમજીને જે ક્રિયા કરે છે એના જીવનમાં પરિવર્તન આવતું જાય છે. અને તેની જિંદગીમાં બીજાં કંઇ નહિ પણ રાગદ્વેષ તો અચૂકપણે Page #99 -------------------------------------------------------------------------- ________________ પાતળા થઇ જ જાય છે. વસ્તુ જેમજેમ ઘસાતી જાય તેમ પાતળી થતી જાય છે, તે જ રીતે આપણા રાગદ્વેષ પણ પાતળા પડયા છે કે નહિ તે આપણે જોવાનું છે. આટઆટલાં અનુષ્કાના કરવા છતાં, આટઆટલા સંત-સાધુએ પાસે જવા છતાં અને આટઆટલેા ઉપદેશ શ્રાવણ કરવા છતાં, આપણા રાગદ્વેષ જો પાતળા ન થાય તે, આપણા દિલમાં એક ઝંખના પેદા થવી જોઈએ કે, હજુ રાગદ્વેષ પાતળા કેમ થયા નથી ? આવા પ્રકારની ઝંખનાવાળા આત્મા જે ક્રિયા કરતા હોય તે ક્રિયા એકલી જડ ક્રિયા ન કરે, પરન્તુ ક્રિયા કરતાંકરતાં પેાતાના આત્માની શોધ એના દ્વારા કરતા રહે. એટલે જ્ઞાનીએ કહ્યું છે કે, આ બધી જે ક્રિયાઓ છે, તે ક્રિયાની પાછળ છુપાએલા આશયના આપણે વિચાર કરવાના છે. આપણે આ વિચારવાનું છે. આવા વિચાર કરીશું તે જ આપણે આપણા આત્માના ઉત્કર્ષ ની સાથેસાથે ધર્મની પણ સાધના કરી શકીશું. એ ભાવના નહિ હોય તે ન તા આપણા આત્માના ઉત્કર્ષ થશે, ન તો ધર્માંની આરાધના થશે. જે લોકો પોતાના ઉત્કર્ષી કરતા જાય છે તે લોકો જ દુનિયામાં ધર્મ ની સ્થાપના કરવા સમ બને છે. પેાતાના ઉત્કર્ષ કર્યા વિના કોઈ પણ માણસ દુનિયાના ઉધ્ધાર કરી શકવાના નથી. આ વસ્તુના વિચાર કરવાં માટે જ જ્ઞાનીએ જણાવ્યું કે, આપણામાં એક જાતનાં અભિલાષ જાગવા જોઇએ કે મારે મુકત બનવું છે. બંધનેામાંથી બહાર આવવું છે. આવા પ્રકારના અભિલાષ એક શિષ્યના હૃદયમાં જાગ્યો. એટલે એણે આવીને પહેલવહેલા પ્રશ્ન કર્યો કે, ‘હે ગુરુ, મારો એક પ્રશ્ન છે : કિ` ભૂષણાદ્ ભૂષણ' અસ્તિ ? ‘ હે ભગવન, લોકો દાગીના પહેરે છે, શરીરને સુંદર બતાવવા માટે, લોકો અલંકાર પહેરે છે, શરીરની શાભા વધારવા માટે. તે પછી મારે પણ એક દાગીના પહેરવા છે. મને એક એવા સરસ દાગીના બતાવા, કે જે દાગીના પહેરું એટલે હું શૈાભી ઊઠું. જે દાગીના પહેરું એટલે લોકો મને જએ. અરે, જ્ઞાની પણ કહે કે નહિ, અલંકાર તે આનું નામ કહેવાય ! ‘મને એવા દાગીના બતાવા કે દુષ્ટો જેને ભ્રષ્ટ કરી શકે નહિ. એવા દાગીના બતાવા, કે જે પહેર્યાં પછી કોઈ દિવસ આપણને છેડે નહિ. ’ દાગીનાની શરત તો બહુ આકરી હતી. એવા દાગીના તા કયાંથી લાવવા ? Page #100 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ જોયુ....કે શિષ્યમાં જબરી ઝ‘ખના જાગી છે. બસ, ઝંખના જાગી એટલે બેડો પાર. બીજને ઝંખના થાય કે હવે બહાર નીકળવું છે, એટલે કોઇ પણ ભાગે એ નીકળવાનુ` જ. પછી ભલે આ ઋતુમાં ફ઼ે આવતી ૠતુમાં; પણ એ ધરતીની બહાર નીકળીને જ જંપવાનુ. સમ્યકત્વ એટલે આત્માની ઝંખના. ‘ મારું સ્વરૂપ શું ? હું કોણ ? ~~આવી ઝંખના જેને જાગી એને બેડો પાર થઈ જવાના. કહેવાય છે સભ્યષ્ટિ જીવને સાતઆઠ ભવ તા બહુ વધારે થઈ જાય છે. ગુરુએ શિષ્યને કહ્યું : ‘ હા, છે એવા દાગીના. આવા દાગીના ભરત ચક્રવતી એ પહેર્યો હતા. એ દાગીના મહાસતી સીતાએ પહેર્યા હતા. એ દાગીના મહાસતી કળાવતીએ પહેર્યા હતા. એ દાર્ગીના કયા હશે ? વીંટી હશે ? બાજુબંધ હશે ? ગળાના હાર હશે ? નવસેરો હાર હશે ? ના, એક પણ અલંકાર શિષ્ય કહી એવી લાયકાત ધરાવતા ન હતા...ત્યારે ? ગુરુ મહારાજે ઉત્તર આપ્યો : “શૈલ' ’—શિયળ, તમે જો શીલના દાગીના પહેર્યા હાય તે તમને જ્ઞાનીએ પણ જજુએ. એ માટે તે આપણે ત્યાં કહેવાતું હતું —‘ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જે દેશમાં નારી પૂજાને પાત્ર બને છે તે દેશમાં દેવતાઓ દિવ્યત્વ રમે છે. પણ જે દેશમાં સ્રીએનું અપમાન કરવામાં આવે છે, જે દેશના લોકો નારીને ‘ નર્કની ખાણ ’ કહીને તેને નિન્દે છે તે દેશ અધાગિત પામે છે. નારીને નર્કની ખાણ કહેનારા વિચાર કરે કે, જો નારીમાં નર્ક ભરેલું છે તો શું તમારામાં અમૃત ભર્યું છે ? • ત્યાં જે વિરોધ કરવામાં આવેલા છે તે નારી કે પુરુષના વિરોધ નથી, કામના વિરાધ છે. કામની વૃત્તિ તમે છેડી દે; નારીને એક પવિત્ર મા તરીકે જુએ એક દેવી તરીકે વંદા અને શિયળની મૂર્તિ તરીકે ઓળખા. તો, તમારી આંખમાંથી વિકાર બળી જશે. પરંતુ, જો તમે કામની દૃષ્ટિથી જોશે તા તમારી નજર માટે એ નરક છે એમ કહેવામાં આવ્યું છે. નારી નરક નથી, પરંતુ તમારી દૃષ્ટિમાં જે વિકાર આવ્યા છે તે તમારે માટે નરક છે. એટલે આપણે એ સમજવાનું છે કે નારીને જ્યાં માનભર્યું સ્થાન આપવામાં આવે ત્યાં સાત્ત્વિકતા ને દિવ્યતાના નિવાસ હાય છે. આપણે તકતીમાં મેટું નામ કોતરાવીએ તે પણ કેટલાં વર્ષ રહેશે એની આપણને ખબર નથી. ૯૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ આપણે આપણું નામ જોઇને ખુશી થઈ જઈએ છીએ કે, “આહાહા, આપણું નામ બહુ સરસ આવ્યું !” પણ પથ્થરની એ તકતી કરતાં, જીવનની કોઈ તકતી ઉપર, કોઈ ઇતિહાસ ઉપર, જો આપણે ચીતરાઈ જઈએ તો કાળ પણ તેને વશ ન કરી શકે. . તમારું નામ કાળના પડને પણ ભેદીને બહાર આવે એવું કંઈ નામ કરો તો જ નામના સાચી. આવું નામ કરવા માટે જીવનની સાધના કરવી પડે છે. આવી જીવન-સાધનાને અંતે એ મહાન આત્મા દુનિયામાં અમર બની જાય છે. તમે ગૃહસ્થાશ્રમમાં બેઠા છો એનો અર્થ એ નથી કે જેમ ફાવે તેમ વર્તવાન તમને પરવાનો મળી ગયો છે. ગૃહસ્થાશ્રમમાં પણ મર્યાદા હેવી જોઈએ. સ્વપુરુષસંતોષ અને સ્વનારી–સંતોષ એ ગૃહસ્થામનો પહેલો ધર્મ છે. તમે જો આંખમાંથી વિકારને દૂર કરો તો તમારો ગૃહસ્થાશ્રમ પણ દીપી ઊઠે. એટલે જ્ઞાનીઓ આપણને જણાવે છે કે, સૌ કરતાં સારામાં સારું ભૂષણ કે અલંકાર તો શિયળ છે. તમે શિયળને દાગીનો પહેરો; બ્રહ્મચર્યનો દાગીને પહેરો. બ્રહ્મ એટલે આત્મા. ચર્યા એટલે વિચરવું તે. આત્મામાં જ વિચરો, બહાર નહિ. આપણે આજ સુધી ખૂબ ફર્યા છીએ. જડમાં ફર્યા, ભૌતિક વસ્તુઓમાં ફર્યા, પૌદ્ગલિક વસ્તુઓમાં વિચર્યા; પણ હવે થોડાક આત્મામાં આવીએ અને એમાં જ રહીએ. પછી જે પુરુષ સ્વદારા-સંતોષમાં અને જે સ્ત્રી સ્વપુરુષ-સંતોષમાં રહે છે તેમનું મન પરિણામે એક ઠેકાણે કેન્દ્રિત બનતું જાય છે અને વાસનામાંથી પાછું વળે છે. આમ આપણે પહેલામાં પહેલી વાત એ જાણવી કે સારામાં સારો અલંકાર તો શિયળનો છે. બાકીના અલંકારો તો અમુક વર્ષમાં સારા લાગે છે. વર્ષો બદલાય છે એટલે અલંકારો છોડવા પડે છે. છોકરી નાનકડી હોય, તો એના નાકમાં જે નથ નાખેલી હોય એના કાનમાં જે એરીંગ નાખેલાં હોય, એવા સુંદર અલંકાર પહેરીને નીકળે તો એ છોકરી ફૂટડી લાગે, અને લોકો રમાડે તે પણ સારું ગણાય. પણ એ જો ડોશી થઈ ગયા પછી એવા દાગીના પહેરીને નીકળે તો કેવી લાગે, કહો જોઇએ ! એ ભલે એમ માનતી હોય કે મારી પાસે ઘણું સોનું છે અને હું પહેરીને નીકળું. પણ લોકો શું કહે...? એ તે કહેશે કે, “આ ઘરડી ઘોડીને લાલ લગામ શી ?' એમ જ કહેશે ને કે અત્યારે આ Page #102 -------------------------------------------------------------------------- ________________ ન શોભે...ત્યારે આ અલંકાર તો સમય જશે ત્યારે ખરતા જશે. પણ તમારા આત્માનો જે અલંકાર છે એ મરણ પછી પણ ભેગો જશે, પણ ખરશે નહિ. આ અલંકાર ગમે તે વયમાં એકસરખી શોભા આપશે. આ અલંકાર મહાપુરુષોએ પહેર્યા છે. - ભરત ચક્રવતી અરીસા-ભુવનમાં આવ્યા છે. ત્યાગી પણ રાગી થઇ જાય એવું એ સ્થાન છે. પોતે સુંદર રૂપવાળા છે. પ્રભાવશાળી એવું વ્યકિતત્વ છે. એવા પ્રકારના ભરત ચક્રવતી અરીસાભુવનમાં પોતાનું મુખ જોવા માટે આવ્યા છે. તે દરમ્યાન તેમની પોતાની આંગળીમાંથી એક વીંટી સરકી જાય છે. એ વિચાર કરે છે કે વીંટી વિના આંગળી સુંદર લાગતી નથી. તો હું વીંટીથી શોભું કે વીંટી મારાથી શોભે ?! કોણ કોનાથી શોભે? આજે અવસ્થા એ છે કે વસ્તુઓ જો ન હોય તો એના વિના આપણે ભૂંડા લાગીએ છીએ. જે માણસ ચશ્માં પહેરતો હોય એને ચશ્માં વિના ગમતું નથી એ કહે છે, “રોજની ટેવ પડી એટલે પહેરવાં પડે છે. જે માણસ કાયમ કાંડે ઘડિયાળ બાંધતો હોય છે એને ઘડિયાળ ન બાંધી હોય ત્યારે હાથ ખાલી ખાલી લાગે છે. જે માણસ કોટ પહેરતો હોય તે કોટ પહેર્યા વિના બહાર મીકળે ત્યારે એને પોતાને ગમતું નથી. એટલે, આજે વસ્તુઓ એવી વિચિત્ર રીતે આપણા ઉપર ચઢી બેઠેલી છે કે એના વિના જાણે આપણે સારા લાગતા નથી. - ભરત ચક્રવતી કહે છે કે આ આંગળી હીરા–પન્નાથી શોભતી હતી તે આજે કેમ આવી લાગે છે? આહા.વીંટી મારાથી નહોતી શોભતી, હું વીંટીથી શોભતો હતો. અને એને વિચાર આવ્યો કે મારા પિતા ભગવાન ક્ષભદેવ હતો એમને એક પણ અલંકાર નથી. જેને એકે દાગીનો નથી, જેને એકે વૈભવ નથી, છતાં પણ એવા શોભે છે કે જગતના દેવાધિદેવ બની રહ્યા છે. એ દેવાધિદેવને ઇન્દ્રના ઈન્દ્રો પણ આવીને નમી રહ્યા છે. આહા. એ કેવા અને એક વીંટીથી શોભનારે હું કેવો? વગર વીંટીએ શોભનારા મારા એ મહાન પિતાને હું આવો પુત્ર ?' પછી ઊંડાણથી વિચાર કર્યો કે, આ દેહ પણ એક અલંકાર છે. એ પણ મને શોભાવનારી ચીજ છે. મારો આત્મા તો દેહ વિના પણ રહી શકે છે. ' આહા..બસ એવો વિચાર કર્યો, એ ભાવનામાં ચઢયા અને એ ભાવના એવી એકાકાર બની કે એના એ અરીસા-ભુવનની અંદર જ કેવળ- ૯૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાને પામી ગયો. આપણે વિચાર કરવાનો છે કે આજે આપણી દશા એવી બની ગઇ છે કે, બહારના દેખાવમાં, બહારના રૂપરંગમાં, બહારનાં રમકડાંમાં આપણે દોડાદોડ કરીએ છીએ. પણ આપણે આજે અંતરનાં આભૂષણે, અંતરની વાતા–અંતરશકિતઓ ભૂલી ગયા છીએ. પરિણામ એ આવી ગયું છે કે, આજે આપણે ત્યાં જે વાતો થાય છે તે બહારની જ વાતો થાય છે, અંદર પડેલા ચૈતન્યને બહાર કેમ લાવવું, એ શકિતને કેમ ખીલવવી, આત્માને વિચાર કેમ કરવો, એ અંગેની વિચારણા કે વાત પણ નથી થતી ને થાય છે તો લોકોને ગમતી પણ નથી. ' , લોકોને બહારની વાતો જોઇએ છે. એમને બહારના દેખાવે જોઈએ છે. અંતરનું હીર બહાર પ્રગટાવવું નથી અને બહારના દેખાવ કરવા છે. પહેલાં તો અંતરનું હીર પ્રગટે અને પછી જ બહારનો દેખાવ શોભે. વીંટીમાં નંગ શોભે છે તે વીંટી એ નંગને માટે અલંકાર છે, એને શોભાવનારી બહારની વસ્તુ છે. વીંટી નંગને શોભાવનારી વસ્તુ છે એ વાત સાચી, પણ નંગમાં પોતામાં પણ પ્રકાશ તો હોવો જોઈએ ને? 1 નંગ જ જો કિરણ વગરનું હોય, એ જ જો પ્રકાશ વગરનું હોય, તે એને તમે સોનાની વીંટીમાં મઢો કે એનાથી મેંઘી એવી પ્લેટીનમની વીંટીમાં મઢે તોપણ નકામું છે; કારણ કે, એ નંગમાં જ તેજ નથી. એટલે મહાપુરુષો જણાવે છે કે બહારની બધી વસ્તુઓ ખરી, પણ તમારું અંદરનું હીર–ચૈતન્યનું હીર હશે તો જ એ શોભશે. અને એ શોભશે તો એવું શોભશે કે ના પૂછો વાત ! પણ તમારું હીર તો તમે જાણતા નથી. યશોવિજયજી મહારાજ કહે છે, “તારી બહારની પૂર્ણતા છે, બહારનું જે રીતે દેખાય છે, તારી મોટરગાડી, કપડાં, પ્રતિષ્ઠા, સમાજમાં મોભાભર્યું સ્થાન, ધનવૈભવ, જમીનજાગીર–આ બધુંય જાણે તને પૂર્ણ બનાવતું હોય એમ જે તને લાગે છે, એનાથી હું પૂર્ણ થઇને ફરે છે. પરંતુ, તારી એ પૂર્ણતા તો અપૂર્ણતા છે. કારણ કે કાં તો એ તને છોડશે, કાં તો તું એને છોડીશ. પરંતુ બેમાંથી એક તો બનશે જ. તો, જેને તારે છોડવી પડે અગર તો જે તને છોડે એને ખરેખર પૂર્ણતા કહેવાય ખરી? પૂર્ણતા તો એ છે, જે તમને ન છોડે અને તમે એને ન છોડો. બહારથી લાવેલી પૂર્ણતા તે માગી લાવેલા દાગીના જેવી છે.' આમાની અંદરથી જે પૂર્ણતા પ્રગટે છે તે અનંત દર્શનમય, અનંત ૧૦૦. Page #104 -------------------------------------------------------------------------- ________________ આનંદમય, અન ંત જ્ઞાનમય, અનંત શાંતિમય ને અનંત સુખમય હોય છે. બહારના કોઈ પણ પદાર્થ આવીને તમારી એ પૂર્ણતાને ક્ષુબ્ધ કરી શકતા નથી. તમારા અંતરમાંથી પૂર્ણતા જો પ્રગટેલી હશે અને જો બહારથી કોઇ માણસ આવીને કહેશે કે તમે બહુ સારા છે, તમે બહુ ગુણિયલ છે, તો પેલાને કઈં નહિ થાય. એ જરાય નહિ ફુલાય. બીજો આવીને કદાચ કહેશે કે તમે નાલાયક છે, લુચ્ચા છે તા એને જરાય દ્વેષ નહિ થાય. એ કહેશે કે મારે શું ભાઇ ? હું મારાથી પૂ છું. એ માણસની સ્તુતિથી હું પૂર્ણ થવાના નથી અને આ માણસની નિંદાથી હું અપૂર્ણ થવાના નથી. હું તા જે છું તે જ છું. આની નિંદા મારામાં હીનતા પણ લાવી શકવાની નથી અને આની પ્રશંસા મારામાં અભિવૃદ્ધિ પણ કરી શકવાની નથી. કારણ કે મારું તત્ત્વ તો જુદું છે. એ તો ‘ બહારના છે અને હું બહારની વસ્તુઓથી પર છું. આવી—ન તેા હ, ન તા શાકદશા ધીમેધીમે કેળવવાની છે. અને એ કેળવવાની વાત બહુ આકરી છે. હમણાં હું કહું અને મારામાં આવી જાય અને વળી પાછી તમારામાં આવી જાય એવી વાત માનવા જેવી નથી. એની પાછળ આપણે પ્રયત્ન કરીએ, એની પાછળ આપણે લાગી રહીએ, તો કો’ક દહાડો પણ એ બાબતમાં આપણે જરૂર સફળ થઇએ. જડ બુદ્ધિના છેાકરાએ જો પહેલે વર્ષે નાપાસ થઇ જાય તા એ કહેશે કે, ના બીજી વાર. પછી ત્રીજી વાર. ચેથી વાર, પાંચમી વાર–એકએક વિષય (Subject) લઇશું અને દર વર્ષે પરીક્ષા આપીશું. સાત વર્ષે સાત વિષય તા થશેને? ઠોઠ વિદ્યાર્થી પણ જો આટલી ધીરજ રાખે તે પાસ થઇ શકે છે. આવા, ઠોઠ વિદ્યાર્થી કરતાં પણ જંઇએ તેવા તે આપણે નથી. પણ એક વાત એ છે કે એને માટેના પ્રયત્ન આપણે આદર્યો નથી. બહારની ધમાધમ તે ખૂબ કરીએ છીએ, પણ અંતરમાં કંઇક શાંતિનો કે.સુખને અનુભવ થાય છે ખરો ? મૌન લઇને બેઠા હોઈએ ને ખૂણામાં બેઠોબેઠો કોઈ વાત કરતા હાય કે, ‘માળા દેખાવ કરે છે ભગતના, પણ પહેલા નંબરના બગભગત છે !” આવા શબ્દો તમારા કાનમાં પડે તે તમે શું કરો? તમે તરત જ એની પાસે જવાના અને કહેશેા, ‘ શું છે ? મારી વાત કરે છે? તું બગભગત છુ ? તારો બાપ બગભગત હશે, હું નથી, સમજ્યો !’...અને બસ પારાયણ ચાલ્યું ! આ આપણી એક કસાટી છે. એ વખતે આપણે એટલા વિચાર કરી શકતા નથી કે આ તપના સમય છે. અને એ સમયે બધું ભૂલી જવું જોઈ ७ ૧૦૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ એ. વખતે એને તો એમ કહેવું જોઈએ કે તું તારે ફાવે તેમ કરને ભાઈ ! અત્યારે તો મુકત બનીને આવ્યો છું. જો આપણે બે ઘડીને સાચો આનંદ માણવાની ટેવ પાડી હોય તે એ બે ઘડીની ટેવમાંથી આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ. પણ વાત એ છે કે, એનો અનુભવ જે રીતે કરવો જોઇએ તે રીતે કરવા માટે આપણે પ્રયત્ન કરતા નથી. છાપામાં લડાલડી કરે, હું મોટો ને તું ખોટો' એવી વાત કરે એ બધા યોગીશ્વર નથી; એ બધા સાધુ પણ નથી; એ તો બધા બહારની વાત કરનારા છે. યોગીને તો કંઈ લાગે જ નહિ.. એ તો કહે કે તું તારે ફાવે એમ કર અને હું મારે માર્ગે ધીમે ધીમે જઉં છું. આવો માણસ જ સાચો ગી શ્વર છે. બાકી, આજે તો નિરનિરાળાં વિશેષણો લાગે છે. એવા વિશેષણ કે તે સાંભળીને જ આપણે ભડકી જઇએ. કોઈ કહે જગદગુરુ, તે કોઈ કહે ન્યાયરત્ન; કોઈ કહે વ્યાકરણરત્ન, કોઈ કહે સાહિત્યરત્ન, તો કોઈ કહે કવિકુલશિરોમણિ. પણ જો તમે આવા હો તો દુનિયા તમને કેવી માનતી હોવી જોઈએ? તમે જો ખરેખર જગરુ છે તે તમારી તરફનો આદર કેવો હોવો જોઈએ? આખા જગતની વાત જવા દઈએ તોપણ, કહો, તમારો આખો સમજ પણ તમને અંદરથી માને છે ખરો? તમે જો કવિરત્ન હો કે કવિકુલશિરોમણિ હો, તો તો દુનિયાના બીજા વાદીએ તમારી સામે ઊભા પણ ન રહી શકે. - ખરેખર, તમે જો એવા હો તો તમારા મુખમાંથી વાણી ઝરે ત્યારે સરસ્વતી પ્રત્યક્ષ આવી ઊભેલી હોવી જોઈએ. પરંતુ, હકીકતમાં એવું નથી. આજે તે વિશેષણો બહુ સહેલાં થઈ ગયાં છે. એનું પરિણામ એ આવી ગયું છે કે વિશેષણનું મૂલ્ય જે રહેવું જોઇએ એ આજે રહ્યું નથી. શબ્દો આજે સસ્તા થઇ ગયા છે... અને તેની વપરાશ છૂટથી કરવામાં આવે છે. મુનિ' શબ્દ પણ આજે સહેલો થઇ ગયો છે. પરંતુ, જો આપણામાં મુનિ-ધર્મ આવી જાય તો આ સંસાર-સાગરને તરી જઇએ. . આચાર્ય' એ એકજ વિશે પણ એવું છે કે તેની સરખામણીમાં બીજાં બધાં વિશેષણો ઉપર કાળી ચોકડી મારવી પડે. એમાં છત્રીસ ગુણ પડેલા છે. એ ઇન્દ્રિયોને સમૃદ્ધ કરે, ચાર કશાયને જીતે, પંચાચારને પાળે, નવ પ્રકારની ગુખી રાખે-આવા પ્રકારના છત્રીસ ગુણો તેમનામાં હોય છે. ૧૦૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ આમ આચાર્ય અગર તે “મુનિ એ શબ્દ જ તેમની મહત્તાને ન્યાય આપવા માટે પૂરતા છે. છતાં આપણને એમ લાગે છે કે એ શબ્દમાં કંઈક ઓછું છે એટલે બસ લગાવો...સુપ્રસિદ્ધ વકતા મુનિ ચંદ્રપ્રભસાગરજી.... લગાવો., અલ્યા, પણ મુનિ થયો એટલે મૌન રહેવાનું છે અને એમાંથી સમય મળે ત્યારે કંઈક બોલવાનું છે. પણ આ “મુનિ એને સમજાયું નથી એટલે એને આગળ વિશેષણ લગાડવું પડે છે. એટલે ખરી વાત તો એ છે કે, જો આપણે ઊંડા ઊતરીને વિચારીશું તો ખ્યાલ આવશે કે, આપણે બાહ્ય વાતોમાં બહુ રમીએ છીએ. અને એટલા બધા રમતા થઇ ગયા છીએ કે ઘરમાં તે જવાનું મન જ થતું નથી, પેલું નાનકડું છોકરું ધૂળમાં ઘર બનાવે, રમત રમ્યા કરે, ફર્યા કરે. બહાર ખાય, બહાર રખડે, પણ એને યાદ આવતું નથી કે, ‘મારી મા ત્યાં વાટ જુએ છે બાપડી. મા બોલાવી રહી છે, એણે રસોઈ બનાવી છે. મારે નહાવાનું છે, ધોવાનું છે, ખાવાનું છે–એની કશી ખબર પેલા છોકરાને નથી. એ તો એક રમતમાંથી બીજી રમત, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમંથી ચોથી અને એમ ને એમ રમતમાં લીન બની જાય છે. એટલી બધી એણે રમતો માંડી છે કે, એ તો એટલું બધું મગ્ન બની ગયું છે, કે મા રાહ જાએ છે, ખાવા માટે બોલાવે છે. બધું તૈયાર છે, છતાં બાળકને તે કશું યાદ આવતું નથી. જ્ઞાનીઓ કહે છે કે, પ્રભુરૂપી માતા પણ વાટ જોઇને બોલાવી રહી છે કે, તું અંદર આવ, ને તારો નું વિચાર કર.” પરંતુ, એ તો એવો મેહમાં અને બાહ્ય જીવમાં લાગી ગએલો છે કે એ સતત ઝંખ્યા જ કરે છે કે મારું નામ આવે મારી પ્રસિદ્ધિ થાય, હું આખા સમાજમાં બહાર આવી જઉં. એ બધામાં તારું શું વળવાનું ? તને કઈ શાંતિ મળવાની? આખી દુનિયા તારાં ગુણગાન ગાય, પણ આત્મામાં જો સમતા નહિ હોય તો આખી દુનિયાના ગુણગાનથી પણ અંદર સુખ નહિ મળે. એટલા માટે જ વિચાર કરવાનો છે કે, “તું બહાર ન જા. ડીક વાર પણ તને લઈને તું અંદર આવે. બેસીને વિચાર કર કે તારું ભૂષણ શું? તારો અલકાર ? તારો દાગીનો કયો?” ૧૦૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ 'અરૂ પ્રસંગ-માધુરી પાપનું પ્રાયશ્ચિત્ત પની શોભા એની મધુર સુવાસમાં સમાયેલી છે; સરોવરની શોભા નિર્મળ જળમાં સમાયેલી છે; તેમ નર ને નારીની શોભા એના શિયળના રક્ષણમાં સમાયેલી છે. પિતાની જાત માટે અને જનતાને માટે જેમ સંયમી આત્મા કલ્પવૃક્ષ સમાન છે, તેમ પોતાની જાત માટે વ્યભિચારી આત્મા કંટવૃક્ષ સમાન છે. ભલે સંયમી માનવ સંસારનો ત્યાગી ન પણ હોય, છતાં સંસારમાં રહી, કુકર્મોથી બચી, પોતાનું ને બીજાનું કલ્યાણ સાધી શકે છે. આ પ્રસંગે વડોદરાની એક વાત યાદ આવે છે. વડોદરામાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ ઉદયચન્દ્ર, બીજાનું વિદ્ય તચંદ્ર. મૈત્રી એવી ગાઢ કે જાણે પુષ્પ અને પરાગ. ઉદયચન્દ્રનું લગ્ન સુશીલા સાથે થયું હતું. સુશીલા જેમ રૂપવતી હતી તેમ ગુણવતી પણ હતી. એના સૌજન્ય આખા ઘરને સુવાસિત કર્યું હતું. એક દિવસ વિદ્ય તચન્દ્ર ઉદયને ઘેર આવ્યો, પણ ઉદય એ વખતે બહાર ગયો હતો. સુશીલાએ એનો સત્કાર કર્યો અને સ્વાભાવિક એવા નિર્દોષભાવથી તેના પ્રત્યે બહુમાન દર્શાવ્યું. . પણ વિદ્ય તચન્દ્ર એનો અર્થ ઊંધ કર્યો. સુશીલાના રૂપમાં એ પતંગિયું બન્યો. એની પોતાની વિવેકબુદ્ધિનો પણ નાશ થયો. એના ચિત્તમાં અનેક આન્દોલને ઊપડ્યાં. એ બેકાબૂ બન્યો. કામ વિના પણ મિત્રના ઘેર આવવા લાગ્યો અને મધુર હાસ્યપૂર્વક નયને નચાવવા લાગ્યો. સુશીલા ચતુર હતી. તે આ ભેદ કળી ગઇ. ઊંડા ખાડામાં ગબડતા ૧૦૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ પોતાના પતિના મિત્રને બચાવવાના એણે નિર્ધાર કર્યો. ઉદયચન્દ્ર આઠ દિવસ માટે બહારગામ ગયો હતો. સુશીલા,ઘેર એકલી હતી. આ અવસર ઉચિત જાણી વિદ્ય ચન્દ્ર મિત્રના ઘેર આવી પહોંચ્યો. સુશીલા એની ફુટિલ ભાવના સમજી ગઇ, કારણ કે એના હુંયામાં પવિત્રતાનુ ઝરણું વહેતુ હતું. વિદ્ય ચન્દ્ર સ્મિત કરી કહ્યું : મારા મિત્ર ઘેર નથી, તમે એકલાં છે. તમને એકલવાયાપણું ન લાગે એ માટે હું શયન કરવા આજે અહીં જ આવુ તે ?” વિષયાધીન આત્માઓ વિષયમાં એવા તો ચકચૂર બની જાય છે કે તે અવસ્થામાં લજજા જેવી અપૂર્વ ચીજને પણ એ તિલાંજલિ આપી બેસે છે! કામના કીચડમાં ખૂંચતા વિદ્યચન્દ્રને બચાવવાની બુદ્ધિથી સુશીલાએ કહ્યું : ‘ જેવી આપની ઇચ્છા !' આ કપ્રિય શબ્દો સાંભળી એનું હુંયું આનંદથી નાચી ઊઠયું. એના મનમાં આનંદની અનેક લહેરીએ લહેરાવા લાગી. એ મનમાં જ બબડવો : ‘ ચાલા, ધારણા સફળ થઇ.’ સુશીલાએ એક સુંદર ઢેલીએ ઢાળ્યો. અને એના પર એક સુંદર અને સુંવાળા ગાલીચા બિછાવ્યા. એના પર રેશમ અને જરીના ઊંચાંમાં ઊંચાં શેલાં પાથર્યા. માર્ગમાં પણ ઊંચામાં ઊંચા ગાલીચા પાથર્યા. દીપમાળાથી ઓરડો એવા તો સુશેાભિત કર્યો કે, જાણે સ્વર્ગના એક ટુકડો પૃથ્વી પર અવતર્યા. પણ આંગણામાં તે બધે કીચડ ને ડામર જ પાથર્યાં. રાત્રિના આઠના ટકોરા થયા ને દ્વાર ઊઘડયું. દીપમાળાના ઝગમગાટથી ઝગમગતા ઓરડાને જોઇ, વિદ્યુતના મનમાં ઊર્મિ એની છેળા ઊછળવા લાગી. એને થયું કે, આ ભભક તો મારે માટે જ છે ને ! ઘુવડ દિવસે અન્ધ હોય છે, કાગડો રાત્રે અન્ધ બને છે; પણ કામી તો સદા અંધ હોય છે. કામથી અંધ બનેલા વિદ્યત એરંડા ભણી ધસ્યો. પણ એરડાનાં દ્વાર આગળ બિછાવેલા રેશમી ગાલીચાઓ જોઈ, એ થંભી ગયા. એક ડગલું પણ આગળ ન વધી શકયો. એણે પૂછ્યું' : ‘આ ગાલીચા અને જરીનાં શેલાં શા માટે ?” આપ પધારવાના છે. એટલા માટે.’ આ ગાલીચા અને જરીનાં શેલાં રસ્તામાંથી કાઢી નાખો, તમારા આંગણામાં કાદવ ને ડામર પડયાં હતાં, એમાં મારા પગ ખરડાઇ ગયા છે. આ ખરડાયેલા પગ ગાલીચા પર મુકુ તે એ બગડી ન જાય !” ૧૦૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ હદયના મર્મને વીંધી નાખે એવા માર્મિક શબ્દમાં સુશીલાએ કહ્યું: વાંધો નહિ, આપ એના પર ખુશીથી પગ મૂકો. ભલે એ બગડી જાય ! તમે તમારું ને મારું જીવન જ જ્યાં બગાડવા બેઠા છો ત્યાં આ ગાલીચો શું વિસાતમાં છે? જીવન કરતાં આ ગાલીચોને વસ્ત્રો કાંઈ મોંઘાં નથી. આનાં મૂલ્યાંકને કોઈ દિવસ આપણા અમૂલ્ય જીવનથી અધિક થનાર નથી. તમે જો મારું અમૂલ્ય સ્ત્રીત્વ લૂટો છો અને તમારું કિંમતી પુરુષત્વ વેડફો છો, તે ભલે બગડી જતાં આ વસ્ત્રો ! સર્વસ્વને સળગાવવા જે તયાર છે, તે તણખલા માટે શાને રહે ?' આ વેધક શબ્દો વિઘ તચંદ્રના હત્યામાં વિદ્ય તની જેમ તીવ્ર અસર ઉપજાવી ગયા. એનું હૈયું ચિરાઈ જવા લાગ્યું. અને પશ્ચાત્તાપની એક વિરાટ જવાળા પ્રગટી. વિવેકનાં નેત્રો ઊઘડી ગયાં અને એના હૈયામાં અને ક પ્રકારનાં આન્દોલન ઊપડયાં : “અરે, મેં આ શું ચિન્તયું ! વિશ્વાસ ઘાત ! સતીત્વને નાશ ! મારા સંયમનો ભંગ ! અને સ્નેહથી સર્વસ્વ ધરનાર મિત્રો દ્રોહ !' એને આંખે અંધારા આધ્યાં. લજ્જાથી મુખ અવનત બન્યું. એકદમ એ સુશીલાનાં ચરણોમાં ઢળી પડ્યો. આંસુથી એના પગનું પ્રક્ષાલન કિશ્વા લાગ્યો. પશ્ચાત્તાપથી કૂણું બનેલું હસું બોલવા લાગ્યું : “દેવી ! ઓ દેવી ! મને બચાવ ! શિયળની મૂર્તિ સુશીલા ! તું માફ કર. મારા જેવા પતિતનો ઉદ્ધાર તું નહિ કરે તો બીજાં કોણ કરશે ? મા ! તું તો ધન્ય છે. પાશવતાની દુર્ગંધથી ગધાતા મારા હૈયામાં તે તો આર્ય સંસ્કૃતિની અમર સૌરભ પ્રસરાવી છે. મારા આ અન્ધકારમય જીવનમાં તારી આ શિયળની જ્યોત પથદર્શક બને !” આટલું કહી એ ચાલતો થયો. એ ગયો તે ગયો. ફરી કદી એ ન દેખાયો. આજે પણ એના મિત્રો શધ છે. પણ એને પત્તે કયાંય લાગતો નથી. સત્તાનું સૌજન્ય ‘લાઇક ઑફ એલેકઝાન્ડરમાં એક સુંદર પ્રસંગ આવે છે. જે માનવને–વિશેષ કરીને સત્તાધીશોને-કર્તવ્યની ભૂમિકા ભણી દોરે છે. આ પ્રસંગ જેટલો રોચક છે, તેટલો જ રોમાંચક પણ છે ! એલેક્ઝાન્ડર પહેલો, રશિયાને પ્રાણપ્રિય સમ્રાટ હતો. સમ્રાટ તરીકે નહિ, પણ એક આદર્શ માનવ તરીકે રશિયાનાં પ્રત્યેક નર-નારીના હૈયામાં એનું સ્થાન અજોડ હતું. એનું નામ ચારે દિશામાં પ્રસરેલું હતું. એના ૧૦૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ નામ પર લાખ કરોડો માનવીઓ કુરબાની આપવા તૈયાર હતા. એના હૈયામાં માનવતાનો દીપક સદાય જલતો રહેતો. વૈભવના વાયરા એ અમર દીપકને બુઝાવવા અસમર્થ હતા. એક વાર ગામડિયાના ગુપ્ત વેશે રશિયાની પ્રજાની જીદનચર્ચા જોવા એ નીકળ્યો. એકલો જ પરિભ્રમણ કરતો, એ એક નાનકડા શહેરમાં પેઠો. અને એની નજર પડી એક અક્કડ લશ્કરી અમલદાર પર! ચાર રસ્તા આગળ એક સુંદર મકાનની ભીંતને ટેકો દઈ એ અમલદાર ઊભો હતો. એના ઊભા રહેવાની ઢબ કોઇ અણનમ અક્કડ પહાડની પ્રતીતિ કરાવતી હતી. બે પગ પહોળા કરી, છાતી ફુલાવી, મૂછો પર વળદઇને બેપરવાથી ચીરૂટ પીતા લશ્કરી પોશાકમાં સજજ થયેલ આ અમલદારને જોઈ, એલેફઝાન્ડર તો દંગ થઈ ગયો. માનવી સત્તાના મદમાં આટલો મત્ત થઈ જતો હશે એની કલ્પના આવા મહાનુભાવને તો આવવી જ અશક્ય છે! નમ્ર માનવ બધાને નમ્ર જ માને. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ ! જાણે સહજભાવે એલેક્ઝાન્ડરે તેને નમન કરી પૂછયું : સાહેબ, કાલેગા જવાનો માર્ગ કયો !” આ તો ઊંદર સિંહને કહે છે કે, તારા દાંત ગણવા દે, તેના જેવું થયું. નાના માનવીને વળી મોટા માણસ સાથે વાત કરવાનો શો અધિકાર ? એમાં વળી એક સાધારણ ખેડૂત અસાધારણ મેજરને પ્રશ્ન પૂછે એટલે તે આવી જ બન્યું ને ! ઘૂરકીને ગર્વથી ચીરૂટનો ધૂમાડો કાઢતાં એણે કહ્યું : ‘નાકની ડાંડીએ સીધો ચાલ્યો જા.' . સત્તાથી છકી ગયેલા અમલદારની મગરૂરી પર એક ગૂઢ હાસ્ય કરી સમ્રાટે કહ્યું : 'સાહેબ ! આપને ખોટું ન લાગે તે, એક વાત પૂછું?” ગર્વથી એણે ટૂંકો ઉત્તર વાળ્યો : “પૂછે !' “સાહેબ ! આપનો હોદ્દો કોઈ મોટો લાગે છે ! આપ હમણાં કયા હોદ્દાને શોભાવો છો ?' ‘તું જ કલ્પના કર જોઈએ ! “ ધુમાડાને ગોટો એના મોઢા પર ફૂંકતાં એણે કહ્યું. ' આપનો હોદ્દો લેફ્ટનન્ટ હોવો જોઈએ. “ મેજર : “એથીય ઊંચો.” જરા આશ્ચર્યચકિત થતાં એલેક્ઝાન્ડરે કહ્યું : “તે પછી કેપ્ટન !' મેજર : એથીય ઊંચો.” ૧૦૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ એલેક્ઝાન્ડર : ‘ત્યારે તો મેજર !' વાહ! તેં કલ્પના તે બરાબર કરી! તું ખરેખર, હોંશિયાર છે. તારી બોલવાની છટા પણ સુંદર છે. વારુ, હવે મને કહે જોઈએ, તું કોણ છે ?' સલામ ભરી એણે કહ્યું : “સાહેબ મારો તો વળી શો હોદ્દો હોય ?' મેળ૨: “છતાં કાંઈક તો હોવો જોઈએ, તારી બોલવાની રીત પરથી!” એલેક્ઝાન્ડર : ‘ત્યારે આપ કલ્પના કરો જોઇએ.' મેજર : “ ગ્રામપંચાયતનો મેમ્બર.” એલેક્ઝાન્ડરે કહ્યું : “એથી ઊંચે.' મેજર : “ કોર્પોરલ !” ધીરે સ્વરે એલેક્ઝાન્ડરે કહ્યું: ‘એથીય ઊંચે. ચકિત થતાં મેજરે પૂછયું : “ત્યારે તો લેફટનન્ટ ! એલેક્ઝાન્ડર : ‘એથીય ઊંચો.’ મેજર : “કેપ્ટન !” એલેક્ઝાન્ડર : “એથી પણ ઊંચો !' ઝીણી નજર એની સામે નાખી, ધારીધારીને જોઈ પૂછયું : “મેજર !' એથી પણ આગળ.' જરા સભ્યતા જાળવી મેજરે પૂછયું : “આપ કર્નલ !' એથીય આગળ ચાલો.' મૂછમાં હસતાં એલેક્ઝાન્ડરે કહ્યું. ત્યારે તો આપશ્રી જનરલ સાહેબ છો.’ ચીરૂટ ફેકી નમન કરતાં મેજરે કહ્યું. એથીય આગળ.' એલેકઝાન્ડરે ઉત્તર વાળ્યું. લશ્કરી સલામ ભરતાં ભાંગ્યાતૂટયા શબ્દોમાં કહ્યું : ‘આપ સાહેબ ફિલ્ડ માર્શલ !” બે ડગલાં આગળ વધી, મેજરના ખભા ઉપર હાથ મૂકતાં એણે કહ્યું: “વળી એક વાર કલ્પના કરો જોઇએ. મેજરનો કંઠ રૂંધાઈ ગયો. કાયા કંપવા લાગી. શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. ટોપી ઉતારી એમના પગમાં પડતાં એણે કહ્યું : ' આપ નામદાર રાજાધિરાજ પ્રજાપાલક મહારાજા પોતે જ છો !' પોતાની ઉદ્ધતાઇ અને અક્કડાઈનું જે કારમું પરિણામ આવવાનું હતું એ યાદ આવતાં એનું હૈયું કંપવા લાગ્યું. સત્તાનો મદ તો ક્યારનેય ગળી ગયો હતો. હવે તો ગળી રહ્યું હતું એનું શરીર અને ગળી રહ્યાં હતાં એનાં હાડકાં ! ૧૦૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ ઘૂંટણે પડી એણે પ્રા ના કરી : મને માફ કરો. મારી અક્કડાઈએ મને મરણના નિકટમાં આણ્યો છે. હું મારા જીવનની ભીખ માગું છું. ' તમે કાંઈ અપરાધ કર્યો નથી કે મારે તમને માફી આપવી પડે. પણ એટલું ખરું કે, હું મારા અમલદાર પાસે સત્તાનું જે સૌજન્ય અને માનવતાની સૌરભની ઇચ્છા રાખતા હતા તે ન મળ્યાં. પણ એને બદલે મને મળી પાશવતાની ગંધ! માનવીના અધિકારના વિકાસ થતા જાય તેમ એની માનવતાના પણ વિકાસ થવા ઘટે. એને બદલે એની પાશવતાના વિકાસ થતા જાય, એ કેટલી શેાચનીય બીના છે. સત્તામાં કે પદવીઓમાં માણસાઇ નથી પણ એની સુંદર સંસ્કારિતામાં છે. ’ આ અદ્ભુત વાત બીજા અમલદારોએ જાણી ત્યારે બધા ચકિત થઈ ગયા. ૧૯૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-ત્રિપુટી ક શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછયો : “તીર્થ પરં કિમ.' ભગવન, હવે મને બતાવો, કે સૌથી સારું તીર્થ કયું?” ગુરુદેવે ઉત્તર આપ્યો : “સ્વ મન વિશુદ્ધ.' પહેલામાં પહેલું તીર્થ એટલે મન. મનને ચોખ્ખું કર્યા પછી જ તમે જ્યાં જવું હોય ત્યાં જજો. તમે જ્યારે તીર્થમાં જાવ ત્યારે મનમાં જો મેલ નહિ હોય, તમારું મન જો શુદ્ધ હશે, તમારા ચિત્તમાં રાગદ્વેષના વિચાર નહિ હોય, તે ભગવાનની છાયા તમારા હૃદય ઉપર પડી જશે. તમારા હૃદયમાં એનું પ્રતિબિંબ પડશે. | નેગેટીવ–પોઝીટીવનો નિયમ છે કે નેગેટીવ હોય એના ઉપર કોઈ પણ જાતની છાપ પડેલી ન હોવી જોઇએ. વળી, એને અંધારામાં જ રાખવી જોઈએ. એ એવી કેબીન હોવી જોઇએ કે જ્યાં સ્વીચ દબાય ને ઢાંકણું ઊઘડે કે તરત જ સામે જે આકૃતિ હોય તે પકડાઈ જાય. આનું કારણ એ છે કે નેગેટીવ ક્લીઅર છે. જો એનામાં કોઈ ધબ્બો પડી ગયો હોય તો પછી તમે ફોટો લેવા જાવ તો આવશે નહિ. નેગેટીવને જેમ સાચવીને બરાબર ગોઠવી દેવામાં આવે છે ને બરાબર તૈયાર કરીને પેલી ફિલ્મને ગોઠવી નાખેલી હોય છે ને પછી ફોટો લેવાનો હોય ત્યારે જેવી રીતે ચાંપ દાબો કે તરત જ ચિત્ર આવી જાય છે તેમ, આપણા હૃદયને પણ તૈયાર કરીને જવું પડે છે. જાત્રા કરવા નીકળતાં પહેલાં જાત્રાળુએ પુરી તૈયારી કરવાની હોય છે. આ તૌયારી કઈ તે જાણો છો ? ન જાણતા હો તે, જાએ કહું. ત્યાં ગયા પછી કોઈને કાગળ લખવો નહિ. કોઇ સોદો મગજ ઉપર Page #114 -------------------------------------------------------------------------- ________________ રાખવો નહિ. કોઇ સગાં-વહાલાંની તબિયત માથે રાખવી નહિ. ત્યાં ગયા પછી અહંભાવ, પ્રશંસા, મોટાઈ, સ્તુતિ વગેરે રાખવાં નહિ. ત્યાં જઇએ એટલે મીણ જેવા બની જવું જોઈએ. ત્યાં તો એવી તૈયારી સાથે જવું જાઈએ કે પ્રભુનું ત્યાં જે દર્શન કરીએ તેની છાપ હૃદયમાં ઊપસી આવે. આપણે કોઈ ત્યાગી મહાત્મા પાસે જઇએ અને જો એ ત્યાગની છબી આપણા હૃદયમાં થોડી વાર માટે પણ ન ઊપસે, ત્યાં પણ આપણે જો શાંતિ ન રાખી શકીએ, તે તમે વીતરાગ પાસે ગયા એનો અર્થ શો ? • તમે ગયા, પ્રક્ષાલ કર્યો, સ્વચ્છ કર્યું, ધૂપ કર્યો ને પછી કેસરની વાડકી લેવા માટે ગયા. અને એટલામાં પેલો વાટ જોઈને બેઠેલો ૨૫-૨૫ કરીને પૂજા કરી જાય તો ? સાચેસાચું બોલજો, તમારી આંખમાં થોડોઘણો પણ લાલ રંગ તે આવી જાયને એ ઘડીએ ? થોડો પણ ક્રોધનો રંગ આવવાનો જ. જો તમે મૂરખ હશો તે એવું મોટેથી બોલી ઊઠશો કે, “કંઈ ભાનબાન છે કે નહિ ?' જો તમે શાણા અને સમજદાર હશો તો મનમાં કહેશો કે, “મૂરખ માણસ, મેં ધૂપ કર્યો. હું પૂજા કરવાની તૈયારીમાં જ હતો. એમાં આપણે આવીને ટપ-ટપ કરીને આ કરી નાખ્યું !' આવો ભાવ મનમાં પણ કેમ જાગો જોઇએ? એ વખતે આપણે તો પ્રસન્ન થવું જોઈએ, કે મારા કરતાં આની ભાવના કેવી ઊંચી કે એણે તરત જ વિના વિલંબે લાભ લઈ લીધો..તમારા મનમાં આવો ભાવ હશે તો તમે સામેથી જ કહેશો, લો ભાઈ, પહેલાં તમે કરી લો પૂજા.” આખર તો જે કરવાનું છે તે ભાવનાથી કરવાનું છે. પહેલી પૂજાનો અર્થ પણ હૃદયમાં પડેલો છે. તમે જે ભાવના કરી તો પહેલી પૂજા થઈ ગઈ એમ માનજો. એટલે, વાત એ છે કે આપણું હૃદય ધીમે ધીમે એવું શુદ્ધ બનાવવું , જોઈએ કે વીતરાગનાં ભાવો મંદિરમાં પણ આપણામાં બેસે. એ જ ભાવ આપણા ઘેરે પણ આપણી સાથે આવે. દુકાને પણ આપણી સાથે આવે. વ્યવહારમાં પણ આપણને દોરે. આપણા અંતરમાં વસેલી શાન્તિ અને આપણા સ્વભાવમાં વસેલી કમળતા તેમજ સૌમ્યતાની અસર આપણા ઘરના માણસ ઉપર ધીરે ધીરે એવી સરસ થવી જોઈએ કે જેને લીધે એક વાતાવરણ જ ઊભું થાય અને લોકો પણ કહે કે, “નહિ, ખરેખર આ એક સાચા પ્રકારનો ધમ આત્મા છે. પણ..આ ત્યારે જ બની શકે, જ્યારે આપણા જીવનમાં સૌમ્યતા Page #115 -------------------------------------------------------------------------- ________________ આવે. પણ જો પૂજા કરીને ઘેર જનારો માનવી ઘરમાં જઈને ધમાધમ જ કરી મૂકે..ઉપવાસ કરેલ હોય અને જેવો પારણું કરવા બેસે અને કહે, “શું મગ નથી કર્યા? તમને તો ભાન જ ક્યાં છે? અમે ઉપવાસ કરી મરી જઇએ છીએ તોય તમને પારણામાં ખ્યાલ જ નથી રહેતો !' આવા માણસના ઉપવાસ શા કામના? એમને ઉપવાસ કરવા ન હોય તે કોઇ પરાણે કરાવે છે ?. ઉપવાસ કંઇ મરવા માટે નથી કરવાના, અમર બનવા માટે કરવાના છે. ખરી વાત તો એ છે કે, જીવને વિચાર આવતો નથી. ક્રોધમાં આવી જાય છે ત્યારે એ એમ માનતા હોય છે કે મેં ઉપવાસ કર્યો તે બધાના ઉદ્ધાર માટે કર્યો છે. - સાચી વાત તો એ છે કે, ઉપવાસ એ અનાહારી પદ પ્રાપ્ત કરવા માટે છે. ખાવું એ તો કીડાને પણ સ્વભાવ છે. ન ખાવું એમાં જ આત્માને સ્વભાવ છે. પરંતુ આવો સ્વભાવ આવે કયારે ? મગ કદાચ ન થયા હોય તો એમ કહેવું જોઈએ કે, “હવે મગ કરવાની જરૂર નથી. હવે તે આ ખાવાની શરૂઆત કરી છે, એટલે પાણી હોય તો ચાલે, દૂધ હોય તો ચાલે; ઉકાળો હોય તો ચાલે–જે હોય તે ચાલે તમે ચિંતા શા માટે કરો છો?' કોઈ ચિંતા કરતા હોય તે પણ આપણે સમતા આપવી જોઇએ. પેલાને એમ થાય કે હું ખાઉં છું તેય મારે ખાખરા વિના નથી ચાલતું. અને આ માણસે ઉપવાસ કર્યો તોય કહે છે કે, મારે કંઈ જોઈતું નથી. આમ તપસ્વીને જોઈને જે તપ નથી કરતે એને શરમાવાનું મન થાય છે. પરંતુ આ વાત હૃદયમાં સ્થાપવા માટે મનને વિશુદ્ધ કરવું પડે છે. ધાયા વિનાનું કંઈ કામ લાગતું નથી. જેટલી જેટલી વસ્તુ છેવાય છે તેટલી જ શુદ્ધ અને સુંદર થાય છે કપડું પણ ધોવું પડે છે. મકાન પણ ધોવું પડે છે. વસ્તુઓ પણ . ધવી પડે છે અને એ જોવાય છે ત્યારે જ મેલ દૂર થાય છે. તે પછી, શું આપણા મનને ધોવાનું જ નહિ? આપણે બધાયને ધવડાવીશું, બધાયને ચોખ્ખા કરીશું અને મનને નહિ ધોઈએ તો કેમ ચાલશે? મનને તો સૌથી પહેલું ધોવું પડશે. આ માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે વીતરાગની વાણી એ તમારા મનને ધોવા માટેનું નિર્મળ અને પરમ પાવનકારી પાણી છે. એના જેવું પવિત્ર પાણી દુનિયામાં એક પણ નથી. એટલે એ પાણીથી મનને રોજ ધોતા રહો. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઘણા લોકો કહે છે કે વ્યાખ્યાનમાં રોજ શુ' સાંભળવાનુ` છે ? —તા હું તમને પૂછું છું કે, રોજ શું કરવા ન્હાવું જોઇએ ? કાલે તે ન્હાયા હતા, તો પછી આ શું કરવા ફરીથી ન્હાવા જાવ છે ? કાલે સ્નાન કર્યું` હોવા છતાં જો તમને આજે મેલ ચઢયો–ધૂળ ચઢી એમ લાગતું હાય તો પછી, કાલે સાંભળ્યું તેમ આજ પણ સાંભળેા. તમારી કાયા તેા વગર ધાયે ઊજળી થવી જોઇએ. કાયા જ્યાં સુધી, આવી ન થાય ત્યાં સુધી તો તમારે ન્હાવું પડે છે. એ જ રીતે તમારું મન એવું ન થાય ત્યાં સુધી તમારે વાણી પણ સાંભળવી પડે છે. એ સાંભળતા રહે તે તમારું મન તાજા રહે, ખુલ્લું રહે. રાગદ્વેષની ગાંઠો જો બધાઈ ગઈ હોય તો એ પ્રક્રિયાથી જરૂર જરા ઢીલી થઈ જાય. આ ગાંઠો બંધાઇ તો જાય જ છે, પરંતુ ઢીલી તા કરતા રહો !! આટલા માટે જ કહ્યું કે, ‘સ્વ મનેા વિશુદ્ધ’– —મન વિશુદ્ધ જોઇએ. શિષ્ય બીજો પ્રશ્ન પૂછે છે, ‘કિમત્ર હેય... ? દુનિયામાં છેાડવા જેવું શુ છે ?’ જવાબ મળ્યા: ‘કનક ચ કામ”—કનક અને કામ——આ બેય આપણને વળગ્યાં છે. પણ તેને છેાડવાં જોઈએ. જે માણસ બાળક છે ત્યારથી લેવાની ભાવનાવાળા હોય છે તે માણસ વૃદ્ધ થાય ત્યાં સુધી લૂંટવાની ભાવના રાખતો હોય છે...એટલે શરૂઆત લેવાથી થાય છે અને અંત લૂંટવાથી થાય છે. લગભગ આખીય જિંદગી આ કનક અને કામની જ ઇચ્છા અને તૃષ્ણા માનવી સેવતા હાય છે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે, એથી તને શુ’મળવાનું છે ? એને તો તું છેડતાં શીખ. એના વિધિપૂર્ણાંક ત્યાગ કરતાં શીખ તે જ તારું કલ્યાણ થવાનુ છે. કનક અને કામ એ બે એવી વસ્તુએ છે કે બંને બાજ]થી વળગી પડેલી છે; અને, જેને એ બે વળગે છે તે માણસ છૂટી શકતા નથી. એના બંધનમાં પડેલા માનવી પાતાને વધારેમાં વધારે મુકત માને છે. જે વધારે પૈસાદાર હોય છે તે માણસ વધારે છાતી કાઢતો આવે છે : ‘આહા...હું તેા બહુ મોટો માણસ છું.’ ખરી વાત તો એ છે કે જ્ઞાનીએ એને કેદી તરીકે ઓળખતા હોય છે. આ એવા કેદી છે કે તે બાપડા રાતના સુખે ઊંચી પણ શકતા નથી. રાત પડે છે એટલે ઈન્કમટેક્ષ, સેલ્સટેક્ષ, સુપરટેક્ષ વગેરેની ભૂતાવળા એને સતાવે છે. ડેથ ડયુટીને લીધે તો એ ઝબકીઝબકીને જાગે છે. એક ભાઈ કહેતા હતા : Page #117 -------------------------------------------------------------------------- ________________ “કલ કરે સે આજ કર, આજે કરે સે અબ અવસર બીતા જાત હૈ, ફિર કરેગે છે ? બીજા ભાઈએ એને ફેરવીને બીજી રીતે કહ્યું : કલ મરે સે આજ મર, આજ મરે સે અબ, ત્યુ-યુટી આ ગઈ, ફિર મરેગે બ ?” એટલે, હવે તે મરવા માટેનો પણ ટેક્ષ આવી ગયો. પણ, આ ટેક્ષ કોને માટે છે?—જેની પાસે ખૂબ ધન છે તેને માટે છે. જેની પાસે ઓછું ધન છે તેને તે ટેક્ષ—બેક્ષ કંઇ વળગતું નથી એ તો ખપ પૂરતું રળે છે ને ખાય છે. ચોપડા તો શેઠિયાઓને રાખવા પડે છે. ટેક્ષ અને ડયુટી તો એવા બધાને હોય છે. પણ જેને બાર મહિને ત્રણ હજારથી ઓછી આવક થતી હોય એને શું નહાવા-નિચોવવાનું ? તમે લાખ મેળવો છો ત્યારે સરકાર તમારી પાસેથી પચાસ-સાઠ હજાર રૂપિયા પડાવે છે. તમે દિલ પ્રસન્ન રાખીને દાન નથી કરતા તે સરકાર તમને રડાવીને તમારી પાસે દાન કરાવે છે. પહેલાંના લોકો દ્રવ્યમાંથી દસ ટકા (દશાંશ) કાઢતા હતા. કારણ કે સહધમાં એ દુ:ખી ન હોય, એમની સ્થિતિ સારી હોવી જોઇએ, એવી એમના દિલમાં ભાવના હતી..પિતાના સહધર્માએ દુ:ખી હોય તો એમના દિલમાં દુ:ખ ઊભરાતું હતું. - હવે વાત બદલાઈ ગઈ. ‘એ એનું ફોડી લેશે, મારે શું ?'ની સ્વાર્થબુદ્ધિ વ્યાપક બની છે. એટલે જ આજે તમારું કપાળ સરકાર ફાડવા બેઠી છે. અને તમારી પાસેથી મેળવીને ગરીબ પાસે પહોંચતા કરે છે. એટલે, આખરે તો સરકાર તમારી પાસેથી ફરજિયાત દાન કરાવવા માટે જ ટેક્ષ નાખે છે. આમ, કનક એ એક એવી વસ્તુ છે કે માનવી એમાં જેમ વધારે બંધાએલો હોય છે તેમ તે પોતાની જાતને વધારે મુકત માને છે. જ્યારે જ્ઞાનીઓ સાચી રીતે સમજે છે કે આવો માનવી મુકત નથી, પણ જડબેસલાક બંધાયેલ છે. આ વાતની તમારે ખાત્રી કરવી હોય તે, સંસારી આત્માનું મૃત્યુ જાઓ અને સાધુ આત્માનું મૃત્યુ જાઓ. સાધુએ તો સૂતાં સૂતાં, વાતે કરતાં કરતાં, બેઠાં બેઠાં, જ્ઞાનની ચર્ચા કરતાં કરતાં મૃત્યુ પામતા હોય છે. શાન્તિથી બેઠાં બેઠાં વિચાર કરવાનો છે કે આપણું જીવન કેવી રીતે વીતી રહ્યું છે. આજે આપણું જીવન પણ શાન્તિથી વીતતું નથી અને મૃત્યુ પણ શાન્તિથી થતું નથી. આપણું જીવન જો બગડી જાય તો આપણું મરણ Page #118 -------------------------------------------------------------------------- ________________ પણ બગડી જાય છે. મરણ વખતે પણ આપણું ધ્યાન એવી વસ્તુઓ પર હોય છે કે આપણે સુખથી કે શાનિતથી વિદાય લઈ શકતાં નથી. મરણ આવે તે પહેલાં કામની ભાવના છૂટી જાય, મરણ આવે તે પહેલાં કનકનો મોહ છુટી જાય, ને તમે છોકરાઓને કહો કે હવે તમે બધું સંભાળી લો. હવે મારું નામ પૈસાની બાબતમાં ન લે. જયારે જરૂર પડશે ત્યારે તમારી પાસેથી માગી લઇશ, કે આજે મારે ધર્માદા કરવાના છે. આમ તમે એવી રીતની વ્યવસ્થા ગોઠવી દો કે મરણ વખતે એમાં તમારો જીવ અટવાઈ ન જાય. - હવે ત્રીજો પ્રશ્ન પૂછાયો : “રોજ અમારે સાંભળવું શું?” જવાબ મળ્યો : “ગુરુનાં વાક્યો નિત્ય સાંભળો.” સ્વયંપ્રકાશિત એવા વીતરાગના માર્ગના જે સાધુઓ છે તે તમને જે વાત કહેશે તે તમારા આત્માના ઉદ્ધાર માટેની જ હશે.' ગુરુઓનાં વાકયો તો ત્યાગના માર્ગે લઈ જનારાં હશે. સંસારનો માણસ ધમીં હોય તો પણ સ્વાથીં હોય છે. ઘણા એવા કે ત્યાગની વાત કરે, ધર્મની વાત કરે, પણ જ્યાં ઘેર આવે ત્યારે મનને કહે, “આ તારું કામ નથી.' શ્રેણીક મહારાજાની એક વાત આવે છે. ભગવાન પધારેલા છે. તેમને સાંભળવાનું રાણી ચેલણાને મન થઈ આવે છે. એટલે ધારણી રાણીને કહે છે: “ચાલો, આપણે ભગવાનનું વ્યાખ્યાન સાંભળવા જઇએ.' ત્યારે મેત કહે છે કે, “હું આવું ત્યારે કહે, “હા, તારે તો આવવું જ જોઈએ.’ અને મેતકુમાર આવ્યા. વાણી સાંભળી અને હૃદયમાં ઊતરી ગઈ. એવી ઊતરી ગઈ, કે જાણે પહેલવહેલી ધરતી પર મેઘ વરસ્યો. પછી તો બીજ રોપાયું અને ઊગી નીકળ્યું. એક વૃદ્ધ ભાઈ મને કહેતા : “મહારાજ, તમે વ્યાખ્યાન દો છો તે તમારા ગુરુનું નામ શું ?' મેં કહ્યું : “ચંદ્રસાગરજી મહારાજ.” , પછી કહે : ‘તમારા દાદાગુરુનું નામ શું ?' તો કહ્યું : “ સાગરજી મહારાજ.” પછી કહે : 'ઓહોહો..સાગરજી મહારાજનાં વ્યાખ્યાન પણ અમે સાંભળેલાં છે. એટલે તમે તો એમના પૌત્ર થાવ.” મેં કહ્યું : “વાત સાચી છે. તમે તો એવા પાકટ કે અમારા દાદાગુરુને સાંભળ્યા, ગુરુને સાંભળ્યા, એટલે હવે મને કે મારા અનુગામીને સાંભળશો તોય એમાં તમને શું અસર થવાની છે ?' Page #119 -------------------------------------------------------------------------- ________________ એમણે તે જાણે વ્યાખ્યાન સામે બખ્તર પહેરેલુ હતુ. એમને એવા ગવ કે અમે ત્રણત્રણ પેઢી સાંભળી, પણ અમે । જરાય ખસ્યા નહિ. બેઠા છીએ ત્યાંજ અને તેમજ બેઠા છીએ—મચ્છુ નદીના કાળા પથ્થરની જેમ ‘તુમ કહેતે જા ઔર હમ સુનતે જાય ” એવા પાકા થઈ ગયા હાય એ એમાંથી કોઈ અર્થ કાઢે જ નહિ. બે ઘડી સાંભળે એટલું જ. પણ જે બાળ-જીવા હોય છે તેમને બહુ અસર કરી શકે છે. જગુઆને, વિદ્યાર્થી ઓ કેટલા બધા ભાવનાશાળી હાય છે ! એમને તમે એક વાત બરાબર સમજાવી શકો તો તે યા હામ ' કરીને ઝંપલાવી દે છે. 6. જ્યારે પેલા તેા ગણત્રી જ કર્યા કરે ને ગણીગણીને' એવું તારવ્યા કરે કે, ‘ ખાદે ડુંગર અને કાઢે ઉંદર ' જેવા ઘાટ થાય. આમ પેલા મેતકુમા૨ે તા સાંભળ્યું, ને જીવ ઊઠી ગયો. ." ઘેર આવીને માને કહ્યું : ‘ મા. ધારણી કહે : ‘ શું છે બેટા ?’ તા કહે : ‘ મને ભગવાનની વાણી ગમી. 6 તે તો બેટા આપણું ભાગ્ય ખૂલી ગયું. ' ( પણ મા ! એ વાણી મારા હૃદયમાં ઊતરી ગઈ. ’ ' તે તે આપણું અહોભાગ્ય.’ · પણ, એ વાણી હવે મારે અમલમાં મૂકવાની છે. ’ 6 એટલે ?' તો કહે : ‘ મારે સાધુ થવાનું છે. · અરે હાય, સાધુ તા બીજા થાય, તારે સાધુ થવાનું ન હોય. તું તો હવે એકના- એક દીકરો છે. તુ જો સાધુ થાય તો મારું કોણ ? કુમાર, તને તો હું આઠ પ્રકારની સુંદર કન્યા પરણાવું. એ કન્યાઓને હું જોઉં, રાજી થાઉં. એટલે બેટા, આપણાથી સાધુ ન થવાય. ’ જોયું આ ? માબાપ ધમાં જોડે ખરાં, પણ ત્યાગની વાત આવે ત્યાં કહે : ‘ એ તારું કામ નહિ, એમાં તને સમજ ન પડે; એ તો અમારે સમજવા માટે છે.’ Page #120 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવની નમ્રતા કૃતિ-સૌમ્યત્વે એ એક મહત્ત્વનો સગુણ છે. એમાં એવી સંકલના છે કે, એક વસ્તુ આવે તો બીજી આવે અને બીજી આવે પછી ત્રીજી આવે. એટલે, એક વસ્તુ પહેલાં તૈયાર ન થઈ હોય તો, બીજી વસ્તુમી પછી મુશ્કેલી પડે છે; અને બીજી તૈયાર ન હોય તો ત્રીજી પણ અઘરી પડે. માટે જ ગુણની સંકલના કરવામાં આવી છે. સુદ્રતાનો ત્યાગ કરે તો જ માણસ સૌમ્ય બને છે. * . જ્ઞાનીઓ આપણને દેખાવ કરવાનું નથી કહેતા, એ તો આચરણમાં ઉતારવાનું કહે છે. ડેલ કાર્નેગીએ જીવનમાં આગળ વધવાની સમજ આપતું પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છે “ How To Win Friends And Influence People.’ આ પુસ્તકની લાખો નકલો દુનિયામાં ખપી ગઈ છે. ગુજરાતીમાં પણ “જિંદગી જીવવાની જડીબુટ્ટી” એ નામથી એની દશબાર લાખ નકલો ઊપડે છે. તે મારે તમને સૌને અહીં પૂછવું છે કે, એની અંદર અને આ મહાપુરુષેની વાતની અંદર ફેર શો છે? તે લોકો એમ કહે છે કે તમે સૌમ્યતા અને સભ્યતાનો દેખાવ રાખે. જ્યારે મહાપુરુષો કહે છે કે, દેખાવ નહિ; તમે એને તમારા જીવનમાં વણી નાખે. દેખાવ તો છેતરવા માટે છે, જ્યારે એવા ગુણને જીવનમાં વણવાની ક્રિયા આપણી જાતને સુધારવા માટે છે. જ્ઞાનીઓ કહે છે કે દેખાવ દુનિયામાં માન અપાવશે, પણ એથી આત્માનું કલ્યાણ નહિ થાય. આત્માનું કલ્યાણ કરવું હોય તો તો અંદરથી સુધરો. દવાઓ પણ બે પ્રકારની હોય છે. માથું દુખતું હોય ત્યારે આપણે Page #121 -------------------------------------------------------------------------- ________________ બામ લગાડીએ છીએ, અને તે રીતે આરામ અનુભવીએ છીએ. બીજી દવા તો એવા વિચારમાંથી ઉદ્ભવી હોય છે કે, આ માથું દુખ્યું તો ખરું, પણ એ દુખ્યું શેનાની? આ પ્રશ્નમાંથી એ શોધી કાઢે છે કે કબજિયાત છે, પેટમાં ખેટો ભરાવો થયેલો છે, એટલે માથું દુખે છે. આ પછી એ પેટને બગાડ કાઢવાની દવા આપે છે. આ આંતરિક દવા છે. બહારથી બામ ભલે લગાડે, પણ અંદરને મળ જશે નહિ ત્યાં સુધી માથાનો દુખાવો મટશે નહિ. આ રીતે જ્ઞાનીઓ પણ આપણને અંતરની દવા બતાવે છે. એ કહે છે કે બહારની સૌમ્યતા તમે ઘડીભર રાખશો, પણ જો તે અંતરમાં ઊતરી નહિ હોય તો કોઇક દિવસ પણ એને ભડકો થયા વિના રહેવાનો નથી. - તમારી પ્રકૃતિમાં વણાયા વગરની કોઈ પણ વસ્તુ કેળવી શકાવાની નથી. એટલે, તમે જે વસ્તુ કરવા માગતા હો તેને તમારે લોહીની અંદર એકાકાર બનાવી દો. એમ કરશો ત્યારે એ તમારું જીવન બની જશે. પછી તમે ઊંઘતા હશે કે જાગતા હશે, પણ તમારી પ્રકૃતિ તમને નહિ છોડે. ગીતામાં કહ્યું છે: પ્રતિં શાન્તિ ભૂતાન નિઝ ત્િ સ્થિતિ છે ? કોઇની ઉપર તમે ગમે તેવું દબાણ લાવશો, ગમે તેટલી કી શાખશે, ગમે તેટલી ચાંપતી નજર રાખશો તોપણ માનવની પ્રકૃતિમાં જે પડી ગયું તેની સામે બહારનું નિયંત્રણ કશાય કામમાં નહિ આવે. માણસ આજે એટલો બધો હોંશિયાર બની ગયો છે કે, બહારનાં ગમે તેટલાં નિયંત્રણો હશે તો પણ એ ધારેલાં કર્યા વિના નહિ રહે–ભલેને પછી આસપાસ અનેક ચેકીદારો મુકાઈ ગયા હોય. એટલા માટે જ મહાપુરુષે કહે છે કે બહારનું નિયંત્રણ કદાચિત થોડીવાર સુધી રહેશે ખરું, પણ જો એની પ્રકૃતિમાં પલટો નહિ આવે તો એ વાળેલી કમાનની જેમ રહેશે. જ્યારે કમાન છૂટશે ત્યારે ડબલ જોરથી ઊછળશે. અથવા તળાવના ટૂંબડા જેવી દશા થશે. ઉપર હાથ દબાવેલ શખછે ત્યાં લગી અંદર રહેશે ને હાથ ઉઠાવી લેશો કે તરત જ જોશભેર ઉપર આવી જશે. આપણે પણ બહારથી નિયંત્રણ મૂકવામાં માનતા હોઈએ છીએ... આપણે સમજણને નહિ, જોરને મહત્ત્વ આપીએ છીએ. જોરજલમ ને દબાણને લીધે જે વસ્તુ દબાઈને બેઠેલી હોય છે તે વાટ જોઈને બેઠેલી હોય છે. અને તેથી જ એ છૂટે છે ત્યારે બમણા જોરથી ઉછાળો મારે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ દડાને જો ઠેકાણે મૂકવા હોયતો ધીરેથી મૂકવા પડશે. જોરથી ફેંકશે! હો તો એ બમણા ઊછળશે અને જે ખૂણામાં મૂકવા હશે તેનાથી વિરુદ્ધ દિશામાં ચાલ્યા જશે. અહીંથી જો દડો સામે ફેંકીએ તે સામી દીવાલે અથડાઇને એ આપણા હાથમાં આવે છે. ક્રિયા અને પ્રતિક્રિયા ( Actions And Reactions ) એ સાયન્સના અને માનસશાસ્ત્રના એક નિયમ છે. એટલે જ્ઞાનીએ કહે છે કે જ્યારે તમારી પાસે વિચાર આવે ત્યારે એ કયાંથી આવ્યો એ પહેલાં સમજો. એની સાથે વિચારણા કરો અને પછી જ આચરણમાં મૂકો. જે માણસા સમજીને ક્રોધને છેડે છે તે માણસ હજરો રૂપિયાનું નુકસાન થશે છતાં ક્રોધ નહિ કરે. કારણ કે સૌમ્યતા એ એની પ્રકૃતિનું અગ બની ગયું છે. નમ્રતાને જે સમજે છે તેને ગમે તેટલાં પ્રલાભના મળશે છતાં પણ અહંકાર અને માનમાં નહિ લપટાય. કારણ કે નમ્રતા એ એની પ્રકૃતિતું એક અંગ બની ગયુ હોય છે. તે જ રીતે, જે લોકો દાનમાં—સંતોષમાં સમજે છે તે લોકોની પાસે ધનના મેોટો ઢગલા કરી નાંખશેા તે પણ એ નજર સુદ્ધાં નહિ નાંખે. એ તે કહેશે, મારે એને શું કરવું છે ? આર્યાવર્ત માં જે ગ્રંથોની રચના થઇ છે તે સંતાએ કરી છે. અને તેથી તેમના જીવનની સુવાસ પણ એમાં આવેલી છે. વિલાસી માણસા અને દુનિયાની ભૌતિક સંપત્તિ પાછળ ઘેલા થયેલા માણસાએ લખેલુ લખાણ કદાચિત તમને ઉશ્કેરાટ આપનારું નીવડશે. પરંતુ એ તમારા દિલને કદી શાન્ત કરી શકશે નહિ. આજે નવલકથાઓ લખાય છે. પણ લેખકો તો એની વધારેમાં વધારે આવૃત્તિ બહાર પાડીને વધુમાં વધુ પૈસા કેમ લૂંટવા એના રસ્તા શોધતા હોય છે. એટલે એમના એ લખાણની પાછળ પણ તૃષ્ણાની આગ પડી હોય છે; અને તેથી જ તેમનું સાહિત્ય વાંચનારી પ્રજા અસ ંતોષના ભડકામાં બળી રહી હોય છે. કારણ કે લખનારાઓના દિલના આતશ એમનાં લખાણામાં પડયો હોય છે. • જેમનાં ચિત્ત હર્યા ભર્યા છે, જેમનાં મન પ્રશાંત છે, જે સંતાપની અંદર મેંગ્ન છે, એમના મુખની વાણી શાંતિ-સમાધાન આપનારી હોય છે. આવું સમાધાન અને શાંતિ પેલા અસ ́તષની આગમાં બળનારો માનવી નહિ આપી શકે. એટલા માટે જ પેલા ઋષિ-મુનિએ અને ત્યાગીએ ભલે દેહમાં ૧૧૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ રહેતા હતા, છતાં તેમણે સમજણ દ્વારા મનને કેળવ્યું હતું. સાધુ હોય કે સંસારી હોય, એણે દેહના ધર્મો, દેહની માગ તો પોષવી જ પડશે. પરંતુ એ માટેનો યોગ્ય વિચાર કરીને તેના ઉપર જે મર્યાદા મૂક વી એનું નામ “વિવેક ” અને મર્યાદા ન મૂકવી એનું નામ “અવિવેક.' જે મળે તેમાં સંતોષ માનનારો માણસ ખરેખર વિવેકવાન છે. - શ્રીમંતોનું કામ એ છે, કે જે લોકો વિરકત હોય તેમની ખબર રાખ. વી. વિરકત જો માગવા જાય તો એ ભિખારી બની જાય. આજે આપણી દશા જોશો તો જણાશે કે સાધુઓને માગવું પડે છે. . સાધુઓ તમને એમ કહે કે તમારે આટલા રૂપિયા ભરવા પડશે. આમ કહેવું તે જ સાધુતાનું લીલામ છે. સાધુને ફંડફાળાની શી જરૂર છે. એમને તો બધાય વિના ચલાવતાં આવડવું જોઈએ. આવી દશા અંતરમાંથી ઉદ્ભવતી હોય છે. ને એ આવે ત્યારે એની મસ્તીને આનંદ કંઈ જાદ હોય છે. પહેલાં ત્યાગીનું કામ એ હતું કે તે સંસાર તરફ ઉપેક્ષા સેવતા અને સંસારના રાગીઓ તેમની ખબર રાખતા. આ રીતે બંનેને સમન્વયામક ધર્મ જળવાતો હતો. આજે બંને જણા પોતાના જીવનના પંથ ચૂકી ગયા છે. પરિણામ એ આવી ગયું છે કે, સાધુઓ ઘેરઘેર માગતા ફરે છે અને તેને લીધે સાધુતાનું દર્શન જે પહેલાં માનવીને માટે ગૌરવની ગાથા સમું હતું તેના બદલે હીન બની ગયું છે. - આજે સંસારી એમ માનતો થયો છે કે સાધુને તો થોડા પૈસાથી ખરીદી શકાશે. એટલે મોટામોટા પૈસાદારો માને છે કે આખરે મહારાજ જવાના ક્યાં છે........છેવટે આપણા બંગલે આંટો મારવા આવવાના જ છે. પાંચ-દશ હજાર રૂપિયા જોઈતા હશે તે ટીપ લઈને આપણી જ પાસે આવશે. બીજે ક્યાં જશે ? પરિણામે, એમના મનની અંદર એક એવી રાઇ આવી ગઈ કે અમારી પાસે પૈસા છે અને પૈસા હશે તો અમે સાધુઓને પણ ખરીદી શકીશ. જયારે એક જમાનામાં એક ઘડી એવી હતી કે સાધુઓ એમ સમજતા કે સાધુતાને ખરીદવા માટે તો સાધુતા જ જોઈએ. સાધુતા એ કંઇ દુનિયાની વસ્તુઓથી ખરીદી શકાય એવી વસ્તુ નથી. * તે તમે જે કાર્ય કરવા બેસો તેમાં જ્યાં સુધી તમારું આત્મવિલેપન નાહિ થાય ત્યાં સુધી તમને એ કાર્ય આનંદ નહિ આપે --ભલે પછી એ દુનિયાને વ્યવહાર હોય, ભગવાનની ભકિત હોય કે કોઈ બાળકને દૂધ ૧૨૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ પાવાનું હોય. તમે જે કામ કરવા બેઠા હો તેમાં આત્મવિલોપન કરશો તો જ તે વસ્તુ તમને આનંદદાયક બનશે. બાળકને આયા પણ દૂધ પાતી હોય છે અને મા પણ દૂધ પાતી હોય છે. છતાં બન્નેની દૂધ પાવાની ક્રિયામાં કેટલો બધો ફેર પડે છે ? રસોઈયો રોટલી બનાવી આપે અને ઘરની સ્ત્રી રોટલી બનાવી આપે એ બેમાં અંતર ખરું કે નહિ? હાથથી બનાવેલી રસોઈ પીરસવામાં આવે છે ત્યારે તેની પાછળ ભાવના હોય છે, અર્પણ હોય છે, પ્રેમ હોય છે અને સેવાનો સંબંધ હોય છે. ભાડૂતી માણસ તો રોટલી બનાવી બનાવીને ફેંકે જ જાય છે. પરંતુ તેની પાછળ કેવળ પૈસાનો સંબંધ હોય છે. લાગણીને કોઈ પ્રવાહ હોતો નથી. મા બાળકને દૂધ પાતી હોય ત્યારે દૂધ નહિ પણ હેત પાતી હોય છે. આયાનું દૂધ પીનાર બાળકનું શરીર કદાચ પુષ્ટ થશે, પરંતુ આત્મા પુષ્ટ નહિ બને. આજે મોટા ઘરનાં છોકરાંઓ આયાઓના હાથમાં ઊછરે છે. પરિણામે એને માતૃસ્નેહ મળતો નથી. પરિણામે માતૃસ્નેહ, માતૃસંસ્કાર અને માતૃહાર્દ મેળવ્યા વિનાનાં બાળકો વિકૃત (Abnormal ) પાકે છે. અને એ વિકૃતિ મા–બાપને ઘડપણમાં સહેવી પડે છે; કારણ કે એ છોકરાં માબાપના દુશ્મન બને છે. સંસ્કારનું સિંચન પામ્યા વિના Abnormal બનેલું બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ વધારે વિકૃત બનતું જાય છે. અને તેને લીધે આસપાસનું વાતાવરણ પણ ઝેરી બને છે અને એ ચારે બાજા વિસ્તાર પામે છે. એટલા માટે જ કહ્યું છે કે ભાવના એ કોઈ જાદી વસ્તુ છે..એ ભાવનાપૂર્વક તમારા કામમાં આત્મવિસર્જન અને આત્મનિમગ્નતા ઊભી કરશો તો એ કામ દીપી ઊઠશે. 'માણસ જ્યારથી દુનિયાની વસ્તુઓ ભેગી કરવા માંડે છે ત્યારથી અંતરની દુનિયાખવા માંડે છે. અંતરની દુનિયાને સજાવવી હશે તે બહારની વસ્તુઓને ઓછી કર્યા વિના આરો આવવાનો નથી. આપણે બહારની વસ્તુઓનો સંગ્રહ એટલો બધો વધાર્યો છે કે, આપણા અંતરનું દીવાનખાનું આજે સાવ ખાલી થઈ ગયું છે. ' આજે માનવીનું ધ્યાન બહારની વસ્તુઓના સંગ્રહ ઉપર કેન્દ્રિત થયું છે અને અંતરની દુનિયાનું સાવ દેવાળું નીકળ્યું છે. આજે માનવી ના જીવનમાં કોઇ આદર્શ નથી. કોઈ ભાવનામય સ્વપ્ન નથી અને તેથી માનવી બહારની દુનિયા ભેગી કર્યા વિના કરે પણ શું ? એટલા માટે જ માણસના જીવનમાં ધ્યેયાત્મક કોઇક સ્વપ્ન અને દયે- ૧૨૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ યાત્મક એક વિચાર તો હોવાં જ જોઈએ, જેના આધારે માનવી જીવનમાં ધીમે ધીમે આગળ વધી શકે. આપણા જીવનમાં આપણને થાક તો ત્યારે જ લાગે છે કે જ્યારે આપણા મનમાં કોઈક કામ પાછળનો આદર્શ નથી હોતે. જેના જીવનમાં કોઈ ધ્યેય નથી હોતું તેનું જીવન વૈતરા જેવું બની જાય છે. આજે તે કોઇક ફૂટપાથને ભિખારી છે, તો કોઈક વળી મહેલને ભિખારી છે. આખરે મન તો બંનેનાં સરખાં છે. કેઈકને એક રૂપિયો જોઈએ છે, કોઈકને સો જોઇએ છે; કોઈકને હજાર જોઈએ છે, કોઈકને લાખ કે કરોડ જોઇએ છે. ભિખારીઓની કક્ષામાં કઇ ફેર નથી. મન તો એ જ છે. હા, દેખાવમાં થોડોક ફેર છે ખરો. જ્યાં સુધી આપણા મનની ભૂખ મરી નથી ત્યાં સુધી આપણે ભિક્ષુક જ છીએ. અને આ ભિખારીવૃત્તિ આપણને ધીમેધીમે હીન બનાવી દેનારી છે, એ જ જેમ એક સુંદર પુષ્પ પર ભમરો આવીને તેમાંથી રસ લે છે, છતાં પુષ્પને દુઃખ આપતો નથી કે એને ચીમળાવી નાંખતો નથી; અને છતાં પોતાના આત્માને સંતૃપ્ત કરે છે એ જ રીતે, આ દુનિયાની અંદર સાધુ કોઈને ત્યાં લેવા માટે જાય ત્યારે પેલાનું રસોડું' ખાલી કરીને ચાલ્યો નથી આવતો. પરંતુ એને ત્યાં બનાવેલી વસ્તુઓમાંથી થોડુંક લે છે, જેથી આપનારને ત્યાં એછું થાય નહિ અને પોતાનું કામ ચાલી રહે. આમ બેચાર ઘરેથી મેળવીને પોતાના આત્માને પરિતૃપ્ત કરે છે. અને..આમ ફરવા જતાંય ન મળે તો સાધુને વળી ઔર આનંદ. મળી જાય તો સંયમ પળાય છે અને ન મળે તો તપવૃદ્ધિ થાય છે. મળી જાય તોપણ મજા છે, ન મળી જાય તે પણ મજા છે. ઇધર ભી વાહવાહ ઉઘર ભી વાહવાહ. આવા ત્યાગનો રંગ બહુ ઊંડે હોય છે. આપણા આમાને આ રંગ જ લગાડવાનો છે. આપણને અત્યારે જે રંગ લાગ્યો છે તે હજુ કાચો છે. આપણને ગળ મજીઠને રંગ નથી લાગ્યો. એકવાર રંગાઈ તો જઇએ છીએ, પણ ફરીથી પ્રસંગના પાણીમાં ઝબકોળતાં રંગ ગુમાવીએ છીએ. દરેકમાં સંતોષ, દરેકમાં શાંતિ, દરેકમાં સમાધાન—આ રંગે જ જીવનને સારી રીતે ઝળકાવનારા રંગે છે. એટલે જીવનમાં સફળતા મેળવવાની અમૂલ્ય ચાવી–સ્વભાવની નમ્રતા” આપણે કેળવવી પડશે. આપણે ઘણા લોકોને કહીએ છીએ, કે, તે બહુ સંતોષી છું, ૧૨૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ પણ મનની અંદર મેળવવાની આગ સતત બળતી જ હોય છે. ત્યારે ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર જીવનની આસપાસ ફરનારાં બંધન છે. એ ચારેચાર બંધનો હોવા છતાં ચાપણે ઘણી વાર બહારથી સૌમ્ય (નમ્ર) દેખાઈએ છીએ. પણ ભગવાને તેને કહ્યું છે કે તારે ક્રોધને ઉપશાંતિથી હણી નાખવો જોઈએ. અને પ્રકૃતિને સૌમ્યતામય બનાવી દેવી જોઈએ. નમ્રતા વડે તારા અહમને તારે હણી નાખવું જોઈએ. અને પ્રકૃતિને નમ્રતામય બનાવવી જોઈએ. તારે સંતેલ વડે લોભને હણી નાખવો જોઈએ. આથી તારી પ્રકૃતિ પરમ સતષમય બની જાય. અને સરળતા વડે કરીને તારે માયાને હણવી જોઈએ. આથી તારું જીવન સરળતામય અને સુખી બની જશે.' , ૧૨૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૧૪ ક્ષુદ્રતાના પરિત્યાગ ધ રૂપી શિખર પર પહોંચવા માટેનું પહેલું સાપાન છે ક્ષુદ્રતાના પરિત્યાગ. ધ ની દિશામાં પ્રવૃત્તિ કરનારે નાનીનાની બાબતોની ક્ષુદ્રતા તજવી જોઈએ. ક્ષુદ્ર વાતોથી જેનું દિલ દુભાતુ હોય તેવા માણસથી દુનિયા પણ દૂર રહેશે. આવા માણસાને નાની નાનીં બાબતેામાં પણ માઠું લાગી જાય છે. એમના પેટમાં કોઈ વાત નહિ ટકે. એને કહેલી વાત, વીજળીને વેગે, ચારે બાજુ પ્રસરતાં વાર નહિ લાગે. એટલે, ક્ષુદ્રતાવાળા માણસ ગણના જો દુનિયામાં પણ નથી થતી, તો ધર્મીમાં તે કયાંથી થાય ? બીજા’ સાપાન એ છેકે, ધી આત્માં પ ંચેન્દ્રિયથી પૂર્ણ હાય, અ ંગાપાંગ સારાં હોય, ઇન્દ્રિયો પૂર્ણ હોય તો આપણી પરાધીનતા ઓછી થઈ જાય. ઇંદ્રિયા જેટલી ક્ષતિવાળી એટલી આપણી પરાધીનતા વધારે. ઇન્દ્રિયો જેની પૂર્ણ હોય એ પોતાના ધર્મની આરાધના શાંતિથી કરી શકે. માટે જ પંચેન્દ્રિયની પૂર્ણતા કહી. વળી અંગોપાંગ પણ અખંડ જોઇએ; નહિ તે એ પેાતાના સ્વભાવમાં સારો લાગતા નથી. અગેાપાંગની હેરાનગતિને લીધે એક-પછી-એક માંદગી ચાલ્યા જ કરતી હોય છે. તેથી, તેવા માણસ શાંતિથી ધર્મ કાર્ય કરી શકતા નથી. પછી, ‘સબ સ’ઘયન’ એટલે કે શરીરના બાંધા તદ્દન વ્યવસ્થિત હાય, આવા માણસને માંદા પડવાની ઘડીએ બહુ એછી આવે છે. જે માણસ આછે માંદા પડે છે તે નિયમપૂર્વક આરાધના કરી શકે છે. તમારે વ્યાખ્યાન સાંભળવું હોય, પૂજા કરવી હોય, પણ તમે જો તમારા શરીરના બાંધા બરાબર ન હેાય, તમે એક કલાકથી માંડી ત્રણ કલાક સુધી સતત એક સભામાં બેસી ન શફતા હો તો, પરિણામે તમે ફરવા ધારો તાપણ તે ન કરી શકો. Page #128 -------------------------------------------------------------------------- ________________ ઘણી વાર આપણે કહૌએ છીએ કે આત્મા શરીરથી જજુદો છે. આમ તો આ વાત સાવ સાચી છે, છતાં જ્યાંસુધી એ શરીરરૂપી ઘરમાં વસે છે ત્યાંસુધી તો શરીર એ એક એની ગાડી છે. ગાડી સારી હશે તે જ, બહારગામ જવા નીકળેલા માણસ ઝડપથી સુખભર્યો પ્રવાસ કરી શકશે. આપણા આત્માને પણ જે તરફ જવાનુ છે તે તરફ લઇ જનારું સાધન તે। આ શરીર જ છે. યાદ રાખજો કે, એકની એક વસ્તુ તારક પણ બને છે અને મારક પણ બને છે. જે માટર વડે રેસના મેદાનમાં, સિનેમા—નાટકમાં યા અંગત સ્થાને જઈ શકાય એ જ મોટર વડે જીવનને આવશ્યક એવી શુભ પ્રવૃત્તિ માટે પણ ફરી શકાય. પ્રત્યેક સાધનની બે બાજુજુ હાય જ. એનાથી લાભ પણ હાય, નુકસાન પણ હોય. દુનિયામાં કોઇ પણ વસ્તુ એવી તો નહિ જડે કે તેના એકાંગી લાભ જ હોય અને નુકસાન ન જ હોય. દરેક વસ્તુમાં લાભ અને હાનિનાં બે પાસાં હોય જ. એ જ રીતે, શરીરથી તરી પણ શકાય છે અને ડૂબી પણ શકાય છે. વધારે સશકત શરીરને ન કરવાના કામમાં વાપરવામાં આવે તે તરવાને બદલે એ ડુબાડનારું પણ બને. તેને બદલે સારી રીતે વાપરો તો તમે તરી શકે. આંખા પ્રભુનાં દર્શન માટે અને નિસર્ગ નાં સુંદર તત્ત્વોને નીરખવા —તારવવા માટે મળી છે, એવું તમે સમજો. ધર્મી થવું એના અર્થ એ નથી કે, સદા ઘુવડની જેમ ઉદાસ અને દુ:ખી થઈ જવું. ઘરમાં જાણે કોઈનું મૃત્યુ થયું હોય અને શાક વ્યાપ્યા હોય એવા ધર્મી કદી ન હાય. ધર્મી અત્મા તા સદા પ્રસન્ન હાવા જોઇએ. દુનિયાના આત્મા ભાગના આનંદ માણતા હોય છે, જ્યારે ધર્મી આત્મા યોગના આનંદ માણતા હોય છે. બાળક ધૂળમાં ઘર બનાવીને રમતુ હાય છે. પણ એને ખબર નથી કે ધૂળનુ ઘર રહેવા કામ લાગતુ નથી. એ જ રીતે, બાળકો ધૂળના ક ંસાર બનાવે છે ને એકબીજાને પીરસે છે. પણ એ કસારથી છેાકરાંઓનાં પેટ ભરાતાં નથી. એમ જ્ઞાનદશામાં વિચરનારો આત્મા આ સંસારના જીવાને જોઈને વિચારે છે કે આ લાકે ભાગામાં તૃપ્તિ માને છે, પણ એ ભાગા તે પેલાં બાળકોની રેતીના કંસાર જેવા છે. રેતીના ક'સારથી જેમ બાળકો તૃપ્ત નથી થતાં, તેમ સંસારના ભાગેાથી તમે તૃપ્ત નથી થવાના, બેયની દશા તે એક ૧૩૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ જ છે. પેલાને આનંદ ક્ષણિક છે, તો તમારો આનંદ પાંચદશ વર્ષને છે. પેલા બાળકનું રેતીનું ઘર તૂટે છે તો બાળક રડતું નથી, કદાચ હસી પડે છે. પણ આ સંસારની અંદર તમારું બાંધેલું ઘર તૂટી જાય તે હસવાને બદલે તમે તો રડવા બેસી જાવ. આમ, ઘણી વાર તો નિર્દોષ બાળક મોટા માણસ કરતાં વધારે જ્ઞાની દેખાય છે. સમજણના લીધે એ જ્ઞાની નથી, પણ અજ્ઞાન દશા એ પણ જાણે આનંદનું કારણ બને છે. જે જ્ઞાની આત્મા છે તે સંસારના રંગરાગ અને સંસારમાં ડૂબેલા જીવોને જોઈને એમ જ વિચાર કરે છે કે, આ જીવો જેમાં આનંદ માને છે તે આનંદ શાશ્વત નથી - જ્ઞાની સિવાયના બીજા બધા તે આવું જોઈને એમ ઈચ્છે કે આને મળ્યું એવું મને મળો. તમારી પાસે સરસ મોટર હોય, સારાં કપડાં હોય, સુખેથી બેઠા હો તે તમને જોઈને સંસારી જીવના કપાળે તો તરત જ હાથ જાય કે, અમારા ભાગ્યમાં આવું ક્યાંથી હોય. એટલે આત્માની દષ્ટિ વિનાનો માનવી તો તમારું સુખ જોઇને ઘડીભર ઈર્ષ્યા કરવાનો. પરંતુ જેની પાસે જ્ઞાનદૃષ્ટિ છે. જેની દૃષ્ટિ સત્, ચિત્ અને આનંદથી પૂર્ણ છે, એ ઈર્ષાથી દૂર રહે છે. સત્ એટલે સત્તારૂપે આ દુનિયામાં હું રહેવાને છું એવું જેને જ્ઞાન છે; ચિત્ એટલે જ્ઞાનદશા. અનંત જ્ઞાન એ મારા આત્માને ખજાનો છે એવી જેને સમજણ છે, અને આનંદ એટલે જેના જીવનમાં કાયમને માટે સહજ આનંદ છે તે તે અન્યના સુખની ઇર્ષા નથી કરતો. બહારની વસ્તુઓની જે અપેક્ષા નથી રાખતો, પણ “સ્વ'ના સગુણની અપેક્ષા રાખે છે. એવા પ્રકારનો આનંદ જ સાચો આનંદ છે, આમ સત્, ચિત અને આનંદથી જે પૂર્ણ છે તે પોતાના આત્મામાં જ પૂર્ણતા જાએ છે, અને જે બાહ્ય વસ્તુઓ પાછળ પડેલા દેખાય છે તેમને “અપૂર્ણ ' તરીકે ઓળખે છે. અંતરમાં જ્ઞાનદશાને અભ્યદય થયો છે તે જ પૂર્ણની કલ્પના કરી શકાય. કથાવાર્તા સાંભળીને આપણે ચાલ્યા જવાનું નથી, પરંતુ ચિત્તમાં ધીમે ધીમે જ્ઞાનદશાનો ઉદય કરવાનો છે. આટલું જો થઈ શકશે તે ચક્રવતીએ જે સુખનો અનુભવ કરી શકતા નથી એવા પ્રકારનું સુખ આ સંસારની વસ્તુઓની સમજણમાંથી ઉદ્ભવશે. સંસારની વસ્તુઓનો અભાવ પણ તમને અટકાવી શકશે નહિ. તમને એમ જ થશે કે, “મળ્યું તેય શું અને વાયું તેય શું ?” ૧૨૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ ધારો કે તમારી પાસે સોનાની પાટ છે. પરંતુ રાત્રે સૂવાનું તો રૂની ગાદી ઉપર છે, સોનાની પાટ ઉપર નહિ. એટલે, સોનાની પાટ તો સૂવાના કામમાં પણ નથી લાગતી. સવારના પહોરમાં ટાઢ વાતી હોય તો એ સોનાની પાટને ગરમ કામળાની જેમ છાતી ઉપર ઓઢી પણ નહિ શકો. બસ, એટલું મનમાં માનવાનું રહેશે કે મારા ઘરમાં સોનાની પાટ પડી છે, એ મારી માલિકીની છે. આનું પરિણામ એ આવશે કે, પાટની ચિંતાથી એની ઊંઘ ઊડી જાય એટલું જ સુખ એને થશે! જેની પાસે સોનાની પાટ નહિ હોય એ ઘડીભર માનશે કે મારી પાસે આ નથી, પરંતુ એની ઊંઘ નહિ ઊડે એ વાત ચોક્કસ, સેનાની પાટવાળાને સુખની સ્મૃતિ મણ દુ:ખની કારણ બને છે ! વિચિત્ર છતાં કેવી સાચી વાત ! આપણે એવી અજ્ઞાન દશામાં વિચરીએ છીએ. આપણી ઉપર મોહનો એવો થર જામેલો છે, જેને લીધે જ્ઞાનનાં કિરણો આપણા અંતરમાં પ્રવેશતાં નથી. જ્ઞાનીઓએ તો જોયું કે જેમ દારૂ પીનારો દારૂ પીએ છે, ત્યારે પિતાનું ભાન ને પોતાની શાન વીસરી જાય છે અને ગમે ત્યાં ગમે તેમ આળોટવા માંડે છે, તેવી રીતે આપણે આત્મા આજે વીત્યા મેરમ પ્રમ રાં મામૂર્ત વરાત્િ – મેહની મદિરા પીને આજે ઉન્મત્ત બન્યો છે. જે વસ્તુ સ્પર્શવાથી પણ અભડાઈ જવાય એવા પદાર્થોમાં એણે આજે સુખ માન્યું છે. આવાં અશાશ્વત અને અશુદ્ધ પદાર્થોમાં સુખ માનનારાએને જ્ઞાનીઓ કહે છે કે, “ જેમાં તું સુખ માને છે કે માણે છે તે વધારેમાં વધારે દુ:ખ છે.' પણ આ વાત સાચી તો ત્યારે જ લાગે, જ્યારે આપણાં જ્ઞાનચક્ષુએ ઊઘડી જાય. આજે લોકો એમ માને છે કે આપણી પાસે દશ-પંદર કરોડ રૂપિયા હોય તો આપણે વધારે સુખી થઈએ. પણ એને ખબર નથી કે પચીસ– પચાસ લાખ રૂપિયા સાચવવા મથનારાની પણ ઊંઘ ઊડી જાય છે, તો પછી દશ-પંદર કરોડવાળાની શી દશા થાય ? બીજી પણ એક વાત વિચારવા જેવી છે. પૈસો કદી એકલે નથી આવતો ઘણાંને સાથે લઇને આવે છે. થોડીક ચિંતા, થોડાક દુર્ગુણ, ડાંક અસત્ય, થોડીક ક્રૂરતા, થોડાક દંભ ને થોડાંક પાખંડને લઈ આવે છે. આ બધાં આવે તો જ એ આવે છે, નહિતર નહિ–જેમ વડીલને નોતરું આપીએ ને છોકરાનું લશ્કર સાથે આવે તેમ, . ૧૨૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ એકલો તો એ પુણ્યના સંચયવાળાને ત્યાં જ આવે છે. જેને પ્રકાશને પંથે જવાનું છે એવા કોઇ આત્માની વાત બાદ કરીએ તો, સામાન્ય રીતે, ધન આવે છે ત્યારે ધર્મ આઘો ઊભો રહે છે. આજે તો, ધર્મને નામે વપરાતો પૈસો પણ માનવીની ખ્યાતિ માટે વપરાતો હોય છે–શુદ્ધિ, નિર્મળતા કે આત્માના આવિષ્કાર માટે નહિ. જીવનશુદ્ધિ માટે જેનો પૈસો વપરાતો હોય તે આત્મા જ પુણ્યશાળી છે. એમને મળેલાં સાધન પુણ્યના માર્ગ થી મળેલાં છે. એ સાધને એને પુણ્યને પંથે દોરી જાય છે. બાકી તે, રોજ પ્રભુનાં દર્શન કરનારા ને વ્યાખ્યાન સાંભળનારા માનવી પાસે જો પચાસ લાખ રૂપિયા થઈ જાય અને દૂરને ઠેકાણે જઈને બંગલો બંધાવે તો વ્યાખ્યાન સાંભળવાની વાત તો દૂર રહી, પણ કોઈક વાર ગુરુ પાસે એ આવે તો પણ એમ લાગે કે મંદિરનો ઉદ્ધાર થઈ ગયો ! પહેલાં તો એ માણસ રોજ મંદિરે આવતો હતો. આજે તો એને એમ લાગે છે કે, હવે હું રોજ આવવા જેવું પ્રાણી નથી; હવે તો હું પ્રસંગોપાત (Occassional ) આવવા જેવું પ્રાણી છું. આમ એને પણ જાણે એક જ્ઞાન થઈ જાય છે. પરંતુ આ જ્ઞાન તે અજ્ઞાનજન્ય છે. આવાઓની દુનિયા પચાસ-સાઠ વર્ષમાં પૂરી થઇ જાય છે, પરંતુ એમના આત્માની ભયાનક અધોગતિ થઈ જાય છે. એટલે, જ્ઞાનીઓ જણાવે છે કે, જો સાધન શુદ્ધિને માર્ગે લઈ જતાં હોય તે જાણવું કે ચિત્તમાં કંઇક જ્ઞાનનાં કિરણો પ્રગટયાં છે, જ્ઞાન અને ન્યુદય થયો છે. આવો અભ્યદય ન થયો હોય તો, તે કેમ થાય તેનો વિચાર કરજો. આવો અભ્યદય કરવા માટે તમારે જડ પ્રત્યેનો રાગ ઓછો કરવો પડશે. ' રહેવું પડે તો રહો, કુટુંબને સાચવવું પડે તો સાચો, નભાવવું પડે તો નભાવો; પરંતુ એનાથી તમે અભિમાની ન થશે. એના વડે તમે સમૃદ્ધિનું અભિમાન કરશો તો જ્ઞાનીઓ તમને “મિથ્યાભિમાની’ કહેશે. સ્વભાવમાં રહેલા સદ્ગુણોને કંઈ ન માનવા અને પર વસ્તુઓને કંઈક માનવી એનું નામ મિથ્યાપણું. સાચાને ખોટું માનવું અને ખોટાને સાચું માનવું તેનું નામ મિયાપણું. આજે આપણે આવું માનીએ છીએ. આપણું આકર્ષણ સગુણ તરફ નહિ દુનિયાદારી તરફ વધતું જાય છે. આથી આનો અર્થ એ થયો કે આપણું મન વિભાવદશામાં રમી રહ્યું છે. મન જો સ્વભાવદશામાં રમતું હોય તો દુનિયાદારી ભણી ઉદાસ હોય અને સ્વ-સ્થિતિમાં ઉલ્લાસમય હોય. ૧૨૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે જ કહ્યું કે, ધમ આત્મા દુનિયાના ગમે તેવા વાતાવરણમાં પણ દુ:ખી નહિ હોય. એ તો સ્વગુણના ચિંતનમાં સદા પ્રસન્ન હશે. એના મુખની પ્રસન્નતા અને શાંતિ જોઈને જ આપણને એમ થાય કે આ માણસ સુખી હોવો જોઈએ. ત્રીજો સદ્ગુણ છે પ્રકૃતિની સૌમ્યતા. મોઢામાં મીઠાશ રાખે અને મનમાં કટુતા રાખે એને પ્રકૃતિ સૌમ્ય ન કહેવાય. દેખાવે સૌમ્ય તે પ્રકૃતિ-સૌમ્ય નથી. પરંતુ જેને સ્વભાવ જ સૌમ્ય થઈ ગયો છે એવાને પ્રકૃતિ સૌમ્ય કહેવાય. વેપારીને ત્યાં કોઈ ઘરાક આવે અને કહે કે, “શેઠ, તમે તો જઠ કહે છે. તમે તો સાવ ખોટા છો. એ વખતે વેપારીને એમ થઈ જ જવાનું કે આ ત્રણ બદામનો માણસ મને જૂઠો કહે છે?! છતાં વેપારી ગુસ્સે થયો હોય એમ દેખાતું નથી, કારણ કે, તે જાણે છે કે, “આ તો મારું ઘરાક છે. જો આંખ લાલ કરીશ અને ડોળા કાઢીશ તો ઘરાક ઊઠીને ચાલવા માંડશે.’ એનો અર્થ એ થયો કે, ઘરાક જે વાત કહે છે તે વેપારીને ગમતી નથી, છતાં પણ હસીને વાત ગળી જાય છે. કારણ કે, તેમાં એનો સ્વાર્થ છે. પણ, સ્વાર્થ હોય તો તે બધાય ગળી જાય. રોટલો આપનારો માનવી કૂતરાના પેટ ઉપર પગ મૂકશે તો પણ કૂતરું એના પગ ચાટવા માંડશે. કારણ કે, એ જાણે છે કે રોટલો આમાંથી મળવાનો છે. | સ્વાર્થ હોય ત્યારે પ્રકૃતિસૌમ્ય બની જવું એ તો સહજ છે; પણ જ્યાંથી કશું મળવાનું ન હોય એવા સ્થાને પ્રકૃતિસૌમ્ય બની જવું કઠણ વાત છે. પ્રકૃતિ સૌમ્ય થવું એટલે સ્વભાવથી જ સૌમ્ય થવું, ઉગ્રતાને અળગી રાખવી, નિરંતર ભલાઇમાં રચ્યાપચ્યા રહેવું. વાતવાતમાં તપી જનાર માટે કહીએ છીએ કે, “ભાઇ, એના બોલવા સામે બહુ ધ્યાન ન આપશો; કારણ કે તપી જવું એ એનો સ્વભાવ છે. કોઈકે માણસ વાતવાતમાં અપશબ્દો બોલતો હોય તો આપણે સમજી જઇએ છીએ કે આ માણસ સ્વભાવને જ એવો છે. આવો જ એવો છે. ' જીવનને માપવા માટેના આજના આપણા માપદડ ખોટા છે. એ માપદંડ તો બારીકમાં બારીક ભેદને પરખનાર અને પકડી પાડનાર હોવો જોઇએ, જેના વડે આપણા જીવનનું આપણે દર્શન કરી શકીએ. ૧૨૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ (ઈ) જીવનમાંગલ્યા તે જના આપણા ચિંતનનો વિષય જીવનમંગલ છે. જીવન તો છે, પણ એમાં મંગલની સ્થાપના કરવાની છે. આ મંગલ’ . શબ્દ શા માટે? જીવન શું પૂરતું નથી કે આપણે મંગલ શબ્દ મૂકવો પડે? જ્ઞાનીઓ જ્યારે શબ્દ વાપરે છે ત્યારે સમજીકરીને જ વાપરે છે. નિરર્થક શબ્દ કદીય નથી વાપરતા. એ તે પૂર્ણ વિચાર કરીને ને તોલીને જ શબ્દ મૂકે છે. એટલા માટે જ સામાન્ય માણસોના કરતાં જ્ઞાનીઓના એક શબ્દ ઉપર પણ જ્ઞાનીઓ વધારે વિચાર કરે છે. કારણ બધાને એ જાતની ખાત્રી હોય છે કે, એ જે કંઈ બોલશે એ વિચારીને બોલશે. એ જે કંઈ કહેશે એની પાછળ કંઈ અર્થ પડેલો હશે. એટલા માટે જ મૂરખનાં સો ભાષણ કરતાં જ્ઞાનીનું એક વચન પણ વધી જાય છે. એટલા માટે જ જ્ઞાનીએ વિચારપૂર્વક ઉચ્ચારેલો શબ્દ એક મંત્ર જેવો બની જાય છે. બીજા માણસો ભલે હજારો શબ્દ બોલે, પરંતુ એ તો માત્ર બકવાદ તરીકે ઓળખાય છે. એનો કોઈ અર્થ રહેતો નથી. શબ્દ મંત્ર કયારે બને? જ્યારે એની પાછળ વિચારનું બળ હોય, ચિંતનનું તત્ત્વ હોય; જીવન સમસ્તનું મંથન હોય અને જીવનના ઊંડા ભાવ ભર્યા હોય. આવો શબ્દ જ્યારે આવે છે ત્યારે મંત્ર બનીને આવે છે. જીવનના અનુભવમાંથી નીકળતો આવો શબ્દ જ્યારે સમાજમાં આવે છે ત્યારે સમાજનો પલટો કરે છે. અને જ્યારે દેશમાં આવે છે ત્યારે દેશનો પલટો કરે છે. અને વ્યક્તિના જીવનમાં આવે છે, તે વ્યકિતને પલટાવે છે. યાદ રાખજો, માનવજીવનમાં પરિવર્તન તો આવા પ્રકારના જ્ઞાનીઓના શબ્દો જ લાવી શકશે. પૈસો કે સત્તા આવું પરિવર્તન લાવી શકવાનાં ૧૩૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ નથી. સત્તા વાપરીને જો વધારેમાં વધારે દબાણ કરશે તે માણસ બહારથી સારો બનશે અને અંદરથી ચેર બની જશે. મહાપુરુષના હૃદયમાંથી નીકળેલ, ઊંડાણભરેલે, મંથનભરેલો અને અનુભવભરેલો શબ્દ જ જીવનપરિવર્તન આણી શકશે. જેની પાછળ ચિંતન નથી, મનન નથી કે કોઈ અનુભવ નથી, એવા શબ્દો તો હવામાં એમની એમ ઊડી જાય છે. અહીં મૂકાએલો “મંગલ” શબ્દ પણ બહુ અર્થગંભીર છે, અર્થસૂચક છે. આપણું કોઈ સ્વજન સારા કામ માટે જતું હોય તો આપણે કહીએ છીએ કે, “જાઓ, તમારું કામ મંગળમય નીવડો.” આ રીતે આપણે આપણું કામ મંગળમય બને એવું ઇચ્છીએ છીએ. પરંતુ મહાપુરુષો એમ કહે છે કે, એકલું કામ જ મંગળમય શા માટે બને? તમારું સમસ્ત જીવન જ મંગળમય કેમ ન બને? જેનું જીવન મંગળમથ હશે એનું પ્રત્યેક કામ તો મંગળમય થવાનું જ છે. તેની પ્રત્યેકે પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક આરાધના, નાનામાં નાની વાત પણ મંગળમય બની જાય છે. એટલે મહાપુરુષો કહે છે, તમે થોડીક પ્રવૃત્તિઓને જ મંગળમય બના એના કરતાં તો તમારા સમસ્ત જીવનને મંગળમય બનાવી દો. - જીવનની સમસ્ત ક્રિયાઓ મંગળને સંકેત બની જાય એવું જીવન બનાવવા માટે સુભગ અવસર માનવદેહમાં જ મળી શકે છે. યાદ રાખજો, આ માનવદેહ છૂટી ગયો, એટલે ખેલ ખલાસ. આ જન્મમાંથી ગયા એટલે કયાં જશો એનો કઈ પત્તો નહિ લાગે. આપણા જીવનને મંગળમય બનાવવાનો સુંદર, પુણ્યમય અને પાવન અવસર આ મળ્યો છે. માનવજીવન જેવું સુંદર જીવન વિશ્વમાં એક પણ નથી. દેવો પોતાના જીવનને મંગળમય બનાવી શકતા નથી, કારણ એ ભેગમાં પડ્યા છે. ભોગી માનવીનું જીવન કદીય મંગળમય હોઈ શકે નહિ, ભેગને ત્યજે એનું જીવન જ મંગળ ભણી પ્રસ્થાન કરે. દેવની શકિત મોટી ખરી, પણ કોની આગળ ? જેનું સમસ્ત જીવન મંગળમય છે તેમની આગળ. આમ દેવો ભગમાં પડ્યા છે અને પશુઓ અજ્ઞાન દશામાં પડ્યાં છે. આ પરિસ્થિતિમાં કેવળ માનવી જ પોતાના જીવનને મંગળમય બનાવી શકે એમ છે. પરંતુ માનવી જો જીવનધ્યેય ભૂલી જાય, અવિચારી બને અને પ્રમાદ કરે, તે એના જેવું અમંગળ જીવન પણ બીજાં કોઈ ન બનાવી શકે. એટલે માનવી માટે ચઢવાનાં અને ઊતરવાનાં બન્ને સાધનો પ્રબળ છે. એ જેટલો ઊંચે ઊડી શકે છે એટલો જ નીચે પછડાઈ પણ શકે છે. ૧૩૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આપણે જોવાનુ` એ છે કે, માણસ પછડાય નહિ, પણ ઊંચે ને ઊ ચે જાય. જે માણસ આજ કરતાં આવતી કાલે પેાતાને એક ડગલુ આગળ જોવાની ઝ’ખના સેવે છે એ માનવી જ જીવનમાં મ ગલ સ્થાપી શકે છે. આજ કરતાં આવતી કાલે જે માનવી એક ડગલુ પાછળ પડયો છે એ માનવી જ જીવનમાં ગુમાવે છે, યાદ રાખજો, પૈસાને ગુમાવવા એ કંઈ બહુ મેાટી વાત નથી. જીવનમાંથી એક વાર જો મંગળમય તત્ત્વ ચાલ્યું ગયું તે તે પાછુ. ફરીથી જીવનમાં આવે એ બહુ મુશ્કેલ વાત છે. એટલા માટે આપણી બધી શકિતઓને– મનમી, કાયાની અને વાચાની તમામ શકિતને—જીવનમાં મંગલમયતા લાવવા માટે વાપરવાની છે. હિટલર પાસે પણ શકિત હતી. એ કંઇ ઓછા સમથ નહેતા. એની પાસે બુદ્ધિ હતી, શકિત.હતી, સાધને હતાં. પણ એણે પોતાની શકિત, સાધના, બુદ્ધિ અને વૈજ્ઞાનિક પ્રયોગોના ઉપયેગ માનવજાતના ધ્વંશ કરીને જગત ઉપર જીત મેળવવા માટે કર્યો. હિટલરે આટલી બધી શકિતએ મેળવી પણ એ શકિતનું પરિણામ શું આવ્યું ?—વિનાશ. એની વિનાશક શકિતએ માનવજાત ઉપર પણ વિનાશ વેર્યા અને એના ખુદના પણ વિનાશ કર્યો. આપણી શકિતઓ અન્ય કોઇની ઉપર વિનાશ વેરે નહિ અને આપણને પણ વિનાશને માર્ગે દોરી ન જાય, એટલી આપણે કાળજી લેવાની છે. આવી કાળજી વિચારવાન માનવી જ રાખી શકશે. જે માનવી વિચારની પ્રક્રિયા વડે પરિશુદ્ધ.(Refine) થયેલા હાય, જે માનવી જીવન અંગેના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર કરી શકે છે તે માનવી જ ખરેખરો જ્ઞાની છે, ખરેખરો માનવી છે. આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર તો કરીએ છીએ, પરંતુ તે, પૈસા કેમ વધારે મેળવવા, સરકારને કેમ ઓછા કર આપવા અને બધાને છેતરીને શી રીતે વધારે એકઠો કરવા તે શેાધી કાઢવા માટે કરીએ છીએ. આજે આપની બુદ્ધિ અને શકિત કેવળ અર્થાતંત્ર પાછળ જ ખર્ચાય છે, જીવનને મંગળમય બનાવવા માટે નથી વપરાતી. આપણી શકિતઓને આપણે જેમ જેમ સૂક્ષ્મ કરતા જઈશું તેમ તેમ આ માનવજીવનમાં આવવાના ઉદ્દેશ અને હેતુ શેા છે તે આપણને સમજાતુ જશે. કોઇ તમને પૂછે કે તમે આ શહેરમાં શા માટે આવ્યા છે, તે તમે તેના શે! ઉત્તર આપશે ? Page #136 -------------------------------------------------------------------------- ________________ પૈસા જ ભેગા કરવા માટે અહીં આવ્યા છો ? ભેગા કરેલા પૈસાને મેટો ઢગલો કર્યા પછી કેસો પાસે તમારે એવું કહેવડાવવું છે કે, 'બાપડો મૂકીને ચાલ્યો ગયો છે. આ ફિચારો કે બાપડો’ બનવા માટે આવેલા છીએ? ' જે માનવી વધારે મૂકીને જાય છે, એને વધારે લોકો જાણતા હોય છે, તેથી વધારે લોકો એને બિચારો' કહેતા હોય છે. આજના માનવીને પોતાના જીવનના હેતુ અને આગમનના ઉદ્દેશ્યની ખબર નથી એમ કહીએ તો પણ ચાલે એમ છે. એક વિદ્યાર્થી મેટ્રિક (s. s. c) પાસ થયો. પછી વેકેશનમાં પિતાની પાસે ગામડે એ રહેવા લાગ્યો. પિતા સાધુ પાસે જતા. એક દિવસ આ છોકરો પણ સાથે ગયો. પ્રવચન પૂરું થયા પછી બાપે સાધુને છોકરાનો પરિચય આપ્યો : “આ મારો દીકરો છે. મેટ્રિકની પરીક્ષા આપી છે. હવે આગળ ભણવા માગે છે.' સાધુએ પેલા છોકરાને પાસે બોલાવી પૂછયું : “કેમ પેપર કેવાં ગયાં છે?” મહારાજ, બહુ સારાં ગયાં છે. ફર્સ્ટ કલાસ જ આવીશ.” “પછી શો વિચાર રાખ્યો છે?” પછી સાયન્સ કે એન્જિનિયરીંગમાં જવું છે. ઇન્ટરમાં સારા માકર્સ આવશે તે, કાં એમ, બી. બી. એસ. થઈશ, કાં એન્જિનિયરીંગ લઇશ.' “વાર, ડૉકટર કે એન્જિનિયર થયા પછી શું કરશો? પછી? પછી હું પરદેશ જઇશ. ત્યાંથી ડીગ્રી લઈને પાછો આવીશ.” તે પછી શું કરશો?’ “પછી શું ”ને પ્રશ્ન બહુ મહત્વનો છે. આપણી જાતને પણ આ પ્રશ્ન પૂછયા જ કરવાનો છે. ઘણાંખરા માણસો આ પ્રશ્નના ઉત્તર વગરની જિંદગી જીવે છે. એ સવારમાં ઊઠે છે. દિવસે દોડાદોડ કરે છે અને સાંજે ઊંઘી જાય છે. પણ જિંદગી શું છે એની કોઇ દૃષ્ટિ જ નથી. . કોઈ વળી આવો પ્રશ્ન ઊભો કરે તો ધીરજથી સાંભળવા માટેની પણ તૈયારી નથી. કોઈ પૂછે કે “શા માટે જીવો છો ? તો આપણે ગરમ થઈ જઈએ છીએ અને કહીએ છીએ કે, “કેવી નાખી દેવા જેવી વાત કરો છો!” ' એટલે ઘણાખરા માણસ પાસે આ અંગે કોઈ પ્રશ્ન નથી. અને જો પ્રશ્ન તેમની પાસે મૂકવામાં આવે તો તે માટે વિચારવાને એમની પાસે અવકાશ નથી. મોટા ભાગના માણસો તો આ પ્રશ્નને ઉડાડી મારે છે. - પેલા છોકરાને સાધુએ ફરીથી પૂછયું : “પરદેશથી ડીગ્રી લઈને ૧૩૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ આવ્યા પછી શું કરશો? પેલો કહે, “પછી હું પૈસા કમાઇશ.” ડોકટર થવાનો ઉદ્દેશ સેવા કરવાને ભણતા હોય ત્યારે ભલે સેવતા હોય, પણ ડેકટર થઈને પ્લેટફોર્મ પર આવ્યા પછી દરદીને જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. વકીલ થઇને સમાજનાં દૂષણો દૂર કરવાની દૃષ્ટિ રાખવાની હોય, પણ વકીલ થયા પછી વધારેમાં વધારે અસીલો મેળવવા માટે જ દેવદોડ હોય છે. આમ ભણવા પાછળનો ઉદ્દેશ કેવળ વધારે નાણાં મેળવવા માટેનો જ હોય છે. અને છતાં પણ વાત તો સામ્યવાદની અને સમાજવાદની હોય છે. કોઈ પણ માણસ પોતાની જાતને જેવી છે તેવી રંજૂ કરવા આજે તૈયાર નથી. આપણી રજાઆત જાદી છે. આપણા જીવનના અભિલાષા જાદા છે. બસ અહીં જ ઘર્ષણ છે. જીવનની વિષમતાનું કારણ આ જ છે. પેલા વિદ્યાર્થી એ પણ સાધુને આવો જ જવાબ આપ્યો, “ભણ્યા પછી બધા પૈસા પેદા કરે છે. હું પણ એમ કરીશ.” સાધુએ પૂછયું, “વારુ, તમારા પૈસાની કમાણી પાછળ કંઈ મર્યાદાની કોઈ દૃષ્ટિ ખરી? વધુમાં વધુ કેટલા પૈસા મળે તે તમને સંતોષ થાય?' આ એક મોટામાં મોટો પ્રશ્ન છે. માનવીને વધુમાં વધુ કેટલા પૈસાથી સંતોષ થાય? ધંધો શરૂ કરવા માટે શહેરમાં આવનાર માણસને શરૂઆતમાં તો એમ હોય છે કે પચીસ-પચાસ હજાર કે લાખેક રૂપિયા થાય તો ગંગા નાહ્યા. પણ જે લોકો પાસે લાખ થઈ ગયા છે તેમની નજર હવે કરોડ સુધી પહોંચી ગઈ છે. અને જે લોકો પાસે એટલી રકમ થઈ ગઈ છે તેમને હવે અહીંના માણસો દેખાતા નથી. એ લોકોને ફોર્ડને રોકફેલરની સંપત્તિ યાદ આવે છે. આજે લોકોની ધનલાલસા ખૂબ જ વધી રહી છે. આવી ધનલાલસાવાળા પાસેથી દાન શું લેવું ? દાન તો વૃદ્ધ માનવી આપી શકે. પણ પોતે જ જ્યાં પૈસા પાછળ મરતો હોય ત્યાં બીજાને એ શું આપે ? ને એ આપે તોય એવી ઇચ્છાથી આપે કે એકગણું દઉં તોં મને સોગણું મળે. આ તૃષ્ણા આપણા સમાજમાં એવી ભયંકર રીતે ઘર કરી ગઇ છે કે, તમે ભાગ્યે જ એવો કોઈ માનવી જોશો કે, જે એમ કહેતો હોય કે મુંબઈમાં બેપાંચ લાખ રૂપિયા રળવા આવ્યા હતા એ મળી ગયા છે, એટલે હવે પાછા જઈએ છીએ. ગામડાંમાં શાંતિથી રહી શકતા હતા, પણ પૈસાનો ખપ પડ્યો એટલે અહીં આવ્યા હતા. હવે પૈસા મળી ગયા છે, એટલે શાંતિથી જીવવા Page #138 -------------------------------------------------------------------------- ________________ માટે પાછા જઈએ છીએ.' અહીં હેરાન થઈ જશે, અકસ્માતમાં મરી જશે, અનેક જાતના રો. ગમાં સપડાઈ જશે, દુ:ખી દુ:ખી થઈ જશે; પણ એ શહેર તો નહિ છોડે. અને વળી પાછો એ કહેશે ખરો કે, “ફોનવાળા તો જીવ ખાઈ જાય છે, રાતના પણ ઘંટડી વાગે છે.' મને કહેવાનું મન થાય છે કે ભાઈ, તને કોણ હેરાન કરે છે? તું છોડી દે તો તું છૂટો છે. પણ આપણે મુકત થવા માગતા નથી. મુકત થવા માટેની માત્ર ફરિયાદો જ કર્યા કરીએ છીએ. એટલે આજનું જીવન કોયડામય બન્યું છે. આજે ભલભલા માણસો પાસે પણ જીવનધ્યેયનો કઇ વિચાર નથી. જીવન વિચારનું ઊંડાણ જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી જીવન વિષેને સાચો અર્થ નહિ મળે. - આજે શિક્ષણ ખૂબ વધ્યું છે, પણ આપણું જ્ઞાન કેવળ વિસ્તાર જ પામ્યું છે, ઊંડાણ નથી પામ્યું. વિસ્તારમાં અને ઊંડાણમાં ઘણો ફેર છે. વિસ્તાર ઉપરની સપાટી પર હોય છે અને ઊંડાણ ભીતરમાં. આ હકીકતના પરિણામે આજે એવી હાલત આવીને ઊભી રહી છે કે, આજે આપણે કોઈ પણ પ્રશ્નને ગંભીરતાથી, ઊંડાણથી અને ચિંતનભરી રીતે સમજીને, જે રીતે ઉકેલવો જોઈએ તે રીતે ઉકેલી શકતા નથી. મને કોઈ પ્રશ્ન પૂછયો કે, “જીવન શું છે ?' તેના જવાબમાં મેં એક દાખલો આપ્યો : “જાઓ, અહીં એક સીત્તેર વર્ષના વૃદ્ધ બેઠાં છે. બે ચોપડી જ ભણેલા છે. એમનો છોકરો હોય, મેટ્રિક થએલો હોય, એટલે એ એમ માને કે મારા બાપા તો બે ચોપડી જ ભણ્યા છે અને હું તે મેટ્રિક થએલો છું. એને છોકરો હોય તે બી. એ. થએલો હોય, એ તો એમ માને કે મારા બાપા તો મેટ્રિક થએલા છે, પણ હું તે બી. એ. થએલો છું. એટલે મારા બાપા કરતાં વધારે ભણેલો છું. આમ દીકરો પરંપરાથી પોતાના બાપને મૂરખ માન જાય. . : અહીં આપણે ત્યાં અનુભવની ગણતરી નથી, ચિંતનની ગણતરી નથી, માત્ર ડીગ્રી એની જ ગણતરી ગણાય છે. પણ આ ચારે માણસો સામે જીવનની કસોટીનો પ્રસંગ આવે, ત્યારે પેલો બે ચોપડી ભણેલો માનવી એવો વિચાર કરશે કે, મેં કોઈકનું ધન ગત જન્મમાં છીનવી લીધું હશે, એટલે આજે મારું ધન છિનવાઈ ગયું હશે. જેવાં કરમ હોય, જેવાં પાપ બાંધેલાં હોય એવી હેરાનગતિ આવે. હેરાન કર્યા વિના હેરાન થવાતું નથી. આપણું જ કર્મ આપણને હેરાન કરે એમાં દુ:ખી શા માટે થવું? આમ Page #139 -------------------------------------------------------------------------- ________________ કરીને એ પોતે મનનું સમાધાન મેળવી શાંતિ અનુભવી શકે છે. કારણ એ બે ચોપડી ભણેલા હોવા છતાં એની પાસે વિચારનું ઊંડાણ છે. બી. એ. કે એમ. એ થએલો છે, એની પાસે જીવનના ઊંડાણભર્યા વિચારો માટેનો કેઈ અવકાશ નથી. એટલે એની પાસેથી પૈસો જાય છે કે તરત જ એને એમ થાય છે કે, ફલાણો ખાઈ ગયો, હવે હું શું કરીશ ? આ વાતને એને એવો આઘાત લાગે છે કે એ ઊંચો જ નથી આવતો.' પેલા એછું ભણેલા પાસે ઓછું જ્ઞાન છે, પણ એ ઓછા જ્ઞાનને પણ અનુભવની એરણ ઉપર ચઢાવીને એણે એવું પચાવ્યું છે કે, જીવનના વિકટમાં વિકટ પ્રસંગોમાંથી પણ એ સમાધાન મેળવે છે." જ્ઞાન તે પ્રકાશ છે. એ આવે ત્યારે અંધકારે જવું જ જોઇએભલે એ અંધકાર ગમે તે પ્રકારનો હોય. પેલા સાધુ તે ખરા હતા. એમણે પૂછયું : “ડીગ્રી મેળવ્યા પછી તમે કમાશો, પૈસા મેળવશો. પણ પૈસો મેળવ્યા પછી શું ?' પેલો વિચારમાં પડ્યો: આ સાધુનું “પછી શું 'ક્યારે પૂરું થશે ? એણે કહ્યું: “પૈસો ભેગો થશે એટલે હું દેશમાં આવીશ. લગ્ન કરીશ.' લગ્ન કરશો? લગ્ન થયા પછી શું કરશો? પેલો કહે, “પછી શાંતિથી જીવીશું, બાળબચ્ચાંનું પાલનપોષણ કરીશું.' સાધુ કહે, “અચ્છા, પછી શું થશે ? પેલો કહે : “પછી અમે ઘરડાં થઈશું. છોકરાંઓ જ્યારે આફિસ સંભાળી લેશે અને ઘરનો કારોબાર ચલાવશે એટલે અમે રિટાયર્ડ થઈશું.' ‘વારુ, તમે ઘરડા થશો, પછી તમે શું કરશો ?” ઘરડાં-બુઠ્ઠાં થયા પછી શું કરીશું એ તો અતિ ગહન પ્રશ્ન છે. પેલા છોકરાને પણ આ પછી ઉત્તર ના જથો. એટલે કહ્યું: મહારાજ, પછી–પછી શું કરો છો? પછી અમે મરી જઇશું.' પેલા સાધુ કહે, “બસ, મારે આ જ જાણવું હતું. તમે અહીં આવીને શું કરવાના છો એ જ મારે જાણવાની જરૂર હતી. તમે મરવા માટે આટલું બધું કરશો, એમ? અને આટલું બધું ન કરે તોય માણસો તે મરી જાય છે.” જંગલની અંદર વસતા ભીલલોકો, આદિવાસીઓ તદ્દન અભણ છે –છતાંય મરી જાય છે. અને જો મરવા માટે જ આટલો બધો શ્રમ, આટલી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય તો, તો આ કર્યા વિના પણ મરી શકાય છે. આપણે જો આપણું જીવન મૃત્યુના હાથમાં જ મૂકી દેવાનું હોય તો પછી આટલી બધી ધમાલ, આટલી બધી ઉપાધિઓ શા માટે? Page #140 -------------------------------------------------------------------------- ________________ આ મૃત્યુના આરે બેસવા માટે આવું બધું કરવાનું એમ? પેલો કહે ત્યારે મહારાજ, મરીએ નહિ તો કરીએ શું ? પછી ક્યાં જવું અમારે ? અમે કહીએ કે નથી જવું...પણ કાળ કહે કે ચાલો, હવે સીટ ખાલી કરો. બીજા માણસો આવી રહ્યા છે. આપણે જવું હોય કે ન જવું હોય, પણ કાળ તે ઉઠાવીઉઠાવીને એ દિશામાં આપણને ફેંકી રહ્યો છે. ત્યારે પેલા સાધુ મહારાજને આનંદઘનજીની એક કડી યાદ આવી : દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકડે છે, નાશી જાશી, હું ચિરવાસી, ક્યો કર દેહ ધરેંગે. અબ હમ અમર ભયે, ન મરે છે. જીવનને મંગલમય બનાવ્યું હોય, તો જ આ સંતોષ મેળવી શકીએ. આ આત્મા અમર છે. એની એ અમરતાનું આપણને ભાન નથી, એટલે જ આપણે એમ કહીએ છીએ કે મરી ગયા. જે માણસો એ ભાન રાખે છે, જે માણસોની પાસે જ્ઞાન છે, જે માણસોની પાસે એ વિચાર છે, એ લોકો ને મૃત્યુનો અનુભવ કદી થતો જ નથી. આપણને જ એવો અનુભવ થાય છે. એમની દૃષ્ટિ આ બાબતમાં જાદી જ હોય છે. એક પ્લેટ હોય. એનાં બંને પડખાં ભરાઈ ગયાં હોય. ચાકથી આડાઅવળા અનેક લીટા દોરાયા હોય.. પછી પ્લેટમાં લખવા માટે ક્યાંય જગ્યા જ રહી ન હોય ત્યારે છોકરો શું કરે છે? પાણીનું એક ભીનું પોતું લઈને સ્લેટને એ ભૂંસી નાખે છે. એટલે લખાએલું ભૂંસાઈ જાય છે અને સ્લેટ ચોખી થઈ જાય છે. જીવનની પ્લેટ માટે મૃત્યુ એક પાણીનું પોતું છે. એ આપણા આડા-અવળા લીટાઓને ભૂસી નાખે છે, એટલે એ સ્લેટને ચોખી કરી નાખે છે. બીજાં છે શું ? આવી દષ્ટિ વિચારવાનને જ લાવે છે. એની પાસે મૃત્યુનો કોઈ પ્રશ્ન જ નથી. આ વાત સમજાય તો જીવન જીવ્યા ગણાઇએ અને ન સમજાય તો જીવનનો ફેરો. ખાલી ગયો કહેવાય. - કોઈક કહે કે, “આ દુનિયામાં બધા મરી રહ્યા છે.’ ' એ કહે છે : “બધા ભલે મરતા હોય, હું નહિ. આ દેહ વિનાશી છે અને હું અવિનાશી છું.' છે. આ કાયાના મકાનની અંદર છ જણાં સંપથી રહે છે. પાંચ ઇન્દ્રિય અને છઠું મન. આ છને અહીં સહકાર થયો છે. એક જણ લૂલું-લંગડું થાય તો બાકીનાને હેરાન થવું પડે. જો આંખ બગડી જાય તે પડી જવાય, હિંચણ છોલાઈ જાય, ખાવામાં આડું-અવળું આવે અને બીજાને હેરાન Page #141 -------------------------------------------------------------------------- ________________ થવું પડે. એટલે બધી ઇનિદ્ર સારી હોય તો જ બધાં રહે. દાંત પડી જાય તો ખવાય ખરું, પણ પચે નહિ. એટલે શરીર ન ચાલે, હાથપગ ઢીલા થાય. આંખ-કાન પણ ઢીલાં થાય. સાથે રહેનારને સહકાર એકબીજાની ક્ષતિઓને સુધારનારો બને, ઊણપ પૂરનારો બને તો જ સુખ આવે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને ઇટ્ટા મનથી બનેલા આ સહકારનિવાસમાં કોણ રહે છે?— આ અવિન શી રહે છે. દેહનું બિલ્ડીંગ ભલે નાશ પામે. અંદર બેસનારો તો અવિનાશી છે. સદા આગળ વધનારો છે. • જેમ માનવી એક મકાન છોડીને બીજા મકાનમાં રહેવા જાય છે તેમ આત્મા એક દેહ છોડીને બીજા દેહમાં જાય છે. મકાનનું નામ જેમ સહકારનિવાસ અગર બીજ કંઇ પાડીએ છીએ તેમ, આ કાયાનું નામ પણ છગનભાઇ, મગનભાઈ વગેરે પાડવામાં આવે છે. આજની હાલત એવી છે કે માણસ માંદો પડ્યો હોય, છેલ્લી ઘડી હોય, અને આવીને-“હે આત્મા’ કહીને બોલાવશો તો આંખ નહિ લે. પણ એની કાયાનું નામ દઇને બોલાવશે તો તરત ખેલશે. આમ આત્મા પિતાનું ખરેખરું નામ ભૂલી ગયો છે. એટલે તમે એને આત્માના નામે બોલાવશો તો નહિ બોલે. બનાવટી નામથી બોલાવશો તો જ બોલશે. આપણે ભૂલ્યા છીએ. જાદી દિશામાં જઈ રહ્યા છીએ. વાંક આપણો પોતાનો છે અને છતાં દોષનો ટોપલો જગત ઉપર નાંખી રહ્યા છીએ. આપણે આપણી જાતને કઈ સ્થિતિમાં મૂકી રહ્યા છીએ તેને વિચાર ન કરીએ અને બીજાના દોષ કાઢયા કરીએ તે બરાબર નથી.. જિંદગી માટે આ એક પાયાની સમજણ છે. આ કાયા નાશ પામવાની છે, ખલાસ થઈ જવાની છે, પણ હું રહેવાનો છું. આત્માની આવી સમજણ સાંપડે એને ફરીથી દેહ ધારણ કરે નહિ પડે, અને જન્મમરણને જીતી જવાય એવું મંગળમય જીવન જીવી જવાશે. આપણા જીવનને ઉદ્દેશ્ય અસત્યમાંથી સત્યમાં જવાને, મૃત્યુમાંથી અમરત્વ સમીપે જવાને, અંધારામાંથી પ્રકાશ તરફ જવાને છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જીવનવૃક્ષનું મૂળઃ ધર્મ મહાપુરુષો આપણને નીચેના સુભાષિતમાં જણાવે છે કે : त्रिवर्ग संसार धनवन्तरेण पशारिवायुर्वि कलम् नरस्य । દુનિયામાં ત્રણ વર્ગ છે : ધર્મ, અર્થ અને કામ. એ ત્રણ વર્ગની સાધના કર્યા વિના જે માણસનું જીવન પસાર થાય છે, જે માણસ આ સંસારની અંદર આવી. પેાતે ધર્મનું અર્ચન કરતા નથી, જે માણસ આ સંસારમાં આવીને પૈસા વડે ઠરીને, પોતાને અને પેાતાના કુટુંબને સમૃદ્ધ બનાવી સારુ દાન દેતા નથી; અને સાથે સાથે આ દુનિયામાં આવીને પાતાની ઇચ્છાને અનુકૂળ થાય એવા પ્રકારની વસ્તુઓની પ્રાપ્તિ કરી શકતા નથી—આ ત્રણમાંથી એક. પણ કામ ન કરે, એવા પ્રકારના માણસનું જીવન પશુના જેવું છે. આ ત્રણ વર્ગની વાત તે ખરી, પણ એમાંય મુખ્ય વાત આ છે : • તાવિધર્મીમ્ પ્રવર વયન્તિ ! અર્થ પણ ખરો અને કામ પણ ખરો. પણ એમાં પ્રથમ કોણ ? એમાં શ્રેષ્ઠ કોણ ? એ એક પ્રશ્ન છે. ત્યારે મહાપુરુષોએ કહ્યું કે, ધર્મ એ અં અને કામની અંદર શોષ્ઠ છે. માણસની પાસે જો ધર્મ ન હોય અને એની પાસે અ હોય તે એવા પ્રકારના માણસ, લોભિયા અને ક જનૂસ કહેવાય. માણસની પાસે જો ધર્મ ન હાય, અને એવા પ્રકારના માણસ જો કામમાં ન લાગે તે એવા માણસ લંપટ બની જાય. આજે દુનિયામાં જોઈએ છીએ કે, જેમની પાસે ધર્મ નથી એવા પ્રકારના માણસા, કાં તા કામની અંદર લંપટ બની ગયા છે અથવા પૈસાની પાછળ પાગલ બનીને, લેાભમાં પેાતાના જીવનને બરબાદ કરી રહ્યા છે. પણ એ બન્નેની સમતુલા—અ ની અને કામની—રાખનાર તત્ત્વ એ ધ તત્ત્વ છે. કેળવણીના ક્ષેત્રમાં લેાકોને લાગવા માંડ્યું છે કે ધર્મ ના પ્રભા Page #143 -------------------------------------------------------------------------- ________________ વ એમના પર ન હોવાને કારણે છોકરાઓ અશિસ્ત, ઉદ્ધત, સ્વછંદી અને અસંયમી બની રહ્યા છે. એટલે આજ સુધી ધમેં એક એવું સરસ કામ કર્યું છે કે, બન્નેની વચ્ચે સમતુલા રાખેલ છે. - ત્રાજવાનાં બે પલ્લાં હોય અને વચ્ચે જો દાંડી ન હોય તો ખબર ન પડે કે કયું ઊંચું નીચું જાય છે. એમ આ દાંડી એ ધર્મની દાંડી છે. એ ધર્મની દાંડીને એક પડખે અર્થ અને બીજે પડખે કામ છે. એટલા માટે જેણે ધર્મની દાંડી બનાવી છે એવા પ્રકારનો માણસ, અર્થ વડે સમાજનું શ્રેય કરશે. પોતાની કામનાઓને જીતીને, એના દ્વારા સંયમ કેળવીને, એ સંયમ દ્વારા જીવનની અંદર સાધના કરી શકશે. એટલા માટે મહાપુરુષોએ આપણને એમ જણાવ્યું કે :तत्रापि धर्मम् प्रवरं वदन्ति, दत्तात्रि नानै भवतार्थ कामौ ॥ ત્રાજવાનાં બન્ને પલ્લાની વચ્ચે જો શ્રેષ્ઠ હોય તો એ ધર્મની દાંડી છે. જો તમે ધર્મની દાંડી કાઢી નાખે તો એ બે વાડકા બની જવાના. પછી તેલવા માટે એ કાંટો નહિ રહે. એવી રીતે તમે જીવનમાંથી ધર્મને કાઢી નાખે, તે પછી તમારા અર્થ અને કામ ક્યાં ટકવાના છે? તમારા જે ધર્મનાં મૂળિયાં છે એ મૂળિયાને આધારે તમારા સંસારનું વૃક્ષ ઊભેલું છે. એના મૂળમાં જે ધર્મ છે એને લીધે જ સંસારવૃક્ષ સજીવન છે. ને એ સજીવન છે ત્યાં સુધી તમને સુખ, શાંતિ અને સૌભાગ્ય મળે છે. જ્યાં એ મૂળ સુકાયાં–ખલાસ થઇ ગયાં કે તમારે સમજી લેવાનું છે કે, બીજાં બધું પણ સમાપ્ત થઈ ગયું છે. એટલા માટે જ્ઞાનીઓએ કહ્યું કે, તમે તમારાં મૂળિયાંને જળ સીંચતાં રહો. એક વખતની વાત છે. એક વડલો વસંત ઋતુની અંદર ખૂબ ખીલેલો હતો. એની ઘટાદાર છાયા નીચે પથિકો આવીને બેસતા. પંખીઓ આવીને કિલ્લોલ કરતાં. પછી પાનખર ઋતુ આવી. એટલે બધાં પાંદડાં ખરી ગયાં. હવે કોઈ પથિક કે કોઈ પંખી અહીં ફરકતાં નહોતાં. સાવ એકલું, નીરસ, શુષ્ક એવું ફકત ઝાડ જ ઊભું હતું. એ સમયે એક પથિક ત્યાંથી નીકળ્યો. તેણે પૂછયું : “વડલા, આજે તારી કેવી દશા થઈ છે! તારી આ હાલતનું તને દુઃખ થાય છે કે નહિ? તને તારી એકલતા ખટકે છે કે નહિ ?” વડલાએ કહ્યું : “ભાઈ, તમારી વાત તો સાચી છે. પણ મારાં મૂળિયાં હજી સુધી ભીનાં છે ત્યાં સુધી મને વાંધો નથી. વસંત ઋતુ હવે કંઈ બહુ Page #144 -------------------------------------------------------------------------- ________________ દૂર નથી. એ આવશે એટલે ફરીથી મારી ઘટા ખીલી નીકળશે.' એટલે, આપણે આપણાં મૂળિયાંને ભીના રાખવાનાં છે. કોઈક વાર વસંત ઋતુ, કોઇક વાર ગ્રીષ્મ ઋતુ, તો કોઇક વાર શિશિર ઋતુ આવે. આમ ઋતુઓ તો આવે ને જાય. આ ઋતુની સાથે બધુંય બદલાય, પણ તમારા અંતરમાં જે મૂળ છે, એ મૂળને તમે ભીનાં રાખજો. જીવનની અંદર તમારે એ જ જોવાનું છે કે, મિત્રો આવે કે જાય, કોઈ તમને બોલાવે કે ન બોલાવે એ વખતે તમે બહુ નિરાશ ન થશો. કારણ કે એ તો પાંદડાં છે, પંખી છે. એ બધાં, તમારાં મૂળિયાં ભીનાં છે એટલે તમારી પાસે આવે છે. મૂળિયાં સુકાઈ ગયાં પછી કોઇ નહિ આવે. એટલા માટે વડલો કહે છે કે, વસંત અને પાનખર ઋતુની અંદર પણ સમતુલા જાળવી, મેં મારાં મૂળિયાં સાચવી રાખ્યાં છે. તમે પણ તમારો ધર્મ સાચવી રાખો. તમારો ધર્મ જો તમે જીવંત રાખી શકશો, તો આ દુનિયામાં તમને કોઈ હેરાન કરી શકે એમ નથી. પણ, જો તમારી પાસે ઘર્મ નહિ હોય, તો તમારા જીવનનો એ વડલો ક્યારે ઢળી પડશે એનો કંઇ પણ ભરોસો નથી. આ વડલાને ભીને રાખવો, એનાં મૂળિયાંને ભીનાં રાખવાં, એનો અર્થ શું ? એનો અર્થ એ જ કે તમે તમારા જીવનના મૂળની અંદર ધર્મને રહેવા દો. ધર્મ એ જ મૂળિયું છે અને એ મૂળિયાંને કેવી રીતે ભીનાં રાખવાં એને આપણે વિચાર કરવાને છે. ધર્મ એ જીવનની અંદર મૂળ સમાન છે. અને એને સીંચવાલાયક ચાર વસ્તુઓ છે : દાન, શીલ, તપ અને ભાવના. : આ માટે પહેલી વાત એમણે દાનની કહી. આપણા જીવનની અંદર મુખ્યમાં મુખ્ય વસ્તુ જો કાંઈ પણ હોય તો તે દાન છે. કારણ કે, આપણે જીવનની અંદર હજારોનું લઈએ છીએ. આપણા ઉપર ક્ષણેક્ષણ હજારોનો ઉપકાર ચડે છે, અને એ ઉપકારનો બદલો, આપણે આ દુનિયામાં કોઈ પણ પ્રકારે વાળી શકીએ એમ નથી. . . એને માટે એક જ ઉપાય છે, કે તમને જે સાધનો મળ્યાં છે, એ સાધનો દ્વારા તમે દાનને પ્રવાહ વહાવો. ગૃહસ્થાશ્રમીનો જે દાનધર્મ ચાલ્યો જાય તે પછી એની પાસે કાંઈ પણ રહેતું નથી. ભગવાન મહાવીરને, જ્યારે શ્રેણિકે આવીને પૂછયું કે, “હે ભગવાન, મારા નર્કનાં બંધનો કેમ તૂટે ?' ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે, “તારી કપિલા નામની જે દાસી છે Page #145 -------------------------------------------------------------------------- ________________ એને હસ્તે મુનિને હર્ષપૂર્વક દાન અપાય તે તું નર્કમાંથી છૂટી જાય.' શ્રેણિકે કહ્યું: ‘એ કામ તો સહેલું છે. હું હમણાં જ વ્યવસ્થા કરું છું.” કપિલા વિચાર કરે છે કે, મારે વળી મુનિને દાન દેવાને વારો કયાં આવ્યો? આવું ખરાબ કામ મારે માથે ક્યાં આવ્યું ? કેટલાક માણસો એવા હોય છે કે પોતે દાન દઈ શકે નહિ, અને બીજા દેતા હોય એ જોઇ શકે નહિ. એને દુઃખ થાય કે, આ આવી રીતે પૈસા કેમ વેડફી નાખે છે? કપિલા વિચાર કરે છે કે મારે વળી મુનિને દાન દેવાનો વારો ક્યાં આવ્યો ? ઠીક, દઈશ. શું થાય ? મારી તો નોકરી છે. એણે હાથમાં ચાટવો લીધો અને મુનિને દાન દીધું. પણ, દાન દેતાં દેતાં મનમાં બોલી કે, “દાન હું નથી દેતી; પણ શ્રેણિકનો ચાટવી દે છે. મારે કાંઈ લાગેવળગે નહિ. આ તે શેઠની આજ્ઞા છે એટલે દાન દેવું પડે છે. શ્રેણિકે કહ્યું: “ભગવાન, દાન તો દધુંને ?' મહાવીરે કહ્યું: “પણ એણે નથી દીધું, એની ભાવનાએ નથી દીધું; એણે તો જાણે માથેથી ભાર ઉતારવા, એક બલામાંથી છૂટવા દાન આપ્યું છે. એટલા માટે એ દાન એ સાચું દાન નથી.’ દાન તો એ છે કે, દેતી વખતે દિલ ઊભરાઇ જાય. આજે લોકો, મોટી મોટી લુખી વાતો કરે છે. પણ આવી ઉમદા ભાવના કયાં છે? અને આવી ભાવના ન હોય તો એ દાન શોભતું નથી. આપણે શાલીભદ્રની વાત સાંભળી છે કે, એ જ્યારે દાન દેતા ત્યારે આંખમાંથી દડદડ આંસુ સરી પડતાં. એમને થતું : “ઓહો ! આજ મારો ધન્ય દિવસ છે. આજ મારી ધન્ય ઘડી છે!” - જેમ અણધાર્યા કઇ પૈસા મળી જાય, અને આપણને આનંદ આનંદ થઇ જાય, એવો આનંદનો ઓડકાર દાન આપ્યા પછી આપણને આવવો જોઇએ. એ જ સાચું દાન છે. 2. તમારામાં શક્તિ હોય એટલું જ દાન દો. તમે દેવા નીકળ્યા છો, તો સાધુઓ તે આવીને તમને ધન્ય બનાવે છે. સાધુઓ જો તમારી પાસેથી દાન લેનાર ન હોત, તે તમે દાન દેત કયાં? સંસારના ભોગ, રાગ-વિલાસ માટે લોકો બધુંય કરે છે. સંસારના રાગ માટે સ્ત્રી વસ્ત્રાભૂષણ, દાગીના વગેરે જે કહે તે સાત વાર કબૂલ કરાય છે. કારણ કે એ સંસારનો રાગ છે. અને રાગનો માર્યો આ જીવ ન કરવાનાં Page #146 -------------------------------------------------------------------------- ________________ કામ કરે છે. આત્મા જો વિચાર કરવા જાય, તો આ જે ખેલ કર્યા છે એ કોની ખાતર ? સ્ત્રીઓના કલ્યાણ કે ઉપકાર માટે નહિ, પણ તમારો રાગ એના દ્વારા પોષાય છે એટલા માટે તમે લાવીલાવીને ભરો છો. આ જીવે જે કાંઈ કાર્ય કર્યું છે તે એક રાગની ખાતર જ કર્યું છે. જ્ઞાનીઓ કહે છે કે તમે રાગને માટે ઘણું ઘણું કર્યું, પણ એને અમે દાન નહીં કહીએ. કારણ કે એની પાછળ રાગની ભાવના છે. પણ જો ત્યાગથી કરે તો અમે એને દાન કહીએ છીએ. એટલી માટે, બને ત્યાં સુધી ત્યાગી પુરુષોના ગુણગાન ગાવાં, સેવા કરવી, ભકિત કરવી. પણ આપણા મુખથી તેમની એક પણ વાર નિંદા ન થાય, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે પહેલી વાત એ કે, દાન લઈને તમે હર્ષના આવેશમાં આવી જાઓ. દીધા પછી તમે પ્રસન્ન થાઓ, કે આજનો દિવસ બહુ સુંદર પસાર થઈ ગયો. એટલા માટે આ દાનધર્મ કહેલો છે. બંગાળની અંદર એક સમર્થ દાની થઈ ગયા. એમની પાસે વડીલોપાર્જિત જે કાંઈ ધન હતું, તે બધું સારા માર્ગે દાનમાં દેવા માંડયું. ફકત પોતાના જીવનનિર્વાહ માટે એણે ચાલીસ હજાર રૂપિયા રાખી મૂક્યા. જ્યારે બધો પૈસો વપરાઈ જવા માંડડ્યો ત્યારે બેરીસ્ટર થયેલા એના ભત્રીજાને થયું કે, કાકાએ આ શું કરવા માંડયું છે? તેણે કાકાને કહ્યું: “કાકા, દુનિયામાં પૈસાની તો કેટલી જરૂરિયાત છે. અને તમે તો બધું દેવા જ માંડયું છે. આ બધું શું કરવા માંડયું છે?” કાકાએ કહ્યું કે, “મારે ખાનાર કોણ છે? તે કહે : “અમે બધા છીએ !...' એટલે કાકાએ કહ્યું: હું પાપ કરું, જૂઠું બોલું, અસત્ય કરું, આખી જિંદગી કાળાંધળાં કરું, અને તને આપીને જાઉં? પાપ હું કરું અને એની લહેર તું ભગવે? અને મેં જે પાપ કર્યા એનાં દુ:ખ વેઠવા માટે નર્કમાં હું જાઉં, એમ ને? એ નહિ બને. મેં તો એ વિચાર કર્યો, કે આ સંપત્તિએ મારા દાદાનું ભક્ષણ કર્યું, એટલે મારા દાદા મરી ગયા. એણે મારા બાપાનું ભક્ષણ કર્યું, એટલે મારા બાપા મરી ગયા. પણ એ સંપત્તિ ભેગવી ન શકયા. મને વિચાર થયો કે મારા દાદાને ખાનાર, મારા બાપને ખાનાર, હવે મને ખાઈ જાય એ પહેલાં હું એને ખાઈ જાઉં. એટલે સંપત્તિને હું ખાવા માંડ્યો છું–દાન દેવા માંડ્યો છું.” Page #147 -------------------------------------------------------------------------- ________________ દાન એટલે ખાવા બરાબર છે. કારણ કે ભવાતરની અંદર એ તમારી સાથે આવીને ઊભું રહેવાનું છે. દુનિયામાં કેટલાય લોક ફૂટપાથ પર અર્ધભૂખ્યા સૂવે છે અને તમારે દૂધ-ચા વગેરે તબિયતથી ખાવા જોઈએ. પણ આ બધું ક્યાંથી આવ્યું ? એટલે કોઇક તમારો પુણ્યને દોરો ચાલ્યો આવે છે, જેને લીધે તમે આવા પ્રકારની સુખી સ્થિતિમાં મુકાઈ ગયા છો. આજે લોકો દુ:ખી બને છે એ એટલા માટે, કે જે પુણ્યની ડાળ ઉપર એ બેઠા છે, એ ડાળ ઉપર જ ઘા કરી રહ્યા છે. એના પરિણામે એમના જીવનની અંદર સુખસમૃદ્ધિ આવતી નથી. એટલે, પહેલો વિચાર એ કરવાનો છે કે, જે દાનધર્મ છે, એ તમે ગયા જન્મની અંદર ક્યાંક કરેલા છે. એના દાણા તમે કોઈક અજાણી ભૂમિમાં, અંધારી રાતે, ક્યાંક વાવ્યાં છે. એ આજે ઊગ્યા છે, અને તમે બેઠાં બેઠાં ખાઓ છો. જો તમે વાવ્યું ન હોય તે સમજો, તમારા ભાગ્યમાં કાંઈ આવવાનું નથી. અને જો તમે લણતા હો, તે જાણજો કે તમે વાવેલું છે. વાવ્યા વિના મળતું નથી. અને વાવ્યું ન હોય એ કોઈ દિવસ પામી શકતો નથી. એટલે આ દાનધર્મ એક એવી વસ્તુ છે કે, જ્યાં જ્યાં સંજોગે મળે, સાનુકૂળતા મળે ત્યાં, તમારી ઇચ્છા હોય એવાં સ્થાનોની અંદર તમારે દાન કરવું જોઈએ. * , બેન્કમાં મૂકેલી રકમનું વ્યાજ, તમને બહુ બહુ તે સાતથી આઠ ટકા બેન્ક આપી શકે. પણ આ દાનની બૅન્ક એવી છે કે, જેમાં કોઈ હિસાબ જ નથી. આવા સારા ક્ષેત્રમાં વાવેલા એક દાણામાંથી હજારો દાણા મળી શકે. કારણ કે એ તમારી ભાવનાને આધારે વવાય છે. જેમ જેમ તમે વાવતા જાઓ અને સાથે સાથે ભાવનાને સીંચતા જાઓ, તેમ તેમ દાન ઊગી નીકળવાનું. પૂર્વભવમાં શાલીભદ્રનું મૂળ નામ સંગમ હતું. એક વખત ગામના શેઠિયાઓના છોકરાઓની સાથે એ રમત હતો. એટલામાં એક ત્યાગી આવ્યા. એમને જોઈને શેઠિયાઓના છોકરા તેમની પાસે ગયા અને કહ્યું: • “મહારાજ, મારે ત્યાં ભિક્ષા લેવા પધારો.” પેલો સંગમ વિચાર કરે છે, કે આ બધા કેમ દોડ્યા? અને ત્યાં જઈને ને જાએ છે, તો છોકરાએ થાળમાંથી મોદક લઈને ત્યાગીને આપે છે. પણ ત્યાગી એ સ્વીકારવાની ના પાડે છે. સંગમ વિચાર કરે છે, કે આવા સરસ લાડવા આપે છે ને ત્યાગી એ લેતા નથી. બાલ સંગમના નિર્મળ હૈયામાં આ પ્રસંગની છાપ બરાબર કોતરાઈ ગઈ. Page #148 -------------------------------------------------------------------------- ________________ એણે જોયું કે આ ના પાડે છે અને પેલા કહે છે કે, લે લે. એટલે એને અદ્ભુત અસર થઈ ગઈ કે, આ સાધુ તો ખરા છે. પછી એ વાત ચાલી ગઈ અને ભુલાઈ ગઈ. પણ એમ કરતાં કરતાં બે વર્ષ પછી, એક દિવસ દિવાળીને દિવસ આવ્યો. સૌને ત્યાં ભાતભાતની અને જાતજાતની મીઠાઈ ઓ બની. કોણે શું ખાધું એ વાત પેલા છોકરાઓ વચ્ચે ચાલતી હતી. આ બધું સંગમ સાંભળતો હતો. સંગમ એક ગરીબ ડોશીને દીકરો હતો. એટલે એણે તે ફકત મીઠું નાંખેલી ફિક્કી રાબડી જ પીધેલી. આથી આ બધું સાંભળીને તેનું હૃદય ભરાઈ આવ્યું. એની આંખમાં દડદડ દડદડ આંસુ આવવા લાગ્યાં. એને થયું કે, અરેરે ! સૌએ મિષ્ટાન્ન આરોગ્યાં છે અને મારે આ રાબડી પીવાની –અને તે પણ મીઠાવાળી ફિક્કી! ' એની આંખો ભરાઈ આવી અને ત્યાંથી દોડતો ઘેર જઈ માને ભેટી પડ્યો, અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મા કહે : “કેમ બેટા, રડે છે કેમ ? છોકરો કહે : “મા બધા મીઠાઈ ખાય, બધાને ત્યાં સુંદર ભેજન હેય, અને મને રાબડી ? આમ કેમ ? મા બોલી : “પણ બેટા, આપણે ગરીબ છીએ. ઈશ્વરને આભાર માન કે આપણને રાબડીય મળે છે. દુનિયામાં એવાં ઘણાં ઘર છે કે જેમને એક ટંક પૂરું ખાવા પણ મળતું નથી. માટે આપણી પાસે જેટલું હોય તેટલાથી સુખ અને સંતોષ માનવો જોઈએ.' : પણ છોકરો કંઈ સમજે ? એ તો કહે, “બસ, તું મને મિષ્ટાન્ન લાવી આપ. ગામમાં દિવાળી છે અને લોકો કેવો આનંદ કરે છે!” મા કહે છે : “બેટા ! જેમને ત્યાં લક્ષ્મીની છોળ ઊડતી હોય એમને ત્યાં દિવાળી હોય. આપણે ત્યાં તો હોળી છે.” • પણ પેલો છોકરો સમજ્યો નહિ. એણે તો હઠ જ પકડી કે ગમે તેમ કરીને તું મને લાવી આપ. આ વખતે માનું હૃદય ભરાઈ આવ્યું. ગમે તેમ તેમ માનું હૈયું છેને! - હૃદય તો બધાનાં સરખાં જ હોય છે. દુનિયામાં માતૃપ્રેમ, પિતૃપ્રેમ કે પુત્રપ્રેમ એ બધામાં એકસરખો ભાવ હોય છે. એ ભાવના આવિષ્કાર જાદાજગુદા હોય, પણ ભાવ તો સરખા જ હોય છે. એણે પણ રડવા માંડ્યું. રડવાનો અવાજ સાંભળી પડોશીએ આવીને પૂછયું : બેન, રડે છે કેમ ?” Page #149 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ડોશી કહે છે : “એ તે મારા ઘરની વાત છે.' પડોશી સમજી ગયો કે એના ઘરમાં આજે ખાવાનું નથી, એટલે એણે મદદ કરી. ડોશીએ ખીર બનાવી. છોકરો રાજીરાજી થઈ ગયો. એને એટલો બધો આનંદ થયો કે એનું દિલ ખુશખુશ થઈ ગયું. પછી માટીના વાસણની અંદર ખીર ઠંડી થવા કાઢીને મા પાણી ભરવા ગઈ. છોકરો ખીર પાસે બેઠો છે. અને તેમાંથી નીકળતી વરાળના ગેટેગેટે એ કલ્પનાના શિખરે ચઢી રહ્યો છે. એ વખતે એને પેલો પ્રસંગ યાદ આવ્યો–શેઠિયાઓના છોકરાઓ ત્યાગીને ભિક્ષા પીરસતા હતા. એ પ્રસંગ. તેને થયું કે આજે જો ત્યાગી આવી જાય તે હું પણ એમને ભિક્ષા આપું ! પણ મારા જેવા અભાગિયાને ત્યાં ત્યાગી પધારે કયાંથી ?” આ દુનિયામાં એવો નિયમ છે કે, તમે એક વાર સાચી ભાવના કરો અને તમારું કાર્ય તરત થઈ જશે. એટલામાં એ રસ્તેથી કેટલાય દિવસના અપવાસી ત્યાગી નીકળ્યા. ત્યાગીને જોઈને એ એકદમ દોડતો ગયો અને ગળગળો થઈ કહેવા લાગ્યો : મારે ત્યાં આવો અને મારી ભિક્ષાનો સ્વીકાર કરો.' ત્યાગીએ એની ભાવના જોઈ. અને એમને થયું કે, ખરેખર આનું નામ જદાન કહેવાય. આ માણસ દાન દેવાવાળે છે. એટલે ત્યાગી એ ભિક્ષાપાત્ર ધર્યું. સંગમે ભિક્ષા પીરસવા માંડી. ત્યાગીએ કહ્યું : “હવે બસ.' ત્યારે પેલાએ કહ્યું : “મહારાજ, આજે બસ નહિ કહો. આજે તો મારે જનમજનમની ભૂખ ભાંગવાની છે. પેટમાં તો બધા રેડે છે, પણ કોઈ વાર પાત્ર. માં રેડવા દો અને એ રીતે આજે મને લહાવો લેવા દો.” - ત્યાગીએ જોયું કે, ખરેખર આ ઉદાત્ત ભાવવાળો છે. ભિક્ષા લઈ એમણે આગળ ચાલવા માંડયું. છોકરો દૂર દૂર સુધી એને વળાવવા ગયો. ચાલતાં ચાલતાં હાથ જોડીને એ કહેવા લાગ્યો : “મહારાજ, આજે લોકોને ત્યાં એક દિવાળી છે, પણ મારા મનમાં તો હજાર દિવાળી છે. કારણ કે આજ મારી એક દિવાળી એવી થઈ ગઈ, કે મારા જનમજનમની દિવાળીએ આજે એક જ દિવાળીમાં ઊજવાઇ ગઇ. આપ જેવા ત્યાગી હોય, ને આવી સ્વાદિષ્ટ ખીર હોય. આવો અલભ્ય લાભ મારા નસીબમાં ક્યાંથી હોય? આજે તો હું એમ સમજવું છું કે મારે ત્યાં કલ્પવૃક્ષ ઉગી ગયું છે. મારે ત્યાં કામધેનુ આવી ગઈ છે. મારાં ભાગ્ય ઊઘડી ગયાં છે.’ આખે રસ્તે એની આ કાલી કાલી મધુર વાણી ચાલુ જ રહી. ત્યાગીને વળાવી છોકરો ઘેર પાછો આવ્યો. અને પાત્રમાંની ખીર Page #150 -------------------------------------------------------------------------- ________________ ચાટતા ચાટતાં આનંદ કરવા લાગ્યો. એ જ રાત્રે એનું આયુષ્ય પૂર્ણ થયું અને એ મૃત્યુ પામ્યો. એનો બીજો અવતાર એક ધનાઢયને ત્યાં શાલીભદ્ર તરીકે થયો. દાન દીધા પછી આપણે એવો વિચાર જ લાવવો નહીં કે, સારું થયું આ બાપડાનો ઉદ્ધાર થયો. આપણે એવો વિચાર કરવાનું છે, કે જિંદગીમાં એક સુંદર તક મળી, કે આપણે આટલું દાન દઈ, આટલા ભારમાંથી હળવા થઇ ગયા.. આવું દાન કોઇ કેળવણીની સંસ્થામાં આપો કે કોઇ ધર્મની સારી સંસ્થા ઊભી કરો. એના દ્વારા શિક્ષણ, સંયમ, સંસ્કાર, સભ્યતા એવી સારી સારી વસ્તુઓ સમાજને પ્રાપ્ત થશે. એવા પ્રકારના સ્થાનમાં જ્યારે આપણે દાન આપીએ છીએ ત્યારે આ દાનધર્મ વડે આપણા ધર્મનું સિંચન થાય છે. એટલે પહેલી વાત દાનની કહી. બીજી વાત છે શીલની. શીલ વગરનો માણસ એ કહોવાઈ ગયેલા, કીડા પડેલા, ગંધાતા કૂતરા જેવો છે. એ જેને ત્યાં જાય એને ત્યાં એને લીધે ભય ઉત્પન્ન થાય કે આ તો શીલ વગરનો છે, એટલે એનાથી ચેતતા રહેજો. શીલ એ એવી વસ્તુ છે કે જેના જીવનમાં એ આવી ગયું એનો સંસાર સુધરી ગયો. એ રીતે આપણે સંસારની અંદર આવીએ અને શીલ કેળવીએ. એક બાજા દાનધર્મ હોય અને બીજી બાજ શીલધર્મ હોય. સંસારસાગર તરવા માટે શીલધર્મ બહુ સુંદર વસ્તુ છે. એટલા માટે જ વજાસ્વામીના પ્રસંગમાં આવે છે કે એમને રુક્મણિ નામની કન્યા મળે છે. ધનાવા નામનો શેઠ પહેરામણીમાં એક કરોડ સોનામહેર દેવા માટે તૈયાર થાય છે. પણ એ તો એવા મોટા મુનિ છે કે, ધનાવા શેઠ આપે છે પણ એ લેતા નથી. ત્યાં એક સરસ લીટી લખી છે કે :સમકીન શિયળ તૂબ લઈ કરમ, મેહસાગર કિો છો રે; તો કેમ ડૂબે નારી નદીમાં, એ તે મુનિવર માટે રે, * એમણે તો સમકીત અને શીલનાં ઝૂંબડાં લીધાં છે. મોહના સાગરને શિયળ અને સમકતને કારણે નાને બનાવી દીધો છે. નારી એ તો નદી છે. એમાં એ બે નહિ. કારણ કે એમની પાસે શીલ ને સમકિીત બે નંબડાં છે. - આજે એ લૂંબડાંની જરૂર છે. એ ઝૂંબડાં જો તમારી પાસે હોય તો આ સંસારસાગરમાં તરી જાઓ. પણ એ શીવનું ટૂંબડું મળવું બહુ મુશ્કેલ છે. સંસારમાં ડૂબતા માણસો તમને હજારો મળશે, પણ તરતા માણસો તે કોઇક જ મળશે. ડૂબવું સહેલું છે; તરવું મુશ્કેલ છે. પડવું સહેલું છે; Page #151 -------------------------------------------------------------------------- ________________ ચઢવું મુશ્કેલ છે. શીલને પર્વત એ તો માઉન્ટ એવરેસ્ટ છે, અને આપણે એ માર્ગે ચઢવાનું છે. જીવનમાં શીલ આવી જાય તો સંસાર નંદનવન બની જાય. પણ એને કેળવવા માટે આપણે મહેનત કરવી પડે. એને માટે જો સતત કાળજી લેવાય તો જ એ શક્ય બની શકે, અન્યથા નહિ.' શીલનો મહિમા મહાપુરુષોએ બહુ મોટો ગાયો છે, પણ શીલ પાળવા માટે તપની જરૂર છે. જો ત૫ ન હોય તો ઇન્દ્રિયોના ઘોડા છૂટા થઈ જાય. શરીરના વિકારને અને મનની વિકૃતિઓને દૂર કરવા માટે તપની જરૂર છે. યથાશકિત તપ કરો—શકિતને ઓળંગીને નહિ, પણ પોતાની શકિત કેટલી છે એને વિચાર કરીને, અને પોતાની ઇન્દ્રિયો સંયમમાં રહે એવી રીતે. શકિત કરતાં વધારે કરવું અથવા ઓછું કરવું એ બન્ને ખરાબ છે. શકિતથી એછુિં પણ નહિ અને વધારે પણ નહિ, એમ એ બન્નેની વચ્ચે સમતુલા રાખવાની છે. ' જેમ વીણાને તાર બહુ ખેંચેલો કે ખૂબ શિથિલ ન હોય, પણ એ બન્ને વચ્ચે મધ્યમ હોય તો એ વીણામાંથી સુંદર એવા પ્રકારનું સંગીત નીકળે છે. એ જ પ્રમાણે આપણા તપને તાર એવો ખેંચેલે ન હોવો જોઈએ કે આપણું મુખ જોઈને બીજાને એમ થાય, કે આને બોલાવશો નહિ, હમણાં એ ક્રોધમાં છે. તપસ્વીનું મુખ તો હરહંમેશને માટે પ્રસન્ન જ હોય. તપ એટલા માટે કરવાનું છે કે એના લીધે તમે ભોગવિલાસ ને સાધનસંપત્તિ પર ધીમેધીમે આસકિત ઓછી કરી શકો. અને તમે અનાસકત બની શકો, પણ એ જો ન હોય તો દુ:ખી દુ:ખી બની જવાય. વળી જ્ઞાનીઓ કહે છે કે, આપણે જિંદગી જીવીએ છીએ, પણ આપણો સ્વભાવ એવો છે કે, આપણા જીવનના દરેક દિવસ આપણને ખરાબમાં ખરાબ દિવસ લાગે છે. એટલે આપણને આપણી જિંદગીથી સંતોષ નથી; આનંદ નથી. અને જિંદગી આપણને ધૂળ જેવી લાગ્યા કરે છે. બ્રાહ્મણને મનગમતાં ભોજન ન મળે, મોદક મળે, પણ રસગુલ્લા કે જલેબી એવી બીજી વસ્તુઓ જોવામાં એનો આનંદ બગડી જાય છે. એ જ પ્રમાણે માણસનું જીવન પણ એવું છે કે, એનાં જે સાધન છે એમાં એને સુખ નથી, સંતોષ નથી, તૃપ્તિ નથી. બીજાનાં સાધન, બીજાની વસ્તુઓ, બીજાનો ભપકો અને વૈભવ જોઇ, આજે લોકો પોતાનું જીવન ધૂળધાણી બનાવી રહ્યા છે. - ઘણા લોકો કહે છે કે, “અમારે ત્યાં તો આ નાનકડું એવું જનું મકાન છે, સાદાં કપડાં પહેરીએ છીએ અને સામાન્ય જીવન ગાળીએ છીએ. Page #152 -------------------------------------------------------------------------- ________________ જ્યારે બીજા સાધનસંપન માણસ કેવું જાહેજવાલીવાળું જીવન ગાળે છે!” બીજા લોકો પાસે દસ એરડા હોય પણ એ માણસ દસે ઓરડામાં સૂઈ રહેતો નથી; એથવા કલાકેકલાકે એરડો બદલતો નથી. એને સૂવાનું તો ફકત સાડાત્રણ હાથની જગ્યામાં જ હોય. એની પાસે પાંચ મોટરો હોય, પણ એક જ મોટરમાં બેસવાનું છે. સો ડગલા હોય, પણ પહેરવાનો તે એક જ છે. અને હજાર મણ ઘઉં પંડેલા હોય તો પણ એ જે પાશેર ખાતો હશે એ જ ખાવાનો છે. તો પછી બીજાનું જોઇ, તમે શું કરવા દુ:ખી થાઓ છો.? તમે વિચાર કરો કે અમારી પાસે જે છે એમાં જ અમને સંતોષ છે. આ ભાવને મેળવવા માટે જ્ઞાનીઓએ તપનો માર્ગ બતાવ્યો છે. તપની શકિત જીવનમાં ત્યાગને પ્રેરે છે, મનને ઉદાર બનાવે છે. જિંદગી જીવવામાં આ બંને રીતની જરૂર છે. આજે લોકોને જિંદગી કેમ જીવવી અને જિંદગીમાં કેમ જીવવું એ આવડતું નથી. એટલે જ માનવીનું જીવન આજે દુ:ખમય બની ગયું છે. આ દુ:ખમય જીવનમાંથી બહાર આવવા માટે જ્ઞાનીઓએ આપણને જે માર્ગો બતાવ્યા છે એ એકેએકનો આપણે વિચાર કરીએ ત્યારે થાય છે કે, શું સુંદર માર્ગો બતાવ્યા છે ! એમણે કહ્યું કે દાન વડે તમે ત્યાંગ કરતા થાઓ, શીલ વડે તમે સંયમી થાઓ અને તપ વડે તમારી ઈન્દ્રિયો ઉપર વિજય મેળવો. તમારાં જે સાધનો છે એમાં તમે સંતોષ કેળવો. અને પછી એ બધાંની ઉપર ભાવનાની સૌરભ છાંટો. - જીવનના વૃક્ષનું મૂળ ધર્મ છે. તેમાં દાન, શીલ ને તપના ભાવનું પાણી સીંચવાનું છે. આ જલસિંચનથી મૂળિયાં ભીનાં રહેશે અને એ ભીનાં રહેશે તો જીવનનું વૃક્ષ, જીવનનો વડલો પાનખર પછી પણ ખીલી ઊઠશે. Page #153 -------------------------------------------------------------------------- ________________ બંધન અને મુક્તિ હમાજમાં રહેલ પ્રત્યેક વ્યકિતને નિર્ભયતા અને શાતિથી જીવવા દેવા ઇચ્છતા હોઈએ, તો સૌની અંદર રહેલી વૃત્તિઓને નિયંત્રિત બનાવવી પડશે. વૃત્તિઓનો પ્રવાહ સંયમાત્મક બનીને વહેશે તે જ સમાજ શ્રીયોમય બનશે. પણ વૃત્તિ જ્યારે ઉદ્દામ ને સ્વચ્છંદી બની જાય છે ત્યારે એને નિયંત્રણમાં લાવવા માટે સમાજ અને રાજય જુદાં જુદાં પ્રકારનાં નિયંત્રણો લાગે છે. આ રીતે આવતાં બહારનાં નિયંત્રણોને આપણે જેલ’ કહીએ છીએ, અને અંદરનાં નિયંત્રણોને “સંયમ કહીએ છીએ. સંયમ વડે જે વૃત્તિઓનું નિયંત્રણ કરી શકે છે, તેને કોઈ પણ માનવી પરાધીન બનાવી શકતું નથી. મનુષ્યનું સર્જન એટલે ત્રણ વસ્તુઓનું સર્જન : એક છે દેહ, બીજાં મન, અને ત્રીજો આત્મા. આ ત્રણેને ખરાક, આ ત્રણેને સ્વભાવ, આ ત્રણેની તાસીર જાદાજુદા પ્રકારની છે. દેહ પાશવતાપ્રધાન છે, મન માનવતાપ્રધાન છે, અને આમા દિવ્યતાપ્રધાન છે. આ ત્રણેના સ્વભાવ મૌલિક છે. જયારે માનવ દેહપ્રધાન હોય ત્યારે પાશવતાપ્રધાન હોય છે, જ્યારે માનવ મનપ્રધાન હોય છે ત્યારે એ માનવતાથી ભરેલો હોય છે, અને માનવ જ્યારે આત્મ-સામ્રાજ્યમાં વિહરતો હોય છે ત્યારે એ દિવ્યતાપ્રધાન હોય છે. . માનવીમાં જ્યારે દેહની વૃત્તિ જાગે છે ત્યારે પાશવતાનું તત્વ પ્રાધાએ લઇ લે છે. પરિણામ એ આવે છે કે દેહ જે માગે તે આપવા માટે, આત્મા ગૌણ બની, તે કામ કરવા લાગી જાય છે. એક વાર પાશવતાનું સામ્રાજય જયાં છવાઈ જાય છે, પછી તે એનું પૂછવું જ શું? પછી તો આ દેહ, પોતાની પાંચ ઇન્દ્રિયો દ્વારા ન કરવાનાં અનેક કામ કરે છે, દાખલા તરીકે, આંખે ન જોવાનું જોયું અને પછી આંખની એ પિપાસા બુઝાવવા ન કરવાનું કર્યું. આ અનિયંત્રિત વ્યવહારને સમાજ Page #154 -------------------------------------------------------------------------- ________________ સડી શકતા નથી. એને પીટે છે, પકડે છે અને સરકારને સ્વાધીન કરી કહે છે કે, આ માણસે આંખને કાબૂમાં નથી રાખી; એણે દુરાચારનો માર્ગ આદર્યો છે. એની આંખ કાબૂમાં આવે માટે થોડા દિવસ એને જેલમાં રાખે ને સંયમની લગામથી ઠેકાણે લાવો. * આવી જ રીતે, કોઇને મીઠાઇ જોઈ મોંમાં પાણી છૂટે, મનમાં એમ થાય કે “હું આ લઈ લઉં?” પણ જો સંયમ હોય તો તુરત જ વિચાર આવે, કે પૈસા વગર એ લેવાય કેમ? આપણી દેહજન્ય અનિયંત્રિત વૃત્તિ જ આપણને આ કરાવે છે. આપણા દેહમાં પડેલી દાનવતાનાં લક્ષણો પર કાબૂ મેળવી શકીએ તો પછી આપણને કોણ હેરાન કરી શકે? - આ પાંચ ઇન્દ્રિયો કે જે દેહનાં સાધન છે, તેમની પાસેથી દેહ કામ લે છે. કોઈ વાર એ આંખ પાસેથી, કોઈક વાર એ મોઢા પાસેથી, કેઈક વાર એ કાન પાસેથી કામ લે છે. કોઇક વાર એ નાક પાસેથી અને કોઈક વાર એ હાથ પાસેથી કામ લે છે. આ પાંચે ઇન્દ્રિો તો શરીરમાં રહેલી વૃત્તિઓના માત્ર નેકરો છે. હવે એક બીજું મોટું તત્વ જોઈએ. એ તત્વ એટલે મન. આ મનનું મૂળ લક્ષણ માનવતા છે. પરંતુ કોઈક વાર જ્યારે માનવતા પોઢી જાય છે, ત્યારે મન અર્ધજાગૃત અવસ્થામાં હોય છે. એટલે કે, જીવનની અંતિમ સીમા ઉપર એ હોય છે. આ બાજા ધક્કો મારે તો આ બાજ પડે, અને પેલી બાજા જરાક ધક્કો મારે તો એ બીજી બાજ પડે. આવી અવસ્થામાં, મન જ્યારે જાગૃત ન હોય, મનની પાસે જ્યારે માનવતાનો વિવેક ન હોય, તે વખતે પેલું પાશવતાનું તત્ત્વ મન દ્વારા કામ લેવા માંડે છે અને એટલે મન એ તરફ ઢળી જાય છે. - સારાં પુસ્તકનું વાચન, મહાપુરુષોનાં વચનનું બળ ને સુંદર વિચારો.જેના જાગતાં છે, તેમની ઇન્દ્રિયો એમની પાસે જો કાંઈ માગણી કરશે તે એમનું મન તરત જ કહેશે : “તારે જોઈએ છે એ વાત ખરી; પરંતુ તું જે રીતે લઇશ એ રીતે તો સજા મારે સહન કરવી પડશે; એટલે મારાથી એ નહિ બને.” આમ મનને જો સમજાવે તો પેલી ઇન્દ્રિયો સમજી જાય કે આ માણસ તો જાગે છે, એટલે આપણું અહીં નહિ ચાલે. એટલે સૌથી પહેલાં તો આપણે એ સમજી લેવાનું છે કે જે દેહજન્ય તત્ત્વો છે તે પાશવતાનાં તત્ત્વો છે. એ જ્યારે જ્યારે તમારી પાસે કોઈ પણ જાતની માગણી કરે ત્યારે તમે એને પૂછજો કે, માગણી હું પૂરી કરુ તે Page #155 -------------------------------------------------------------------------- ________________ પણ એથી મને શું ફાયદો થશે? એટલે કોઈ પણ વિચાર આવે તેને અમલમાં મૂકતાં પહેલાં ગળતાં શીખે. જો તમે વિચારને ગળશો તો પરિણામ એ આવશે કે કચરો બાજા પર રહી જશે અને વિચાર શુદ્ધ થશે. જો વિચારને ગળે નહિ ને આવેલા વિચારને તરત જ અમલમાં મૂકી દે, તો અનેક દુ:ખ સહેવા પડે. આત્માને ખોરાક એટલે પ્રેમ, મૈત્રી, ક્ષમા, કારુણ્ય અને માધ્યસ્થ. પરંતુ આ આત્મા આજે એવી દીવાલની પાછળ કેદી બનેલો છે કે, એને જે ખોરાક જોઇએ છે તે એને મળતો નથી. પાંચ ઇન્દ્રિયોનાં બારીબારણાંમાંથી જે ખોરાક આવે છે, તે જ એને આજે લેવો પડે છે. આ ખોરાક આત્માનો મૌલિક રાક નથી અને એથી જ આત્માને એ સ્વસ્થ રહેવા નથી દેતો. આ જીવન એક દિવસ અહીં જ પૂરું થઈ જવાનું છે. એની દિવ્યતા, પ્રકાશમય તત્ત્વ, પ્રેમમય તત્ત્વને પૂર્ણ કક્ષાએ વિકસાવવા માટે જ માનવ અહીં આવ્યો છે. • માનવી જ્યાં હોય ત્યાં વસીને પણ પ્રેમ, ક્ષમા, કારુણ્ય, મૈત્રી, માધ્યસ્થ, આ બધા સગુણોને જો કેળવવા માંડે તો ધીમે ધીમે દેહભાવમાંથી એ મુકત બનતો જાય છે. એક સાધુ હતા. એક ગામમાં એ વ્યાખ્યાન આપતા. લોકો રસપૂર્વક સાંભળવા આવતા. એક શેઠ પણ દરરોજ સાંભળવા જતા. એમને ત્યાં એક સુંદર પોપટ હતો. પોપટને પણ બંધનમુકિતનો વિચાર આવ્યો. એટલે પેલા શેઠને કથામાં જતી વખતે કહ્યું : “શેઠ, એક કામ ન કરો ? તમે જાઓ ત્યારે પેલા સાધુને પૂછજો કે, મુકિત કેમ પમાય? છુટાય કેમ?” પેલા શેઠે વિચાર કર્યો : “આવો વિચાર મને નથી આવતો અને પોપટને કેમ આવે છે ?” શેઠને આજ સુધી ખબર નહોતી કે જેને જિંદગી જેલ જેવી લાગે છે. એમને જ છૂટવાનું મન થાય છે... જ્યારે કેટલાક ટેવાઈ ગયેલા લોકો તો દેહની કેદમાં રહેવામાં પણ આનંદ માનતા હોય છે. એમને એ કેદ જ નથી લાગતી, પછી છુટવાનો વિચાર જ આવે કયાંથી? * વ્યાખ્યાન પૂરું થયું કે લોકો વિખરાયા એટલે પેલા શેઠે સાધુ પાસે જઇને પૂછયું : “મહારાજશ્રી, મુકિત કેમ મળે? આ પ્રશ્ન કોને છે? તમારો તે નથી જ લાગતો.” ‘મહારાજ, આ પ્રશ્ન મારા પોપટનો છે.” આટલું સાંભળીને મહારાજ તે જ્યાં હતા ત્યાં જ ઢળી પડયા. શેઠ તો પંખો નાખ્યો. એને થયું કે આ તે કેવો પ્રશ્ન ? પ્રશ્ન સાંભળીને આ Page #156 -------------------------------------------------------------------------- ________________ સાધુને શું થઈ ગયું? શેઠ તો ગભરાઇ ગયા. મહારાજને જરા ભાન આવતાં શેઠ તો ચાલતા થયા. એને એમ થયું કે લોકો જાણશે તો વળી કહેશે કે મહારાજને શેઠે બેભાન કરી દીધા, એટલે ખસી જાઉ નકામે દુનિયામાં બદનામ થઇશ. પેલા મહારાજ તો ભાનમાં જ હતા. પેલા શેઠ ગયા એટલે એ ઊભા થઈ ગયા. શેઠ ઘેર ગયા એટલે પોપટે પૂછયું : “શેઠ, મારો પ્રશ્ન પૂછળ્યો ?” અરે, તારો પ્રશ્ન તો એવો અપશુકનિયાળ કે મે સાધુને એ પૂછો ત્યાં જ એ તો બેભાન થઈ ગયા. પણ પેલો પોપટ સમજી ગયો કે મારો ઉત્તર એમાં જ રહેલો છે. પછી તો સાંજ થઈ એટલે પેલા પોપટે પણ એમ જ કર્યું. આંખ બંધ કરીને એ ઢળી પડ્યો. ન ખાવાનું, ન પીવાનું કે ન બોલવાનું. પાંજરામાં મડદા જેવો થઇને એ પડી રહ્યો. શેઠ બહારથી આવ્યા ને વાત જાણી એટલે પાંજરા પાસે દોડી આવ્યા. શેઠને થઈ ગયું કે પોપટે ખાધું નથી, પીધું નથી, એટલે નક્કી કરી જ ગયો લાગે છે. શેઠે પાંજરાનું બારણું ખોલી પોપટને ફેંકી દીધો. મુકિત મળતાં પોપટ તરત જ પાંખો ફફડાવવા માંડ્યો. ‘અલ્યા, શું થયું તને ? પાછે જીવતે કયાંથી થયો? પોપટે કહ્યું: “શેઠ, મારા ગુરુએ તો મને એમ કહ્યું કે દુનિયામાં છૂટવાનો માર્ગ એ છે કે તમારી જે છૂટી ઇન્દ્રિયો છે, જે બળવાન ઇન્દ્રિય છે, જે મુકત ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને ઉંઘાડી દો; એ ઇન્દ્રિયોને કાબૂમાં લો.’ એમ કહી એ ઊડી ગયું. * * શરીર જો કહે કે મારે અમુક જાતની સગવડ જોઇએ છે, તો આપણે એને કહી દેવું કે તેની ખાસ જરૂર નથી, એટલે તને એ નહિ મળે; કારણ કે, દેહની વધુ સગવડો આત્માના હિતમાં નથી. આત્માને બાંધનારું આ તત્ત્વ, દુનિયામાં બીજે ક્યાંય બહાર નથી; એ તે આપણી અંદર પડયું છે. માણસને જ્યારે ક્રોધ આવે ત્યારે જો એ વિચાર કરે કે, હું મારા ઉપર ક્રોધને સવાર થવા નહિ દઉં હું જ ક્રોધ ઉપર સવાર થઈ જઈશ. માણસને ક્રોધ આવે છે ત્યારે એના હાથમાં જે હોય છે તે એ છુટું મારે છે. એમાં જો કોઈને વિચિત્ર રીતે વાગી જાય તો માણસ મરી પણ જાય છે. પછી પાંચ -પચાસ માણસો ભેગા થઈ જાય છે, અને કહે છે કે, “આણે ખૂન કર્યું !” આ પણ જરા વિચારો: કોણે ખૂન કર્યું? માણસે? ના, ખૂન એના ક્રોધે Page #157 -------------------------------------------------------------------------- ________________ કર્યું છે. ક્રોધ આવ્યો ત્યારે એ ડામી ન શકયો, કાબૂમાં ન રાખી શકયો તે એ માણસ ઉપર ચઢી બેઠો અને પરિણામે જિંદગી સુધી સહન કરવું પડયું. આ ક્રોધ કેને નથી આવતો? જ્ઞાનીઓને પણ આવે છે, અને બીજાને પણ આવે છે. પણ જ્ઞાની ત્યારે કહે છે કે આવ્યો છે તે ભલે આવ્યો, પણ હવે જરા નીચે બેસી જા. કારણ કે હું આવ્યો છે તે, જો બહાર નીકળીશ તે, અમને બધાને હેરાન કરીશ. આપણા મનનું પણ આવું છે. હું મોટો સવાલ ઘણો ઉત્પાત મચાવે છે. આવી જ રીતે તમને કદાચ એમ થાય કે આ માણસ પાસે આવી સરસ વસ્તુ છે, તો મારી પાસે પણ એવી સરસ વસ્તુ હોવી જોઈએ. આવે વખતે માણસમાં લોભનો રોગ આવે છે. એટલે અમુક વસ્તુ મેળવવાની માણસને તાલાવેલી જાગે છે. એ મળે તેમ ન હોય, એના તકદીરમાં ન હોય, એ માટેનાં સંજોગો ન હોય તો પણ એ લોભી માણસ તો એમ જ વિચારવાને કે ગમે તેમ કરીને એ પડાવી લઉં, મેળવી લઉં ને ભોગવું. ત્યારે પાંચેપાંચ ઇન્દ્રિયો એની સાથે કામે લાગી જાય છે. આંખ વિચાર કરે છે, કોઈ જોતું નથી ને? કાન ધ્યાન રાખે છે કે, કોઈ આવતું નથી ને ? હાથ વિચાર કરે છે કે કેમ કરીને ઝટ લઇ લઉં ? પગ વિચાર કરે છે કે લઈને ઝટ ભાગી જાઉં. આ બધું કોના કહેવાથી? પેલા લોભના કહેવાથી. આપણા શરીરમાં ક્રોધ, માન, લોભ વગેરે બધા ભરાઈ બેઠા છે. પણ એ બરાબર સંતાઈને, અને આપણા પોતીકાં થઈને બેઠાં છે. વૃત્તિએ આપણા કાબૂમાં હોય છે ત્યારે આપણે મહાત્મા બનીએ છીએ. એ જ વૃત્તિઓ છુટ્ટી અને અનિયંત્રિત હોય છે ત્યારે પાપાત્મા બનીએ છીએ. આત્મા ચૈતન્ય-દિવ્યતા તરફ ઊડે છે. એક છેડે પાશવતા છે, બીજે છેડે દિવ્યતા છે. આપણે પાશવતામાંથી દિવ્યતા ભણી પ્રયાણ કરવાનું છે. વચ્ચે આપણી માનવતાનો સેતુ છે. આપણે સીંએ એ માર્ગે પ્રગતિ કરવાની છે. આપણી આ નાનકડી, પાંચ–પચાસ–સો વર્ષની જિંદગી છે તેમાં આપણે દિવ્યત્વની ઝાંખી કરીએ એ મુખ્ય કાર્ય છે. અંદરનો જે પ્રકાશમય ખંડ છે, તે સદા બંધ હોય છે. એ ખંડને ઉઘાડવાની ચાવી એટલે આ પ્રેમ, આ મૈત્રી. તમે સૌ એ ચાવી લગાડો અને જાઓ કે અંદરનો ખંડ ખૂલી જાય છે કે નહિ? પ્રકાશથી તમે આનંદિત થાઓ છો કે નહિ? એ ખંડમાં દિવ્યતાનું એવું સરસ સામ્રાજ્ય છે, એવી પ્રકાશની જ્યોત છે, કે માનવ જીવનમાં જે મૈત્રી કેળવે તે જ એને આહલાદ અનુભવી શકે. [F Page #158 -------------------------------------------------------------------------- ________________ - કાકા : સ્ત્રીની શક્તિ ! વાળીના દિવસોમાં લક્ષ્મી, કાળી અને સરસ્વતી એમ ત્રણ શકિતઓનું પૂજન ગોઠવવામાં આવ્યું છે. તેરશ, ચૌદશ અને અમાસ, એકપછી એક આ ત્રણ દિવસોમાં આપણા ભારતની સંસ્કૃતિવાળી માનવજાત ત્રણે શકિતઓની પૂજા કરે છે. - તમે જોજો કે, ક્યાંય પુરુષની પૂજા થતી નથી, પણ એક શકિતની પૂજા થાય છે. આ શકિત દરેક સ્ત્રીની અંદર વિલસી રહેલી છે. એનું પૂજન માનવી એટલા માટે કરે છે કે, તે શકિતનું અવતરણ દરેક માનવીમાં થાય. માનવીમાં આ શકિતનું અવતરણ ન હોય તો માનવ માટીનો માનવ બની જાય છે. આજના યંત્રયુગમાં માનવીઓ પણ બનાવી શકાય છે. એ રીતે બનાવેલે યંત્ર-માનવી તમને વેલકમ કહે, “ગુડ મોર્નિગ” કહે, “ગુડ ઈવનિંગ કહે, “સ્વાગતમ કહે, “ભલે પધાર્યા, “આવો, જાઓ’ કહે. આમ આવા શિષ્ટાચારના શબ્દો સર્જવા એ તો યંત્રવાદની દુનિયામાં બહુ સહેલી વાત છે. યંત્રવાદવાળા શબ્દો ભલે ગોઠવી શકે, પરંતુ માનવજીવનના નિર્માણ માટેની એક શકિત પેદા કરવાની કળા એમની પાસે નથી. આ શકિતનું આપણે નિર્માણ કરવાનું છે. અને એ શકિત જાગતી રહે, સુષુપ્ત ન બની રહે, પ્રમાદમાં ન પડી જાય, એટલા માટે જ આ ત્રણ દિવસની પૂજા રાખી. તેરશને દિવસે આપણે “લક્ષ્મીની પૂજા કરીએ છીએ, ધનની નહિ. ધનની પૂજા તે કંજૂસ કરે; આર્ય માનવી તો લક્ષ્મીની પૂજા કરે. લક્ષ્મીમાં અને ધનમાં ફેર છે. ધન તે નાચનારી બાઈ પણ એક વખતને નાચ કરીને દશ હજાર સુધીનું મેળવી શકે છે. પણ એની પાસે લક્ષ્મી Page #159 -------------------------------------------------------------------------- ________________ નથી હોતી, લક્ષ્મી જ્યાં હોય છે ત્યાં સૌભાગ્ય અને શક્તિ હોય છે, સુખ અને સમૃદ્ધિ હોય છે, પ્રસન્નતા અને કલ્યાણ હોય છે, કારણ કે, એ લક્ષ્મી છે. ધનવાન માણસનાં મોઢાં તમે જોજો. એની પાસે જો સાચી લક્ષ્મી નહિ હોય, લક્ષ્મીને આનંદ નહિ હોય, તો એ ધનવાન ભલે હોય, છતાં એના મોં પર દરિદ્રતાની છાયાઓ છવાએલી હશે. કોઇ વેદનાને આતશ જાણે એમના હૈયામાં સળગી રહ્યો હોય એવા ભાવો મુખ ઉપર તરવરતા હશે. કારણ માત્ર એટલું જ છે કે ત્યાં ધન છે, પણ લક્ષ્મી નથી. ' ધન તો આજે અમેરિકામાં અઢળક છે. પરંતુ આજે ત્યાં જેટલી ગાંડાની હોસ્પિટલો છે એટલી દુનિયામાં બીજે ક્યાંય નથી. એટલે લક્ષમીની પૂજા લક્ષ્મી મેળવવા માટે હોય છે. સાચી લક્ષમી જ્યારે આવે છે ત્યારે માનવીનું મન સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરે છે. લક્ષ્મી આવે છતાં અસંતોષને હડકવા આવે તો જાણજો કે એ લમી નથી, ધન છે. એટલે આપણે ધન અને લક્ષ્મી વચ્ચેનો ભેદ વિવેકપૂર્વક પરખવાનો છે. આજે જ્યારે ધનની પૂજા વધી રહી છે ત્યારે લક્ષ્મીની પૂજા અનિવાર્ય બની રહી છે. એ અનિવાર્યતાને આપણે પિછાણવાની છે અને સમજવાનું છે કે, લક્ષ્મી એ શું ચીજ છે. એક માનવીને ત્યાં હું આહાર લેવા ગયેલ. એના ઘરમાં ચાર સુંદર પંકિતઓ લખેલી હતી. સંતોષથી જીવન ગુજારે એટલું પ્રભુ આપજે, ઘરઘર ગરીબી છે છતાં, દિલ અમીરી રાખજે. એમાં એમ લખેલું હતું કે મારે પૈસા નહિ જોઇએ, ધન નહિ જોઈએ; લક્ષ્મી જોઇએ. જેના વડે સંતોષથી જીવન ગુજારે એનું જ નામ લક્ષ્મી. લોકોએ આજે પૈસા જેવી જડ વસ્તુને લક્ષ્મીનું નામ અને લક્ષ્મી જેટલું માન આપીને, એને પોતાના સ્થાન પરથી નીચે ઉતારી છે. આપણે લક્ષ્મીને તેના પોતાના અસલી સ્થાન પર પાછી બેસાડવાની છે, એની પુનધૃતિષ્ઠા કરવાની છે. * આ કાર્ય બહેનોએ કરવાનું છે. આ કામ ત્યારે જ કરી શકાશે, જ્યારે લક્ષ્મી શું ચીજ છે એ બતાવી શકાશે. આ લક્ષમીનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે નારી, આજે તો ઘેરઘેર ગરીબી છે. શ્રીમંત જેવા ગરીબ દુનિયામાં બીજા કોઇ નથી. પૈસો આવે એટલે ગરીબી વધે છે, કારણકે વધારે સંગ્રહ કરવાની લાલસા જાગે છે. ગરીબી ભલે આવે, દિલની અમીરાત તજશો નહિ. ભારતમાં તો એવીએવી મારી હતી, જે એક ટંક ભૂખ વેઠીને, એક Page #160 -------------------------------------------------------------------------- ________________ ટાણું કરીને, એકાદશી કરીને પણ મોટું હસતું રાખી શકતી હતી. ગમે તેવી હાલતમાં પણ એના મોઢા પર દીનતા, દરિદ્રતા કે કંગાલિયત વરતાતી જ નહિ. એટલે જ મૃતવત્ અને હતાશ પુરુષને પણ પ્રેરણા આપીને ઊભો કરી શકતી હતી. આવી લક્ષ્મી જેના ઘરમાં હોય એના ઘરમાં, મહામુનિના કથનાનુસાર; દેવતાઓ હાજર હોય જ એમાં શી નવાઈ ? તેરશ પછી ચૌદશ આવે છે, એ ચૌદશ કાળી, અંધારી, ભયભીત છે. છાતી ફાટી જાય એવી અંધારી રાતમાં એની પૂજા થાય છે. એ પૂજા મહાકાળીની પૂજા છે. સ્ત્રીમાં લક્ષ્મીની સૌમ્યતા પણ છે, અને મહાકાળીની રદ્રતા પણ છે. સ્ત્રીની એક આંખમાં લક્ષ્મીની સૌમ્યતા જોઈશે, બીજી આંખમાં મહાકાળીની રુકતા જોઈશે. પૂજે એના ઉપર એ પ્રસન્ન હોય, પણ અડપલાં કરે એને તો બાળી નાખે. જ્યાં માન, સન્માન, પ્રતિષ્ઠા, ગૌરવ અને શિયળ જળવાય છે ત્યાં સ્ત્રીની આંખમાંથી લક્ષ્મી વરસે છે. પરંતુ જ્યાં અપમાન યા કુદૃષ્ટિ થાય છે, અને હીન નજરે જોવાય છે, ત્યાં એની આંખમાંથી જવાળાઓ પ્રગટે છે, બહેનોને ખંજર કે તલવારની કશી જરૂર નથી. એમની આંખમાં જ તલવાર પડેલી છે. એ એવી છે કે એ જ્યાં આંખ બતાવે ત્યાં કુટિલ માણસ ઊભે રહી જાય. અંદર પડી રહેલી આ શકિતને હવે આપણે ધીમેધીમે બહાર લાવવાની છે. સ્ત્રીની આ શકિત પાસે તો શસ્ત્ર પણ નિ:શસ્ત્ર બની જાય છે. આપણે ત્યાં અંબાજીનાં, મહાકાળીનાં એવાં એવાં શકિતનાં પ્રતીક ઊભાં કરવામાં આવેલાં છે કે, જેનાં ચરણોમાં મોટામેટા દેવતાઓ પડેલા છે. એ શું બતાવે છે? એમ બતાવે છે, કે સ્ત્રીમાં મહાકાળીની શકિત ઊભી થાય છે ત્યારે તેની સન્મુખ કોઈ ઊભું રહી શકતું નથી. એટલે બહેનેએ તો આ શકિત પ્રગટાવવાની છે. તમે તમારા ગૌરવને તમારા પ્રાણ સમજો. તમારું શિયળ એ જ, તમારું જીવન છે એમ માને. તમારું ચારિત્ર્ય એ તમારા જીવનમંદિરનું શિખર છે એમ ગણો. જીવનમાં જો આ તો નથી તો જીવન કંઈ નથી. શરીરને શણગારવામાં, ટાપટીપ કરવામાં અને બહાર ફરવાહરવામાં જ સમજે એ તો બધી ઢીંગલીઓ છે. આપણે ઢીંગલી નથી બનવાનું; શકિત કેળવવાની છે, અને મહાશકિત બનવાનું છે. તમને ખબર હશે કે, ભારતની એક જ સ્ત્રીએ રામાયણ ઊભું કર્યું હતું. રાવણ જેવો સમર્થ પુરુષ, જેનાં ચરણો આગળ નવનવ ગ્રહો પડ્યા Page #161 -------------------------------------------------------------------------- ________________ રહેતા, જેની આગળ ઇન્દ્ર ચામર ઢોળતા હતા, એ વીર હતા, રૂપાળા હતા, જ્ઞાની હતા, વેદોની એની મીમાંસા પણ અદ્ભુત હતી, એ રાવણે બધે જ વિજયપતાકા ફરકાવી હતી પરંતુ સીતાજી સમક્ષ પામર બન્યો હતો. રાવણ આવીને કહે છે, ‘ રામ એટલે જંગલમાં ફરનારો, રામ એટલે વનમાં ભટકનારો. રામ એટલે વલ્કલ પહેરનારો. અને હું એટલે ત્રણ ભુવનને સ્વામી. તું મારા પર પ્રસન્ન થાય તે દાસ બનવા પણ તૈયાર છું.’ તે વખતે સીતાજી કહે છે, ‘ જે માણસમાં દાસ બને એવા વામણા માણેસાની સામે તો હું નજર નાખવામાં પણ પાપ સમજુ છુ.. કારણ કે, જે વાસનાઓને ગુલામ છે, તે આખી દુનિયાને ગુલામ છે. ' આ છે સ્ત્રીની શકિત ! બર્નાર્ડ શો એક ઠેકાણે લખે છે: ‘Give me that. man, who is not passion slave and I will wear him in my heart's corner. ' મને એવા માણસ બતાવેા, જે વાસનાઓના, વૃત્તિઓના ગુલામ નથી. એને હું હૃદયના ખૂણામાં સાચવી રાખીશ. અમે નાના હતા ત્યારે એક વાર મદ્રાસના વિકટોરિયા ગાર્ડનમાં ફરવા માટે ગયેલા. એક મેટો શેર (સિ ંહ) સૂતા હતા. અમે બધા ભાઈબંધા તાફાને ચઢયા હતા. પેલા પોઢેલા શેરનુ` ટીખળ કરવા માટે જરાક પૂછડું ખેંચ્યુ’. થોડીક વાર તા એ ન બાલ્યા, પણ પછી તા એવી ગર્જના થઇ કે અમારે ભાગવું પણ ભારે પડી ગયું. બહાર દોડી જઈને અમે થ્રૂ જવા લાગ્યા. હતા તો એ પાંજરામાં, પણ એની શકિત, એની ગર્જના એટલી બધી જબરદસ્ત હતી કે અમે દોડીને દરવાજા બહાર જઈને ઊભા રહ્યા. છતાં અમારા હૃદયમાં સિ હની ગર્જનાના પડઘા સંભળાતા હતા. આ જ રીતે એ સિંહની શકિત છે કે જે તમારામાં પોઢેલી છે. એ શકિત આજે સૂતેલી છે, એ ઊંઘનાં ઝોકાં ખાય છે. એ શકિતને જગાડો, બહાર લાવા અને પછી તમે જજુએ કેતમારામાં કઈ જાતનું તેજ આવે છે. આ શકિત પ્રગટ કરવા માટે આપણે સૌથી પહેલી વાત લક્ષ્મીની વિચારી. બીજી વાત કાળી—મહાકાળીની પણ વિચારી. એની સાથેસાથે, એક ત્રીજી શકિતની પણ જરૂર છે . એક બાજુ પ્રસન્નતા હાય, બીજી બાજુ રુદ્રતા હાય, પણ એ પ્રસન્નતા અને રુદ્રતાની વચ્ચે કોઈક બ્રિજ (પૂલ) તા હોવા જોઇએ, સેતુ તા હોવા જોઇએ. એ બંનેને જોડનારો પૂલ—સેતુ એટલે સરસ્વતી. બસ, એટલા જ માટે અમાસના દિવસે સરસ્વતીનું પૂજન થાય છે -ચોપડાપૂજન થાય છે . આ ત્રણને જુદી જુદી રીતે ગોઠવવામાં આવેલ Page #162 -------------------------------------------------------------------------- ________________ છે, પરંતુ જો મૂળમાં જોવા જઈએ તો કેન્દ્રમાં એક શકિત પડેલી છે. લક્ષ્મીની શંકિત જાઓ, કાળીની શકિત જાઓ, સરસ્વતીની શકિત જુઓ. એક ઠેકાણે સૌમ્યતા છે, બીજે ઠેકાણે દ્ધતા છે અને ત્રીજે ઠેકાણે જ્ઞાન તેમજ વિવેક છે. આપણે તો આ ત્રણેનું પૂજન કરવાનું છે. સરસ્વતી ન હોય તો દ્રતાને ડારે કોણ અને પ્રસન્નતાને સુપ્રસન્ન રાખે કોણ ? એટલા માટે જ જ્ઞાન નામની એક શકિત વહી રહી છે. આ ત્રણ શકિતની પૂજા દ્વારા આપણે એ ત્રણેની પાછળ રહેલી શકિતને સમજવાની છે. આ શકિતને ધીમે ધીમે તમારા જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યયન સાથે બહાર લાવવી જોઈએ. હીરો જ્યારે ખાણમાંથી બહાર આવે છે ત્યારે તેમાં કોઈ તેજકિરણ દેખાતું નથી. માત્ર એક સામાન્ય ચકચકતો પથ્થર જ હોય છે. પરંતુ કુશળ કારીગર એને પાસા પાડે છે. પછી તો એ એવો કિંમતી બની જાય છે કે, સામાન્ય જણાતા કાળા પથરાની કિંમત પાંચ હજાર, દશ હજાર, લાખ, બે લાખ એમ વધતી જાય છે. કારણ કે એનાં કિરણો બહાર આવતાં જાય છે. એ જ રીતે પ્રારંભમાં તો બધાય સામાન્ય કક્ષામાં જ પડેલા હોય છે. પરંતુ જેમ જેમ એની ઉપર કેળવણીના, સંસ્કારના પાસાઓ પડતા જાય છે, તેમ તેમ તેજ બહાર આવતું જાય છે. મહાવીર ને બુદ્ધના જમાનાની એક વાત છે. એનું નામ હતું વિશાખા. અઢી હજાર વર્ષ પહેલાં એ થઈ ગઈ. છતાં આજે આપણે એને યાદ કરીએ છીએ. એનું લગ્ન મગધથી દૂરના કોઈ દેશના મહામંત્રી મૃગધરના પુત્ર વેરે થયું અને એ શ્વસુરગૃહે આવી. કેળવણી તો ખૂબ લઈને આવી હતી, પરંતુ કોઈ દહાડે દેખાડતી નહિ. જ્ઞાન આવડતું હોય તો સાચવી મૂકજો. અને અવસર આવે ત્યારે ઉપયોગમાં લેજો. અંધારું હોય અને સ્વીચ દાબે એટલે જે રીતે પ્રકાશ પથરાઈ જાય છે, તે રીતે તમારું જ્ઞાન પણ જરૂર પડે બહાર આવીને તિમિરમાત્રને ટાળી નાખે એવું હોવું જોઈએ. આ વિશાખાનું જ્ઞાન પણ એવું હતું. એક દિવસની વાત છે. રાજા પ્રસેનજિતની સભામાં દૂર સેદાગર બે ઘોડી લઇને આવ્યો. અને સભા વચ્ચે કહ્યું : “આ બે ઘડીમાં એક મા છેબીજી દીકરી છે. આ સભામાં હું બન્નેને ઊભી રાખું છું. જે કોઈ એ મા-દીકરીને બરાબર ઓળખી શકશે એને બેય ઘડી આપી દઇશ. ઉપરાંત, એક હજાર સોનામહોર આપીશ.” બધાય લોકો જોયા કરે. મા અને દીકરી એકસરખાં હતાં-રૂપમાં, Page #163 -------------------------------------------------------------------------- ________________ રંગમાં, વાનમાં, દેખાવમાં, આકૃતિમાં, આંખમાં અને ઊંચાઈમાં કયાંય ફરક જ ન મળે. બધાય જોયા જ કરે. પણ એમાં મા કોણ અને દીકરી કોણ એને પત્તો જ ન ખાય. મોટામોટા વિદ્વાન બેઠા હતા. રાજા પ્રસેનજિત પણ ઊંચનીચો થત હતો. પણ કંઈ વળતું નહોતું. આખરે મહામંત્રી મૃગધર સામે નજર ગઈ અને આનો ઉત્તર આપવાનું સૂચવ્યું. | મુગધર ઊભો થવા તો ગયો. પણ એને વિચાર આવ્યો કે ઊભો થઈશ ને જો ઓળખી શકીશ નહિ તે આજ સુધીની મારી બુદ્ધિની પ્રતિભા, જે ચારે બાજ પ્રસરેલી છે તેને બટ્ટો લાગશે. ઊભા થયા પછી ઘોડીને ઓળખવી કેમ એ પ્રશ્ન બહુ જટિલ હતો. પ્રશ્નોને ઉકેલે એનું નામ જ પ્રજ્ઞા છે. એની આ પ્રજ્ઞા ઝાંખી પડતી લાગી. એટલે મૃગધરે કહ્યું: “આજ નહિ, ત્રણ દિવસ પછી ઉત્તર આપીશ.” પણ ત્રણ દિવસ પછી પણ ઉત્તર આપવો કયાંથી ? આ હેવાઉકલતનો સવાલ છે–અંદરની શકિતનો પ્રશ્ન છે. પછી તો મૃગધર ઘેર ગયા. જમવા બેઠા. ભોજન પીરસાય છે, પીરસેલા ભેજનમાંથી એક કોળિયો લીધો, અને પાછા વિચારે ચઢી ગયા. ક્યાંય સુધી બસ એમ ને એમ જ બેસી રહ્યા. વિશાખા વિચાર કરે છે કે, આજે સસરા ચિંતામાં કેમ પડી ગયા છે? એણે પૂછયું : “પિતાજી, આજે તમે ચિંતામાં કેમ જણાઓ છો?” બેટા, એ બધી રાજદ્વારી વાતો છે. એમાં તમારું કામ નથી.’ ના બાપુ, કહેવાનું હોય તે જરૂર કહો. અમે સ્ત્રીઓ ભલે ઘરમાં બેસી રહીએ, પરંતુ અમારી હાટડીમાં પણ થોડે એવો જ્ઞાનનો દીપક બળતો હોય છે. એના અજવાળે કોઇક વાત ઉકેલી શકાય તેમ હોય તો વળી ઉકેલી પણ નાખીએ.' . “પણ બેટા, એ સમસ્યા તો એવી કઠિન છે કે, મારા જેવાથી પણ નથી ઊકલતી.” બાપુ, વાત તો સાચી છે, પણ કેટલીક વાર એવું બને છે કે મોટાએથી ન ઊકલતી સમસ્યા કદીક વળી નાનકડાં ઉકેલી નાખે છે. કેટલીક જગા એવી હોય છે કે તેમાંથી જાડા–મોટા માણસો નીકળી શકતા નથી, જ્યારે નાના હોય તે તરત જ નીકળી જાય છે.' મુગધરે માંડીને પૂત્રવધૂને બધી વાત કહી. Page #164 -------------------------------------------------------------------------- ________________ સહેલી વાત છે. વિશાખા કહે : ‘ અરે, આ ત બહુ મહામંત્રી તો આભા બન્યો, ‘કેવી રીતે સહેલી છે ? આ તે કઇ . પેંડા ખાવાની વાત છે ?’ (ઘોડીને) સવાલ છે...અને સ્ત્રી જ ઉકેલી ‘ના, પરંતુ આ સ્ત્રીને શકશે; પુરુષો ઉકેલી નહિ શકે.’ આજે આપણા કાર્ય કરો શ્રી—સમસ્યા ઉકેલવા મેદાનમાં આવ્યા છે. પરંતુ એ પેાતાના ઘરની જ સમસ્યા ઉકેલી શકતા નથી ત્યાં બીજી સમસ્યા · કયાંથી ઉકેલવાના હતા ? ઘરમાં તે લડાલડી થતી હોય, ઘરમાં તે ભાઈ સાહેબની કશી ગણના ન હોય, અને દુનિયામાં સ્ત્રી-સમસ્યા ઉકેલવા નીકળી પડયા છે, તે બધા ઘરના દાઝેલા અને બળેલા છે. સ્ત્રીના પ્રશ્ન સ્ત્રી સિવાય અન્ય કઈ ઉકેલી શકવાનું નથી; એટલે જ સ્ત્રીએએ પ્રજ્ઞા કેળવવાની છે. ભૃગધર કહે : ‘ કેવી રીતે ?’ વિશાખા કહે : ‘જુઓ, સીધી જ વાત છે. મા પાસે વાત્સલ્ય છે, મા પાસે સ્નેહ છે, કરુણા છે, ક્ષમા છે.’ મૃગધર કહે, “ એ વાત તેા હું જાણું છું. પણ અહીં એ વાતની શી ઉપયોગિતા છે ?’ વિશાખા કહે : ‘ એ જ કહું છું. આવતી કાલે રાજસભાની અંદર બન્નેને ઊભી રાખજો, અને બેયની સામે એકએક ઘાસના પૂળા મૂકી દેજો. મા હશે તે ઠરેલ હશે, દીકરી હશે તે ઉતાવળી હશે. દીકરી ઝપાઝપ કરતી ખાઇ જશે, મા ધીરેધીરે ખાશે. વળી, મા ખાઈ રહેશે તો પણ દીકરીના ઘાસમાં મોઢું નહિ નાખે. એને થશે કે દીકરીને ખાવા દો, પણ જો દીકરી પહેલી ખાઇ રહેશે તો માના ઘાસમાં માઢું નાખ્યા વિના નહિ રહે. અને જો દીકરી મોઢું નાખશે તો મા પેાતાનું મોઢું ઊંચું કરી નાખશે અને દીકરીને ખાવા દેશે. આ રીતે મા અને દીકરી પરખાઇ જશે.’ મૃગધરને થયું કે વાત તો બરોબર છે. બહુ જ સરળ સમસ્યા છે. બીજે દિવસે સવારે રાજદરબારમાં બેય ઘેાડીને ઊભી રાખવામાં આવી. બેયની સામે ઘાસના પૂળા મુકાયા. દીકરી હતી એણે ા ઝપાઝપ ખાવા માંડયું. મા હતી એણે ધીરેધીરે ખાવા માંડયું. દીકરી ખાઈ રહી એટલે માના પૂળામાં માં નાખ્યું. એટલે માએ પેાતાનું મોં ઉઠાવી લીધું. માના વાત્સલ્ય, પ્રેમ અને કરુણાનું દર્શન સૌ કોઈને થઇ રહ્યું. એટલે તરત જ Įગધર કહ્યું : ‘ જેનું માં ઘાસની બહાર છે અને હજી જે ખાય છે તે દીકરી છે.’ Page #165 -------------------------------------------------------------------------- ________________ પેલો આરબ કહે : “મૃગેધર, આ પ્રશ્ન તમે નથી ઉકેલ લાગત. તમે જશ ખાટી જાવ એ જાદી વાત છે.' મૃગધર કહે, “મેં નથી ઉકેલ્યો તો પછી તેણે ઉકેલો છે?” મા સિવાય આ પ્રશ્નનો ઉકેલ બીજી કઈ લાવી શકે નહિ. એટલે આ પ્રશ્નનો ઉત્તર કોણે આપ્યો છે તે મને કહો.' ત્યારે મૃગધરે કહ્યું: “મારી એક પૂત્રવધૂ છે. એનું નામ વિશાખા છે. એ મગધથી આવેલી છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ માં થઈ ગયા એ પવિત્ર ભૂમિમાંથી એણે સંસ્કાર મેળવેલા છે. એ દીકરીએ મારી આ સમસ્યા ઉકેલી છે. સીત્તેર વર્ષની વૃદ્ધાવસ્થામાં અને જ્યાં હું નિષ્ફળ નીવડવાનો હતો ત્યાં મારી વહુએ મને સફળ બનાવ્યો છે.' આખી સભા દિમૂઢ બની ગઈ. રાજા પ્રસેનજિતે કહ્યું: “મારે તમારી પુત્રવધૂનાં દર્શન કરવાં છે. એને હાથી પર બેસાડી માન સહિત બોલાવો.' અને વિશાખાને માન સહિત બેલાવવામાં અ વી. રાજસભામાં બેસાડવામાં આવી. અને પછી મૃગધરે એક વાત પૂછી. આ વાત તમારે સમજીવા જેવી છે. મુગધર કહે : “આજે તે મારી સમસ્યા ઉકેલી આપી છે ત્યારે મને એક વાત પૂછવાનું મન થાય છે. લગ્નવેળાએ તારાં માબાપે તને શિખામણમાં જે ચાર વાતો કહી હતી તે આર્જ મને યાદ આવે છે, અને એટલે જ મારા મનમાં એક સવાલ ઊભો થયો છે. વિશાખા કહે છે, “પૂછો બાપુ, આપને જે પૂછવું હોય તે પૂછો.' “જ્યારે તું સાસરે આવવા નીકળી ત્યારે તારી આંખમાં મોતી જેવાં બે આંસુ હતાં. એ આંસુ સહિત જ્યારે તે તારાં પિતા અને માતાની ચરણરજ માથે ચઢાવી ત્યારે તેમણે તેને વિદાયવેળાના આશીર્વાદ આપ્યા હતા. આશીર્વાદમાં તેમણે કહ્યું હતું કે, “બેટા, તને મોટી કરી, તને કપડાં, દાગીના અને સુખસમૃદ્ધિ આપી તેથી અમારા મનને સંતોષ નથી થયો. પરંતુ અમે તને સંસ્કાર આપ્યા છે એટલો જ અમને સંતોષ છે. તું આજે હવે જાય છે, પરંતુ અમારી ઇજજત રાખવી એ તારા હાથની વાત છે. એટલે બહેન, આ ચાર વાત તું ધ્યાનમાં રાખજે. સૂરજ અને ચંદ્રને પૂજતી રહેજે, અગ્નિ સાથે અડપલાં કરીશ નહિ. આરસીને ચોખ્ખી રાખજે. દેજે, પણ લઇશ નહિ. મને આ ચાર વાત યાદ આવે છે. અને એમ થાય છે કે, તને તારાં માબાપે આપેલ શિખામણમાંથી કંઈ કરતી તે દેખાતી નથી. સવારમાં ઊઠીને નથી તો તું સૂરજ અને ચંદ્રને પૂજતી, નથી આરસીને Page #166 -------------------------------------------------------------------------- ________________ માંજતી, તો પછી આ બધું શું છે?’ - વિશાખા કહે : “પિતાજી, હું સૂરજ અને ચંદ્રને રોજ પૂજવું જ છું. મારાં સૂરજ અને ચંદ્ર એટલે સાસુ અને શ્વસુર. શ્વસુર સૂરજ જેવા એટલા માટે કે, એ ઘરમાં આવે કે તરત જ ઘરનું વાતાવરણ શાંત થઇ જાય એવો એમનો તાપ હોય છે. સાસુ ચંદ્રમા જેવાં એટલા માટે કે એ ખોળામાં લઈને ચંદ્ર જેવી શીતળતા આપતાં હોય છે કે, “વહુ બેટા, હું બેઠી છું, પછી તું શું કામ ગભરાય છે ?” માના વિયોગમાં મા બની હયા-ટાઢક આપનારી સાસુ ચંદ્રમાં નથી તો બીજાં શું છે ? એટલા જ માટે મારા ગૃહ -ગગનના સૂરજ અને ચંદ્ર બીજા કોઇ નહિ, પરંતુ સાસુ ને સસરા છે. કહે પિતાજીહું એ સૂરજ અને ચંદ્રને પૂજનું છું કે નહિ? સવારમાં ઊઠીને તમને અને મારાં સાસુજીને દિલના આદરથી વંદન કરું છું કે નહિ? સદ્ભાવપૂર્વકનો આદર આપું છું કે નહિ? બસ, અંતરને આદર એ જે મારે મન સાચી પૂજા છે. જેના અંતરમાં આદર ન હોય, અને મનમાં ધિક્કાર ભર્યો હોય એવાની પૂજા કરવી અને વંદન કરવાં એ તો કેવળ દેખાવ છે, પાખંડ છે. પૂજા તો અંદરથી કરવાની હોય. કહો પિતાજી, હું આવી પૂજા કરું છું કે નહિ? અને આપની તેમજ મારાં સાસુજીની આવી સાચી પૂજા મારે માટે સાચા સૂરજ અને સાચા ચંદ્રમાની પૂજા બરાબર ગણાય કે નહિ? મૃગધરના અંતરમાં આદર ઊમટી આવ્યો. વિશાખાએ આગળ કહ્યું: “વળી, મારાં માબાપે મને બીજી શિખામણે એ આપી હતી કે અગ્નિ સાથે અડપલાં કરીશ નહિ. આ અગ્નિ એટલે શું? મારે મન પતિ એટલે અગ્નિ. એ ઘરને ચલાવે પણ ખરા અને જલાવે પણ ખરાં. અગ્નિ વડે રસોઈ પણ કરી શકાય, ટાઢ વખતે તાપણી પણ કરી શકાય. પરંતુ જો એમાં હાથ નાખીએ તો હાથ જાલી જાય. અને એની સાથે અડપલાં કરીએ તો ઘર જલી જાય. સ્ત્રીને માટે પુરુષ પણ અગ્નિ જેવો છે. એની સાથે સ્ત્રી મર્યાદા મૂકીને બોલે, મર્યાદા મૂકીને વર્તે તો તેની અસર ખૂબ ખરાબ પડે. ઘરમાં જો છોકરાં હોય તો તેમના સંસ્કાર પણ આવું જોઈને સળગી જાય છે, અને પાંચ-દશ વર્ષ પછી પુરુષ અને સ્ત્રી વચ્ચે જે સન્માનની લાગણી રહેવી જોઈએ તે નથી રહેતી. એટલું જ નહિ પણ એકબીજાને ની સામે ધિક્કાર અને તિરસ્કાર કેળવાતે જાય છે. એટલે સ્ત્રીએ પુરુષની સાથે તો અગ્નિની જેમ જાળવીને મર્યાદાપૂર્વક કામ લેવાનું છે. મર્યાદા ભૂલી જવાય તો અગ્નિના તણખાની જેમ ઘરને જલાવી દે. કહો પિતાજી, મારા પતિની મર્યાદા અગ્નિની જેમ જાળવું છું કે નહિ? Page #167 -------------------------------------------------------------------------- ________________ આજે તે રસ્તે ગમે ત્યાં જતાં-આવતાં, ગમે તેમ વર્તવું, ગમે તેમ ફરવું, ગમે તેમ મશ્કરીઓ કરવી, અને ગમે તેવા નિર્લજજ ચેનચાળા કરવા એ એક ફેશન બની ગઇ છે. આ ફેશનને લીધે જ આપણી શિસ્ત અને આપણી સંસ્કારિતા નષ્ટ થઈ રહી છે અને આપણા સમાજનો ધ્વંશ થઇ રહ્યો છે. આગળ ચાલતાં વિશાખા કહે છે : “હવે આપણે ત્રીજી વાત વિચારીએ. મારાં માતપિતાએ આરસી ચોખ્ખી રાખવાનું–માં જતા રહેવાનું સૂચવ્યું હતું. આ આરસી એટલે ઘરનું આંગણું અને સ્ત્રીનું શિયળ. ઘર એવું સ્વચ્છ હોવું જોઈએ કે એમાં જરા પણ કચરો ન દેખાય. જરા પણ અવ્યવસ્થા ન હોય. ' કપડાં નવાં હોય કે જૂ નાં, પણ ઘડી કરીને મૂકવાં જોઈએ. એક કપડું આમ ફેંકીએ અને એક કપડું તેમ ફેંકીએ એ ન ચાલે. માણસની રૂમની અવ્યવસ્થા એવી હોય કે કોઈ માણસ અણધાર્યો આવે તો શરમાવું પડે, એ કેવું ? જેમ ધોયેલાં કપડાંને ઘડી કરીને મૂકવાની જરૂર છે, તેમ મેલાં કપડાંને પણ જ્યાં સુધી ધોવાય નહિ ત્યાં સુધી ઘડી કરીને મૂકવાની જરૂર છે. આવી ટેવ પાડશો તો તમારું ઘર અને આંગણું સુંદર લાગશે. માણસનું પ્રત્યેક કામ વ્યવસ્થિત અને સુંદર હોવું જોઈએ, જેથી બીજાની આંખને એ ખરાબ ન લાગે. વ્યવસ્થા સુંદર લાગે છે, જ્યારે અવ્યવસ્થા આંખને અકળાવી દે છે. આંગણું તે સ્વચ્છ જ હોવું જોઈએ. જ્યાં-ત્યાં થુંકાય નહિ. જ્યાંત્યાં ગંદકી કરાય નહિ. જ્યાં-ત્યાં કચરો નંખાય નહિ. જ્યાં-ત્યાં કાગળ કે કપડાંના ડૂચા નખાય નહિ અને જીવન પણ જેમતેમ જિવાય નહિ. જેની વ્યવસ્થા સુંદર, એનું આંગણું સુંદર. જેનું આંગણું આરસી જેવું સુંદર હોય એનું હૈયું પણ એવું જ સુંદર હોય, અને તેથી જ એને આંગણે આવનારો ઉમળકાભેર આવે. જેમ આંગણું ચોખ્ખું હોવું જોઈએ તેમ શિયળ પણ ચોખું હોવું જોઈએ.’ “ચારિત્ર્ય તો એટલું બધું નિષ્કલંક, તેજસ્વી અને ઉજજવળ હોવું જોઈએ કે, જેમ અગ્નિમાંથી દોષ કાઢી શકાતું નથી તેમ શિયળમાંથી પણ કોઇ દોષ કાઢી શકાય નહિ. કહે પિતાજી, આંગણું અને શિયળ ચોખું ને નિષ્કલંક રાખીને મેં આરસી નથી માંજી ?' મૃગધર અને રાજસભાને તો વિશાખાની વાતમાંથી કંઇક વિશિષ્ટ Page #168 -------------------------------------------------------------------------- ________________ જીવનની વાત મળી રહી હતી. સૌ મુગ્ધ હતાં. મુગધરે કહ્યું: બેટા, ખરેખર! આરસી તે બરાબર માંજી છે. ઘરને તો તે સ્વર્ગ બનાવી દીધું છે.” વિશાખાએ વાત આગળ ચલાવી : “મારાં માબાપે ચોથી વાત એ કહી હતી કે, દેજે ખરી, પણ લઈશ નહિ. અને વળી આગળ એમ પણ કહ્યું હતું કે, જે ખરી, પણ દઈશ નહિ. આ બે વાતમાં પહેલી વાત દાન માટેની હતી. અને બીજી વાત ગાળ માટેની હતી. દાન દેવું ખરું, પણ લેવું નહિ; અને ગાળ લેવી ખરી, પણ દેવી નહિ.” જીવનમાં આ બેય વાત કેળવવાની છે. દાન લેવું નહિ. કોઈ આપે તે લેવા માટે હાથ લંબાવવો નહિ. પરંતુ જે લેવા આવે તેને શકિત પ્રમાણે આપતા રહેવું. દાનમાં દેવાનું છે, પણ લેવાનું નથી. કોઈ આપણને દાન શું આપતા હતા ? આપણે જ આપણા પુરુષાર્થથી ઊભા રહેવું જોઈએ. કોઈની પણ વસ્તુ, જો એક વાર પણ તમે લીધી, તો પછી એના ઉપકારની છાયા તમારી પાંપણ ઉપર એવી જામી જશે કે તમારી નમી ગએલી દષ્ટિ ઊંચી પણ નહિ થઈ શકે. પછી તમે કંઈ નહિ કરી શકો. દ્રોણાચાર્ય જેવા વીર અને ભીષ્મ પિતામહ જેવા સમર્થ પુરુષે પણ કૌરવોના ઉપકારભાર નીચે દબાયેલા હોવાથી દ્રૌપદીનાં કપડાં ઊતરતાં હતાં ત્યારે નીચું ઘાલી બેઠા હતા. એનું કારણ મહાભારતમાં તેમણે જાતે જ કહ્યું છે કે, “અર્થનામ દાસ વયમ–અમે અર્થના દાસ થઈ ગયા છીએ.' આ કૌરવોએ અમને પિષ્યા એની શરમથી અમે દબાઇ ગયા છીએ. મહાભારતનું આ વાકય જીવનમાં યાદ રાખવાનું છે–તમે કેઈનીય પાસેથી કંઈક દાન લીધું એટલે ખલાસ. તમારો આત્મા અને તમારું સ્વમાન મરી જશે. ગાળની બાબતમાં આથી ઊલટું છે. ગાળ લેજો ખરા, દેશ નહિ. બીજાનાં ગમે તેવાં કડવા વેણ આવે, ગમે તેટલી કડવી વાણી આવે, કડવા વિચાર આવે, તેને અમૃત બનાવીને અંદર ઉતારજો, પણ જબાનથી ઉત્તર ન આપશે.’ તમે જો સામાના ક્રોધને ઉત્તર ક્રોધથી નહિ આપે તે સામાને ઠંડું થવું જ પડશે. - આમ બોલતાં બોલતાં વિશાખાએ કહ્યું: “હે પિતાજી, આજ સુધી લોકેએ મારા માટે ગમે તેમ કહ્યું હોય, છતાં મેં કાને સાંભળ્યું જ છે. કેઈ દિવસ સામે ઉત્તર આપ્યો છે ખરો ?” મુગધર કહે, “ના બેટા, તું કદી બોલી જ નથી.' Page #169 -------------------------------------------------------------------------- ________________ વિશાખા કહે, “ ત્યારે કહો પિતાજી, મેં આજસુધીમાં દાન દીધાં છે. પણ કોઈની સામે હાથ લાંબો કર્યો છે ?' મૃગધર કહે : “કદી નહિ. તારી વાત બરાબર છે, બેટા !” વિશાખાએ આગળ કહ્યું: “આ ચાર વાત મારી માતાએ અને મારા પિતાએ લગ્ન વખતની વિદાયવેળાએ વારસામાં આપી હતી. મેં તેને બરાબર જાળવી છે કે નહિ ?' મૃગધર કહે, “બેટા, તે બરાબર જાળવી છે.' આ આખીય વાત સાંભળીને રાજા પ્રસેનજિત બોલી ઊઠે છે : વિશાખા, તને હું એક બિરુદ આપવાનો છું. કહો મૃગધર, તમે કહી શકશો, હું કયું બિરુદ આપવા માગું છું તે ?” મૃગધર તે રાજાના મનની વાત સમજી જાય એવો ટેવાઈ ગયો હતો. એટલે એણે કહ્યું, “રાજાજી, તમે “મા'નું બિરુદ આપવા માગો છો. અને હું પોતે પણ આપવા માગું છું. બેટા વિશાખા, તું તો અમારી મા છે, વહુમા છે. આકાશમાં ચંદ્રમાં છે, પૃથ્વી પર ધરતી માતા છે. ને ઘરઘરમાં વહુમા છે. એનામાં નિ:સ્વાર્થ પ્રેમ છે. મા જેવી સેવા છે, મા જેવી વત્સલતા છે, મા જેવું કારુણ્ય છે. મા જેવી સમજણ છે.” તે દિવસે વિશાખાને હાથી ઉપર બેસાડીને આખા નગરમાં ફેરવવામાં આવી. તે દિવસે, રાજા પ્રસેનજિત અને મંત્રી મૃગધરે વિશાખાને વહુમાનું બિરુદ આપ્યું. આ શબ્દ આજે હિંદી ભાષામાં ખૂબ જ વ્યાપક શબ્દ છે. ગુજરાતીમાં પણ એ ધીરે ધીરે પ્રચાર પામવા લાગ્યો છે. જે Page #170 -------------------------------------------------------------------------- ________________ પુનિતપ્રકાશનમંદિરનાં ૧૭ પ્રકાશના વડલાના વિસામા પુનિત મહારાજ ૧૯ આધ્યાત્મિક દૃષ્ટાંતાના સંગ્રહ. પૃ૦ ૧૨૮ ૨. ૧ ૨. ખ..૨૦ પૈ. જીવનનું ભાતુ પુનિત’ મહારાજ ૪૪ પ્રેરક પ્રસ ંગાનું પુસ્તક. ૦ ૧૨૮ ૮.ખ. સાથે કિ ૯૦ગ્યે, પ્રેરણાની પરમ ‘પુનિત’ મહારાજ ૪૫ પ્રેરક પ્રસંગાનું પુસ્તક. પૃ. ૧૨૮ : ૩. ખ. સાથે રૂ. ૧–૨૦ પ્રભુના પ્યારા ૧–૨ જગદીશ પરમાર ૨૭ ભકતાનાં ચોટદાર જીવનચરિત્રા પૃ૦ ૩૪૦:૮. ખ. સહિત રૂા. ૨-૮૦ અધ્યાત્મમાગ દશ ન સ્વામી ચિદાન દ સરસ્વતી. વૈદાંતના .સરળ નિબંધેાના સંગ્રહ ભાગ પૃષ્ઠ ટ: ખ. સહિત મૂલ્ય ૧ ૧૨૮ ૨ ૧૪૬ ૩ ૧૪૮ ૪ ૧૩૨ '', "" -22 ' ૧–ર૦ ૧–૨૦ ૧–૨૦ ૧–૨૦ કલ્યાણુ–કુ જ ૧–૨ ‘શિવ’ અનુઃ ‘પુનિતપદરેણુ ’ સવિચાર પ્રેરતાં પ્રેરક પુસ્તક. ભાગ પૃષ્ઠ ટ. ખ.સહિત મૂલ્ય ૧ ૧૨૮ ૧–૨૦ "" २ ૧–૨૦ ૧૪૦ "" દક્ષિણનાં તીર્થા તારાચન્દ્રે પે. અડાલજા ૬૪ ચિત્રાને ઢગલાબંધ ઈતિહાસકથાઓ સાથેનું વિગતપૂણૅ પુસ્તક પૃ. ૨૦૦: ટ. ખ. સાથે રૂા. ૨-૦૦ હરિના લાડીલા વિવિધ લેખકો ૩૦ ભકતાનાં જીવનચરિત્રાનું પુસ્તક. પૃષ્ઠ ૨૩૨ : 2. ખ. સાથે રૂ. ૧-૮૦ ઇતિહાસનાં અજવાળાં કાલિદાસ મહારાજ ૨૦ પ્રેરક ઇતિહાસકથા પૃ. ૧૬૦ ટ. ખ. સાથે રૂા. ૧–૨૦ પદ્મપરાગ નાથાલાલ દત્તાણી ૨૦૦૦ દુર્લભ ચિંતનકણિકા પૃ. ૨૦૦ ૮. ખ. સાથે રૂ!. ૨ પ્રકાશની કેડી મુનિશ્રી ચન્દ્રપ્રભસાગરજી જીવનઘડતરના પાયામાં પુરવણી કરે એવા ચિંતનલેખા ને પ્રસંગા પૃ. ૧૬૮ ટ, ખ. સાથે રૂ।. ૧–૨૦ રાગ અને આરોગ્ય ડૉ. હરિશનદાસ ગાંધી નિસર્વાંપચાર દ્વારા રાગેાને જડમૂળથી નાબૂદ કરવાની ચાવી બતાવતું પુસ્તક. પૃ. ૧૭૨ ટ, ખ. સાથે રૂા. ૧–૨૦ Page #171 --------------------------------------------------------------------------  Page #172 -------------------------------------------------------------------------- ________________ Title Printed By: Manoretha P, Ahd.