________________
જેમ એક તળાવ હોય, એની અંદર દેડકાં, કાચબા, માછલાં, શિંગેડાં વગેરે હોય; છતાં માણસો તે કમળને જ વખાણે છે. કારણ માત્ર એટલું જ કે એ બધાયની સાથે જન્મવા ને ઊછરવા છતાં, કમળ દિનપ્રતિદિન ઉપર આવવાને પ્રયત્ન કરે છે અને અદ્ધર આવીને પોતાની જાતને એ વિકસાવે છે.
એ વખતે એની નજર સૂર્યનાં કિરણો સામે હોય છે. સૂર્યનાં કિરણ જે બાજાએ હોય તે બાજાએ પોતાનું હૃદય ખોલી નાખે છે.
જિજ્ઞાસુ આત્મા પણ આવો જ હોય છે. એ પણ સંસારમાં જ જન્મેલો હોય છે. સંસારમાં અન્ય માનવી સાથે જન્મેલો હોવા છતાં જિજ્ઞાસુ આત્મા ઉપર આવે છે. જેમ કમળનું હૃદય જ્ઞાનીનાં વચનો આગળ ખુલ્લું હોય છે.
હું તમને એક પ્રશ્ન પૂછું છું : “અજ્ઞાનીની સંગે રે શમિયો રાતલડી.'- એમ મહાપુરુષ કહે છે. એ કહે છે કે જે આતમા જિજ્ઞાસુ નથી તે જ્ઞાતી આગળ હૃદય નહિ લે. પરંતુ જ્યાં કામ છે ત્યાં આગળ એ ગાંડ ને ઘેલો થઇ જવાનો.'
કામ અને રાગની સામે જીવ જેટલે પામર ને પરવશ બનીને ના છે, એને શાંશ પણ એ જ્ઞાનની આગળ નમ્યો હોત તો !
પણ કામની અવસ્થા આવે છે ત્યારે એ જીવ એવો રંક, દીન ને પામર બની જાય છે, કે ત્યાં તો એ જેમ કહે તેમ વળે છે.
એટલે તે કહ્યું છે કે, “મોહે દડીઆ જ્ઞાનથી પડિયા.'
ભગવાનની પાસે જવા આપણે નીકળીએ છીએ ત્યારે મેહ નડે છે તે આપણને પાડી નાખે છે.
માનવી પોતાના દિલની છાનામાં છાની વાત પોતાના સ્નેહીની પાસે જઇને ખેલતો હોય છે.
કમળ જેમ સૂર્યનાં કિરણો સામે હૃદય ખોલે છે તેમ જિજ્ઞાસુ જ્ઞાની આગળ પોતાનું હૃદય ખોલી દે છે. કહે છે, મારામાં આવી છાનીછાની વૃત્તિ પડેલી છે. મારા હૃદયમાં છવાએલા તિમિરને, પ્રભુ, તમે દૂર કરો!
આવું એ ત્યારે જ કહે, જ્યારે એના દિલમાં સંસારનાં બંધનમાંથી છૂટવાની તાલાવેલી પ્રગટી હોય.
સંસાર એક એવું વિકરાળ મોટું છે. રોજ અનત જીવો એમાં ભરખાતા જાય છે. સંસાર તો પ્રત્યેક પળે જીવોને ભરખતો જાય છે.
સંસારથી ગભરાનાર તો ઘણા હોય છે. પરંતુ, તેમણે તે નીચ કામ