________________
કરેલાં હાય તેથી કાંઈ જિજ્ઞાસા જાગતી નથી.
સંસારની બીક હાય એ પહેલી શરત. અને મેાક્ષની ભૂખ હોય એ બીજી શરત.
તને એમ લાગતુ હોય કે તું જયાં છે એ તને બંધનરૂપ છે, તને જો એમ લાગતું હોય કે તું દીવાલાની પાછળ પુરાએલા કેદી છે, તને એમ લાગતું હાય કે તું તારી ઇરછા પ્રમાણે કંઇ કરી શકતા નથી, તારી વૃત્તિએ પ્રમાણે તારે એ લપમાંથી છૂટવું હોય તે જ તુ જ્ઞાનીની વાત સાંભળવા માટે લાયક ગણાય. એટલે જ્ઞાનપ્રાપ્તિ માટેની બીજી શરત મેાક્ષપ્રાપ્તિની ઇચ્છા છે.
આજે તા મેક્ષ શુ' છે એની કોઈને કલ્પના પણ નથી. લોકો તા આજે સામે પગલે દાડીને વધારેમાં વધારે બંધાવા માગે છે.
ખૂબીની વાત તે એ છે કે માણસ વૃદ્ધ થાય તેપણ એને વધારે મિલા, વધારે કારખાનાં, વધારે મકાનો, વધારે વેપાર અને વધારે પંચાત ગમે છે. અરે આત્મા, તું થોડેક તે વિચાર કર, તારે અહીં કેટલા દિવસ રહેવાનું છે ?
આ બાબતના તને વિચાર નથી. તું દિવસે દિવસે વિવિધ ઉપાધિમાં વધારે ને વધારે ફસાતા જાય છે.
જે માણસ જાણીબૂઝીને વધારે ને વધારે ફસાતો જાય એને માટે મોક્ષ
ની વાત કયાં કરવી ? એની આગળ તા મેાક્ષની વાત ઉપહાસ જેવી લાગે છે! આજે તે જ્ઞાનીનાં વચના લોકોને ટાઢા પહેારનાં ગપ્પાં લાગે છે. સિનેમા માટે આજે કેટલી બધી આતુરતા છે ! ‘ છાપું ' હજી કેમ ઊઠીને કદી જ્ઞાની
,
નથી આવ્યું. એને તલસાટ હોય છે. પરંતુ, પ્રભાતમાં
નાં પ્રવચન વાંચ્યાં છે ? ! એને માટેના તલસાટ કે નાદ તમારા હૃદયમાં કદી જાગ્યા છે ખરો ?! ના, એવું તો કદી નથી થતુ.
ઠીક છે, કોંઈક સાધુ-મહાત્મા આવી જાય, કોઈક વળી કથાવાર્તા કહેનાંર · મળી જાય, અને જો ફુરસદ હોય તો વળી ઘડી-બે-ઘડી સાંભળી લઈએ છીએ,
આવી ફુરસદિયા પદ્ધતિનું પરિણામ એ આવે છે કે, જ્ઞાનીનાં વચનામૃતનું શ્રાવણ કરતાં કરતાં હૃદયમાં એક જાતના જે આદર અને આહ્લાદ થવા જોઈએ, તે પ્રગટતા નથી. સાંભળ્યા પછી જે રોમાંચ થવે જોઈએ તે પણ મળતા નથી. જ્યાં સુધી એ તાલાવેલી નહિ જાગે ત્યાં સુધી, જ્ઞાનીઓ જણાવે છે કે, એ ઉપદેશ તમારા હૃદયના ઊંડાણ સુધી નહિ