________________
પહોંચે. એ તો ત્યારે જ બને કે જ્યારે આપણા દિલમાં સંસાર પ્રત્યેને ગભરાટ અને તિરસ્કાર જાગશે, તેમજ મોક્ષપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા હશે.
ગાંડો ભિખારી જેમ ડગલાં ભેગાં કરે તેમ આજે આપણે દુનિયાની વસ્તુઓ ભેગી કરીએ છીએ અને તેનાથી આપણા આત્માને આજે સમૃદ્ધ માનીએ છીએ.
જેની પાસે વધારે ડબલાં ભેગાં કરેલાં હોય, જેની પાસે વધારે સંગ્રહ કરેલો હોય, એ આજે દુનિયામાં ભાગ્યશાળી કહેવાય છે. જેની પાસે દુનિયાનાં સાધન ઓછાં હશે એને લોકો ‘અભાગિયો’ કહેવાના.
ખૂબીની વાત તો એ છે કે, જેમ પેલાં રમકડાં બાળકને રોકી રાખે છે તેમ દુનિયાની વસ્તુઓએ આપણને રોકી રાખ્યાં છે. '
આપણા આત્માને જે પરમ ધામ તરફ જવાનું છે, જેને માટેની આપણી આ જીવનયાત્રા છે, જ્યાં પહોંચવા માટે આપણે નીકળેલા છીએ, એ મૂળ વાત જ આજે તે ભુલાઈ ગઈ છે.
આ દુનિયાના રંગમાં આપણે એટલા બધા રંગાઇ ગયા છીએ કે આપણો અસલ રંગ કયો હતો તેની આપણને પોતાને કંઈ જ ખબર નથી.
આપણે જગતના જ દોષે જોઈએ છીએ; જગતની જ વાતો કરીએ છીએ અને જગતને જ વિચાર કર્યા કરીએ છીએ. ‘ફલાણાભાઈ આમ કરે છે ને ઢીંકણાભાઈ તેમ કરે છે–એવી વાતો જ કરીએ છીએ. પરંતુ ભાઇ, આપણે શું કરીએ છીએ તે તો જરા વિચારો ! એવી બધી બાબતોમાંથી આપણે મુકત છીએ ખરા?
આવી વાતોનું પરિણામ બહુ વિપરીત આવ્યું છે. આપણે બહિર્મુખ દશામાં એટલા બધા પડી ગયા છીએ કે અંતર્મુખ દશા આપણને સમજાતી નથી. જ્ઞાનીઓ કહે છે કે, જ્યાં સુધી આત્મા બહિર્મુખ છે ત્યાં સુધી એનું સંસારનું ભ્રમણ ચાલુ જ રહેવાનું છે. માણસ પોતા તરફ વળે તો જ સંસારનું ચકકર અટકે.
માણસ જો પોતાના અંતરમાં ડોકિયું કરે, મનસાગરમાં ડૂબકી મારે અને વિચારે કે બહારની પંચાત કરવામાં મારા અનંત જન્મે ગયા છે, પરંતુ તેમાં મેં મારા કલ્યાણ માટે શું કર્યું ?—આ બધાયમાં મારું શું વળ્યું... ?
જ્યાં સુધી તરંગો છે ત્યાં સુધી તળિયું દેખાવાનું નથી. તરંગ સરે તો જ હું કોણ? એ વાત સમજાય.
હું કોણ’નો પ્રશ્ન આપણને ક્યારેક સૂઝે છે. •