________________
ઘડીભર અરીસામાં મોટું જોઇએ ત્યારે આપણને એમ લાગે છે કે હું જરાક સારો લાગું છું. પણ એ તો દેહની વાત થઈ.
આપણે અંતરના અરીસામાં જોઈ આત્માનો વિચાર કરવાનો છે કે 'હું કોણ ?’
માણસ પાપ કરે, જૂઠું બેલે, ખોટું કરે, આત્માને વેચી નાખે, પણ , શેના માટે ? આ બધાને મૂકીને જવા માટે ?
આ બધાનું સરવૈયું શું આ જ છે? જે અહીં મૂકીને જવાનું છે તેને માટે આત્મા જેવા આત્માને ફટકારી મારવો એમાં ડહાપણ કયાં છે ? જ્ઞાનીઓ પૂછે છે કે, જેના માટે તું તારા આત્માને વેચી નાખે છે તેમાં એવી તો કઈ વસ્તુ છે, જે તારી સાથે આવવાની છે ?
જો કશુંય સાથે આવવાનું ન હોય તો પછી તેને માટે આ આત્માનું વેચાણ શા માટે ? તેના માટે આવી કાળી મજૂરી શા માટે?
એટલે, તમારી પાસેની આવી મૂડી જે તમારી સાથે નથી આવવાની, એ તમારી સાચી મિલકત નથી. તમારી મિલકત તો તમે જે દાન સહજભાવથી અને હૃદયની ઊર્મિથી આપ્યું છે તે જ છે.
આકાશમાંથી જેમ વાદળાં.વરસી જાય છે તેમ તમારા હૃદયમાં પણ વરસી જવાની ભાવના જાગવી જોઇએ.
આજે નામના મેળવવા માટે અને મેલે (સ્ટેટસ) જાળવવા માટે દાન દેવાય છે.
સમાજમાં તમારું નામ સારું હોય, તમારો મોભો ઊંચો હોય અને સવારના પહોરમાં પાંચ માણસ ટીપ લઈને આવ્યા હોય, એટલે પહેલાં તો તમને ફાળ પડે કે “આ લોકો અત્યારે ક્યાંથી આવ્યા?”
તમે વિચાર કરો કે આપણી સ્થિતિ સારી છે, એટલે આ લોકો બસો રૂપિયા ભરાવ્યા વિના પાછા નથી જવાના. એટલે તમે સોથી જ શરૂઆત કરવાની !
એટલે પેલા આવનાર કહેશે : “શેઠ, તમારા માટે સે ન શોભે!” ' એટલે તમે કહેવાના કે, “ભાઈ, આજકાલ વેપારધંધા ખોરવાઈ ગયા છે. આજે તે અમારી સ્થિતિ બગડી ગઈ છે, પરંતુ તમે આવ્યા છો એટલે ના પાડી શકાતી નથી.
એક બાજુ આપણે આવા રોદણાં રેવાની વાત કરીએ છીએ, જ્યારે બીજી બાજુ રેફ્રીજરેટરો, એરકંડીશનની લેટેસ્ટ મોડેલની મોટરો એ બધાં મોજશોખનાં સાધને તે વધતાં જ જાય છે. ખરેખર, જો આવક ઓછી થઈ