________________
ગઈ હોય તો પછી આ બધા ભપકા કયાંથી વધી જાય છે?
સાચી વાત તો એ છે, કે માત્ર દાનમાં દેવા માટે જ આપણી પાસે મૂડી નથી. બાકી, મોજશોખ અને એશઆરામ માટે પુષ્કળ સંપત્તિ છે.
આપણે દાન લેવા આવનાર પાસે રોદણાં રોવાની વાત કરીએ એટલે પેલા લોકો કહેશે : “ભલે, હવે દોઢસે રાખ શેઠ, એમાં વાંધો નહિ આવે.'
તે તમે ઠાવકું મેટું રાખીને કહેવાના : “લખો ભાઇ ત્યારે, તમે આવ્યા છો તે કાંઈ ના પડાશે !'
તમે મનમાં વિચાર કરો : “આને દાન કહેવાય ખરું?.
જ્ઞાનીઓ કહે છે, “ભાઈ, તે તારા દોઢસો રૂપિયા ગુમાવી દીધા. કારણ કે તે દાન દીધું તો ખરું, પણ સાચી ભાવનાથી નથી દીધું. દાન તો આત્માનો ગુણ છે. આત્માને પ્રફુલ્લિત બનાવ્યા વિના આપૅલું દાન સાર્થક પણ નથી થતું.
જ્યાં સુધી તમારા સંજોગો ને સ્થિતિ સારી છે ત્યાં સુધી તમે દાન આપો. દાન દઈને પ્રસન્ન થવાય, આંખમીંથી આનંદનાં અશુ ચાલ્યો જાય, આ રીતે તમે દાન દો તો જ તે સાચું દાન છે. બાકી તો બધો સોદો છે.
દાનની સોદાગીરીમાં માનનારો કહે છે : “ભાઈ, રૂપિયા તો દઉં છું, પણ મારી તકતી કયા ઠેકાણે મુકાશે એ તો કહો !'
આપણે આવો સેદો નથી કરવાને. આપણે તો દાનની વાવણી કરવાની છે.
ખેડૂતને પૂછી જાઓ કે “અનાજ કેમ વવાય છે?' તો કહેશે, ઊંડું વાવવું પડે. હળ જેટલું જમીનમાં ઊંડું જાય અને બીજા જેટલું ઊંડું વવાય એટલું અનાજ સારું પાકે.”
તમારું દાન પણ એટલું બધું ઊંડું હોવું જોઈએ કે, લોકોને ખબર પણ ન પડે કે, આણે દાન દીધું છે.
આને માટે તો આપણો આત્મા જ સાક્ષી હોવો જોઈએ. દુનિયાને સાક્ષી રાખવાની કોઇ જરૂર નથી. માટે જ મહાપુરુષે કહે છે કે “દાન કોઈને માટે નહિ, તમારા આત્માના ઉદ્ધાર માટે આપ.”