________________
સાચું આભૂષણ
જમાં જ્યાં સુધી ઝંખના જાગતી નથી ત્યાં સુધી એ ધરતીમાંથી બહાર આવતું નથી. પરંતુ જ્યારે એમાં ઝંખના જાગે છે ત્યારે, ધરતીને ફોડીને પણ એ પોતાનો માર્ગ કરી લે છે.
મહાપુરુષો જણાવે છે કે, આ ચૈતન્યમાં પણ જ્યાં સુધી જડમાંથી બહાર નીકળવાની ઝંખના ન જાગે, ત્યાં સુધી ગમે તેટલો પ્રયત્ન કરે તે પણ, જડમાંથી એ બહાર આવી શકતો નથી.'
એ ભલે ગમે તેવી ક્રિયાઓ કરે કે લોકોમાં ધર્મિષ્ઠ હોવાની છાપ પાડે એવો આભાસ ઉત્પન્ન કરે, પરંતુ જે રીતે થવો જોઈએ એ રીતે એ આત્મા મુકત થઇ શકતો નથી. કારણ કે, જડમાંથી મુકત થવાનો જ અભિલાષ જાગવો જોઈએ ને એ હજ. જાગ્યો નથી.
“તન્ય છું. મને વળી બાંધનાર કોણ? તે છતાં હું બંધાયેલો છું. તેથી બંધન તો મારે માટે ખરાબમાં ખરાબ વસ્તુ છે. એટલે મારે મારા આત્માને વહેલામાં વહેલી તકે મુકત કરવો જ જોઇએ, એવા પ્રકારનો તીવ્ર અભિલાષ આત્મામાં જાગે નહિ ત્યાં સુધી, બધી જ ક્રિયાઓ દેખાવે સારી હોવા છતાં પણ, આત્માને આગળ વધારવા માટેનું ઉત્તમ નિમિત્ત બની શકતી નથી. એટલા માટે જ ક્રિયાઓના પાંચ ભાગ પાડવામાં આવ્યા છે. આમાં સૌથી શ્રેષ્ઠ ક્રિયા અમૃતક્રિયા છે.
એટલા માટે એ શ્રેષ્ઠ છે કે, જે ક્રિયા કરવામાં આવે છે તેની સાથે આત્મા એકાકાર બની જાય છે, કારણ કે, એ ક્રિયા જડમાંથી મુકત થવા માટેની પ્રક્રિયા છે. - આ રીતે સમજીને જે ક્રિયા કરે છે એના જીવનમાં પરિવર્તન આવતું જાય છે. અને તેની જિંદગીમાં બીજાં કંઇ નહિ પણ રાગદ્વેષ તો અચૂકપણે