________________
પાતળા થઇ જ જાય છે. વસ્તુ જેમજેમ ઘસાતી જાય તેમ પાતળી થતી જાય છે, તે જ રીતે આપણા રાગદ્વેષ પણ પાતળા પડયા છે કે નહિ તે આપણે જોવાનું છે. આટઆટલાં અનુષ્કાના કરવા છતાં, આટઆટલા સંત-સાધુએ પાસે જવા છતાં અને આટઆટલેા ઉપદેશ શ્રાવણ કરવા છતાં, આપણા રાગદ્વેષ જો પાતળા ન થાય તે, આપણા દિલમાં એક ઝંખના પેદા થવી જોઈએ કે, હજુ રાગદ્વેષ પાતળા કેમ થયા નથી ?
આવા પ્રકારની ઝંખનાવાળા આત્મા જે ક્રિયા કરતા હોય તે ક્રિયા એકલી જડ ક્રિયા ન કરે, પરન્તુ ક્રિયા કરતાંકરતાં પેાતાના આત્માની શોધ એના દ્વારા કરતા રહે.
એટલે જ્ઞાનીએ કહ્યું છે કે, આ બધી જે ક્રિયાઓ છે, તે ક્રિયાની પાછળ છુપાએલા આશયના આપણે વિચાર કરવાના છે.
આપણે આ વિચારવાનું છે. આવા વિચાર કરીશું તે જ આપણે આપણા આત્માના ઉત્કર્ષ ની સાથેસાથે ધર્મની પણ સાધના કરી શકીશું. એ ભાવના નહિ હોય તે ન તા આપણા આત્માના ઉત્કર્ષ થશે, ન તો ધર્માંની આરાધના થશે. જે લોકો પોતાના ઉત્કર્ષી કરતા જાય છે તે લોકો જ દુનિયામાં ધર્મ ની સ્થાપના કરવા સમ બને છે. પેાતાના ઉત્કર્ષ કર્યા વિના કોઈ પણ માણસ દુનિયાના ઉધ્ધાર કરી શકવાના નથી.
આ વસ્તુના વિચાર કરવાં માટે જ જ્ઞાનીએ જણાવ્યું કે, આપણામાં એક જાતનાં અભિલાષ જાગવા જોઇએ કે મારે મુકત બનવું છે. બંધનેામાંથી બહાર આવવું છે.
આવા પ્રકારના અભિલાષ એક શિષ્યના હૃદયમાં જાગ્યો. એટલે એણે આવીને પહેલવહેલા પ્રશ્ન કર્યો કે, ‘હે ગુરુ, મારો એક પ્રશ્ન છે : કિ` ભૂષણાદ્ ભૂષણ' અસ્તિ ?
‘ હે ભગવન, લોકો દાગીના પહેરે છે, શરીરને સુંદર બતાવવા માટે, લોકો અલંકાર પહેરે છે, શરીરની શાભા વધારવા માટે. તે પછી મારે પણ એક દાગીના પહેરવા છે. મને એક એવા સરસ દાગીના બતાવા, કે જે દાગીના પહેરું એટલે હું શૈાભી ઊઠું. જે દાગીના પહેરું એટલે લોકો મને જએ. અરે, જ્ઞાની પણ કહે કે નહિ, અલંકાર તે આનું નામ કહેવાય !
‘મને એવા દાગીના બતાવા કે દુષ્ટો જેને ભ્રષ્ટ કરી શકે નહિ. એવા દાગીના બતાવા, કે જે પહેર્યાં પછી કોઈ દિવસ આપણને છેડે નહિ. ’ દાગીનાની શરત તો બહુ આકરી હતી. એવા દાગીના તા કયાંથી
લાવવા ?