________________
• દાન
विषि यदि संसारात् मोक्षप्राप्तिम् च काक्षसि । तदिन्द्रिय जय वर्तुम् चोरयत् पार पौरुषम् ॥
1 શ્લોકમાં એક મહાપુરુષ જણાવે છે કે, જો તને તારી આત્મસાધનો માટેનું ખરેખરું સાધન સંસાર લાગતું હોય અને સાથે સાથે, ધારીએ તો આ સ્થાન છૂટી શકાય એવું પણ છે અને ભૂલ કરીએ તો બંધાઈ જઈને પડી જવાય એવું પણ છે એવું તારી પાસે જ્ઞાન પણ હોય તે જ હું તને એક વાત કહું. કારણ કે, જ્યાં સુધી જિજ્ઞાસા જાગી નથી ત્યાં સુધી બધી વાતો કરવી નકામી છે. જિજ્ઞાસાનું બીજ વવાયેલું હોય તો જ ઉપદેશનું બીજ, કામ લાગે છે. જેના હૃદયમાં જિજ્ઞાસાનું બીજ નથી એવા આત્માને આપણે જ્યારે ઉપદેશ દેવા જઈએ છીએ તો આપણી દશા સુગરીના માળા જેવી થાય છે. સુગરી વાંદરાને ઉપદેશ આપવા ગઈ તો વાંદરાએ ઉપદેશ તો ન લીધે, પણ ઉપરથી એના માળાને વીંખી નાખ્યો.
. આ રીતે, જે લોકો સંસારના ભાગમાં રાચ્ય છે એવા જીવો માટે શાનીઓનાં વચન લગભગ નિષ્ફળ નીવડે છે. એટલા જ માટે જ્ઞાનીઓ સૌથી પહેલાં અર્થ–પાત્ર’ બનવાનું કહે છે. * . તમારામાં જિજ્ઞાસા હશે તો જ ઉપદેશ કામ લાગવાને છે. ઉપદેશ શ્રવણ કર્યા પછી મનન કરીને અને પોતાની પ્રજ્ઞા વડે કરીને એને પચાવવાની જે શકિત આપણામાં નથી એનું કારણ એ જ છે કે આપણામાં જિજ્ઞાસાવૃત્તિ જગી નથી. આ જિજ્ઞાસા કઈ, ખબર છે? વિષિ હિ સંસારન્ !
જો તું સંસારની રૂંધામણથી ગભરાતો હય, જો તને એમ લાગતું હોય કે સંસારમાંથી છૂટવું છે, અને જે દુનિયામાં જન્મ્યો છે તે દુનિયાથી જો તારે ઉપર આવવું હોય તો જ હું સાચો જિજ્ઞાસુ.