________________
અંગત વાત કહું. કોઈને કહેતો નહિ. મારા પાંચ લાખ રૂપિયા હમણાં અમુક ઠેકાણે રોકાયા છે. અને આ મહિનામાં છૂટા થઈ શકે તેમ નથી. જ્યારે બીજી બાજા બે લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. અને તે આવતી કાલે જ રોકડા ચૂકવવાના છે. એટલે તું મને કોઈ પણ રીતે મદદ કર, નહિ તે આવતી કાલે જ લેણદારો આવવાના છે.” - પેલા માણસે મદદ કરવાની અશકિત બતાવી, અને પૈસા લેવા આવનારને બહાનું બતાવી રવાના કર્યો.
- અહીં સુધી તો બધું બરાબર હતું. પોતાની પાસે સગવડ ન હોય તે માણસ મદદ ન કરે તેમાં કશું ખોટું ન ગણાય. પરંતુ, આ માણસ એટલેથી અટક્યો નહિ. એણે તે ઠેરઠેર કહેવા માંડયું: ‘અમુક ભાઈ તો મારે ત્યાં રૂપિયા ઉછીના લેવા આવ્યા હતા. ખાલીખમ થઇ ગયા લાગે છે. તેલમાં કંઈ તેલ દેખાતું નથી. એનાથી સાવચેત રહેવું સારું. આજે મારી પાસે પૈસા લેવા આવ્યા, કાલે તમારી પાસે આવે.' એક કાનેથી વાત બીજા કાને જતાં બધે પ્રસરી ગઈ.
એટલે લેણદાર ગભરાયા. એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો...પછી તે પેલાને ત્યાં દરોડો જ પડ્યો. એકસામટા રોકડા રૂપિયા તો કોની પાસે હોય? એટલે પેલો માણસ ગભરાઈ ગયો. અને છેવટે, લેણદારોના એકસામટા હલ્લા સામે, છતી મૂડીએ એને દેવાળું ફૂકવું પડ્યું.
જાઓ, માણસના મનમાં રહેલી ક્ષુદ્રતા કેટલું બધું ભયાનક પરિણામ લાવે છે!
એટલે જ મહાપુરુષો આપણને ફરીફરીને કહે છે કે જીવનમાં ગંભી૨તા કેળવો. કોઇને ત્યાં બેસવા જાવ ત્યારે પણ કોઈનાય અંગત જીવનની વાત ઉકેલતા પહેલાં લાખ વાર વિચાર કરે, બનતાં સુધી ન જ ઉકેલે અને ઉકેલો તે પેલા દુભાષિયાએ જેવી સાવચેતી રાખી હતી તેવી વાત કરતા રહો. તમારા જીવનમાં આટલી ગંભીરતા આવી જશે તો પછી ધર્મની સાધના માટે તમે ચોકકસપણે લાયક ગણાશે.