________________
ઘડા કેટલા છે? ફરવા માટે બગીચા કેટલા છે? રમવા માટે મેદાન કેટલાં છે?”
આ સવાલ દુભાષિયાએ પેલા અંગ્રેજને આ રીતે પૂછયો : 'સાહેબ, નવાબસાહેબ પૂછે છે કે તમારી પાર્લામેન્ટમાં સભ્યો કેટલા છે? પાર્લામેન્ટમાં ચર્ચાઓ શાની ચાલે છે? ચૂંટણી કયા વરસમાં થાય છે?
* આમ દુભાષિયો ઊંધા સવાલને સીધો કરે ને પછી નવાબને ઊંધે જવાબ સમજાવે. આમ કરતાં કરતાં એણે પેલા અંગ્રેજને એવા ઝીણવટવાળા સવાલો પૂછ્યા કે પેલા અંગ્રેજને એમ થઈ ગયું કે, લોકો વાત કરે છે કે આ લોકો મૂર્ખ છે, પરંતુ પ્રત્યક્ષ અનુભવે તો સમજાય છે કે આ લોકો તો ખૂબ ડહાપણવાળા છે.
આમ દુભાષિયાની ડહાપણભરી વિવેકબુદ્ધિએ સર્જાનારા ભયાનક અનર્થને અટકાવ્યો, એટલું જ નહિ, સારી છાપ પણ પાડી.
બસ, ગંભીર અને વિચારવાન માણસનું મુખ્ય લક્ષણ આ જ છે. અવળી વાતનો સવળો અર્થ કરી એ અનર્થ અટકાવી શકે છે.
જે લોકો એકબીજાને લડાવવામાં આનંદ અનુભવે છે એવા લોકો #દ્ર છે. મહાપુરુષો કહે છે કે, ધર્મની સાધના માટે તેઓ તદ્દન નાલાયક છે. એટલે જ, આપણે આપણા જીવનમાં ગંભીરતા કેળવવાની છે. - આપણા જીવનમાં આવેલી ગંભીરતાની પરીક્ષા – આપણી પાસે આવતી વાતોમાંથી આપણે કેટલી વાતો પચાવી શકીએ છીએ, અને આપણી પાસે આવેલી અવળી વાતોને કેટલા પ્રમાણમાં સીધો અર્થ તારવી શકીએ છએ તેના ઉપરથી કરી શકાશે. કોઈ પણ માણસ તમારી પાસે આવીને ગમે તે વાત બલી જાય. પરંતુ એ બોલેલી વાતનો તમે કેવો અર્થ તારવો છો, તેના ઉપર જ તમારી વિચારધારાની કસોટી છે.
* * આવ્યું તે સાંભળી નાખવું અને ગમે તેમ બોલી નાખવું એવા ઉતાવળિયા સ્વભાવવાળો માણસ સર્વત્ર વિનાશ વેરે છે. એવા માણસોનો કોઈ વિશ્વાસ રાખતું નથી. એની પાસે કોઈ બેસતું પણ નથી. વિચારવા જેવી મનની વાત એને કોઇ કરતું પણ નથી. કારણ કે દરેકને એમ હોય છે કે મારી આગળ બીજાની વાત કરનારો આ માણસ મારી વાત બીજાની આગળ કર્યા વિના રહેવાની જ નથી. એટલે, એનાથી ચેતતા રહેવું.
- એટલે આવો માણસ જેટલું વધારે વહાલ બતાવવા જાય છે એટલી સામા માણસના મનમાં વધારે શંકા ને ઘણા પેદા થાય છે. આ કંઈ જેવું તેવું નુકસાન છે?
એક ભાઈને પૈસાની જરૂર હતી. એમણે મિત્રને કહ્યું : “ભાઈ, એક