________________
થયા : ‘Please come in.
અદર આવેા. ’ કહીને અંદર બાલાવ્યો. પછી એને થાબડો, અને કહ્યું : ‘ શાબાશ ! ધન્ય છે તારી નિર્ભયતાને. હું છેક મુંબઇથી આવું છું, ને જોઉં છુ કે હિ ંદુસ્તાનમાં માણસા કેટલા મ છે ! જે કોઇ ચઢવા આવે તેમને, માત્ર નિર્ભયતાની કસાટી કરવા માટે જ, હું પૂછતો અને ડરાવતો હતો. એટલે તે તે મને જોતાં જ ભાગે ! પછી મને થયું કે આવા કાયર માણસા સાથે બેસીને સમય પસાર કરવા એના કરતાં તા એમને ભગાડવા એ સારી વાત છે. પરંતુ, તું એક બહાદુર મળ્યા !”
જેની પાસે કાયદેસર ટિકિટ છે, જે માણસે પૈસા ખર્ચે લા છે, એ માણસને મારા જેવા ધૃષ્ટતાથી પૂછે કે, 'Who are you?” તે એને પૂછવાના શે। અધિકાર છે ? જેણે ફર્સ્ટ કલાસની ટિકિટના પૈસા ચૂકવ્યા છે તે ફર્સ્ટ કલાસમાં બેસવા માટે આપોઆપ હકદાર છે. એને પછી ડરવાની શી જરૂર ? પણ જેનામાં નિર્માલ્યતા પડી હોય એ સામના કરી શકતા નથી.’ ? ઉપરની હકીકત યુરોપિયનની નિખાલસતા અને પેલા વિદ્યાર્થીની નિર્ભયતા માટે માન ઉપજાવે તેવી છે.
'
<
વળે, એ વાત પણ મહત્ત્વની છે કે, જ્યાં પાપ છે, સ્વા છે, ત્યાં જ ભય છે. અભય કચાંથી ઉત્પન્ન થાય છેએ જાણા છે ? એ તમારા ન્યાયમાંથી, તમારી પ્રામાણિકતામાંથી, તમારા સત્યમાંથી અને તમારા સદાચારમાંથી ઉત્પન્ન થાય છે.
જ્યાં સુધી તમારા જીવનમાં ન્યાય, પ્રામાણિકતા, સત્ય અને સદાચાર નહિ હોય ત્યાં સુધી તમારામાં અભયનું તત્ત્વ કદી નહિ પ્રગટે.
હવે બીજી વાત છે પુરુષાર્થની. આજે આપણે એટલા બધા પ`ગુ બન્યા છીએ, એટલા બધા પરાવલ બી બન્યા છીએ, ઇન્દ્રિયોને એટલી બધી શિથિલ બનાવી બેઠા છીએ કે, આજે આપણને બધું મફતમાં જોઈએ છે, સસ્તામાં સસ્તું જોઇએ છે, સહેલામાં સહેલું જોઈએ છે અને પરસેવા પાડીને મેળવવામાં આપણને નાનમ દેખાય છે.
આવી હીણપતભરી મનોદશા આપણા હિંદુસ્તાનનાં મોટાંએથી માંડીને નાનાં સુધી એવી વિચિત્ર રીતે પેસી ગઈ છે કે, લગભગ સૌને શ્રમ કર્યા વિના મેળવવુ છે.
હમણાં મારી પાસે પરદેશના બે મિત્રો રોજ અભ્યાસ માટે આવે છે. તેમને મેં પૂછ્યું : ‘ હિંદુસ્તાનમાં તમે શું જોયુ ? '