________________
એમણે માત્ર આટલું કહ્યું : “Live in light—પ્રકાશમાં જીવો.
બસ, આ એક જ આદેશને નજર સામે રાખીને ત્યારથી હું નીકળી પડ્યો છું. એમના આ આદેશ પાછળનો ધ્વનિ એ હતો કે સર્વદા પ્રકાશમાં જીવો. પ્રકાશમાં આવનારને દુનિયામાં કોઈ જાતને ભય નડવાનો નથી.'
ભય તેને છે જે અંધારામાં વસે છે. તમારી પાસે જો પાપ નથી, જો કંઈ ખોટું આચરણ નથી તો તમારે દુનિયામાં કોઈથી ડરવાની જરૂર નથી.
આજે માનવી ડરતે રહે છે, છુપે ફરે છે, વાત સંતાડવા માગતા હોય છે; કારણ કે એના મનમાં પાપ છે. - નિષ્પાપ નહિ થવાય ત્યાં સુધી અભય નહિ બનાવે; અને અભય નહિ થાઓ ત્યાં સુધી આપની આંખમાં તેજ કે વાણીમાં પ્રકાશ નહિ આવે.
- એટલે, આજે સૌથી પહેલી વાત તો એ છે કે, આપણા દેશને, સમાજને અને ધર્મને ઊંચો લાવવો હોય તો સૌએ અભય બનવું પડશે. પણ એ અભય આજે ક્યાં છે?
અભયના અભાવની એક નમૂનેદાર રમૂજી વાત તમને કહું.'
મુંબઇથી અમદાવાદ આવતી એક ટ્રેનના ફર્સ્ટ કલાસમાં એક યુરોપિયન બેઠો હતો.
એ ડબામાં કોઈ ફર્સ્ટ કલાસને પેસેન્જર બેસવા આવે તો એ ઘૂરકીને પૂછે: “Who are you?”—“કોણ છે તું ?”
એનો ઘુરકાટ અને આંખના ડોળા જોઈ બેસવા આવનાર ફફડી ઊઠે અને ફર્સ્ટ કલાસની ટિકિટ હોવા છતાં એ પાછો ભાગી જાય. દરેક સ્ટેશને લગભગ આવું બને. એટલામાં વલસાડ આવ્યું..
યુરોપિયનવાળા ડબામાં બેસવા માટે એક વિદ્યાથી આવ્યો. બારણું ખેલવા જાય છે ત્યાં પેલા યુરોપિયને ઘુરકાટ કર્યો : “Who are you?
પેલો વિદ્યાર્થી વિચાર, ઉચ્ચાર ને આચારની એકતાવાળો હતો. એના હૈયામાં અભય બિરાજેલો હતો. પોતાની પાસે ફર્સ્ટ કલાસની ટિકિટ હતી. પિતે ફર્સ્ટ કલાસને કાયદેસર પેસેન્જર હતો; છતાં પોતાની સાથે યુરોપિયનનો વર્તાવ અઘટિત અને અવિવેકી હતો. આથી, એ યુરોપિયનને ઠેકાણે લાવવા એણે કહ્યું: “I am the first class passenger.’–‘હું ફર્સ્ટ કલાસનો મુસાફર છું.’
આ નિર્ભયતા જોઈ યુરોપિયન ડઘાઈ ગયો. સાથે સાથે પ્રસન્ન પણ