________________
સૌમ્યતા આવશે.
એટલે જ આપને કહું છું કે, જે ગુણ ભવિષ્યમાં વિકસાવવા છે તે તમે અત્યારથી જ વિકસાવવા માંડો. અને દુર્ગુણને પ્રવેશવાનાં સઘળાં • દ્વાર બંધ કરી દો. જો એકાદી બદી પણ જીવનમાં પેસી જશે, એકાદો દુર્ગુણ પણ જો બીજના રૂપમાં રોપાઈ જશે, એકાદ ખરાબ વિચાર પણ જો મનમાં પ્રવેશી જશે તો મોટા થયા પછી અનેક પ્રયત્ન પણ તેનાથી બચી નહિ શકો. નાનપણમાં ઘર ઘાલી બેઠેલી બદીઓને દૂર કરવા માટે જબ્બરમાં જબ્બર જોગી અગર જાદુગરે પણ કામયાબ નીવડતો નથી. મનમાં એક વિચાર પેઠો, એટલે એ વૃક્ષ બનવાને, અને દિલની દીવાલને તોડી બહાર નીકળવાનો જ. એટલે આપણે તો બાલ્યવયમાંથી જ વિચાર, ઉચ્ચાર અને આચારને શુદ્ધ, સુંદર અને સ્પષ્ટ બનાવવા માટે સાવચેત રહેવું જોઈશે. આ રીતના સાવચેત રહીશું તો જ વિદ્યાને ખરેખરી રીતે દીપાવી શકીશું.
આમ વિચાર, ઉચ્ચાર અને આચારને સુધારીને જગતમાં ગૌરવભેર જીવવા માટે ત્રણ મુદ્દાઓ તરફ તમારે ખાસ ધ્યાન આપવું જોઇશે. આ ત્રણ મુદ્દાઓ એટલે અભય, પુરુષાર્થ અને સંયમ.
આ ત્રણ વસ્તુઓ જો આપણી પાસે હોય તો જીવનક્ષેત્રમાં આપણે કેવા સફળ બની શકીએ, ને જીવનધ્યેય સાધી શકીએ તેની આછીપાતળી રૂપરેખા જ આપની સમક્ષ અહીં રજૂ કરું છું. એક ચિંતકે કહ્યું છે :
“જો તું દેવ હોય તો અમારે દેવનો ખપ નથી–નીચો ઊતરીને તું માનવતાની ભૂમિકા પર આવ. જો તું પશુ હોય તે પશુતામાંથી ઊભો થા, અને માનવતાની વ્યાસપીઠ પર આવ. કારણ કે માનવતા તો દેવોથી અધિક ને પશુઓથી શ્રેષ્ઠ છે. સમસ્ત વિશ્વમાં માનવ જ ઈદ્રિયો પર સામ્રાજ્ય ફેલાવે છે. આ માનવ બનવા માટે જ અભય, પુરુષાર્થ ને સંયમની જરૂર છે.’
પહેલી વાત આપણે અભયની કરીએ. : સાચો માણસ પાપ સિવાય કોઇ પણ વાતથી, કોઈ પણ ઠેકાણે ભય
પામતો નથી. એ સર્વદા અભય છે. કારણ કે, ભય ત્યાં જ આવે છે, જ્યાં - પાપ હોય છે. - ગાંધીજીને છેલ્લી વાર મળીને બારડોલીમાં છૂટા પડવાનો પ્રસંગ આવ્યો ત્યારે મેં પૂછયું : “બાપુજી, મારે માટે કંઈ આદેશ ? મારે જીવનમાં શું કરવું ?' '