________________
છીએ, પરંતુ મનની કે વિચારોની ફિલ્મ લઈ શકતા નથી. નહિ તો, માણસ એકબીજાની પડખે શાંતિથી કે પ્રેમથી બેસી જ ન શકત. છે. માનવીનું મગજ જો બગીચાના જેવું સુંદર અને સુવાસિત ન હોય, અને તેમાં અનેક જાતની બદીઓ અને ખરાબીઓ ખદબદતી હોય તો, એ શાંતિ કક્ષાંથી પામે? આનંદ ક્યાંથી મેળવે?
આ થઇ વિચારોની વાત. હવે આપણે ઉચ્ચારની વાત ઉપર આવીએ. તમારા વિચારોમાં વસેલું માધુર્ય તમારા ઉચ્ચારોમાં પણ વસવું જોઈએ. તમારા ઉચારોમાં કટુતા હશે, અસભ્યતા હશે, તુચ્છતા હશે, અને અણછાજતા ભાવો હશે તો એ તમારા વિચારોને શોભા આપનાર નહિ નીવડે. ' : ઉચ્ચાર તો તમારા વિચારોનું વાહન છે. એટલે, વાહન પર બેસનાર
વ્યકિત પણ પવિત્ર હોવી જોઈએ, અને વહન કરનાર વસ્તુ પણે પવિત્ર હેવી જાઇએ. વિચાર અને ઉચ્ચાર જ સુંદર અને સુયોગ્ય હોય તે ખરેખર અર્જુન અને કૃષ્ણની જોડી જામે.
- તમારા વિચારરૂપી અજનને ઉચ્ચારરૂપી રથમાં બેસાડો, અને તેની લગામ વિવેકરૂપી કૃષ્ણના હાથમાં સોંપી દો. અને પછી તમે જાઓ કે જીવનસમરાંગણમાં દુત્તિરૂપ કૌરવો પર કેવો વિજ્ય પ્રાપ્ત થાય છે. એટલે વિચારને ઉચાર બેય મધુર હોવા જોઇએ.
હવે ત્રીજી વાત આવે છે આચારની. તમારા આચારમાં એટલી સ્પષ્ટતા હોવી જોઇએ, એટલી સુંદરતા હોવી જોઇએ કે જાણે પારદર્શક સ્ફટિક જોઈ લો. જેની પાસે વિચાર સુંદર છે, જેની પાસે ઉચ્ચાર સુંદર છે, અને જેની પાસે આચાર સુંદર છે એવો મનુષ્ય જ જગતમાં કંઈ પણ કરી શકે છે.
માનવી કંઇ અળસિયા બનવા માટે આ જગતમાં નથી આવ્યો. માનવ તરીકે ગૌરવભર્યું જીવન જીવવા માટે એ આવ્યો છે. આ દુનિયા પર તમારા પ્રકાશની છબી મૂકી જવા માટે તમે આવ્યા છો.
તમે કેવળ મીણબત્તી જેવી ન બનશો કે જે કલાકની અંદર સમાપ્ત થઈ જાય. તમે તો મશાલ જેવા બને, કે જે આખીય વાત પ્રકાશ પાથર્યા જ કરે, અને અંધકારને પ્રકાશથી રંગી દે.
જગતને ઉજાસ આપનારી મશાલ જેવા બનવું હશે તે આપણા વિચાર, ઉચ્ચાર અને આચાર ત્રણેય સુધારવા પડશે. એ ત્રણેય જો સુધરી જશે તો તમારામાં એક પ્રકારની વિશિષ્ટતા આવશે, મધુરતા આવશે અને