________________
તે કહે કે, “હિંદુસ્તાનમાં અમે આળસ જેઈ !' “એ શું કહો છો !'
તો કહે, “હા, બીજું બધું ઘણું છે. અહીં જે છે તે દુનિયામાં બીજે ક્યાંય નથી. પરંતુ સાથે સાથે, અહીં જેવી આળસ છે તેવી આળસ પણ દુનિયામાં બીજે ક્યાંય નથી. અમારા દેશમાં તે અમે જો આરામથી બેઠેલા હોઇએ અને નેકરને કહીએ કે, “પાણીને પ્યાલો ભરી લાવ” તો એ નોકરને માટે પણ શરમજનક ગણાય, અને અમારે માટે પણ શરમજનક ગણાય. અમારે ત્યાં નોકર પાણીના ગ્લાસ જોઇને તેમજ સાફ કરીને યોગ્ય સ્થળે ગોઠવી દે ખરા, પરંતુ પીવા માટેનું પાણી તે અમારે ઊભા થઈને જ લેવાનું હોય. જ્યારે અહીં તો ગાદી પર પડ્યા પડથા જે “એય રામા! ક્યાં ગયો?’ એમ સાતવાર બૂમો પાડ્યા પછી આઠમા અવાજે રાત્મો આવે એટલે એક—બે સુણાવે, અને પછી કહે કે, “પાણી લાવ, પાણી. અત્યાર સુધી.
ક્યાં મરી ગયો હતો ! સાંભળતો નથી ? હવે ખરી રીતે જાઓ તો પાણી બાજુમાં જ પડયું હોય. જેટલું ગળાને દુ:ખ આપે એટલુ' હાથને અગર પગને દુખ આપ્યું હોય તો કશી ઉપાધિ હોય ખરી ?”
શ્રમ વગર મેળવવાની આવી બદી આપણામાં એવી પેસી ગઈ છે કે, આપણો નાનામાં નાનો વિદ્યાર્થી પણ કેઈની કૅપી કેમ કરી લેવી અને ચોરી કરીને પરીક્ષામાં પાસ કેવી રીતે થઈ જવું તેના રસ્તા શોધવા માંડ્યો છે. આવા પ્રકારના વિદ્યાથીઓ ભલે પાસ થતા હોય, પરંતુ મેટ્રિકમાં આવે છે ત્યાર પછી આંખમાંથી જાતે તો આંસુ પાડે છે, પરંતુ મોટાઓની પાસે પણ આંસુ પડાવે છે.
સેમાંથી પાંત્રીસ ટકા માર્કસ લાવવાના હોય તે પણ ચોરી કરવી પડે, કંપી કરવી પડે એ કેટલું બધું હીણપતભર્યું ગણાય?
હવે તો પાંત્રીસ ટકાનું ધોરણ પણ, કહે છે કે, વિદ્યાથીઓને વધારે પડે છે. એટલે તેઓ માગણી કરે છે કે પાંત્રીસને બદલે પચીસ ટકાનું ધોરણ રાખવું જોઈએ.
તમને જે શિખવાડવામાં આવે તેને ત્રીજો ભાગ પણ તમને જો આવડે નહિ તો પછી શિક્ષણનો અર્થ શો ? કોઇ રસોઇયે આવીને કહે કે હું સો રોટલી બનાવીશ તેમાં પચીસ રોટલી સારી બનાવીશ અને બાકીની રોટલીઓમાંથી કેટલીક કાચી હશે ને બાકીની બળેલી હશે. તે, તમે એવા