________________
રઈયાને ઊભો રહેવા દો ખરા?
આના અનુસંધાનમાં હું તમને એક સરસ વાત કહું. એક વાર જમવા બેઠા હતા ત્યાં ભાણામાં લાડુ સાથે વડાં પીરસાયાં.
તે વખતે એક પ્રશ્ન ઊભો થયો : વડા કરતાં લાડુ મોટા હોવા છતાં વડાને ‘વ’–મોટું કેમ કહેવામાં આવતું હશે ? ' કેઇકે વળી ‘વડાને પૂછયું પણ ખરું: “લોકો તમને વડું” કેમ કહે છે? ત્યારે વડાએ પોતાની આપવીતી કહેવા માંડી :
પહેલે થે હમ મર્દ, મર્દસે નાર કહાયે, કર ગંગામેં સ્નાન, મેલ સબ દૂર કરાયે; કર પથ્થર સે યુદ્ધ, ઘાવ બરછી કે ખાયે,
નીકલ ભયે જબ પાર, આજ હમ બડે કહાયે. વડું કહે છે કે સૌથી પહેલાં હું મગના રૂપમાં હતો; પુરુષ અવસ્થામાં હતા. તે પછી “વ” બનવા માટે મારે બે પથ્થર વચ્ચે ભરડાવું પડ્યું આ રીતે ભરડાવાને લીધે મારી જાતના ટુકડા થઇ ગયા. ત્યારે મારા એ આત્મભોગને યોગ્ય રીતે સન્માનવાને બદલે લોકેએ મને નારીવાચક નામ “દાળ” કહીને સંબોધવા માંડયું. ત્યારબાદ લાંબા સમય સુધી મારે પાણીમાં ભીંજાવું પડ્યું. એટલે, મારી બધી જ ચામડી ફોતરાંના રૂપમાં છૂટી પડી ગઈ અને મારું અંગ એકદમ નરમ થઈ ગયું. આ પછી મારે પથ્થર સાથે ખરેખરું યુદ્ધ કરવું પડ્યું. પરંતુ મારું ગજું કેટલું ? બે પથ્થર વચ્ચે હું બરાબર વટાઈ ગયું. મારું અસ્તિત્વ જ લગભગ ભુંસાઈ ગયું.
ત્યારબાદ, મારી એ હાલત હજી ઓછી ભૂંડી હોય તેમ, અંગેઅંગમાં અગન ઊઠે એવા મરચા-મીઠાના મસાલા સાથે મને ભેળવવામાં આવ્યું. પછી ઊકળતા તેલમાં તળવામાં આવ્યું અને અણીદાર સોયાના ભાલાનો માર સહન કરવો પડ્યો. . - “આટલું બધું થયું ત્યારે પુરુષવાચક “મગ’ને બદલે નારીવાચક “દાળ એ નામથી સંબોધન કરી મારું અપમાન કરનારું જગત હવે મને ‘વડું” કહીને માન આપવા માંડયું છે.'
વડાની આ આત્મકથા દુનિયામાં વડા–“મા” બનવા માટે માણસે કેટલું બધું સહન કરવું પડે છે તેનો ખ્યાલ આપે છે. પરંતુ આ સહનશીલતા અને જીવનક્ષેત્રે વિજયી બનવા માટેનું લડાયક ખમીર, જીવનમાં અભય અને પુરુષાર્થ નહિ હોય તો ક્યાંથી આવશે?
તમે જે કંઈ કામ કરો તેમાં પુરુષાર્થને આગળ રાખે. પછી પ્રયત્ન