________________
કરો અને જુઓ કે તમને સફળતા મળે છે કે નહિ.
યાદ રાખજો કે કાયર માનવીને માટે જીવનક્ષેત્રો સફળતાની ક્યાય સંભાવના નથી. તમારે જીવનયુદ્ધ જીતવું હોય અને માનવતાને વિકસાવવી હોય તો તમારા હૃદયમાં અભય જોઇશે અને પ્રયત્નમાં પુરુષાર્થ જોઈશે.
હવે આપણે ત્રીજી વાત ઉપર આવીએ : એનું નામ છે સંયમ.
મન અને વાણી પર સંયમ ન હોવાને લીધે, આજે અશિસ્ત એટલું બધું વ્યાપી ગયું છે કે દેશમાં જ્યાં જુઓ ત્યાં અશિસ્તનું વાતાવરણ જ જોવા મળે છે. જ્યાં સુધી આ અશિસ્ત, આ અવ્યવસ્થા, આ અંધાધૂંધી હશે ત્યાં સુધી ભણતર ગમે તેટલું ઊંચા પ્રકારનું હશે તે પણ તે નકામું નીવડશે. માણસ ગમે તેટલો અભય હશે તેપણ ઊંચો આવી શકશે નહિ.
અભયની સાથે સાથે તમે સંયમને યાદ રાખજો. અભય સંયમથી જ શોભશે. તમે કહેશો કે અમે અભય છીએ એટલે અમે શિક્ષણની અને શિક્ષકની સામે ગમે તેમ બોલવાના અગર વર્તાવાનાં–તો એ બરાબર નથી. તમને ન ગમે એવી બે વાત શિક્ષક કહે, એટલે તરત તમે હડતાલ ઉપર ઊતરી જાવ એ કેવી વિચિત્રતા?! તમે જો હડતાળના હથિયારથી શિક્ષકોને ડરાવ્યા જ કરો તો તમારે માટે તેમના હૈયામાં કેટલો પ્રેમ ઊભરાય ?
તમારે જે વાત કહેવી હોય તે પ્રેમથી, નમ્રતાથી અને સમયોચિત રીતે કહેતાં શીખવું જોઈએ. તમને થતો અન્યાય તમારે વાજબી રીતે સમજાવવો જોઇએ. તેના બદલે તમે એમ કહો કે અમે હડતાળ પાડીશું, સ્કૂલ-કૉલેજ બંધ કરાવી દઇશું તો માસ્તરોને થશે કે ચાલો, બે દા'ડા મઝા કરીશું. તમે ફરો તેમાં બીજો વાંધો શું છે ? બગડવાનું કોનું છે? તમારું, વિદ્યાર્થીઓનું જ ને ! આ રીતે તમે વિચાર કરશો તો સમજાશે કે ત્રીજી વાત તો મોટામાં મોટી છે. આપણા દેશની ઉન્નતિ માટે આ સંયમ અને શિસ્તની મોટામાં મોટી જરૂર છે. પરંતુ, આજે આપણે ત્યાં સંયમ ઓછો થતો જાય છે. જ્યાંસુધી અસંયમ ને અશિસ્ત છે, ત્યાં સુધી અભય અને પુરુષાર્થ નકામાં જવાના છે.
એક દિવસની વાત છે. વહી જતી નદીના પાણીએ બે બાજાના કિનારાઓને કહ્યું: ‘તમે અમારા પડખે છે એટલે અમને સ્વતંત્ર રીતે વિહાર કરવામાં મજા નથી આવતી, ગતિ કરવામાં ને પ્રગતિ કરવામાં સુગમતા નથી મળતી, વિકાસ કરવામાં વાંધો આવે છે.”
પેલા કિનારાએ કહ્યું : “ નદી, અમારું નામ છે સંયમના કિનારા. અમે જો કિનારા તરીકે હટી જઈશું, તૂટી જઇશું, મટી જઈશું તે, હે પાણી,