________________
તમે સાગર સુધી પહોંચી નહિ શકે; પર`તુ, ખાડાટેકરા કે વનવગડામાં જ વિખરાઈ જશે. તમને તમારા ધ્યેયબિંદુ સાગર સુધી પહોંચાડનાર કોણ છે તે જાણા છે ? અમે કિનારા જ છીએ. અમારો આભાર માનો કે અમે ભલે ઘેાડા અવરોધ કરીએ છીએ, પણ અમે છીએ તે જ તમે સાગર સુધી પહોંચી શકે છે. '
આપણે પણ જો જીવનના કોઈ પરમ હેતુ સુધી પહોંચવું હોય તો યાદ રાખજો કે આપણા જીવનની આસપાસ પણ સંયમના કિનારા હોવા જોઈએ જ. તમે જો આ સંયમના કિનારાને તેડી તાખા તા જીગનનું જે ધ્યેય છે, જીવનના જે ઊંચા પ્રકારના ઉદ્દેશ્ય છે ત્યાં પહોંચી શકશો નહિ. અને જીનના સામાન્ય ક્ષેત્રમાં જ, જીવનના વનવગડામાં જ તમારા જીવનની સઘળી શકિતએ વિખરાઈ-વેડફાઇ જશે.
જેના જીવનની અડખેપડખે સ્વનિમિતે સંયમના કિનારા હતા તેવા મહાપુરુષો જ પોતાના ધ્યેયક્ષેત્રમાં પહોંચી શકથા છે. જેના જીવનની આસપાસ સંયમના કિનારા ન હોય, છતાં પણ જીવનક્ષેત્રે પ્રગતિ સાધી શકો હાય એવા એક પણ માનવીને દાખàા તમે ઇતિહાસમાંથી શોધી શકશો નહિ.
આ રીતના સાચા માનવ બનવા માટે વિચાર અને આચારને શુદ્ધ, સુંદર અને સ્પષ્ટ બનાવા તેમજ જીવનમાં અભય, પુરુષા અને સંયમની સ્થાપના કરો.
મને એક ગૃદ્ધની વાત યાદ આવે છે.
એસી વરસની ઉંમર હતી. અને રસ્તાની એક પડખે ખાડો ખાદીને તે.એક આંબા વાવી રહ્યા હતા.
કોઇકે જઈને પૂછ્યું : ‘ દાદા, તમે આ શુ` કરો છે ?” દાદાએ કહ્યું : ‘ હું આંબા વાવુ છુ.’
કો'ક એક ટીખળી માણસ હતા, એણે મશ્કરી કરી : · અરે દાદા, તમને તે આ કેવી માયા લાગી છે ? આ આંબો વાવે! કયારે, એ ઊગે કયારે, એનાં ફળ આવે કયારે અને તમે ખાવ કયારે ?”
પેલા ડોસાએ કહ્યું : ‘ ભાઇ, આ માયા નથી. આ તે માનવને જે અર્પણ કરવાનુ છે તે અર્પણનું આ તર્પણ છે.’
પેલાને કઇ સમજણ ન પડી એટલે કહ્યું : ‘ એટલે શું ?” એમણે કહ્યું : ‘રસ્તા ઉપર જે આંબા છે તે મારા પુરોગામીઓએ વાવેલા છે. તેની છાયા આજે હું માણું છુ. એની કેરી હું ખાઉં છું. ત્યારે