________________
મને થયું કે હું પણ એકાદ બે વાવતે જઉં કે જેથી ભાવિમાં આવનારી જે પેઢી છે એને છાયા મળે અને સાથેસાથે કેરી મળે. આપણે બીજાને લાભ આપવાનો છે.”
આ વિચારણા આપણને સૌને એમ કહી જાય છે કે, આપણે તો સમાજને કંઇક આપતા જવાનું છે. લેવામાં મહત્તા નથી, મહત્તા તો આપી જવામાં છે. લેવાનું કામ તો બધાંય કરી શકે છે. આપનાર જ દુનિયામાં કોઇ વિરલ હોય છે. એટલે, માનવીમાં રહેલી. આ અર્પણની ભાવનાને આપણે વિકસાવવી જોઈએ.
આ રીતે કર્તવ્યશીલ બનનારા દુનિયામાં બહુ વિરલ હોય છે. પરંતુ હું તમને વીનવું છું કે તમે આકાશના સૂર્ય અગર ચંદ્ર ન બની શકો તે કંઈ વાંધો નહિ, અમાસની અંધારી રાતના તારા જેવા તો જરૂર બનો.
- અમાસની રાત્રે તમે જોયું હશે કે આકાશમાં એક તારો જો ખરે છે તો તે તેજનો લીસોટો મૂકી જાય છે. એ જ રીતે તમે ભલે ખૂબ મહાન માનવી ન બની શકો. પરંતુ, તમારા વર્તુળમાં, તમારા સમાજમાં તમારી મિત્રમંડળીમાં એક તેજનો લિસોટો મૂકીને જાવ, કે જે તેજલિસોટો માનવહૃદયમાં પ્રકાશ પાથરે.
in
: