________________
આજના યુવાનને
बाल्यकालेषु यः शान्त सः शान्त इति मे मति :। धातुषु क्षीयमानस्य क्षमा कस्य न जायते ॥
સુભાષિતમાં એક સરસ વાત કહેવામાં આવી છે. બાક્યવયમાં જે માણસે ઇન્દ્રિયોને શાંત કરી છે, કેળવી છે, તેને બરાબર સદુપયોગ કરે છે તે જ માણસ “માનવ” તરીકે ઓળખવાને યોગ્ય છે.
બાકી, માણસ વૃદ્ધ થાય, ઇન્દ્રિયો શિથિલ થઈ જાય ને કામ કરે નહિ ત્યારે જો કહે કે, હવે મારી ઇન્દ્રિયો તોફાન કરતી નથી, હવે હું શાન્ત થઈ ગયો છું....તે, એ વાત સાચી નથી.
| દાંત પડી ગયા પછી આપણે ગૌરવ લઈએ કે હવે હું સેપારી નથી ખાતે તો એ વાત બરાબર છે ખરી? દાંત પડી ગયા પછી સોપારી ચાવવા જઈએ તો મોઢાની અંદર જે નરમ ભાગ છે તે છુંદાઈ ગયા વિના રહે ખરો ? એટલે, આવતી કાલની રાહ જોવાને બદલે, જ્યારે યુવાની હોય ત્યારે જ તમારી ઈન્દ્રિયોને બરાબર સાચે રસ્તે વાળો અને જુઓ કે તમે કેટલું બધું કામ કરી શકો છો.
સમાજને એક પક્ષ કહે છે કે માણસ કંઈ કરી શકતો નથી. એ બાપડે શું કરવાનો હતો ? એ તો કુદરત આગળ એક નાચીઝ વસ્તુ છે. જ્યારે બીજો પક્ષ કહે છે કે માણસ બધું કરી શકે છે. કુદરતને પોતાના ચરણે નમાવી શકે એવી શકિત અને સામર્થ્યને એ સ્વામી છે.
બે વિચારપ્રવાહમાંથી યુવાનોએ બીજો પક્ષ પસંદ કરવાનું છે. એટલા માટે જ અંગ્રેજીમાં કહેવત છે કે, “ભગવાને દુનિયા બનાવી અને માણસે શહેર તેમજ નગર વસાવ્યાં.” કહેવાનો ભાવાર્થ એમ છે કે દુનિયા તે ઉજજડ હતી. પણ એ જડ દુનિયાને નંદનવનમાં ફેરવનાર તે માણસ