SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ એમણે તે જાણે વ્યાખ્યાન સામે બખ્તર પહેરેલુ હતુ. એમને એવા ગવ કે અમે ત્રણત્રણ પેઢી સાંભળી, પણ અમે । જરાય ખસ્યા નહિ. બેઠા છીએ ત્યાંજ અને તેમજ બેઠા છીએ—મચ્છુ નદીના કાળા પથ્થરની જેમ ‘તુમ કહેતે જા ઔર હમ સુનતે જાય ” એવા પાકા થઈ ગયા હાય એ એમાંથી કોઈ અર્થ કાઢે જ નહિ. બે ઘડી સાંભળે એટલું જ. પણ જે બાળ-જીવા હોય છે તેમને બહુ અસર કરી શકે છે. જગુઆને, વિદ્યાર્થી ઓ કેટલા બધા ભાવનાશાળી હાય છે ! એમને તમે એક વાત બરાબર સમજાવી શકો તો તે યા હામ ' કરીને ઝંપલાવી દે છે. 6. જ્યારે પેલા તેા ગણત્રી જ કર્યા કરે ને ગણીગણીને' એવું તારવ્યા કરે કે, ‘ ખાદે ડુંગર અને કાઢે ઉંદર ' જેવા ઘાટ થાય. આમ પેલા મેતકુમા૨ે તા સાંભળ્યું, ને જીવ ઊઠી ગયો. ." ઘેર આવીને માને કહ્યું : ‘ મા. ધારણી કહે : ‘ શું છે બેટા ?’ તા કહે : ‘ મને ભગવાનની વાણી ગમી. 6 તે તો બેટા આપણું ભાગ્ય ખૂલી ગયું. ' ( પણ મા ! એ વાણી મારા હૃદયમાં ઊતરી ગઈ. ’ ' તે તે આપણું અહોભાગ્ય.’ · પણ, એ વાણી હવે મારે અમલમાં મૂકવાની છે. ’ 6 એટલે ?' તો કહે : ‘ મારે સાધુ થવાનું છે. · અરે હાય, સાધુ તા બીજા થાય, તારે સાધુ થવાનું ન હોય. તું તો હવે એકના- એક દીકરો છે. તુ જો સાધુ થાય તો મારું કોણ ? કુમાર, તને તો હું આઠ પ્રકારની સુંદર કન્યા પરણાવું. એ કન્યાઓને હું જોઉં, રાજી થાઉં. એટલે બેટા, આપણાથી સાધુ ન થવાય. ’ જોયું આ ? માબાપ ધમાં જોડે ખરાં, પણ ત્યાગની વાત આવે ત્યાં કહે : ‘ એ તારું કામ નહિ, એમાં તને સમજ ન પડે; એ તો અમારે સમજવા માટે છે.’
SR No.005898
Book TitlePrakashni Kedi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherPunit Prakashan Mandir
Publication Year1966
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy