________________
પણ નથી કરતા.
પરિણામ એ આવે છે કે, આપણી પાંચેપાંચ ઇન્દ્રિયોએ બરાબર વ્યવસ્થિત રીતે જે કામ કરવું જોઈએ તે કામ તે કરતી નથી. કારણ કે, જેનું ‘સેન્ટર” (કેન્દ્ર) બગડી ગયું એનું બધુંય બગડી ગયું!
મન તો મુખ્ય સ્ટેશન છે. ત્યાંથી જ બધી ગાડીઓ છૂટે છે. ત્યાંથી જ પ્રવાહો અને આંતર–પ્રવાહો વહે છે. ત્યારે જે મુખ્ય સેન્ટર (મોટું મથક) છે એ બરાબર ન હોય, એને “ઓઇલીંગ પણ ન મળતું હોય તો પરિણામ શું આવે?
જ્ઞાનીઓ આપણને એ જ વાત પૂછે છે.
આંખને ધોવા માટે કાચની ખાલીઓ લઇ આવીએ છીએ, કાનને સાફ કરવા માટે સળીઓ લઇ આવીએ છીએ, દાંતને સાફ કરવા માટે બ્રશ ને ટુથ પેસ્ટ લઇ આવીએ છીએ ને શરીરને સ્વચ્છ કરવા માટે સારામાં સારા સાબુ લઈ આવીએ છીએ, પણ મનને સ્વચ્છ કરવા માટે આપણે શું લાવીએ છીએ?
મનને વિશુદ્ધ કરવા માટે આપણી પાસે શું સાધન છે? આપણી પાસે એવું એક જ સાધન છે-જ્ઞાનીનાં વચનામૃત.
પણ આપણે એ ક્યાં સાંભળીએ છીએ ? આપણને તો જ્ઞાની પણ એવો જોઇએ કે આપણા અર્થ-કામમાં સહાયક હોય, આપણા મનને વિશુદ્ધ બનાવે, આપણા મનને પ્રકાશમાં લઇ જાય, આપણા કાનમાં રહેલી બદીઓને ખેંચી કાઢે અને કહે કે આનું તો ઓપરેશન કર્યા વિના ચાલે જ નહિ.
• તમે કહો કે, “નહિ ભાઈ, આના પર કાપકૂપ નહિ થાય. આ તો મારા મનને કટકો છે.” એ કહેશે કે ભલે એ તમારા દિલનો ટુકડો હોય, પણ એ સડી ગયો છે; એટલે એનું ઓપરેશન અનિવાર્ય છે. એપેન્ડીસાઈટીસનું આંતરડું એ તમારું જ એક અંગ હોય છે, પણ તે અંગ સડી જાય તો ઓપરેશન અનિવાર્ય બને છે.
' એમ, આપણા મનમાં જે જે સડાનો ભાગ હોય, જે બહારથી આવેલો હોય–પછી ભલે તે વ્યસનથી આવેલો હોય, સંસર્ગથી આવેલ હોય, અને આપમેળે બગડી ગયેલો હેય–તેને કાપીને ફેંકી દેવો જોઈએ.
એટલા માટે મહાપુરુષોએ કહ્યું કે મનને, મુખ્ય મથકને વિશુદ્ધ રાખ- . જવા માટે આપણે એક સંગતની જરૂર છે–એનું નામ છે સત્સંગ.
- આ સત્સંગ એટલે શું?