________________
જોયેલો સંદેશો મન પાસે પહોંચ્યો નહિ. અને મનનો પ્રત્યુત્તર ન મળે ત્યાં સુધી કંઇ કામ થાય નહિ.
ઘણી વાર તમારું મન ક્યાંય તરંગી દુનિયાની સફરે ઊપડયું હોય, તમે બેઠેલા હો, વાત ચાલતી હોય, અને કોઈ પૂછે કે, “સાંભળ્યું?' તો તમે કહેશો કે, “ભાઇ, મારું મન જરા ઠેકાણે નહોતું, મન કંઈક બીજે ગયું હતું; એટલે સાંભળ્યું નહિ. શું કહ્યું હતું, જરા ફરીથી કહોને?'
આપણે બીજી વાર પૂછીએ છીએ: “કેમ, કાન તો આમ ને આમ ખુલ્લા છે. એના ઉપર આવરણ (કવર) નથી કરેલું. છતાં પણ કાનના જે સંદેશા મનને પહોંચવા જોઈએ એ પહોંચ્યા નથી એટલે તમારા કાન નકામા.'
અને નાક ખુલ્લું હોય, પણ તમારું મન બીજે ઠેકાણે હોય તે, ગમે તેટલાં ફૂલ સુંઘાડવામાં આવે, ગમે તેવાં અત્તર સુંઘાડવામાં આવે તો પણ તે તમારે માટે આફ્લાદક નહિ નીવડે. *
એ જ રીતે તમે આસ્વાદ કરતા હો, કોર્ટની સુનાવણી ચાલતી હોય, તમારો મહત્ત્વનો કેસ હોય, અને ટેબલ ઉપર સુંદરમાં સુંદર ભજન પીરસ્યાં હોય; પાટલા ઉપર અનેક પ્રકારની વાનગીઓ આવી હોય, તમે ખાધે જ જાવ, ખાધે જ જાવ. પણ તમારું મન જો પેલા મહત્વના કેસમાં રમતું હોય, ચિત્ત કોર્ટમાં ફરતું હોય ત્યારે તમે બધું ય ખાઈ જાવ. પણ તે વખતે તમને પૂછે કે શાકમાં જરા મીઠું વધારે હતું, તે તમે કહેશો, ‘મને કંઈ ખબર નથી..!'
બીજો કોઈ વખત હોય તે તમે તરત વાડકો કાઢીને મૂકી દો કે આ શાક ખાવાલાયક નથી. પણ જ્યારે તમારું મન બીજે ઠેકાણે વ્યસ્ત હોય, રોકાએલું હોય તે સમયમાં તમારા ખોરાકમાં ગમે તે વસ્તુ આવી હોય—તમે લાડુ ખાઈ જાવ, દૂધપાક ખાઈ જાવ, શિખંડ ખાઈ જાવ–એ વખતે તમે શું ખાવ છો તેનું કંઈ મહત્ત્વ નથી. તમારે તો ખાવું છે અને ખાઇને એકદમ કોર્ટમાં ભાગવું છે. કારણ કે, મનનું જોડાણ રસનેન્દ્રિય સાથે નથી. અને તેથી એ વખતે તમે જે રસ ખાધા હોય તે રસનો સ્પર્શ મનને થતો નથી.
એટલે, પાંચે પાંચ ઇન્દ્રિયોનું જો મુખ્ય કેન્દ્ર હોય તો તે મન છે. આપણે પાંચે ઇન્દ્રિયોને સ્વચ્છ રાખીએ છીએ, પણ જે કાર્યવાહક કેન્દ્ર છે એમાં તો જાળાં બાઝયાં છે. એ મેલું થઈ ગયું છે. એ ગંદુ બની ગયું છે. એના ઉપર કાટ ચઢી ગયો છે. એની ઉપર તેલ નાખીને એનું “ઓઈલીંગ”