________________
આવેલી હોય તો એ વરાળમાં એટલી બધી શકિત પડેલી છે કે તે હજારો ટનના ભારને પણ સહેલાઇથી ખેંચી જાય છે.
ટ્રેનની અંદર જે સ્થાન વરાળનું છે તે સ્થાન જીવનની અંદર મનનું છે. વરાળની જેમ દુરુપયોગ ન થાય, વરાળને નકામી જવા ન દેવાય, તેમ આપણા મનને જ્યાં-ત્યાં ભટકવા ન દેવાય. એ જ્યારે ભટકવા જાય ત્યારે તમે તેને પૂછો કે તું ક્યાં ગયું હતું ?
મનની સાથે આપણે કદી આ વાત કરી છે ખરી?
મિત્રો સાથે વાત કરી, દોસ્તો અને જગુદાજગુદા માણસો સાથે વાત કરી; પણ કોઈ દિવસ આપણે મન સાથે બેસીને વાત માંડી હોય એવું કદી બન્યું હોય એવું સાંભરે છે ખરું ?
એનું કારણ એ છે કે, “મન” નામના તત્વની શકિત અને મહત્ત્વનો આપણે કદી વિચાર કર્યો નથી. અને તેથી જ આપણે તનને સાચવીએ છીએ, ભાષાને સાચવીએ છીએ, જગતની અન્ય સઘળી ચીજોને સાચવીએ છીએ; પણ “મન” નામના તવને માટે કશી કાળજી નથી રાખતા.
- સવારના પહોરમાં ઊઠતાંની સાથે જ દાંત સાફ કરીએ છીએ, શરીર સ્વચ્છ કરીએ છીએ, આંખો સાફ કરીએ છીએ, ને શરીર પર સાબુ લગાડીલગાડીને ખૂબ ચોખ્ખું કરીએ છીએ, બધાંયને શુદ્ધ બનાવીએ છીએ. પછી દુનિયાનું જ્ઞાન મેળવવા માટે છાપાં વાંચીએ છીએ. પછી વળી ખોરાક દ્વારા શરીરનું પિોષણ પણ કરીએ છીએ. આ બધુંય આવશ્યક તેમજ અનિવાર્ય છે અને કરીએ છીએ. ' પણ કહો, આ આંખ, કાન, મોટું, નાક, શરીર એ બધાંયની પાછળ કામ કોણ કરે છે? તમારા મનની સાથે આંખના તંત્રનું જોડાણ નહિ હોય તો આંખ જોતી હશે પણ ન જોયા જેવું થશે. તમે રસ્તા પરથી જતા હો ત્યારે તમારી બાજ પરથી કઇ પસાર થાય, તમારી આંખો એની સામે હોય, એની આંખ તમારી સામે હોય, તમારું મન કયાંક બીજે હોય, એ પસાર થઈ જાય, પછી બીજી વાર મળે ત્યારે કહે: “ભલા માણસ, પડખે થઈને ગયા, સામે જોયું પણ હતું, છતાં બોલ્યા પણ નહિ?”
તમે કહેશે કે, “મારું ધ્યાન તમારા તરફ નહોતું.’
એમ કેમ ? તમારી આંખો તો એના ઉપર માંડેલી હતી ને? પણ તે વખતે મન ને આંખનું તંત્ર જોડાયું નહિ. એટલે આંખે જોયું ખરું, પણ