________________
બંધન અને મુક્તિ
હમાજમાં રહેલ પ્રત્યેક વ્યકિતને નિર્ભયતા અને શાતિથી જીવવા દેવા ઇચ્છતા હોઈએ, તો સૌની અંદર રહેલી વૃત્તિઓને નિયંત્રિત બનાવવી પડશે. વૃત્તિઓનો પ્રવાહ સંયમાત્મક બનીને વહેશે તે જ સમાજ શ્રીયોમય બનશે. પણ વૃત્તિ જ્યારે ઉદ્દામ ને સ્વચ્છંદી બની જાય છે ત્યારે એને નિયંત્રણમાં લાવવા માટે સમાજ અને રાજય જુદાં જુદાં પ્રકારનાં નિયંત્રણો લાગે છે. આ રીતે આવતાં બહારનાં નિયંત્રણોને આપણે જેલ’ કહીએ છીએ, અને અંદરનાં નિયંત્રણોને “સંયમ કહીએ છીએ. સંયમ વડે જે વૃત્તિઓનું નિયંત્રણ કરી શકે છે, તેને કોઈ પણ માનવી પરાધીન બનાવી શકતું નથી.
મનુષ્યનું સર્જન એટલે ત્રણ વસ્તુઓનું સર્જન : એક છે દેહ, બીજાં મન, અને ત્રીજો આત્મા. આ ત્રણેને ખરાક, આ ત્રણેને સ્વભાવ, આ ત્રણેની તાસીર જાદાજુદા પ્રકારની છે.
દેહ પાશવતાપ્રધાન છે, મન માનવતાપ્રધાન છે, અને આમા દિવ્યતાપ્રધાન છે. આ ત્રણેના સ્વભાવ મૌલિક છે.
જયારે માનવ દેહપ્રધાન હોય ત્યારે પાશવતાપ્રધાન હોય છે, જ્યારે માનવ મનપ્રધાન હોય છે ત્યારે એ માનવતાથી ભરેલો હોય છે, અને માનવ જ્યારે આત્મ-સામ્રાજ્યમાં વિહરતો હોય છે ત્યારે એ દિવ્યતાપ્રધાન હોય છે. . માનવીમાં જ્યારે દેહની વૃત્તિ જાગે છે ત્યારે પાશવતાનું તત્વ પ્રાધાએ લઇ લે છે. પરિણામ એ આવે છે કે દેહ જે માગે તે આપવા માટે, આત્મા ગૌણ બની, તે કામ કરવા લાગી જાય છે. એક વાર પાશવતાનું સામ્રાજય જયાં છવાઈ જાય છે, પછી તે એનું પૂછવું જ શું? પછી તો આ દેહ, પોતાની પાંચ ઇન્દ્રિયો દ્વારા ન કરવાનાં અનેક કામ કરે છે,
દાખલા તરીકે, આંખે ન જોવાનું જોયું અને પછી આંખની એ પિપાસા બુઝાવવા ન કરવાનું કર્યું. આ અનિયંત્રિત વ્યવહારને સમાજ