________________
સડી શકતા નથી. એને પીટે છે, પકડે છે અને સરકારને સ્વાધીન કરી કહે છે કે, આ માણસે આંખને કાબૂમાં નથી રાખી; એણે દુરાચારનો માર્ગ આદર્યો છે. એની આંખ કાબૂમાં આવે માટે થોડા દિવસ એને જેલમાં રાખે ને સંયમની લગામથી ઠેકાણે લાવો.
* આવી જ રીતે, કોઇને મીઠાઇ જોઈ મોંમાં પાણી છૂટે, મનમાં એમ થાય કે “હું આ લઈ લઉં?” પણ જો સંયમ હોય તો તુરત જ વિચાર આવે, કે પૈસા વગર એ લેવાય કેમ?
આપણી દેહજન્ય અનિયંત્રિત વૃત્તિ જ આપણને આ કરાવે છે. આપણા દેહમાં પડેલી દાનવતાનાં લક્ષણો પર કાબૂ મેળવી શકીએ તો પછી આપણને કોણ હેરાન કરી શકે? - આ પાંચ ઇન્દ્રિયો કે જે દેહનાં સાધન છે, તેમની પાસેથી દેહ કામ લે છે. કોઈ વાર એ આંખ પાસેથી, કોઈક વાર એ મોઢા પાસેથી, કેઈક વાર એ કાન પાસેથી કામ લે છે. કોઇક વાર એ નાક પાસેથી અને કોઈક વાર એ હાથ પાસેથી કામ લે છે.
આ પાંચે ઇન્દ્રિો તો શરીરમાં રહેલી વૃત્તિઓના માત્ર નેકરો છે. હવે એક બીજું મોટું તત્વ જોઈએ.
એ તત્વ એટલે મન. આ મનનું મૂળ લક્ષણ માનવતા છે. પરંતુ કોઈક વાર જ્યારે માનવતા પોઢી જાય છે, ત્યારે મન અર્ધજાગૃત અવસ્થામાં હોય છે. એટલે કે, જીવનની અંતિમ સીમા ઉપર એ હોય છે. આ બાજા ધક્કો મારે તો આ બાજ પડે, અને પેલી બાજા જરાક ધક્કો મારે તો એ બીજી બાજ પડે. આવી અવસ્થામાં, મન જ્યારે જાગૃત ન હોય, મનની પાસે જ્યારે માનવતાનો વિવેક ન હોય, તે વખતે પેલું પાશવતાનું તત્ત્વ મન દ્વારા કામ લેવા માંડે છે અને એટલે મન એ તરફ ઢળી જાય છે. - સારાં પુસ્તકનું વાચન, મહાપુરુષોનાં વચનનું બળ ને સુંદર વિચારો.જેના જાગતાં છે, તેમની ઇન્દ્રિયો એમની પાસે જો કાંઈ માગણી કરશે તે એમનું મન તરત જ કહેશે : “તારે જોઈએ છે એ વાત ખરી; પરંતુ તું જે રીતે લઇશ એ રીતે તો સજા મારે સહન કરવી પડશે; એટલે મારાથી એ નહિ બને.” આમ મનને જો સમજાવે તો પેલી ઇન્દ્રિયો સમજી જાય કે આ માણસ તો જાગે છે, એટલે આપણું અહીં નહિ ચાલે.
એટલે સૌથી પહેલાં તો આપણે એ સમજી લેવાનું છે કે જે દેહજન્ય તત્ત્વો છે તે પાશવતાનાં તત્ત્વો છે. એ જ્યારે જ્યારે તમારી પાસે કોઈ પણ જાતની માગણી કરે ત્યારે તમે એને પૂછજો કે, માગણી હું પૂરી કરુ તે