________________
ઘણા લોકો કહે છે કે વ્યાખ્યાનમાં રોજ શુ' સાંભળવાનુ` છે ? —તા હું તમને પૂછું છું કે, રોજ શું કરવા ન્હાવું જોઇએ ? કાલે તે ન્હાયા હતા, તો પછી આ શું કરવા ફરીથી ન્હાવા જાવ છે ? કાલે સ્નાન કર્યું` હોવા છતાં જો તમને આજે મેલ ચઢયો–ધૂળ ચઢી એમ લાગતું હાય તો પછી, કાલે સાંભળ્યું તેમ આજ પણ સાંભળેા.
તમારી કાયા તેા વગર ધાયે ઊજળી થવી જોઇએ. કાયા જ્યાં સુધી, આવી ન થાય ત્યાં સુધી તો તમારે ન્હાવું પડે છે. એ જ રીતે તમારું મન એવું ન થાય ત્યાં સુધી તમારે વાણી પણ સાંભળવી પડે છે. એ સાંભળતા રહે તે તમારું મન તાજા રહે, ખુલ્લું રહે. રાગદ્વેષની ગાંઠો જો બધાઈ ગઈ હોય તો એ પ્રક્રિયાથી જરૂર જરા ઢીલી થઈ જાય.
આ ગાંઠો બંધાઇ તો જાય જ છે, પરંતુ ઢીલી તા કરતા રહો !! આટલા માટે જ કહ્યું કે, ‘સ્વ મનેા વિશુદ્ધ’– —મન વિશુદ્ધ જોઇએ. શિષ્ય બીજો પ્રશ્ન પૂછે છે, ‘કિમત્ર હેય... ? દુનિયામાં છેાડવા જેવું શુ છે ?’
જવાબ મળ્યા: ‘કનક ચ કામ”—કનક અને કામ——આ બેય આપણને વળગ્યાં છે. પણ તેને છેાડવાં જોઈએ.
જે માણસ બાળક છે ત્યારથી લેવાની ભાવનાવાળા હોય છે તે માણસ વૃદ્ધ થાય ત્યાં સુધી લૂંટવાની ભાવના રાખતો હોય છે...એટલે શરૂઆત લેવાથી થાય છે અને અંત લૂંટવાથી થાય છે.
લગભગ આખીય જિંદગી આ કનક અને કામની જ ઇચ્છા અને તૃષ્ણા માનવી સેવતા હાય છે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે, એથી તને શુ’મળવાનું છે ? એને તો તું છેડતાં શીખ. એના વિધિપૂર્ણાંક ત્યાગ કરતાં શીખ તે જ તારું કલ્યાણ થવાનુ છે.
કનક અને કામ એ બે એવી વસ્તુએ છે કે બંને બાજ]થી વળગી પડેલી છે; અને, જેને એ બે વળગે છે તે માણસ છૂટી શકતા નથી. એના બંધનમાં પડેલા માનવી પાતાને વધારેમાં વધારે મુકત માને છે.
જે વધારે પૈસાદાર હોય છે તે માણસ વધારે છાતી કાઢતો આવે છે : ‘આહા...હું તેા બહુ મોટો માણસ છું.’
ખરી વાત તો એ છે કે જ્ઞાનીએ એને કેદી તરીકે ઓળખતા હોય છે. આ એવા કેદી છે કે તે બાપડા રાતના સુખે ઊંચી પણ શકતા નથી. રાત પડે છે એટલે ઈન્કમટેક્ષ, સેલ્સટેક્ષ, સુપરટેક્ષ વગેરેની ભૂતાવળા એને સતાવે છે. ડેથ ડયુટીને લીધે તો એ ઝબકીઝબકીને જાગે છે. એક ભાઈ કહેતા હતા :