________________
આવે. પણ જો પૂજા કરીને ઘેર જનારો માનવી ઘરમાં જઈને ધમાધમ જ કરી મૂકે..ઉપવાસ કરેલ હોય અને જેવો પારણું કરવા બેસે અને કહે, “શું મગ નથી કર્યા? તમને તો ભાન જ ક્યાં છે? અમે ઉપવાસ કરી મરી જઇએ છીએ તોય તમને પારણામાં ખ્યાલ જ નથી રહેતો !'
આવા માણસના ઉપવાસ શા કામના? એમને ઉપવાસ કરવા ન હોય તે કોઇ પરાણે કરાવે છે ?. ઉપવાસ કંઇ મરવા માટે નથી કરવાના, અમર બનવા માટે કરવાના છે.
ખરી વાત તો એ છે કે, જીવને વિચાર આવતો નથી. ક્રોધમાં આવી જાય છે ત્યારે એ એમ માનતા હોય છે કે મેં ઉપવાસ કર્યો તે બધાના ઉદ્ધાર માટે કર્યો છે.
- સાચી વાત તો એ છે કે, ઉપવાસ એ અનાહારી પદ પ્રાપ્ત કરવા માટે છે. ખાવું એ તો કીડાને પણ સ્વભાવ છે. ન ખાવું એમાં જ આત્માને સ્વભાવ છે. પરંતુ આવો સ્વભાવ આવે કયારે ?
મગ કદાચ ન થયા હોય તો એમ કહેવું જોઈએ કે, “હવે મગ કરવાની જરૂર નથી. હવે તે આ ખાવાની શરૂઆત કરી છે, એટલે પાણી હોય તો ચાલે, દૂધ હોય તો ચાલે; ઉકાળો હોય તો ચાલે–જે હોય તે ચાલે તમે ચિંતા શા માટે કરો છો?' કોઈ ચિંતા કરતા હોય તે પણ આપણે સમતા આપવી જોઇએ.
પેલાને એમ થાય કે હું ખાઉં છું તેય મારે ખાખરા વિના નથી ચાલતું. અને આ માણસે ઉપવાસ કર્યો તોય કહે છે કે, મારે કંઈ જોઈતું નથી. આમ તપસ્વીને જોઈને જે તપ નથી કરતે એને શરમાવાનું મન થાય છે.
પરંતુ આ વાત હૃદયમાં સ્થાપવા માટે મનને વિશુદ્ધ કરવું પડે છે. ધાયા વિનાનું કંઈ કામ લાગતું નથી. જેટલી જેટલી વસ્તુ છેવાય છે તેટલી જ શુદ્ધ અને સુંદર થાય છે
કપડું પણ ધોવું પડે છે. મકાન પણ ધોવું પડે છે. વસ્તુઓ પણ . ધવી પડે છે અને એ જોવાય છે ત્યારે જ મેલ દૂર થાય છે.
તે પછી, શું આપણા મનને ધોવાનું જ નહિ? આપણે બધાયને ધવડાવીશું, બધાયને ચોખ્ખા કરીશું અને મનને નહિ ધોઈએ તો કેમ ચાલશે? મનને તો સૌથી પહેલું ધોવું પડશે.
આ માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે વીતરાગની વાણી એ તમારા મનને ધોવા માટેનું નિર્મળ અને પરમ પાવનકારી પાણી છે. એના જેવું પવિત્ર પાણી દુનિયામાં એક પણ નથી. એટલે એ પાણીથી મનને રોજ ધોતા રહો.