________________
રાખવો નહિ. કોઇ સગાં-વહાલાંની તબિયત માથે રાખવી નહિ. ત્યાં ગયા પછી અહંભાવ, પ્રશંસા, મોટાઈ, સ્તુતિ વગેરે રાખવાં નહિ. ત્યાં જઇએ એટલે મીણ જેવા બની જવું જોઈએ. ત્યાં તો એવી તૈયારી સાથે જવું જાઈએ કે પ્રભુનું ત્યાં જે દર્શન કરીએ તેની છાપ હૃદયમાં ઊપસી આવે.
આપણે કોઈ ત્યાગી મહાત્મા પાસે જઇએ અને જો એ ત્યાગની છબી આપણા હૃદયમાં થોડી વાર માટે પણ ન ઊપસે, ત્યાં પણ આપણે જો શાંતિ ન રાખી શકીએ, તે તમે વીતરાગ પાસે ગયા એનો અર્થ શો ? •
તમે ગયા, પ્રક્ષાલ કર્યો, સ્વચ્છ કર્યું, ધૂપ કર્યો ને પછી કેસરની વાડકી લેવા માટે ગયા. અને એટલામાં પેલો વાટ જોઈને બેઠેલો ૨૫-૨૫ કરીને પૂજા કરી જાય તો ?
સાચેસાચું બોલજો, તમારી આંખમાં થોડોઘણો પણ લાલ રંગ તે આવી જાયને એ ઘડીએ ? થોડો પણ ક્રોધનો રંગ આવવાનો જ.
જો તમે મૂરખ હશો તે એવું મોટેથી બોલી ઊઠશો કે, “કંઈ ભાનબાન છે કે નહિ ?' જો તમે શાણા અને સમજદાર હશો તો મનમાં કહેશો કે, “મૂરખ માણસ, મેં ધૂપ કર્યો. હું પૂજા કરવાની તૈયારીમાં જ હતો. એમાં આપણે આવીને ટપ-ટપ કરીને આ કરી નાખ્યું !'
આવો ભાવ મનમાં પણ કેમ જાગો જોઇએ? એ વખતે આપણે તો પ્રસન્ન થવું જોઈએ, કે મારા કરતાં આની ભાવના કેવી ઊંચી કે એણે તરત જ વિના વિલંબે લાભ લઈ લીધો..તમારા મનમાં આવો ભાવ હશે તો તમે સામેથી જ કહેશો, લો ભાઈ, પહેલાં તમે કરી લો પૂજા.”
આખર તો જે કરવાનું છે તે ભાવનાથી કરવાનું છે. પહેલી પૂજાનો અર્થ પણ હૃદયમાં પડેલો છે. તમે જે ભાવના કરી તો પહેલી પૂજા થઈ ગઈ એમ માનજો.
એટલે, વાત એ છે કે આપણું હૃદય ધીમે ધીમે એવું શુદ્ધ બનાવવું , જોઈએ કે વીતરાગનાં ભાવો મંદિરમાં પણ આપણામાં બેસે. એ જ ભાવ આપણા ઘેરે પણ આપણી સાથે આવે. દુકાને પણ આપણી સાથે આવે. વ્યવહારમાં પણ આપણને દોરે.
આપણા અંતરમાં વસેલી શાન્તિ અને આપણા સ્વભાવમાં વસેલી કમળતા તેમજ સૌમ્યતાની અસર આપણા ઘરના માણસ ઉપર ધીરે ધીરે એવી સરસ થવી જોઈએ કે જેને લીધે એક વાતાવરણ જ ઊભું થાય અને લોકો પણ કહે કે, “નહિ, ખરેખર આ એક સાચા પ્રકારનો ધમ આત્મા છે.
પણ..આ ત્યારે જ બની શકે, જ્યારે આપણા જીવનમાં સૌમ્યતા