SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ બહેને તે કહેવાનું ચાલુ જ રાખ્યું : 'સાહેબ ! મારે નિકટના એક સંબંધીના લગ્નમાં જવાનું હતું. મારું મન એમાં ગૂંથાએલું હતું. ધૂનમાં ને ધૂનમાં ખાંડની બરણીને બદલે મીઠાની બરણી મારા હાથમાં આવી ગઈ. આ તો અમે ચા પીધો ત્યારે અમને ખબર પડી.” • બહેન બોલતી હતી ત્યારે પણ મને તો એક જ વિચાર આવતો હતોઆચાર્ય મહારાજશ્રીના સ્વાદવિજ્યનો ને ગંભીરતાને ! બહેન કહે છે કે, ચામાં મીઠું પડયું છે, પણ પૂજ્યશ્રીએ તો એનું સૂચન પણ અમને ન કર્યું. એ તો ઠીક, પણ એમના પ્રશાન્ત મુખ પર આવી ખારી ચા વાપરવા છતાં એ જ સ્વસ્થતા હતી. - બહેનને સાત્વન આપી હું આચાર્ય શ્રી પાસે ગયો. મેં કહ્યું : સાહેબ! ચામાં ખાંડને બદલે મીઠું નાંખેલું હતું, છતાં આપશ્રીએ કહ્યું નહિ! - ગુલાબી હાસ્ય કરી એમણે કહ્યું: “રોજ ગળ્યો ચા પીએ, તો કો'ક દિવસ ખારો પણ હોય ને? આનાથી પેટ સાફ આવશે. નુકસાન શું થવાનું છે ? ખરું પૂછો તો ખારુ ને મીઠું તો જીભનું ટેરવું બતાવતાં એમણે કહ્યું) આ જીભલડીને લાગે છે. પેટમાં તો બન્ને સરખાં જ છે. માલ ખરીદનાર વેપારી કરતાંય દલાલનું તોફાન વધારે હોય છે. પેટ માલ ખરીદનાર વેપારી છે. જીભ તો વચ્ચે દલાલ છે. એ જ વધારે તોફાની છે. એ તોફાનીના પંજામાં ફસાઈએ નહિ, ને એને જ કાબૂમાં રાખી લઇએ, એનું નામ જ સંયમ !” આ વચન સાંભળી મારું મસ્તક એમને ચરણે આદરભાવે નમી રહ્યું. ENT પર
SR No.005898
Book TitlePrakashni Kedi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherPunit Prakashan Mandir
Publication Year1966
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy