________________
કેમ હોઇ શકે? હાર-જીત તે જીવનનાં બે પાસાં છે. મને એનો ભય નથી. હું તો આવશ્યક ફરજ અદા કરીશ જ.'
- હાથીની અંબાડી પર એમણે સાંધ્ય પ્રાર્થના સાત ચિત્ત કરી, અને પુન: ભાલું સંભાળ્યું ! પછી તો શું એમનામાં બળ આવ્યું. મહાચક્રની જેમ ઘુમતા ભાલાને સૌ જોઈ જ રહ્યા. એમની શ્રદ્ધાએ સૈન્યમાં શ્રદ્ધા. આણી. ખૂટલ થઈ પાપને પંથે જતા સૈનિકોના હૈયામાં કર્તવ્યધર્મની રેખા પ્રગટી. બીજી પળે ગુર્જરેશ્વરનું ભાથું પૂરણરાયની છાતી પર મંડાણું. ભૂમિ પર અશરણ બની ઢળેલા પૂરણરાયે ગુર્જરેશ્વરની શરણાગતિ સ્વીકારી. વિજયી ગુર્જરેશ્વરે એને અભયદાન આપી મુકત કર્યો !
જનતા બોલી ઊઠી : “વાહ રે વાહ! સત્તા ને સંપત્તિ માટે લડતા લડવૈયા તે અમે ઘણાય જોયા. પણ ધર્મ માટે લડતા ગુર્જરેશ્વર કુમારપાળ તે તો હદ કરી ! ધન્ય હો શ્રદ્ધાભર્યા સિંહહૈયાને!' a
એ બધાં દલાલનાં તોફાન પાલીતાણામાં આગમમંદિરની અંજનશલાકા ને પ્રતિષ્ઠા ભવ્ય રીતે કરાવી, પૂજય આચાર્ય મહારાજ સાથે વિહાર કરી, અમે કપડવંજ આવ્યા. કપડવંજ ઘણું જ શ્રદ્ધાળુ ને ભકિતથી વિનમ્ર. કદી ન ભુલાય એવો અહીંના યુવાનો ઉત્સાહ અને પ્રોમ. એમણે ઘણા જ આનંદ ને ઉમંગથી પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું.
આ દિવસમાં પૂજ્ય આગમ દ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની તબિયત નરમ રહેતી હતી. વૈદ્યો તરફથી માત્ર પ્રવાહી પદાર્થો લેવાનું સૂચન મળ્યું હતું. એટલે બપોરે તેઓશ્રી ઘણું કરીને ચા જ લેતા. આથી બપોરે એક ગૃહસ્થને ત્યાં હું ચા લેવા ગયો. ઘરનાં માણસો લગ્નપ્રસંગમાં જવાની ઉત્સુકતામાં હતાં. હું ચા વહેરી જલદી આવતા રહ્યો. ચા મહારાજશ્રીને આપ્યો કે તેઓ વાપરી ગયા.
આ વાતને દશ જ મિનિટ પણ પૂરી ન થઈ ત્યાં ઉતાવળે પગે એક બહેન આવ્યાં. આવીને એ તો કાકલૂદી કરવા લાગ્યાં. માફી માગવા લાગ્યાં.
બહેન ! શું છે ? આ ધમાલ શું ને માફી શાની ?” છે. “કેમ સાહેબ ! આપને ખબર નથી? ચામાં ખાંડને બદલે મીઠું નંખાઈ ગયું છે તે ?”