________________
જીવનભર ક્રોધ ન કરવાની પ્રતિજ્ઞા એ જ પળે એણે લીધી.
ક્રોધ એ જો અગ્નિની જવાળા છે, તે ક્ષમા એ જળના ફુવારો છે. જળ હોય ત્યાં અગ્નિ પ્રગટે કેમ ? અને કદાચ કિનારા પર પ્રગટે તાય એને બુઝાતાં શી વાર લાગે ?
શ્રદ્ધા: સાચું અળ
શ્ર હા એ અપૂર્વ બળ છે. શ્રદ્ધાળુ હુંયાને વિપત્તિના ધનધાર અર્ધકારમાં પણ આશાના પ્રકાશ મળતા હોય છે. નિ:સીમ શ્રાદ્ધાને આ વિશ્વનું કોઈ પણ કાર્ય અસાધ્યું નથી.
ગુર્જ રેશ્વર કુમારપાળને એકદા અનિવાર્ય રીતે સમરાંગણમાં ઊતરવુ પડયું. કારણ એ હતું કે શાકંભરીના પૂરણરાયે ગુજરાતની સુકુમાર સંસ્કૃતિનુ” ભયંકર અપમાન કર્યું હતું. ગુર્જરેશ્વરને મન આ ધર્માં યુદ્ધ હતુ. પોતાના ધર્મ ને સંસ્કૃતિના અપમાનના આ પ્રતિકાર હતા. આમાં જો એ હારે તા ગુજરાતની અસ્મિતા હણાય, એટલે અપૂર્વ જગુસ્સા ને ઝનૂનથી એ લડી રહ્યા હતા. તલવારો વિંઝાણી, ભાલાએ ચમકથા, માથાં ઊડવા લાગ્યાં અને પાણીને સ્થાને શાણિતની સરિતા વહેવા લાગી.
સામા પક્ષને તરત ખબર પડી ગઇ કે, ઘોડાઓને પાણી ગળીને પાનાર ને પૂજણીથી પૂજનાર આ રાજાનું પરાક્રમ કોઇ અજબ છે ! સામા પક્ષે ભેદનીતિ આદરી. કુમારપાળના સૈન્યને ફોડી નાખ્યું. સૌ ખૂટલ બન્યા. સૈન્ય ધીમે ધીમે પીછેહઠ કરવા લાગ્યુ
.એટલામાં સ’ધ્યાના સમય થયા. સાંજે આવશ્યક ક્રિયા કર્યા વિના આ રાજિ કેમ રહૌ શકે ? એમણે મહાવત સામે જોયુ.
રાજાના ધર્મ પ્રેમને જાણનાર વૃદ્ધ મહાવતનાં નયનમાં નીર આવ્યાં : ‘પ્રભા ! અત્યારે ઘણા ખૂટલ થયા છે. જીવસટોસટની આ ઘડી છે. કોણ કાંથી ઘા કરશે એ કહેવાય તેમ નથી. ધર્મ-કર્મ રાજમહેલમાં હોય, સમરાંગણમાં તે યુદ્ધ જ શેષે !”
ગુર્જરેશ્વરનાં નયનામાં શ્રદ્ધાના દીપ જલી રહ્યો હતા. એમણે કહ્યું : મહાવત ! આ તે ધર્મ-યુદ્ધ છે. નાનાં જંતુનું રક્ષણ કરનાર મેં, માણસ સામે તલવાર ઉપાડી છે. કારણ એટલું જ છે કે અપરાધીને શિક્ષા કરવી એ ક્ષત્રિયનો ધ છે ! ભય પામીને ધર્મીને મૂકે તે કાયર ! સાચેા ક્ષત્રિય કાયર
"