________________
સંતે આગળ ચલાવ્યું : “અને એ પાણી પીધા પછી એવો કોઈ ભયંકર રોગ ઊપડે કે તમારો જીવ જવાની પળ આવે, તેવામાં કોઈ વૈદ્ય આવી તમને સ્વસ્થ કરવાના બદલામાં બાકીનું અ રાજ્ય માગે છે?
રાજાએ ઉત્સાહમાં આવી કહ્યું: “તે શું પ્રભો ! એ બાકીનું અધુ રાજ્ય પણ આપી દઉં. જીવથી વઘુ શું વહાલું છે!”
રાજાના અંતરમાં સોંસરી ઊતરી જાય એવી ગંભીર વાણીમાં સંતે કહ્યું : “અરે ભલા રાજા ! ત્યારે પાણીના એક પવાલાના બદલામાં જે રાજ્ય આપી દેવું પડે, એવા સામાન્ય રાજ્યને મેળવવા ને સાચવવા માટે તેં તારા અમૂલ્ય જીવનને ધૂળ કયું ! અને એનો અફસ કરવાને બદલે ઊલટો ગર્વ કરે છે!”
આ સચોટ દલીલથી.રાજાની ઊંઘ ઊડી ગઈ ! મનમાં જાગૃતિ આવતાં રાજાની આંખમાં નમ્રતાનાં નીર આવ્યાં. એનું માથું નમ્રતાથી સંતચરણમાં ઢળ્યું, અને આમ્રના વૃક્ષ પર બેઠેલી કોયલ ટહુકી રહી : આત્મજાગૃતિનો જય હો !”
વાળા અને જળ
Uતિ મોહનબાબુનાં પત્ની અગ્નિની જવાળા જેવાં ક્રોધી હતાં, તે બાબુ શરદની પૂર્ણિમા જેવા શાંત હતા. એક દિવસે નમતી સાંજે, જમવાની વેળા વીતી ગયા પછી, બાબુ ઘેર આવ્યા. એમની પ્રતીક્ષા કરી, કંટાળી ગયેલી એમની પત્નીએ આંખ લાલ કરી કહ્યું :
તમને તો સેવાનું ઘેલું લાગ્યું છે. રસોઈ ટાઢી થઈ જાય છે ને જમવાની વેળા વીતી જાય છે, એનુંય તમને ભાન નથી. લે, આ ટાઢે છે એ જમી લો.’ એમ કહી એણે ટાઢા ભાતની થાળી પીરસી.
બાબુએ લાક્ષણિક સ્મિત કરી, એ થાળી પત્નીના માથા પર મૂકતાં કહ્યું: “કંઇ નહિ, ભાત ઠંડા હોય તોય તારા માથામાં અગ્નિ ધખધખે છે, એટલે વાંધો નથી. તારા માથાની ગરમીથી આખું ઘર અને તારી આંખો ગરમ થઈ ગઈ તો આ ભાત કેમ નહિ થાય ?”
આ કટાક્ષભર્યા વિનોદથી એમનાં પત્ની શરમથી હસી પડ્યાં. પોતાના પતિના આવા પ્રેમાળ, શાંત ને વાત્સલ્યભર્યા રમૂજી રવભાવ પર મુગ્ધ થઈ,