________________
૫
પ્રસ’ગ–ત્રિવેણી
(૧) પારસમણિ
પ્રે
મના સંદેશો લઇ; વસંતનું પ્રભાત આકાશ-ક્રીડાંગણમાં આવ્યું હતું. ઉષાના મુખ પરથી અંધકારના બુરખા ઊંચકાઇ ગયો હતો. ઉપવનમાં વસન્ત ઋતુ નૃત્ય કરી રહી હતી. પણ આ નગરના ધર્મવીર શેઠના દિવસ આજ વસન્તના નહાતા, પાનખરના હતા. લક્ષ્મીદેવીનાં પૂર આજ ઊલટાં વહેતાં હતાં. પાતાની હવેલીને એટલે બેસી, શેઠ દાતણ કરતા સંપત્તિના આહ્ લાદક પ્રકાશને જોયા પછી, નિર્ધનતાના એળાનું પણ સ્વાગત કરી રહ્યા હતા. વિચારતા હતા કે રથના પૈડાના આરાની જેમ સુખ–દુ:ખ ઉપર—નીચે થયા જ કરે છે. એમાં શાક કઇ વાતના !
એ દિવસ બદલાણા. તડકા પછી છાંયડો આવે. એ તો દિવસ પછી રાતની જેમ સ્વાભાવિક જ છે! એમાં મૂંઝાવુ' શાને ?
સૂર્યાસ્ત થઈ ગયા હતા. પંખીઓ માળામાં સંતાઈ ગયાં હતાં. પૂનમ
ની રાત હતી. સૌ પર ચાંદની અમીધારા વર્ષાવી રહી હતી. એને મન ઉચ્ચ કે નીચ, શ્રીમન્ત કે ગરીબના ભેદ નહોતા. આ વરસતી ચાંદનીમાં ગરીબેાના વાસમાં દુ:ખિયારા ગરીબા ટોળે મળી, સુખદુ:ખની વાત કરી રહ્યા હતા.
‘નગરના દાતાઓમાં શ્રેષ્ઠ કોણ ?” એ આ અભાગિયાઓની ચર્ચાના વિષય હતા. એકે કહ્યું : ‘અમુક શેઠ તે દાતાના અવતાર કહેવાય. એને ત્યાં જે જાય તે ખાલી હાથે પાછેા ન જ આવે. જમનારા થાકે, પણ એ જમાડતાં ન થાકે.’
બીજો કહે : ‘ફલાણા શેઠની વાત જ ન થાય. એ તો રાજાક ના અવતાર છે. આપવા માંડે ત્યારે ખિસ્સામાં હાથ નાખતાં જે આવ્યું તે મુઠ્ઠી