________________
ભરીને આપી દે. ગણતરીની વાત જ નહિ. ધન્ય છે એનાં માતાપિતાને ’
ત્રીજો કહે : ‘એ સૌ ક ના અવતાર ! પણ આપણા ગામના ધર્મ - ધીર શેઠ તે! પારસમણિ છે. એમને તો લાટું અડે તેય સેાનું થઇ જાય એવું એમનું દાન-પુણ્ય. એમના એકવારના દાનમાં તો બંદાના બેડો પાર થઈ ગયા. કળજુગમાં એમના જેવા દાતા ન થયા, ન થાશે.’
આ દરિદ્રોના વાસમાં રહેતી સતાર નામની ડેાસીના કાનમાં આ છેલ્લા શબ્દા પડવા અને ચમકી ગઈ. એ દુ:ખિયારી હતી, વૃદ્ધા હતી. જબુવાનજોધ બે દીકરાઓને એણે સ્મશાનમાં વળાવ્યા હતા. એને ત્રીજો દીકરો સાધન વિના માંદગીમાં ટળવળતા હતા. પુત્રના માંદલા ને દર્દ ભરેલા ચહેરા સામે અનાથ નજરે જોતી, એ જીવી રહી હતી. આમેય ડોસી ઘણાં વૃદ્ધ હતાં. એમાં આ ઉપરાઉપરી દુ:ખના જખમાએ વૃદ્ધાવસ્થામાં ઉમેરો કર્યા હતા. હવે તા યાચવા જવા જેટલીય શકિત એનામાં રહી ન હતી. પણ આ છેલ્લા શબ્દો સાંભળતાં એના આશાના તંતુ લંબાણા.
હતી એટલી હિંમત એકત્રિત કરી, ડોશીએ ડાબા હાથમાં ટેકા માટે લાકડી લીધી. જમણા હાથમાં એક લાખડનો ટુકડો લીધા. શ્વાસ લેતી, હાંફની, ધીમે ધીમે પેલા શેઠની હવેલીએ પહોંચી. વિચારનિદ્રામાં ડૂબેલા શેઠના જમણા પગે ડોશી લાખંડનો ટુકડો અડાડવા ગઇ, ત્યાં શેઠ એકદમ ચમકી ગયા : ‘અરે ડોસી ! આ તું શું કરે છે ?” ડેસીની આ વિચિત્ર ચેષ્ઠા જોઈ કડકાઇથી પૂછ્યું.
‘શેઠ ! લોકો વાતો કરે છે કે, આપ પારસમણિ છે.. આપના સ્પર્શોથી તે લોખંડ પણ સાનુ થાય છે. શેઠ ! આ સાંભળી, અભાગિણી એવી હું, આને અખતરો કરવા આવી છું. શેઠ, માફ કરજો. ગરીબ અને ગરજવાનને અક્કલ હોતી નથી. એમાંય હું તે ગરીબ અને ગરજવાન બન્ને છું. એટલે મારામાં તે અક્કલ હાય તોય ચાલી જાય. શેઠ ! હું કેવી પાપિણી છુ કે, હજ હું જીવું છું. મારા બે દીકરા તો દવા ને દૂધ વિના ટળવળીટળવળીને મરી ગયા. હવે મારો છેલ્લા દીકરો પણ માંદગીના બિછાને છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. એટલે ચાલવાની તાકાત નહોતી તેય ધનની આશાથી આપ જેવા મૌટા માણસ પાસે ચાલીને આવી છું. ઉતાવળથી આપને સ્પર્શ કર્યો, તો અજ્ઞાની ખાતર માફ કરો.’ શેઠની કડકાઈ જોવા છતાં જતાં જતાં ડોસીએ બધુ કહી નાખ્યું.
૪