________________
શેઠે ડોશી પર એક શાન્ત નજર નાખી. એના નિખાલસ ચહેરો, દદભરેલી આંખા, મુખ પરથી ઝરતા વાત્સલ્યભાવ ને જીવનની વ્યથાને ` કહેતી એની મૌન વાણી—આ બધું જોતાં જ શેઠનું હૃદય આર્દ્ર બની ગયું.
એમણે લાખડનો ટુકડો માગી લીધા ને કહ્યું : જાએ, પેલી પાટ પર બેસા !’ ડોસી પાટ પાસે ગઈ, પણ ત્યાં બેસવાની હિંમત ન ચાલી. શ્રીમંતની આગળ ગરીબ પાટ પર કેમ બેસી શકે, એ એના સ્વભાવગત વિચારોમાંના એક હતા. એ શાન્ત રીતે ઊભી જ રહી. જૂની નજરે આ નવા તમાશે નીરખી રહી હતી. પરિણામ શું આવશે, એની એને કલ્પના નહાતી. માલ મળશે કે માર, એને એને પળેપળે વિચાર આંવતા હતા. એક પળમાં એને પેાતાની આ મૂર્ખાઇ માટે ગુસ્સો આવતો, તો બીજી પળમાં શેઠની મીઠી વાણી યાદ આવતાં કંઈક,મળવાની લાલચ જાગતી. આશા ને નિરાશાના ઝૂલે એ ડોસી ઝૂલતી હતી.
શેઠે મહેતાને બાલાવ્યા. ટુકડો તેળ્યો તે! પૂરો પચીસ તોલાના.
શેઠને વિચાર આવ્યો : ‘ધન હતું ત્યારે તે આપ્યું. પણ એમાં નવુ શુ‘ કર્યું` ? લેાટા પાણીથી ભરાઈ ગયો હોય અને અંદર સમાતું ન હોય ત્યારે તે વધારાનું પાણી સૌ કાઢી નાખે. એને શું દાન કહેવાય ? પણ પોતાના પીવાના પાણીમાંથી તરસ્યાને જે થોડુંઘણું આપે એ જ મહત્ત્વનું. એનું જ નામ સાચું દાન !'
શેઠના માં પર હાસ્યનું એક કિરણ ચમકયુ, એમને મેઘ અને નદી સાંભરી આવ્યાં. હાય ત્યારે તે મેઘ ને નદી બંને જગતને પાણી આપે, પણ ન હેાય ત્યારે તે નદી જ આપે. આકાશમાં વાદળ ન હોય ને વર્ષા થાય એવુ કદી બનતુ નથી. પણ નદી સુકાઇ ગઇ હોય છતાં, ત્યાં ખાદો તે અલ્પ પણ પાણી મળે જ મળે. ડોશી પણ આજ ઉનાળામાં અહીં નદી જાણીને આવી છે. એને તૃષાતુર પાછી કાઢું એ મને ન શેાભે ! ‘અલ્પમાંથી પણ અલ્પ આપજે’—આ પ્રભુ મહાવીરના દાનઘાપ રોજ શ્રવણ કરનારના ઘેરથી આવેલ વ્યકિત ખાલી હાથે જાય ? ના, ના. એ કદી ન બને. આથી તા ધી ને ધર્મ બન્ને લાજે,
શેઠે મહેતાને હુકમ કર્યો, અને પચીસ તાલા સેાનું ડોસીના હાથમાં મુકાઈ ગયું. સાનાની લગડીએ જર્જરિત સાડલાના છેડે બાંધી, પોતાના ઘર ભણી જતી સતાર ડોસી આંખમાંથી હનાં આંસુ વહાવતી કંઈક ધીમું