________________
ધીમું બબડતી હતી : “અલ્લા આમને બરકત બશે. લોકો કહે છે તે જરાય બોટું નથી. ખરેખર, શેઠ પારસમણિ છે !'
લોકો વાત કરે છે : “આ બનાવ પછી થોડા જ મહિનાઓમાં શેઠની સંપત્તિનો સૂર્ય ફરી લાખલાખ કિરણે પ્રકાશી ઊઠ્યો હતો. |
(૨) મારું નમન શ્રમણત્વને છે મહારાજા પ્રિયદર્શી જેટલા પ્રતાપી હતા, એટલા જ એ ભકત ને નમ્ર . હતા. એટલે માર્ગમાં મળતા શ્રમણમાત્રને એ નમન કરતા. આ રીત અમાત્ય યશને ન ગમી. નમ્રતાથી એણે કહ્યું: ‘મહારાજ! આ ભિક્ષુઓમાં તો દરેક જાતિના લોકો હોય. એટલે જેના તેના પગમાં માથું નમાવવું એ આપના ગૌરવને ઉચિત નથી. પાત્રને નમન થાય એ જ ગૌરવોચિત ગણાય!”
સમયજ્ઞ મહારાજા મન રહ્યા–જાણે આ વાતને સાંભળી જ નથી ! એ ધોગ્ય સમયની પ્રતીક્ષા કરી રહ્યા. એક દિવસ ગામમાં કોઈ પુરુષનો શિરચ્છેદ થયો. મહારાજે એ માથું મંગાવી લીધું. પછી કસાઇને ત્યાંથી થોડાં ઘેટાંબકરાંનાં માથાં મંગાવી એમાં આ માણસના માથાને બેઠવી શહેરના મુખ્ય દ્વારે અમાત્ય યશને એ વેચવા બેસાડ્યો.
અમાત્યને એ વિચિત્ર કાર્ય ન ગમ્યું, પણ પ્રિયદર્શીની આજ્ઞા અફર હતી. પશુઓનાં માથાં તો દ્રવ્ય આપી માંસાહારી લોકો ખરીદી ગયા, પણ માણસના માથાને કોઇએ ન લીધું. સાંજ પડતાં એ માથાને મફત આપવા તયાર થયો, પણ કોઇ કહેતાં કોઈએ ન લીધું. કેઈએ ન લીધું એ તો જાણ્યું, માણના માથાની વાત આવતાં સૌ વૃણા કરી ચાલ્યા ગયા.
કેમ? બધાં માથાં વેચાઈ ગયાં ?” પ્રિયદશીએ પૂછયું.
“ના, જાનવરનાં બધાં માથાં વેચાયાં છે, પણ માણસનું માથું તે મફત આપતાંય કોઇ લેતું નથી’ નમ્રતાથી નમન કરતાં અમાત્યે કહ્યું.
“માણસનું માથું લોકે કેમ લેતા નથી? કારણ કે એથી લોક ધૃણા પામે છે.’
“આ એક માથાથી ધૃણા પામે છે, કે ગમે તે માનવીના વઢાયેલા માથા- • થી લોકોને ધૃણા છૂટે છે?' .' '
પ્રભે ! ગમે તે માણસનું માથું હોય, પણ લોકોને તે ધૃણા જ છૂટે. માણસનું માથું જ એવું કે મર્યા પછી એ ધૃણાને પાત્ર અમાત્ય મૂંઝાઈ રહ્યો હતે. પ્રશ્નાવલિ ક્યાં લઈ જશે એની કલ્પના અને ધીમે ધીમે આવવા